Skip to main content

જાંબુઘોડા અભયારણ્ય

IRCTC LTD AHMEDABAD WITH AMBAJI DARSHAN EX VADODARA

 જાંબુઘોડા અભયારણ્ય ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં આવેલું છે. જાંબુઘોડા અભયારણ્ય ચાંપાનેરથી આશરે ૨૦ કિલોમીટર અને વડોદરાથી આશરે ૯૦ કિલોમીટરનાં અંતરે આવેલું[૧] એક વાંસ, મહુડા, સાગ તેમજ અન્ય વનસ્પતિસભર અભયારણ્ય છે.



 મે ૧૯૯૦માં અભયારણ્ય તરીકે જાહેર કરાયેલું આ વન વિવિધ પ્રાણી ઉપરાંત ઝેરી અને બિનઝેરી સરિસૃપોનું પણ આશ્રય સ્થાન છે. જાંબુઘોડા અભયારણ્યની એક લાક્ષણિકતા એ પણ છે કે તે પર્વતીય વિસ્તારમાં આવેલું એક જુજ માનવ વસવાટ ધરાવતું અભયારણ્ય છે જેનાથી તેના પ્રાકૃતિક સૌંદર્યમાં અનેકગણો વધારો થાય છે.

આઝાદી પહેલા, આ વિસ્તાર જાંબુઘોડા રજવાડા સાથે સંકળાયેલ હતો. ગાઢ જંગલની ટેકરીઓમાં તેમ જ ખીણોમાં ઘણી આદિવાસી વસાહતો વસવાટ કરે છે. આ અભયારણ્યમાં જંગલોમાં ફરવા માટે ઘણા સ્થળો છે અને તે એક શાનદાર વન વિહાર સ્થળ છે. આ ઉપરાંત એક વન વિભાગ આરામગૃહ, અભયારણ્ય, બે જળાશયો નજીકમાં ઉપલબ્ધ છે.

દિપડો આ અભયારણ્યનું મુખ્ય શિકારી પ્રાણી છે આ ઉપરાંત શિયાળ, વરૂ, ઘોરખોદિયું, રીંછ વગેરે માંસાહારી પ્રાણીઓ પણ અહીં વસવાટ કરે છે. શાકાહારી પ્રાણીઓ જેવાકે હરણ, નીલગાય (વાદળી બુલ, એશિયા ખંડનું સૌથી મોટું સાબર), ચોશિંગા હરણ (ચારસિંગા કાળિયાર) વગેરેનું જાંબુઘોડા અભયારણ્ય આશ્રય સ્થાન છે.

જાંબુઘોડા નજીકનાં જોવાલાયક સ્થળો

ડાયનોસોર પાર્ક, રૈયોલી

ચાંપાનેર - વિશ્વ ધરોહર સ્થળ

પાવાગઢ - યાત્રા સ્થળ

ઝંડ હનુમાન - ધાર્મિક તેમ જ રમણીય સ્થળ

સુખી બંધ - જળાશય, સિંચાઈ યોજના

કડા બંધ - જળાશય, સિંચાઈ યોજના

Gujarat tourism

Comments

Popular posts from this blog

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨