Skip to main content

પદમડુંગરી

પદમડુંગરી ગામ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તાપી જિલ્લાના કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા ડોલવણ તાલુકામાં આવેલું છે. પદમડુંગરી ગામમાં ખાસ કરીને આદિવાસી લોકો વસે છે. ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, પંચાયતઘર, દુધની ડેરી વગેરે સવલતો પ્રાપ્ય છે. ગામના લોકો વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી, પશુપાલન અને નોકરી જેવાં કાર્યો કરે છે. ડાંગર, જુવાર, કેરી અને શાકભાજી આ ગામનાં મુખ્ય ખેત-ઉત્પાદનો છે.

પદમડુંગરી જિલ્લાના મુખ્ય મથક ડોલવણથી આશરે ૩૦ કિલોમીટર તેમ જ ઉનાઇથી ૮ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. અહીં પૌરાણિક શિવમંદિર, શરભંગ ઋષિનો આશ્રમ અને ઘુસમાઈ / ગોસાઇમાતાનું મંદિર જેવાં ધાર્મિકસ્થળો આવેલાં છે. અંબિકા નદીના પટમાં ભગવાન રામચંદ્રજીએ યજ્ઞ કરેલ તેની ભસ્મ આજે પણ પ્રાપ્ય છે. પુરાણોમાં પદમડુંગરી ગામ પદમાવતી નગરી તરીકે ઓળખાતું હતું, એમ પણ કહેવાય છે.



આ સ્થળને ગુજરાત રાજ્ય વન વિભાગે પ્રકૃતિ-પ્રવાસસ્થળ (ઇકો ટુરિઝમ) તરીકે સાચવવાનું તેમ જ પ્રવાસીઓને આકર્ષવાનું નક્કી કર્યું છે. વિદ્યાર્થીઓ માટે વન્ય સંપત્તિના શૈક્ષણિક અવલોકન માટે આ અનેરી જગ્યા છે. અહીં વન પર્યાવરણ વિષયની શિબિરોનું આયોજન ગુજરાત રાજ્ય વન વિભાગ તરફથી કરવામાં આવે છે. આ ઉપરાંત સહેલાણીઓ માટે તંબુઓ, ઓપન સિનેમાગૃહ, રસોઇઘર, વારિગૃહ જેવી સુવિધા ઊભી કરવામાં આવી છે. ૫૦ થી ૬૦ જણાના જૂથમાં વિદ્યાર્થીઓ, યુવામંડળો, શિક્ષકો, પર્યાવરણ પ્રેમીઓ, સાહસિક સંસ્થાઓ ભાગ લઇ શકે છે. અહીં જવા માટે વન વિભાગના અધિકારી, રેંજ ફોરેસ્ટ ઓફિસ, ઉનાઇનો સંપર્ક કરી શકાય 






Comments

Popular posts from this blog

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨