Skip to main content

વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના “વિકાસ” શિષ્યવૃત્તિ

 પીઆરએલ (ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા) શાળા થી લઇને શિક્ષણ અને સંશોધનના ઉચ્ચતમ સ્તર પર સક્રિય વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વૃત્તિ અને અભિગમ ફેલાવવા માટે પ્રતિબદ્ધ છે. અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓને આર્થિક મુશ્કેલીઓની સાથે સાથે માર્ગદર્શનનો અભાવ અને બીજી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પીઆરએલ આવી સામાજિક સમસ્યાઓથી વાકેફ છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખી, અમે અમારા આદ્યસ્થાપક શ્રી વિક્રમ સારાભાઈની સ્મૃતિમાં શિષ્યવૃત્તિઓની સ્થાપના કરતા હર્ષ અનુભવીએ છીએ. આ શિષ્યવૃત્તિનો ઉદ્દેશ્ય ગુજરાતના ગ્રામીણ વિસ્તારોના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં ઉચ્ચશિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરવાનો તેમજ સહાય આપવાનો છે. આ શિષ્યવૃત્તિનું નામ વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના (વિકાસ શિષ્યવૃત્તિ) છે.



શિષ્યવૃત્તિ ચયન કસોટી:  શિષ્યવૃત્તિ માટે સ્ક્રીનીંગ કસોટી Sunday, 21st January 2024 રવિવાર ના રોજ યોજવામાં આવશે.


શિષ્યવૃત્તિની મુખ્ય વિશેષતાઓ:

વિકાસ શિષ્યવૃત્તિ ફક્ત ગ્રામીણ વિસ્તારની શાળાઓમાં અભ્યાસ કરતા ઓછી આવક ધરાવતા કુટુંબના વિદ્યાર્થીઓ માટે છે.

શિષ્યવૃત્તિની કુલ સંખ્યાના ઓછામાં ઓછા 50 ટકા શિષ્યવૃત્તિ કન્યાઓને આપવામાં આવશે.

અરજી ગુજરાતના ગ્રામીણ વિસ્તારોની શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતા એવા વિદ્યાર્થીઓ કરી શકશે કે જેમના કુટુંબની કુલ વાર્ષિક આવક 1.5 લાખથી ઓછી છે.

પસંદગી પામેલા વિદ્યાર્થીઓને ચાર વર્ષના સમયગાળામાં ₹1,00,000/- (માત્ર એક લાખ રૂપિયા) સુધીની શિષ્યવૃત્તિ પ્રાપ્ત થશે.

અરજી પ્રક્રિયા:

અરજદારે PRL VIKAS શિષ્યવૃત્તિની વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરીને નોંધણી કરવાની રહેશે.

નોંધણી પ્રક્રિયાના ભાગરૂપે વિદ્યાર્થીને નીચેના દસ્તાવેજો સ્કેન કરી અપલોડ કરવાના રહેશે::

વિદ્યાર્થીનો ફોટો

આવકનો પુરાવો:

આવક પ્રમાણપત્ર (તહસીલદાર/મહેસુલ અધિકારી (મામલતદાર)/એસડીએમ/તાલુકા મેજિસ્ટ્રેટ/કલેકટર/ડીએમ/એડીએમ/કોઈપણ સમકક્ષ અધિકારી દ્વારા આપવામાં આવેલ. પ્રમાણપત્રમાં કુટુંબની કુલ વાર્ષિક/વર્ષની આવકનો સ્પષ્ટ ઉલ્લેખ હોવો જોઈએ.

શાળા તરફથી પ્રમાણભૂત વિદ્યાર્થી પ્રમાણપત્ર

જો પ્રમાણપત્રમાં શાળાનું સરનામું અને શિક્ષણ બોર્ડ સાથે શાળાની નોંધણીની વિગતો શામેલ ના હોય, તો અરજદારે આ વિગતોનો ઉલ્લેખ કરતા શાળાના વડાનું પ્રમાણ-પત્ર પણ રજૂ કરવું જોઈશે.

જે શાળાના એક કરતાં વધારે કેમ્પસ હોય, તો પ્રમાણપત્ર અથવા આવેદન-પત્રમાં અરજદાર જ્યાં અભ્યાસ કરે છે તે કેમ્પસનું સરનામું પણ હોવું જોઈએ.

ધોરણ 7 ની માર્કશીટ

જો વિદ્યાર્થી શિષ્યવૃત્તિ માટે પસંદ થશે તો નીચેની વિગતો આપવી જરૂરી રહેશે:

બેંક એકાઉન્ટ વિગતો (એકાઉન્ટ નંબર, IFSC કોડ). એકાઉન્ટ માતાપિતામાંથી કોઈપણનું હોઈ શકે છે.

ખાતાધારકનું આધાર કાર્ડ, જો બેંક ખાતું માતાપિતા અથવા વાલીના નામે હોય.

સ્ક્રીનીંગ પરીક્ષા વિશે માહિતી



સ્ક્રિનીંગ પરીક્ષા તા. Sunday, 21st January 2024 ના રોજ તમામ કેન્દ્રો ખાતે યોજવામાં આવશે. સ્ક્રિનિંગ કસોટી નો સમય રજીસ્ટર્ડ વિદ્યાર્થીઓને યોગ્ય સમયે જણાવવામાં આવશે. સ્ક્રિનીંગ પરીક્ષા ની અવધિ એક કલાક ની રહેશે.


પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ એડમિટ સ્લીપ અને તેમનું ઓળખપત્ર લાવવાનું રહેશે.


પ્રશ્નપત્રમાં મૂળભૂત જ્ઞાન અને યોગ્યતાની ચકાસણી કરતા બહુવિકલ્પ પ્રશ્નો હશે.


પ્રશ્નપત્ર ઈંગ્લીશ, હિન્દી અને ગુજરાતી ભાષાઓમાં રહેશે અને ઉત્તરપત્ર (OMR sheet) ફકત ઇંગ્લિશ ભાષામાં જ રહેશે.


દરેક સાચા જવાબના +3 અને ખોટા જવાબના -1 ગુણ આપવામાં આવશે. અનુત્તરિત પ્રશ્નો ને કોઈ ગુણ આપવામાં આવશે.

સંપર્ક:


સંયોજક, વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના “વિકાસ” શિષ્યવૃત્તિ,

ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા,

નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯

ઈ-મેઈલ: vikas_scholarship AT prl.res.in


Comments

Popular posts from this blog

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨