વૈશાખ સુદ પંચમી
શંકરાચાર્ય એ ભારતીય ઉપખંડના સૌથી પ્રાચીન એવા હિંદુ ધર્મના લોકો માટે એક વંદનીય વ્યક્તિત્વ છે.આદી શંક્રાચાર્યનો સમય ઈ. સ. પુર્વ 509 થી ઇ. સ. પુર્વ 477 હતો.અત્યારે જે ઈ. સ. 7 અને 8મી સદીનો જે સમય આપવામા આવે છે તે અભીનવ શંકરાચાર્યનો સમય છે, જે અદી શંક્રચાર્ય પછી 38મા મઠાધીપતી હતા.આદી શંકરાચાર્યના જીવન ચરીત્રઉપર અનેક ગ્રંથ લાખાણા છે. ચીતસુખાચાર્ય, આદી શંકરાચાર્યની પાંચ વર્ષની ઉંમરથી તેમની સાથે હતા, અને તેમના પરમ મીત્ર અને શીષ્ય હતા ચીતસુખાચાર્યએ પોતાનુ જીવન આંદી શંક્રાચાર્ય સાથે વીતાવ્યુ હતુ..તેમને આદી શંકરાચાર્યના જીવન ચરીત્રઉપર "બૃહ્ત શંકરવીજય" નામનો ગ્રંથ લખેલ.
આદિ શંકરાચાર્ય
तिष्ये प्रयात्य नलसेवधि बाणनेत्रे |
ये नंदने दिनमणा वुदगढ़वभाजी |
राधे दिते रुडुविनिर्गतमन्गलग्ने |
स्याहूतवान सिवगुरुहू सच श्रंकरेति ||
અર્થ;- કળીયુગ( ઇ. સ.પુર્વ 3102થી ચાલુ) ના નંદન સંવત 2593ના વર્ષમાં, રવીવાર, વૈશાખ શુકલ પાચમ, પુનરવશુ નક્ષત્ર અને ઘનુ લગ્નમાં શીવગુરૂના પત્ની આર્યઅંબાના ગર્ભથી શંક્રાચાર્યનો જન્મ થયો. તે પ્રમાણે આદી શંકરાચાર્યનો જન્મ ઇ. સ.પુર્વ 509(3102 - 2593=509)મા થયો હતો. દ્વારકાપીઠ,ગોવર્ધન મઠ અને જ્યોતિ મઠ ના મંઠાધીપતીના વંશાવળી પ્રમાણે પણ આદી શંક્રાચાર્યનો જન્મ ઇ. સ.પુર્વ 509માં થયો હતો."નેપાલરાજા વંશાવલી" પ્રમાણે નેપાલના 18માં રાજા વ્રીશહાદેવ વર્મા(ઈ. સ. પુર્વ 547-486) હતા.રાજા વ્રીશહાદેવ વર્માના સમયમાં આદી શંક્રાચાર્ય નેપાલમાં હતા, એનો એવો અર્થ થાય છે કે આદી શંકરાચાર્ય ઇ. સ.પુર્વ 5મી સદીમાં થાયા તે સાચુ છે. "જીનવીજય" નામના ગ્રંથ પ્રમાણે કુમરીલા ભટ્ટ ઇ. સ. પુર્વ 5મી સદીમાં હતા અને શંકરાચાર્ય અને કુમારીલા ભટ્ટ એકબીજાને મળ્યા હતા, તે પણ આદી શંકરાચાર્યનો સમય ઇ. સ. પુર્વ. 5મી સદીમાં બતાવે છે.વિશ્વના ચિંતન અને દર્શન ક્ષેત્રે ભારતીય તત્ત્વજ્ઞાનનું પ્રતિનિધિત્વ કરનાર એ મહાન વિશ્વગુરુનું અવિસ્મરણીય અને અદ્વિતીય પ્રદાન નિ:શંકપણે સર્વસ્વીકૃત છે. ચતુર્મુખ બ્રહ્માજીના ચાર અનાસકત સુપુત્રોને મૌન દ્વારા આત્માનું અમત્ર્ય જ્ઞાન આપી જે યુવા ગુરુએ મુકત કર્યા હતા તે ભગવાન દક્ષિણામૂર્તિ સદાશિવ પુન: આ ભૂધરાને આત્મવાન જ્ઞાનથી સંયુકત કરવા અતવર્યા.
ભારત દેશના દક્ષિણ ભાગમાં પશ્ચિમ કિનારે આવેલા કેરળ પ્રદેશના કાલટી ગામમાં દ્રાવિડ બ્રાહ્મણ શિવગુરુ, વિધાધિરાજ (નામ્બુદ્રી) અને સતી (અમ્બા)ને ત્યાં શંકરનો પ્રાદુર્ભાવ થયો અને પ્રાદેશિક તથા સંસ્કૃત ભાષાનું જ્ઞાન પ્રાપ્ત કરી સમસ્ત વૈદિક વિધાઓ ધારણ કરી સંન્યાસના દૃઢ નિર્ધાર સાથે વિધવા માતાના આશીર્વાદ લઇ સદગુરુ શરણની યાત્રાએ નીકળી પડયા.
ભગવાન નારાયણ દ્વારા સર્વ પ્રથમ વાર અવબોધવામાં આવેલું અદ્વૈત-વેદાન્તનું આત્મજ્ઞાન પદ્મભવ, વસિષ્ઠ, શકિત, પરાશર અને વેદ વ્યાસ જેવા મહર્ષિઓ થકી વહેતું શુકદેવજી દ્વારા પ્રસ્થાપિત સંન્યાસ પરંપરા વાટે મહાન આચાર્ય ગોવિન્દ યોગીન્દ્ર દ્વારા મા રેવાના પાવન તટમાં ‘ઓંકાર માંધાતા’ ગુહાસ્થાને સચવાઇ રહેલું, જેને શંકર યતિએ પરમહંસ દીક્ષાના અંગીકાર સાથે પુનર્ગિઠત કર્યું તથા આચાર્ય બનીને શાસ્ત્રાર્થ, સંવાદ, ખંડન-મંડન, વાદ-વિવાદ તથા સહચિંતન કરીને સમસ્ત દેશમાં હિંદુ વેદ ધર્મનો પુનરુદ્ધાર કર્યો.
ત્રુટિમુકત વેદાન્ત-દર્શન ‘બ્રહ્મસૂત્ર’ નામક પાવન ગ્રંથમાં સંગ્રહિત કર્યું અને સર્વ વાદો-વિચારો પર એની અમીટ અસર આરછાદિત થઇ ગઇ. શંકરે પ્રકòતિ-પરિણામ, બ્રહ્મ-પરિણામવાદ ઉપરાંત, માઘ્યમિક અને વિજ્ઞાનવાદી શાખાઓનું ખંડન કરી પોતાના દાદા ગુરુ, સંપ્રદાય વિદ્ આચાર્ય ગૌડપાદના અજાતવાદનું તેમાં મંડન કરતા જે ‘બ્રહ્મવિવર્તવાદ’ સ્પષ્ટ કર્યોતે જ પછીથી ‘કેવલાદ્વૈત’ સિદ્ધાંત તરીકે સુખ્યાત થયો.
શંકર એ ભારતના અને સંપૂર્ણ વિશ્વના સદ્ગુરુ છે અને વિદ્વાનો માટે તર્ક પ્રસ્થાન, ઋષિઓ માટે શ્રુતિ પ્રસ્થાન તથા ભકતો માટે સ્મૃતિ પ્રસ્થાન એમ પ્રસ્થાનત્રયી ગ્રંથોના ભાષ્ય દ્વારા અહર્નિશ માર્ગદર્શન આપતા રહે છે. સર્વ જિજ્ઞાસુઓ માટે શંકર પ્રકરણ ગ્રંથો અને જ્ઞાનના સહાય માટે ભકિત-ભાવ પ્રચુર સ્તોત્રોની પ્રસ્તુતિ કરે છે. આ ઉપરાંત, પંચાયતન પૂજા શરૂ કરાવીને ભગવાનને રાષ્ટ્રને અખંડતાના એક સૂત્રમાં પરોવી દૈવી આશિષથી આરક્ષિત કરી દીધું.
સાધારણ જનતા માટે બૌદ્ધ માઘ્યમિકોનો શૂન્યવાદ, વિજ્ઞાનવાદીઓનું આલય વિજ્ઞાન અને રામાનુજ તથા ભતૃર્પ્રપંચનો બ્રહ્મ-પરિણામવાદ ઉપરાંત અન્ય વિચારધારાનો અને શાંકરવેદાન્તમાં કોઇ ભેદ ના જણાતો હોય, પરંતુ અસાધારણ અઘ્યાત્મ પ્રેમી સુજ્ઞ સાધકો માટે શંકરની વિચારણા અસંદિગ્ધ અને સ્પષ્ટતાપૂર્ણ રીતે આ બધાથી ભિન્ન છે, એ સુવિદિત છે.
શાંકરવેદાન્તના પ્રાણાધાર સમી સંન્યાસ દીક્ષાનું મહત્ત્વ પણ જાણવું આવશ્યક છે. સૌ પ્રથમ સંન્યાસી (સંયમી સાધુ) એ વિવિધ આઘ્યાત્મિક કેન્દ્રોનું ભ્રમણ કરવું જૉઇએ, જેથી અઘ્યાત્મવિધાનો પ્રારંભિક અનુભવ પ્રાપ્ત થાય. જુદાં-જુદાં ક્ષેત્રોમાં તીર્થાટન થવાથી જુદા-જુદા પાણી (ઉદક) પીવાનું થાય છે, આથી આવા સંન્યાસીઓ ‘બહુદક’ કહેવાય છે. ત્યારબાદ સંયમીએ કોઇ મઠમાં, ગૃહમાં કે ઓરડામાં અથવા અરણ્યમાં રહીને બાહ્ય અનુભવોથી જાણેલા આત્મા વિષયક સિદ્ધાંતોમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે સાધના કરવી જૉઇએ.
હવે, સંન્યાસી તૃતીય ક્ષેત્રમાં પ્રવિષ્ટ થાય છે, જયાં સકળ સાધનાના સારરૂપ, સર્વ મંત્રના હાર્દરૂપ ઓમ્કાર (ૐ) ના નાદની સાધના કરવામાં આવે છે. આ જપ અને મંત્ર અંતત: ઘ્યાનમાં પરિણમે છે અને આ સંન્યાસી ઘ્યાનસ્થ થઇ જાય છે, જેને ‘હંસ’ કહેવામાં આવે છે. જયારે સંયમી આ કક્ષાએ પહોંચે છે ત્યારે, તે વેદાન્તગ્રંથોને સમજવા માટે પૂર્ણત: પરિપકવ બની ગયો હોય છે અને તેથી ‘પરમહંસ’ બની જાય છે.
યોગનાં સર્વ રૂપો અને સાધનાના પ્રભાવથી સુવ્યવસ્થિત થયેલો આવો સાધુ માત્ર વેદાન્તગ્રંથોનું અઘ્યયન કરવારૂપી સાધનામાં પ્રવૃત્ત થાય છે અને આવા નિવૃત્ત પરમહંસ અંતે જીવન્મુકત જ્ઞાની બની રહે છે. સંન્યાસના આ ચતુર્વિધ ચરણોને વિવિદિષા સંન્યાસ કહે છે, જયારે વિદ્વત સંન્યાસ પણ હોય છે, જે માત્ર જ્ઞાનનિષ્ઠા માટે ધાર કરવામાં આવે છે અને અવધૂત મુકત રીતે અનંત જીવનમાં રમણ કરે છે.
આદી શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર મઠ નીચે પ્રમાણે છે :
૧. ‘ઉત્તરામન્ય મઠ’, અથવા ઉત્તર મઠ જે જ્યોતિર્મઠ (ઉત્તરાખંડ)માં સ્થિત છે. જ્યોતિ મઠ તરીકે ઓળખાય છે. केदार नाथ
૨. 'પૂર્વામન્ય મઠ’, અથવા પૂર્વ મઠ જે પુરી (ઓરિસ્સા)માં સ્થિત છે. ગોવર્ધન મઠ તરીકે ઓળખાય છે.
૩. 'દક્ષિણામન્ય મઠ’, અથવા દક્ષિણ મઠ જે શ્રુંગેરી (કર્ણાટક)માં સ્થિત છે. શ્રુંગેરી શારદાપીઠમ્ તરીકે ઓળખાય છે.
૪. ‘પશ્ચિમામન્ય મઠ’, અથવા પશ્ચિમ મઠ જે દ્વારકા (ગુજરાત)માં સ્થિત છે. દ્વારકાપીઠ તરીકે ઓળખાય છે. द्वारिकाधीस
શંકરાચાર્યએ વ્યાસનાં ગ્રંથ બ્રહ્મસૂત્ર પર ભાષ્ય લખ્યું હતું , જેની પરીક્ષા સ્વયં વ્યાસે કરી હતી.
કુમારિલ ભટ્ટનાં નિવેદનથી શંકરાચાર્યએ તેમનાં કર્મકાંડને માનનાર શિષ્ય મંડન મિશ્ર સાથે શાસ્ત્રાર્થ કર્યો હતો , જેનાં નિર્ણાયક મિશ્રનાં પત્ની ઉભય ભારતી બન્યાં. આ શાસ્ત્રાર્થમાં મિશ્રની હાર થઇ. જેથી તેમનાં પત્ની ભારતીએ પણ શંકરાચાર્ય સાથે શાસ્ત્રાર્થ કર્યો , તેમણે શંકરાચાર્યને પરાજય કરાવવા કામશાસ્ત્રનાં પ્રશ્નો પૂછ્યાં ત્યારે શંકરાચાર્ય તેમણી પાસે સમય માંગી એક મૃત રાજાનાં શરીરમાં પ્રવેશી કામશાસ્ત્રનું જ્ઞાન મેળવી ઉભય ભારતીને શાસ્રાર્થમાં હરાવ્યાં.
આદિ શંકરાચાર્યનો જન્મ વૈશાખ સુદ -૫ નો ગણાય છે. ભારતમાં જે મહાપુરુષો થયા તેમાં શંકરાચાર્યને એક વિશિષ્ટ સ્થાન આપવું પડે. એક પુસ્તક "યુગપ્રવર્તક - મહામાનવ આદિ શંકરાચાર્ય" -લેખક ઇન્દ્રવદન બી. રાવલ દ્વારા લખાયેલ છે. ગુજરાતી ભાષામાં શંકરાચાર્ય વિશેનું આવુ જૂજ એવું લખાયેલ પુસ્તક છે. લેખક પોતે સંસ્કૃતના અધ્યાપક હતા. (જન્મ : ૨૪-૦૯-૧૯૩૭ અવસાન : ૧૭-૧૧-૨૦૧૭) વેરાવળની સોમનાથ કોલેજમાં ૪૦ વર્ષ સુધી સંસ્કૃતના અધ્યાપક તરીકે સેવા આપી. આ પુસ્તક "યુગપ્રવર્તક - મહામાનવ આદિ શંકરાચાર્ય" સંસ્કૃત ભાષાના વિદ્યાર્થી,અધ્યાપક માટે તો વાચવા લાયક છે.
Comments
Post a Comment