Skip to main content

નળ સરોવર પક્ષી અભયારણ્ય

 નળ સરોવર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લા અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું આઇ.યુ.સી.એન. શ્રેણી ૪ (વસવાટ/જાતી પ્રબંધન વિસ્તાર) હેઠળ અને વનવિભાગના અનુસાર અભયારણ્ય શ્રેણી હેઠળ આરક્ષીત એક સરોવર છે.

આ સરોવરની મહત્તમ ઉંડાઇ ૨.૭ મીટર છે પરંતુ ૬૦% કરતા વધારે વિસ્તારમાં પાણીની ઉંડાઇ એક થી સવા મીટર જેટલી જ છે, પરંતુ જળાશય ૧૨,૦૦૦ હેકટર જેટલો વિશાળ ફેલાવો ધરાવે છે. પાણીની ઓછી ઉંડાઇને કારણે પાણીની સપાટી નીચે વિવિધ વનસ્પતિનો ઉગાવો સારો એવો રહે છે. જેને લીધે ખોરાકની વિપુલતા વધતી હોવાથી પક્ષીઓ મોટી સંખ્યામાં અહીં આવે છે. આ સરોવરમાં અનેક નાના નાના બેટ આવેલા છે. આ સરોવર ગુજરાતનાં જોવાલાયક સ્થળોમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આ સરોવરની દેખરેખ તેમ જ વ્યવસ્થાનું કાર્ય ગુજરાત રાજ્યનો વન વિભાગ સંભાળે છે. શિયાળામાં અહીં દેશ-વિદેશથી પક્ષીઓ આવે છે જેમાં ફ્લેમિંગો તેમનાં સુંદર રંગ અને દેખાવને કારણે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. પણ મુલાકાતે જતાં પહેલાં તપાસ કરવી જરૂરી છે. મુલાકાતનો શ્રેષ્ઠ સમય નવેમ્બરથી ફેબ્રુઆરી છે. વૈજ્ઞાનિકો યાયાવર પક્ષીઓના અભ્યાસ માટે તેના પગમાં કડીઓ પહેરાવે છે અને તેના વડે પક્ષીઓના સ્થળાંતરની જાણકારી મેળવે છે.

ડાયનોસોર પાર્ક, રૈયોલી

જાંબુઘોડા અભયારણ્ય







Comments

Popular posts from this blog

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨