Skip to main content

વડોદરા હરણી લેક: 14 લોકોની ક્ષમતા ધરાવતી બોટમાં 31 લોકો સવાર થયાં! બોટ ઊથલતાં 12 વિદ્યાર્થીઓ 2 લોકોનું મોત થયું છે.

 



વડોદરાના હરણી લેક તળાવમાં મોટી દૂર્ઘટના બની. સ્કૂલનાં વિદ્યાર્થીઓ અને ટીચર પ્રવાસે નિકળ્યાં હતાં. એક બોટમાં 31 લોકોને બેસાડવામાં આવ્યાં હતાં જેમાં માત્ર 11 લોકોને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યાં હતાં. માહિતી અનુસાર બોટમાં લોકોની ક્ષમતા 14ની હતી પણ નિયમોનું ઊલંઘન કરતાં બોટમાં 23 બાળકો, 4 શિક્ષક અને 4 સ્કૂલ સ્ટાફને બેસાડવામાં આવ્યાં હતાં. એકાએક બોટ તળાવમાં પલટી મારી જતા ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો. જેમાં 10 વિધાર્થીઓનું અને 2 ટીચરનું મોત થયું છે. 13 બાળકો અને 2 ટીચરનું રેસક્યૂ કરવામાં આવ્યું છે. જ્હાનવી હોસ્પિટલમાં 9 અને સયાજી હોસ્પિટલમાં 5 મોત થયાં જ્યારે 1 બાળકની હાલત ગંભીર છે.  હજુ સુધી 6 બાળકો અને 1 શિક્ષક લાપતા છે. 



13 બાળકો 2 ટીચરનું રેસ્ક્યૂ

માહિતી અનુસાર 11 જેટલા લોકોએ લાઈફ જેકેટ પહેરી હતી અને તેઓ બચી ગયાં છે જ્યારે અન્ય બાળકો લાઈફ જેકેટ વગર બોટમાં સવાર હતાં. 13 બાળકો 2 ટીચરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આ તમામ ઘટના અંગે એક બાળકે નિવેદન આપતાં સમગ્ર ઘટના વર્ણવી હતી. 

વડોદરાની આ દુર્ઘટના બાદ સ્થાનિક તંત્ર તેમજ સ્કૂલ પર પણ વાલીઓ દ્વારા આરોપ મૂકવામાં આવી રહ્યાં છે. વિદ્યાર્થીઓના પ્રવાસને લઈને શાળા સામે ઉભા સવાલો થયા છે.


વાહનમાં આર.ટી.ઓના પરમીટ મુજબની જ સંખ્યા પ્રમાણે પ્રવાસનું આયોજન કરવું. કોઈપણ સંજોગોમાં મંજૂરીથી વધારે સંખ્યામાં મુસાફરી ન થાય તે સુનિશ્ચિત ६२५.


(૯) વિદ્યાર્થીઓના રાત્રી રોકાણ માટે આરોગ્યપ્રદ, સ્વચ્છ અને સલામત સ્થાનની પસંદગી કરવી તથા લોજનની ગુણવાત્તાની ચકાસણી કરવી જેથી કોઇ આકસ્મિક ઘટના નિવારી શકાય.


૧૦) વિદ્યાર્થીઓ સાથે પણ ચર્ચા, ગોષ્ઠી, મીટીંગ કરી, "શું કરવું, શું ન કરવું. તેનું સ્પષ્ટ માર્ગદર્શન આપવું તથા વિદ્યાર્થીઓ પર દેખરેખની વ્યવસ્થા કરવી, ટૂંકમાં સલામતિ નો સ્પષ્ટ પ્લાન તૈયાર કરવો.


(૧૧) પ્રવાસ સંપૂર્ણ સલામત રીતે થાય તથા વિદ્યાર્થીઓની સંપૂર્ણ સલામતિ જળવાય તે માટેની તમામ બાબતોની યોગ્ય ચકાસણી કરી યોગ્ય આયોજન કરવા તથા અનિચ્છનીય બનાવ ન બને તે અંગેની સંપૂર્ણ તકેદારી રાખવી.


(૧૨) નાણાકીય હિસાબ સ્પષ્ટ પારદર્શક રાખવા તથા વિદ્યાર્થીઓ અને તેના વાલીને અવગત કરવા.

Comments

Popular posts from this blog

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨