Skip to main content

Posts

Showing posts from July, 2021

ખીરસરા પેલેસ રાજકોટ

 ખીરસરા પેલેસને ગોરી-બાદશાહના સમયકાળમાં બાંધવામાં આવ્યો હતો, ઠાકોર સાહેબની સાતમી પેઢી એટલે કે ઠાકોર રણમલજીએ કિલ્લાનો જીર્ણોધ્ધાર કરવાની શરૂઆત કરી હતી, રાજકોટ થી ૧૪ કિમી દુર કાલાવાડ રોડ પર કળા પથ્થરોના ટેકરા ઉપર સાત એકરમાં પથરાયેલો આ મહેલ હાલ હોટેલમાં ફેરવાઈ ગયો છે, પેલેસમાં ૨૪ રજવાડી ઓરડાઓ છે. આ મહેલ કાઠીયાવાડના ભવ્ય ઈતિહાસ અને બેનમુન સ્થાપત્યનો અદભુત પુરાવો છે. શાનદાર સુંદરતાના કારણે આ મહેલ માત્ર ગુજરાતીઓ જ નહિ અન્ય લોકો માટે પણ આકર્ષણ નું કેન્દ્ર બન્યો છે. એટલું જ નહિ વિદેશીઓ પણ તેનાથી અછુતા રહી શક્યા નથી… વર્ષો પૂર્વે રાજવીઓએ સૌરાષ્ટ્રની ધન્ય ધરતી પર અનેક રાજ મહેલોની રચના કરી હતી. અદભૂત સૌંદર્યતા ધરાવતા આ મહેલો આજે પણ દર્શનીય છે. આવો જ એક મહેલ રાજકોટમાં આવ્યો છે, ખીરસરા પેલેસ. આ પેલેસને ગોરી-બાદશાહના સમયકાળમાં બાંધવામાં આવ્યો હતો. ઠાકોર સાહેબની સાતમી પેઢી એટલે કે ઠાકોર રણમલજીએ કિલ્લાનો જીર્ણોદ્ધાર કરવાની શરૂઆત કરી હતી. કાઠિયાવાડના ભવ્ય ઇતિહાસ અને હેરિટેજ પ્લેસનો પુરાવા જેવો ખીરસરા પેલેસ શાનદાર સુંદરતાના કારણે આ મહેલ માત્ર ગુજરાતીઓ જ નહીં લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. એટલુ

નાગેશ્વર મંદિર

 નાગેશ્વર મંદિર કે નાગનાથ મંદિર દ્વારકાની સીમમાં આવેલું પ્રસિદ્ધ હિંદુ શિવ મંદિર છે. તે દ્વાદશ (૧૨) જ્યોતિર્લિંગમાંનું એક છે. નાગેશ્વરનો અર્થ નાગોના ભગવાન એવો થાય છે અને તે વિષથી મુક્તિ અર્થાત શિવજી દ્વારા ખરાબ વૃત્તિઓથી મુક્તિને પ્રદર્શિત કરે છે. રુદ્ર સંહિતામાં શિવને 'દારુકાવન નાગેશમ્' તરીકે ઓળખાવ્યા છે. નાગેશ્વરને પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. આ જ્યોતિર્લિંગને મળતા આવતાં અન્ય દેવસ્થાનો ૧. જગતેશ્વર, અલમોડા, ઉત્તરાખંડ અને ૨. ઔંધ, મહારાષ્ટ્રમાં છે. શિવ પુરાણ અનુસાર નાગેશ્વર દારુકવન (એક પૌરાણીક જંગલનું નામ)માં આવેલું છે. અન્ય પ્રાચીન ગ્રંથો જેવા કે કામ્યકવન, દ્વૈતવન અને દંડકવન આદિમાં દારુકવનનો ઉલ્લેખ આવે છે. દારુકા નામની રાક્ષસી એ મહાન તપ કરીને દેવી પાર્વતી ને પ્રસન્ન કર્યા. તેણે માતાને કહ્યું હતું કે "વનમાં ઘણી ઔષધિઓ હોય. જ્યાં લોકોને તેની જરૂરત હોય ત્યાં હું વનને લઇ જઈ શકું એવું વરદાન આપો." માતાએ તેને સત્કર્મ કરવા માટે વરદાન આપી દીધું. શિવપુરાણ અનુસાર સુપ્રિયા નામની શિવ ભક્ત અને અન્યોને દારુકાએ દારુકવનમાં બંદી બનાવી રાખ્યા હતા. આ વન સર્પોનું હતું અ

દ્વારકા

 ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ દ્વારકા તાલુકામાં આવેલું પૌરાણિક સમયથી જાણીતું યાત્રાધામ તેમ જ તાલુકાનું મુખ્ય મથક છે. ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ એવી આ દ્વારકા નગરી પ્રાચીન સમયથી અત્યાર સુધીમાં અનેક વખત જિર્ણોદ્ધાર પામી છે. વર્ષ ૨૦૧૩ માં દ્વારકા નગરને દેવભૂમિ દ્વારકા નામ આપી અલગ જિલ્લા તરીકે ઘોષિત કરાયું. અહીં દ્વારકાધીશનું મંદિર પાંચ માળનું અને ખૂબ સુંદર કોતરણી વાળુ છે. ૬૦ થાંભલાઓ પર ઉભા કરાયેલા આ મંદિરમાં ભક્તો વિશેષ સંરચના પ્રમાણે સ્વર્ગદ્રારેથી પ્રવેશ કરે છે અને મોક્ષ દ્રારેથી મંદિરની બહાર નિકળે છે. દ્વારકાથી ત્રીસ કિ.મી. દુર બેટદ્વારકા આવેલું છે, જે વૈષ્ણવ સંપ્રદાય માટે ખૂબ મહત્વ ધરાવે છે. દ્વારકાથી બોટમાં બેસીને જળમાર્ગે બેટ દ્વારકા જવાય છે. અહિંયા મહાપ્રભુજીની બેઠક તથા શ્રી કૃષ્ણ ભગવાનની પટરાણીઓના મંદિરો અને શંખ તળાવ આવેલા છે. ૪ ધામોમાંનું એક ધામ, ભગવાન શ્રી કૃષ્ણ, કાળિયા ઠાકોરનું ગામ એટલે દેવભૂમિ દ્વારકા. જ્યાંનાં કણ કણમાં શ્યામ નિવાસ કરે છે એવી માન્યતા છે. અહીં અસંખ્ય ભાવિક ભક્તો ભગવાનને પ્રેમથી યાદ કરે છે. દ્વારકા ભગવાન કૃષ્ણની

સૂરજ દેવળ

 સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા તાલુકાના દેવસર ગામના ટિંબા ઉપર આ ભવ્ય સૂર્યમંદિર આજે માંડવભૂમિની શોભા વધારી રહયુ છે. તે ચોટીલા થી ઉત્તર દિશામાં થાનગઢ જતા રોડ ઉપર ૧૨ કિ.મી.ના અંતરે આવેલ છે , જે પ્રદેશનુ નામ માંડવ પડયુ છે તે માંડવરુષિની મુલ તપસ્યા સ્થાન અને ઝૂંપડી હતી. ત્યાં તમામ વર્ણને રહેવા જમવાની સગવડ આપવામાં આવે છે , તેનો તમામ ખર્ચ કાઠી દરબારો ભોગવે છે, તેવા પવિત્ર અને પ્રાચીન દેવભૂમિ અને નૈસર્ગિક વાતાવરણ થી આપણને આનંદનો અનુભવ થાય છે સૂર્ય ઉપાસનાને વૈદિક સાહિત્યમાં ખુબજ સ્થાન આપેલ છે, તેવી સૂર્યઉપાસના ૧૧ મી સદિ સુધી ભારતમાં ચરમસીમા પર હતી, પરંતુ સમય જતા આ દેશ સૂર્યઉપાસનાથી દૂર થતો ગયો, પરંતુ કાઠી દરબારો આજે પણ સૂર્યનારાયણ ને ઇષ્ટદેવ તરીકે પૂજે છે અને ગવઁ અનુભવે છે.

શબરીધામ

 શબરી ધામ ગુજરાત રાજ્યના ડુંગરાળ તેમજ જંગલ વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લામાં આવેલા સુબિર ગામથી પૂર્વ દિશામાં આશરે ત્રણ કિલોમીટરના અંતરે આવેલ એક ધાર્મિક યાત્રાધામ છે. આ સ્થળ આહવાથી આશરે ૩૩ કિ.મીના અંતરે આવેલ છે. આ સ્થળે શબરી સાથે ભગવાન રામની મુલાકાત થઈ હતી.. ત્રેતા યુગની આ ઘટના છે. ભગવાન શ્રીરામના વનવાસ દરમિયાન સીતામાતાનું રાવણે હરણ કર્યું હતું. સીતા માતાની શોધમાં દંડકારણ્ય તરીકે ઓળખાતા અતિ રમણીય પ્રદેશમાં પ્રભુ શ્રીરામ આવ્યા હતા તે આ ડાંગ જિલ્લો. જ્યાં પ્રભુ શ્રીરામ અને લક્ષ્મણ ભક્તિમયી શબરી માતાની ઝૂપડીયે પધાર્યા હતા... અને ત્યાં શબરીએ એઠાં બોર પ્રેમથી ખવડાવ્યા હતા. પ્રભુના મિલન પછી શબરી માતા એ યોગા અગ્નિથી પોતાની જીવનલીલા ને સંકેલી લીધી હતી. આ યોગાગ્નીનો પ્રકાશ આજે પણ જે પહાડી પર અવતરે છે તે પહાડી ,,"ચમક ડુંગરી" ના નામથી પ્રસિદ્ધ થઈ, તે આ જ પવિત્ર તિર્થસ્થાન - "શબરીધામ".

કનકાઇ માતાજી -ગીર

 કનકાઈ માતાનું મંદિર ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયનાં જૂનાગઢ જિલ્લામાં મધ્ય ગિરમાં આવેલું છે. કનકાઈ મા અઢાર વરણની કુળદેવી છે જેમાં ખાસ કરીને ઉનેવાળ બ્રાહ્મણ, વૈંશ સુથાર જ્ઞાતિમાં પઢીયાર તથા વાઢીયા અને હાલાઇ લૉહાણા વગેરે જ્ઞાતિઓનો સમાવેશ થાય છે. માં કનકાઈનો જે ઇતિહાસ લોકકંઠે ગવાય છે તે મુજબ ઈસુની આઠમી સદીમાં થયેલા વનરાજ ચાવડાનાં પરિવારમાં કનક ચાવડા નામનો એક રાજા થઇ ગયો. તેણે ક્નકાઈ (કનકાવતી) નગરીની સ્થાપના કરી હતી. માં કનકાઈને આ નગરીના અધિષ્ઠાત્રી દેવી તરીકે સ્થાપ્યા હતાં. બીજી એક લોકવાયકા એવી પણ છે કે, વળાના મૈત્રક વંશનાં મુળ પુરુષ કનકસેન અયોધ્યાનાં સુર્યવંશી રાજવી હતાં. તેણે સૌરાષ્ટ્રમાં વીરનગરમાં આવીને પરમાર રાજાને હરાવ્યો હતો. અને વંશજ વિજયસેને વિજયપુર (ધોળકા) વસાવ્યું. વિજયસેનનાં વંશજ ભટ્ટાર્કે વલભીપુરની સ્થાપના કરી. અને કનકસેને મધ્યગિરમાં આવીને કનકાવતી નગરી વસાવી. આથી તેને શહેરના અધિષ્ઠાત્રી દેવી તરીકે માં કનકાઈની સ્થાપના કરી હતી. શ્રી કનકાઈ મંદીરની જે તે સમયે સ્થાપના થયા પછી કાળબળની થપાટે જીર્ણ થયેલાં આ મંદીરને ઘણા બધા સમયના વ્હાણા વિતી ગયા. આ કનકાઈ મંદીરનો સૌપ્રથમ

મણીમંદિર , મોરબી

 મણીમંદિર ગુજરાતના મોરબી જિલ્લાના મોરબી શહેરમાં આવેલો મહેલ છે, જે Wellingdon Secretariatના નામે પણ ઓળખાય છે. વાઘ મહેલ તરીકે પણ ઓળખાતું આ માળખું ૧૯૩૫માં મોરબીના મહારાજા વાઘજી ઠાકોરે તેની પ્રિય પ્રથમ પત્ની મણીબાઈની યાદમાં બનાવ્યું હતું. તેમાં ૧૩૦ ઓરડાઓ તથા વચ્ચે મંદિર આવેલ છે. જેમાં લક્ષ્મી નારાયણ, કાલિકા, શ્રી રામ, રાધા કૃષ્ણ તથા શિવજીના મંદિરો છે. આ મહેલના બાંધકામનો ખર્ચો તે સમયે ૩૦ લાખ થયો હતો. એક સમયે શહેરની તથા ઘરોની નમુનેદાર બાંધણીને કારણે "પેરિસ ઓફ ધ ઇસ્ટ" તરીકે પંકાયેલુ હતું. તે ગુજરાતના "તાજમહલ "'તરીકે પણ ઓળખાય છે.. મોરબી નગર અગિયારમી ઓગસ્ટ, ૧૯૭૯ના દિવસે ઉપરવાસમાં આવેલ મચ્છુ-૨ બંધના પાળા તુટવાને કારણે જળપ્રલયનો ભોગ બની ભારે તારાજ થયું હતું.  મણીમંદિર, ઝુલતો પુલ, પાડા પુલ અને મોરબીનો ગ્રીન ચૉક ટાવર મોરબીનાં મુખ્ય આકર્ષણો છે.

તુલસીશ્યામ

હજારો વર્ષથી ભારતની પ્રજા ધર્મનાં સ્વાવલંબનથી જીવતી આવી છે. એથી એ ધર્મસ્થાનકોમાં પ્રજાજીવનનાં ઉત્થાન-પતન અને આશ્વાસ-નિશ્વાસ કંડારાયેલા પડયા છે. ભારતના પ્રજા જીવનનાં ઘડતરના પાયા એ ધર્મસ્થાનકોનાં ઇતિહાસ અને પુરાણોમાં પડ્યા છે. તેવુંજ ગિરનું પ્રાચીન અને રમણીય ધર્મસ્થાનક એટલે તુલસીશ્યામ. તુલસીશ્યામ એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયનાં જુનાગઢ જિલ્લાનાં ઉનાથી શહેરથી આશરે ૨૯ કિલોમીટર દુર જંગલ માર્ગે આવેલું છે. આ સ્થળ કુદરતી સૌદર્યથી ભરપુર છે કે જયાં ઘોડા ખેલાય છે, હરણાં કુદે છે, ભમરા મીઠો ગુંજારવ કરે છે, અને સિંહ ભયાનક ત્રાડો પાડે છે તેવા લીલા જંગલની વનરાઇઓથી સજાયેલ છે. આમ આ સ્થળ મનને શાંતિ આપે અને હરિલે તેવું છે. જયાં પહોચવા માટે ઉનાથી પાકા ડામર માર્ગે ધોકડવા અને જસાધાર થઇને પહોચી શકાય તેમજ જુનાગઢ શહેરથી તુલસીશ્યામ ૧૨૩ કિલોમીટર દુર છે જયાં વિસાવદર, સતાધાર, ધારી થઇને ડામર માર્ગે પહોચી શકાય છે તેમજ જુનાગઢથી કેશોદ, વેરાવળ, કોડીનાર અને ઉના થઇને પણ તુલસીશ્યામ જઇ શકાય છે. આ અંતર ૧૯૬ કિલોમીટર થાય છે. જે માર્ગે વંથલી, સોમનાથ, ગોરખમઢી અને પ્રાચી જેવા તીર્થો આવે છે. કહેવાય છે કે જાલંધર નામ

નવલખા કોઠાર

 પાવાગઢ પર્વતના સૌથી ઉંચા શિખરની ઉત્‍તરે મૌલિયાટૂકના મેદાની ભાગમાં વિસ્‍તરેલ ખીણ નવલખી ખીણ તરીકે ઓળખાય છે. અહીં નવલખા કોઠાર નામે ખ્‍યાતિ પામેલ પ્રાચીન ઈમારત મોગલકાળની સ્‍થાપત્‍ય કલાની ઝાંખી કરાવે છે. નવલખી ખીણની ધાર ઉપર પ્રસ્‍થાપિત વિશાળ ગુંબજ ધરાવતા સાત ખંડોની ટી આકારની આ ઈંટેરી ઈમારત પ્રાચીન કાળમાં અનાજ-સંગ્રહ તરીકે ના કોઠાર તરીકે ઉપયોગમાં લેવામાં આવતી હોવાનું માનવામાં આવે છે.

બોટનિકલ ગાર્ડન

  ડાંગ જિલ્લાના વઘઇમાં આવેલો આ બોટનિકલ ગાર્ડન લગભગ 24 હેક્ટરમાં ફેલાયેલો છે. તેમાં કુલ 11 ગાર્ડન છે. અહીં દુર્લભ ઔષધિઓનો ભંડાર છે. ગાર્ડનમાં ગ્રીન પ્લાન્ટ છે જે આકર્ષણનું કેન્દ્ર છે. અહીં જે વૃક્ષો છે તે હંમેશા ગ્રીન જ રહે છે. વૃક્ષો જોઈને તમને જાણે અલગ જ કૂતુહલ અનુભવાશે. વૃક્ષોની સાથે સાથે તમે અહીં આરોગ્ય વન, બામ્બુ પ્લોટ,  ટેક્ષોનોમી પ્લોટ, ડ્રાય ડેસીક્યુઅસ પ્લોટ , સ્કલ થોર્ન ફોરેસ્ટ , ડાંગ પ્લોટ , મોઇસ્ટ ડેસીક્યુઅસ પ્લોટ , ઇન્ટર પ્રિટેશન સેન્ટર અને ગ્રીન હાઉસને પણ માણી શકો છો. ૪૨ પ્રકારની જાતોનો સમાવેશ કરતા સૂકું પાનખર જંગલ પણ અહીં આવેલું છે. જેમાં ટર્મીનેલીયા, એનોગાયસીસ, ડાયોસપાયરસ સેમી કાર્પસનો સમાવેશ થયો છે. રણ પ્રદેશના જંગલ વિભાગમાં કેપરીસ, ટમચીક્ષ, ટેકોમેલા,યુફોરબીયા,પેરેનીયલ ઘાચી જેવી વનસ્પતિઓ આવેલી છે. વિશ્વમાં વાંસની લગભગ ૧૦૦ જાતો છે, જેમાંથી ૨૧ જાતો ભારતમાં જોવા મળે છે. આ ૨૧ જાતોમાંથી પાંચ જાતો આ ગાર્ડનમાં છે વનસ્પતિક દવાઓના વિભાગમાં અનેક એવી વનસ્પતિ છે. જે દવાઓ બનાવવાના ઉપયોગમાં લેવામાં આવે છે.  ઓર્કિડ મ્યુઝિયમમાં ઓર્કિડની જુદી-જુદી  જાતો જોવા મળે છે. ગુજરાતમાં મોટાભાગે દ

જાંબુવનની ગુફા પોરબંદર

 સૌરાષ્‍ટ્રના વિખ્‍યાત બરડા ડુંગરની તળેટીમાં આવેલી જાંબુવનની ગુફા બહુ ઓછા લોકોએ જોઇ હશે. જમીન પર અવેડા જેવી કુંડી જેવડી જગ્‍યા નીચે વ્‍યવસ્‍થિત પથ્‍થરની સીડી અને અંદર ઉતરતાં એક પછી એક વિશાળ રૂમ જોવા મળે છે. ભૂગર્ભમાં આવેલી જાંબુવનની ગુફા પોરબંદર જિલ્‍લાના રાણાવાવ થી પાંચ કિલોમીટરના અંતરે બરડા ડુંગરની ગોદમાં પુરાતત્‍વના અભ્‍યાસુ અને પુરાતત્‍વવિદો માટે રસપ્રદ સ્‍થળ છે. જાંબુવન નામના રીંછ પરથી આ ગુફાનું નામ પડયું છે. ક્રૃષ્‍ણ અવતારમાં જાંબુવન નામનો રીંછ ભગવાન શિવનો અનન્‍ય ઉપાસક હતો. આ ગુફામાં જાંબુવને અનેક શિવલીંગની સ્‍થાપના કરી હતી તેમાં પાતાળેશ્વર મહાદેવનું શિવલીંગ મુખ્‍ય છે તેના પર કુદરતી રીતે જલાભિષેક થાય છે પાણીના ટીપાં ટપકવાથી આપોઆપ શિવલીંગ બંધાય છે તેના પાછળની દંતકથા એવી છે કે જાંબુવનનને ૧૦૮ શિવલીંગની પૂજા કરવી હતી એક રાતમાં આટલી સંખ્‍યામાં શિવલીંગ ન થતાં જાંબુવન એક ધ્‍યાને બેઠા. ભગવાન શિવજી પ્રસન્‍ન થયા અને વચન આપ્‍યું કે ઉપરથી ગુફા અંદર ટપકતાં પાણીના ટીપાંથી શિવલીંગ બની જશે. આજે પણ જાંબુવન ગુફામાં અંદર ઉતરીને જોઇએ તો આ કુદરતી દ્રશ્‍ય જોવા મળે છે. ઉપરથી પાણીના ટપકાં ગુફાની માટીમાં

ઘુમલી: એક અત્યંત પ્રાચીન નગર

  ઘુમલી: એક અત્યંત પ્રાચીન નગર ઘુમલી એ ગુજરાતના જામનગર જિલ્લામાં પોરબંદરથી ૩૫ કિમી દૂર બરડાની તળેટીમાં આવેલું એક પુરાતાત્વીક સ્થળ છે. ઘુમલી જેઠવા વંશના રાજપુતોની રાજધાનીનું શહે૨ હતું. અહીં જેઠવા વંશના સત૨ રાજવીઓએ રાજ કરેલ છે. તેમાના ભાણ જેઠવાના નામ ૫૨થી હાલમાં તાલુકા સ્થળ જે ભાણવડ છે. તે તેના નામ ૫૨થી થયેલ છે. પ્રાચીન સ્થળોની વાત કરીએ છીએ ને તેય ખાસ કરીને જામનગર જિલ્લામાં ત્યારે ઘુમલી યાદ આવ્યા વિના ના રહે. જામનગર જિલ્લામાં બરડા ડુંગરના વિસ્તારમાં ભાણવડ ગામ પાસે એક અત્યંત પ્રાચીન નગર અને મંદિરના ખંડેરો અતીતમાં અર્ધલુપ્તન થયેલાં જાણે નિસાસા નાખતાં પડ્યાં છે. અનેક નગરો નાશ પામ્યાં ને પાછાં પુનર્જીવિત થયાં, પણ કોણ જાણે કેમ ઘુમલી ગયું તે ગયું;  ફરી વસ્યું જ નહીં. ઇતિહાસ અને પુરાતત્વ માટે હવે એ અભ્યાસનું ગણાઈને જ સંતોષ માને છે. વૈભવી નગરનું અસ્તિત્વ સોમનાથ કરતાં પણ પાંચસો વર્ષ નજીકનું અને મોઢેરાની અપૂર્વ સ્થાપત્ય-શિલ્પકળાની તોલે આવે તેવા ઉત્કૃષ્ટં મંદિરના અવશેષો ઘુમલીમાં છે. દોઢેક કિલોમીટર જેટલા મોટા વિસ્તારમાં વેરવિખેર પડેલા, વિવિધ શૈલીના અવશેષો પરથી તે ૯ મીથી ૧૪  સદી સુધીમાં બંધાયેલ હોવાન

નારાયણ સરોવર

નારાયણ સરોવર હિંદુઓના પવિત્ર યાત્રાધામો પૈકીનું એક છે. શ્રીમદ્ ભાગવતમ્ માં વર્ણવેલા પાંચ પવિત્ર સરોવરોના જૂથને ‘પંચ સરોવર’ કહેવાય છે.  તે પાંચ સરોવર છે માન સરોવર, બિંદુ સરોવર, નારાયણ સરોવર, પંપા સરોવર અને પુષ્કર સરોવર. તેમનુ આ એક સરોવર છે નારાયણ સરોવરનો અર્થ થાય છે ભગવાન શ્રી વિષ્ણુનું સરોવર. પૌરાણીક કથાઓ અનુસાર સરસ્વતી નદી નારાયણ સરોવર નજીક આવેલા દરિયામાં મળતી હતી અને આ સરોવરને પોતાના પાણી વડે ભરી દેતી. આથી આ સ્થળને હિંદુઓ દ્વારા પવિત્ર ગણવામાં આવે છે. આ સ્થળે વૈષ્ણવ સંપ્રદાયના શ્રી ત્રિકમજી, લક્ષ્મીનારાયણ, ગોવર્ધનનાથજી, દ્વારકાનાથ, આદિનારાયણ, રણછોડરાયજી અને લક્ષ્મીજીના મંદિરો આવેલા છે. રાવ દેશળજી ત્રીજાના રાણીએ આ મંદિરો બંધાવ્યાં છે. સમગ્ર ભારતમાંથી શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે છે. તળાવની વાસ્તુકળા પ્રાચીન અને સુંદર છે. લક્ષ્મીનારાયણ અને ત્રિકમરાયના મંદિરોને દ્વારકા મંદિર જેવી શૈલિથી જ બનાવાયા છે.  બાકીના પાંચ મંદિરો ૧૭૮૦-૯૦માં વાઘેલી મહાકુંવર નામના રાવ દેશળજીના રાણી દ્વારા બનાવાયા છે. અને તે પછી કલ્યાણરાયનું મંદિર બંધાવાયું. મહાપ્રભુ વલ્લભાચાર્ય તેમના જીવન કાળ દરમ્યાન અહીં આવ્યા હ

મોડપરનો કિલ્લો જામનગ૨

 પ્રાચીન ભા૨તીય સંસ્કૃતિ ને લોક સંસ્કૃતિ કે સંત સંસ્કૃતિ કહેવામાં ભાગ્યેજ કાંઈ અજુગતું હોય. સૌરાષ્ટ્રની સંસ્કૃતિ તો આની જ શાખ પુરે છે. નાના મોટા સંતોની જે અખંડ ધારા ભા૨તમાં સદીએ સદીએ વહેતી ૨હે છે. તે ધારા એ જ સૌરાષ્ટ્રની સંસ્કૃતિ એ તેના પ્રાણને પોષ્યો છે. સંતોની આ નિર્મળ શ્નદયધારા અને શુ૨વીરોના શુરાતન તથા સતીઓ ના સત ને લીધે જ પૂજા જીવનમાં પ્રિતીના ચૈતન્યના મૂળિયા સજીવ અને સાબુત ૨શ્નયા છે. તેવી હાલા૨ પંથકની ધ૨તી ઉ૫૨ના જામનગ૨ જિલ્લાના છેવાડે અને પો૨બંદ૨ જિલ્લાની સ૨હદે મોડ૫૨ ગામ આવેલ છે. તેની નજીકના બ૨ડા ડુંગ૨ ઉ૫૨ આ૫ણા ઐતિહાસિક વા૨સાના ભવ્ય ભુતકાળની યાદ આ૫તો મોડ૫૨નો કિલ્લો આજે ૫ણ અડીખમ ઉભો છે. જામસાહેબ અને રાણા સાહેબની હદ પુરી થાય છે ત્યાં ઉંચા ટેકરા ઉ૫૨ મોડ૫૨નો કિલ્લો આવેલો છે. આશરે ચા૨સો વર્ષ ૫હેલા જામસાહેબે બહા૨ના દુશ્મનો આકૂમણ કરે તો જડબાતોડ જવાબ આ૫વા ૨ક્ષણાત્મક હેતુ માટે આ કિલ્લો બનાવ્યો. જામ સાહેબ મોટ૨ દ્વારા તે કિલ્લામાં પૂવેશતા તે મેટલ રોડ ચિતોડગઢ જતાં ૨સ્તો આવે છે, તેની યાદ અપાવે છે. ગઢની બહા૨ વસાહત હતી, ૨હેણાંકના મકાનો હતાં, તે જર્જરિત હાલતમાં જોવા મળે છે. મોડ૫૨ના કિ

एक्वाटिक गैलरी, रोबोटिक्स गैलरी और नेचर पार्क की अनोखी सौगात, अब दुनिया को रिझाएगा गुजरात

 एक्वाटिक गैलरी एक्वाटिक गैलरी का भी उद्घाटन पीएम मोदी करेंगे। गुजरात में बने इस एक्वाटिक गैलरी के विभिन्न टैंक्स में विश्व के विभिन्न प्रजातियों के जलजीव देखने को मिलेंगे। विश्व के विभिन्न प्रजाति के शार्क भी इस गैलरी में लोगों के कौतुहल का केंद्र होंगे। यहां एक विशेष प्रकार का 28 मीटर लंबा सुरंग है जिसका सफर रोमांच पैदा करेगा।  रोबोटिक्स गैलरी अत्याधुनिक टेक्नालॉजी वाले रोबोटिक्स गैलरी में आपको रोबोटिक्स के अनूठे अनुभव मिलेंगे। विश्व के जाने माने ट्रांसफार्मर रोबोट का डुप्लीकेट भी यहां देखने को मिलेगा। विभिन्न क्षेत्रों में उपयोगी तमाम तरह के रोबोट्स के बारे में जानने के इच्छुक लोगों के लिए रोबोटिक्स खासा आकर्षण का केंद्र बनेगा। नेचर पार्क  नेचर पार्क भी अपने आप में एक अनोखा पिकनिक स्पॉट होगा। यहां मिस्ट गार्डन, चेस गार्डन, सेल्फी प्वाइंट, स्कप्चर पार्क और आउटडोर मेज के अलावा बच्चों के लिए विशेष पार्क है। स्कप्चर पार्क में उन जानवरों या जीवों से भी आप परिचित होंगे जो धरती से लुप्त हो चुके हैं।  Book tickets Science City Timing & Fee's

પદમડુંગરી

પદમડુંગરી ગામ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તાપી જિલ્લાના કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા ડોલવણ તાલુકામાં આવેલું છે. પદમડુંગરી ગામમાં ખાસ કરીને આદિવાસી લોકો વસે છે. ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, પંચાયતઘર, દુધની ડેરી વગેરે સવલતો પ્રાપ્ય છે. ગામના લોકો વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી, પશુપાલન અને નોકરી જેવાં કાર્યો કરે છે. ડાંગર, જુવાર, કેરી અને શાકભાજી આ ગામનાં મુખ્ય ખેત-ઉત્પાદનો છે. પદમડુંગરી જિલ્લાના મુખ્ય મથક ડોલવણથી આશરે ૩૦ કિલોમીટર તેમ જ ઉનાઇથી ૮ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. અહીં પૌરાણિક શિવમંદિર, શરભંગ ઋષિનો આશ્રમ અને ઘુસમાઈ / ગોસાઇમાતાનું મંદિર જેવાં ધાર્મિકસ્થળો આવેલાં છે. અંબિકા નદીના પટમાં ભગવાન રામચંદ્રજીએ યજ્ઞ કરેલ તેની ભસ્મ આજે પણ પ્રાપ્ય છે. પુરાણોમાં પદમડુંગરી ગામ પદમાવતી નગરી તરીકે ઓળખાતું હતું, એમ પણ કહેવાય છે. આ સ્થળને ગુજરાત રાજ્ય વન વિભાગે પ્રકૃતિ-પ્રવાસસ્થળ (ઇકો ટુરિઝમ) તરીકે સાચવવાનું તેમ જ પ્રવાસીઓને આકર્ષવાનું નક્કી કર્યું છે. વિદ્યાર્થીઓ માટે વન્ય સંપત્તિના શૈક્ષણિક અવલોકન માટે આ અનેરી જગ્યા છે. અહીં વ

કચ્છનું સફેદ રણ

 કચ્છનું રણ પશ્ચિમ ગુજરાતના કચ્છ જીલ્લામાં થાર રણમાં મીઠી માર્શી જમીન છે. તે પાકિસ્તાનના સિંધ પ્રાંત અને ભારતના ગુજરાત વચ્ચે આવેલું છે.  તેમાં આશરે ૩૦,૦૦૦ ચોરસ કિલોમીટર જમીન છે. જેમાં કચ્છનું મોટુ રણ, કચ્છનું નાનું રણ અને બન્ની ઘાસભૂમિ વિસ્તારનો સમાવેશ થાય છે. કચ્છનો રણ તેના સફેદ મીઠાની રેતી માટે જાણીતું છે, અને તે વિશ્વનો સૌથી મોટું મીઠું રણ તરીકે ગણાય છે. ‘રણ’ એટલે હિન્દીમાં ડેજર્ટ નો અર્થ છે જે સંસ્કૃત શબ્દ ‘ઇરિના’ પરથી આવ્યો છે જેનો અર્થ રણ થાય છે. કચ્છના રહેવાસીઓને કચ્છિ કહેવામાં આવે છે અને તે જ નામથી પોતાની ભાષા ધરાવે છે. કચ્છના રણની મોટા ભાગની વસ્તી હિન્દુઓ, મુસ્લિમો, જૈનો અને શીખોનો સમાવેશ કરે છે. કચ્છ ક્ષેત્રનો રણ પારિસ્થિતિક રીતે સમૃદ્ધ વન્ય જીવન જેમ કે ફ્લેમિંગોસ અને જંગલી ગધેડોનો માટે પ્રાકૃતીક આશ્રય સ્થાન છે. જે ઘણીવાર રણની આસપાસ જોવા મળે છે.  રણનો થોડા વિસ્તાર વન્ય જીવન જેમ કે ભારતીય જંગલી ગધેડો અભ્યારણ્ય, કચ્છ રણ વન્યજીવન અભયારણ્ય વગેરે નો ભાગ છે. તે વન્યજીવન ફોટોગ્રાફરો અને પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે. ગુજરાત સરકારે દર વર્ષે નવેમ્બરથી ફેબ્ર

ડોન હિલ-સ્ટેશન

 આહવાથી માત્ર 38 કિલોમીટર દૂર આવેલું ડોન ગામ સાપુતારાથી પણ 17 મીટર ઊંચુ અને તેનાથી 10 ગણો વિસ્તાર ધરાવે છે. સહ્યાદ્રિ પર્વતમાળા ખુશનુમા ઊંચાઈ, હરિયાળા ઢોળાવો, નદી, ઝરણાં બધુ જ ધરાવે છે. એટલે પ્રકૃતિની મોજ માણવા ડોન હિલ સ્ટેશને એક ઉત્તમ વિકલ્પ છે. ગુજરાતના પ્રખ્યાત હિલ-સ્ટેશન સાપુતારાની જેમ ડોનની પણ 1000 મીટરની ઊંચાઇ છે. સાથોસાથ આને એક ઐતિહાસિક સ્થળ પણ કહેવામાં આવે છે, કારણ કે અહી ભગવાન શિવ, સીતાજી, હનુમાનજીની દંતકથાઓ જોડાયેલી છે.આ સ્થળને ટ્રેકિંગ માટે પણ બેસ્ટ ગણવામાં આવે છે અને એજ કારણ છેકે અહી પ્રવાસીઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જોવા મળે છે. આ હિલ સ્ટેશનનું નામ ડોન પડવા પાછળનો ઇતિહાસ પણ રોચક છે. અંજની પર્વત પાસે આવેલ આ જગ્યાનો સંબંધ રામાયણકાળ સાથે છે. રામાયણ કાળમાં અહીં ગુરુ દ્રોણનો આશ્રમ હતો અને વનવાસ દરમિયાન ભગવાન રામ અને સીતા અહીં આવ્યાં હતાં. ગુરુ દ્રોણના આશ્રમને કારણે આ જગ્યા દ્રોણ તરીકે ઓળખાતી હતી. કાળક્રમે દ્રોણનું અપભ્રંશ થઈને ડોન થઈ ગયું. કહેવાય છેકે અહી અંજની પર્વત અને કુંડ આવેલો છે જેને હનુમાનજીનું જન્મસ્થળ ગણવામાં આવે છે. અહી માતા અંજનીએ ભગવાન શિવની આરાધના ક

BHUJ - જ્યારે કચ્છની મહિલાઓએ રાતોરાત રનવે બનાવ્યો

 3 ડિસેમ્બર 1971ના રોજ સાંજે 05:40 વાગ્યે પાકિસ્તાની વાયુસેનાનાં સૅબર જેટ અને સ્ટાર ફાઇટર વિમાનો ભારતીય આકાશ પર ગરજવાં લાગ્યાં. પાકિસ્તાનના હવાઈ હુમલા બાદ રનવેનું સમારકામ કરી રહેલી મહિલાઓ (સૌ. કચ્છમિત્ર) પઠાનકોટ, શ્રીનગર, અમૃતસર, જોધપુર અને આગ્રાનાં સૈન્ય હવાઈમથકો પર બૉમ્બ વરસવવા લાગ્યા એટલે ભારત પાસે યુદ્ધમાં ઝંપલાવવા સિવાય અન્ય કોઈ વિકલ્પ ન રહ્યો. ભારતની પૂર્વ સરહદે યુદ્ધ ફાટી નીકળ્યું હતું અને ભારતને ભીડવવા પાકિસ્તાને પશ્ચિમ સરહદ પર પણ હુમલો કરી દીધો. પાકિસ્તાનના સૅબર જેટ વિમાનો કચ્છમાં નેપામ પ્રકારનાં બૉમ્બ વરસાવવાં લાગ્યાં. એકલા ભુજના ઍરપૉર્ટ પર 63 બૉમ્બ ફેંકાયા અને રનવેને તહસનહસ કરી નખાયો. એ વખતે પાકિસ્તાને ભુજ ઍરપૉર્ટ (જે સૈન્ય ઍરબૅઝ પણ હતો)નો રનવે તબાહ કરી નાખ્યો હતો. ઍરસ્ટ્રિપ વચ્ચે મોટો ખાડો પડી ગયો હતો. જો રનવેનું સમારકામ કરવામાં ન આવે તો ભારતીય વિમાનો માટે ઊડવું શક્ય બને નહીં. આ પહેલાં ક્યારેય આવી સ્થિતિ સર્જાઈ નહોતી એટલે આવી પરિસ્થિતિમાં કઈ રીતે કામ લેવું એવો અનુભવ પણ કોઈ પાસે નહોતો. આખરે ભુજ હવાઈમથકના એ વખતના ઍરફોર્સ કમાન્ડર વિજય કર્ણિકે કચ્છ કલેક્ટર પાસે મદદ

શૂલપાણેશ્વર વન્યજીવન અભયારણ્ય

 શૂલપાણેશ્વર વન્યજીવન અભયારણ્ય ભારત દેશના ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલ એક સુરક્ષિત વન-પ્રદેશ છે, જે સાતપુડા પર્વતશ્રેણીના વિસ્તારના પશ્ચિમ ભાગમાં તેમ જ નર્મદા નદીના દક્ષિણ કાંઠે આવેલ છે અને તે 607.7 km2 (234.6 sq mi) જેટલા મોટા ક્ષેત્રફળમાં ફેલાયેલ છે. તેની સીમાઓ મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યો સાથે પણ જોડાયેલી છે. આ અભ્યારણ્યમાં મિશ્ર સૂકા પાનખર વન, નદીનું વન, થોડા ભાગમાં ભેજવાળાં સાગ વન, કૃષિ ક્ષેત્રો અને બે જળાશયોનો સમાવેશ થાય છે. તેની સ્થાપના વર્ષ ૧૯૮૨માં કરવામાં આવી હતી ભૌતિક રીતે આ પ્રદેશમાં રાજપીપળાની ટેકરીઓનું પ્રભુત્વ છે. આ પ્રદેશમાં ધામણમાળ સૌથી વધુ ઊંચાઈ ધરાવતો ડુંગર છે. પ્રદેશનો સામાન્ય ઢાળ પશ્ચિમ તરફનો છે. આ અભયારણ્ય વિશાળ ઊંચોનીચો ભૂપ્રદેશ, ગીચ વ્યાપેલ હરિયાળી, ઊંચા ડુંગરો, ઊંડી ખીણો, કાળા ખડકો, સૌમ્ય ઝરણાંઓ અને ધોધથી ભરપૂર છે. આ બધો વિસ્તાર વિંધ્યાચળ અને સાતપુડા પર્વતશ્રેણીના પશ્ચિમ ભાગમાં આવેલ છે. શૂલપાણેશ્વર વન્યજીવન અભયારણ્ય ઉત્તર પશ્ચિમી ઘાટના ભેજવાળાં પાનખર જંગલોનો એક પર્યાવરણીય ભાગ છે.[૪] આ જંગલ ભેજવાળાં પાનખર સાથે થોડા નાના સૂકા વાંસના ઝુંડ, ડુંગરાળ

ખીજડીયા પક્ષી અભયારણ્ય

 ખીજડીયા પક્ષી અભયારણ્ય ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના જામનગર જિલ્લામાં આવેલું પક્ષી અભયારણ્ય છે.આશરે ૬૦૫ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું આ અભયારણ્ય તેના વૈવિધ્યસભર પક્ષીઓને કારણે સમગ્ર ભારતમાં આગવું સ્થાન ધરાવે છે. આ અભયારણ્ય જામનગર શહેરથી આશરે ૧૨ કિલોમીટર રાજકોટ તરફ જતા ધોરીમાર્ગ ઉપર આવેલું છે. સૌથી નજીકનું હવાઇ મથક જામનગરમાં છે. ૬ નવેમ્બર ૧૯૮૨ના રોજ આ અભયારણ્યની સ્થાપના કરાઇ હતી.ગુજરાતનું તે સૌથી મોટું પક્ષી અભયારણ્ય છે.અહીં અભયારણ્ય સુધી બસ અને ટેક્સી સેવાઓ ઉપલબ્ધ છે, તે પછી ૩ કિમીનું અંતર પગપાળા જવું પડે છે. તે મુખ્ય બે ભાગમાં વહેંચાયેલું છે: બે ભાગો ખારા અને મીઠા પાણી વડે જુદાં પડે છે. વિશ્વમાં આશરે ૮૬૦૦ જાતનાં પક્ષીઓ હોવાનો અંદાજ છે. જેમાં ભારતીય ઉપખંડમાં આશરે ૧૨૩૦ જાતના પક્ષીઓ અને તે પૈકી આશરે ૪૫૩ જાતના પક્ષીઓ ગુજરાતમાં જોવા મળે છે. જેમાં જામનગર જિલ્લામાં ૨૫૨ જાતનાં પક્ષીઓ જોવા મળે છે. ખીજડીયા ખાતેના આ અભયારણ્યમાં સપ્ટેમ્બરથી એપ્રિલ દરમિયાન બહારથી આવતા પ્રવાસી પક્ષીઓની આશરે ૧૫૦ જાતો શિયાળો ગાળવા માટે આવતી જોવા મળે છે. જમીન પર, ઝાડ પર અને પાણીમાં તરતા આમ ત્રણ પ

રોજગાર સમાચાર 30.06.2021

  રોજગાર સમાચાર 30.06.2021 કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક ગુજરાત રોજગાર સમાચાર 2021