Skip to main content

બોટનિકલ ગાર્ડન

 


ડાંગ જિલ્લાના વઘઇમાં આવેલો આ બોટનિકલ ગાર્ડન લગભગ 24 હેક્ટરમાં ફેલાયેલો છે. તેમાં કુલ 11 ગાર્ડન છે. અહીં દુર્લભ ઔષધિઓનો ભંડાર છે. ગાર્ડનમાં ગ્રીન પ્લાન્ટ છે જે આકર્ષણનું કેન્દ્ર છે. અહીં જે વૃક્ષો છે તે હંમેશા ગ્રીન જ રહે છે. વૃક્ષો જોઈને તમને જાણે અલગ જ કૂતુહલ અનુભવાશે.

વૃક્ષોની સાથે સાથે તમે અહીં આરોગ્ય વન, બામ્બુ પ્લોટ,  ટેક્ષોનોમી પ્લોટ, ડ્રાય ડેસીક્યુઅસ પ્લોટ , સ્કલ થોર્ન ફોરેસ્ટ , ડાંગ પ્લોટ , મોઇસ્ટ ડેસીક્યુઅસ પ્લોટ , ઇન્ટર પ્રિટેશન સેન્ટર અને ગ્રીન હાઉસને પણ માણી શકો છો. ૪૨ પ્રકારની જાતોનો સમાવેશ કરતા સૂકું પાનખર જંગલ પણ અહીં આવેલું છે.


જેમાં ટર્મીનેલીયા, એનોગાયસીસ, ડાયોસપાયરસ સેમી કાર્પસનો સમાવેશ થયો છે. રણ પ્રદેશના જંગલ વિભાગમાં કેપરીસ, ટમચીક્ષ, ટેકોમેલા,યુફોરબીયા,પેરેનીયલ ઘાચી જેવી વનસ્પતિઓ આવેલી છે. વિશ્વમાં વાંસની લગભગ ૧૦૦ જાતો છે, જેમાંથી ૨૧ જાતો ભારતમાં જોવા મળે છે. આ ૨૧ જાતોમાંથી પાંચ જાતો આ ગાર્ડનમાં છે


વનસ્પતિક દવાઓના વિભાગમાં અનેક એવી વનસ્પતિ છે. જે દવાઓ બનાવવાના ઉપયોગમાં લેવામાં આવે છે.  ઓર્કિડ મ્યુઝિયમમાં ઓર્કિડની જુદી-જુદી  જાતો જોવા મળે છે. ગુજરાતમાં મોટાભાગે દુર્લભ ગણાતા વૃક્ષો અહીં જોવા મળે છે. લગભગ 3 લાખથી પણ વધારે વૃક્ષો આ ગાર્ડનમાં જોવા મળી શકે છે. 

Comments

Popular posts from this blog

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨