Skip to main content

શૂલપાણેશ્વર વન્યજીવન અભયારણ્ય

 શૂલપાણેશ્વર વન્યજીવન અભયારણ્ય ભારત દેશના ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલ એક સુરક્ષિત વન-પ્રદેશ છે, જે સાતપુડા પર્વતશ્રેણીના વિસ્તારના પશ્ચિમ ભાગમાં તેમ જ નર્મદા નદીના દક્ષિણ કાંઠે આવેલ છે અને તે 607.7 km2 (234.6 sq mi) જેટલા મોટા ક્ષેત્રફળમાં ફેલાયેલ છે. તેની સીમાઓ મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યો સાથે પણ જોડાયેલી છે. આ અભ્યારણ્યમાં મિશ્ર સૂકા પાનખર વન, નદીનું વન, થોડા ભાગમાં ભેજવાળાં સાગ વન, કૃષિ ક્ષેત્રો અને બે જળાશયોનો સમાવેશ થાય છે. તેની સ્થાપના વર્ષ ૧૯૮૨માં કરવામાં આવી હતી




ભૌતિક રીતે આ પ્રદેશમાં રાજપીપળાની ટેકરીઓનું પ્રભુત્વ છે. આ પ્રદેશમાં ધામણમાળ સૌથી વધુ ઊંચાઈ ધરાવતો ડુંગર છે. પ્રદેશનો સામાન્ય ઢાળ પશ્ચિમ તરફનો છે. આ અભયારણ્ય વિશાળ ઊંચોનીચો ભૂપ્રદેશ, ગીચ વ્યાપેલ હરિયાળી, ઊંચા ડુંગરો, ઊંડી ખીણો, કાળા ખડકો, સૌમ્ય ઝરણાંઓ અને ધોધથી ભરપૂર છે. આ બધો વિસ્તાર વિંધ્યાચળ અને સાતપુડા પર્વતશ્રેણીના પશ્ચિમ ભાગમાં આવેલ છે.


શૂલપાણેશ્વર વન્યજીવન અભયારણ્ય ઉત્તર પશ્ચિમી ઘાટના ભેજવાળાં પાનખર જંગલોનો એક પર્યાવરણીય ભાગ છે.[૪] આ જંગલ ભેજવાળાં પાનખર સાથે થોડા નાના સૂકા વાંસના ઝુંડ, ડુંગરાળ વિસ્તારોના થોડા ભાગમાં ભેજવાળાં સાગ વન, ઝાડી-ઝાંખરાનું વન તેમ જ નદીનું વન (તેરાવ નદી અને નર્મદા નદીના કિનારાના ભાગમાં) અને નાના ઝરણાંઓ ધરાવે છે. ડુંગરાળ વિસ્તારમાં ફેલાયેલ જંગલો આ અભયારણ્યની વન્યસૃષ્ટિ તેમ જ પ્રાણીસૃષ્ટિને પર્યાવરણીય આધાર પૂરો પાડે છે, કે જેમાં હિમાલય અને પશ્ચિમ ઘાટ ખાતે જોવા મળતા રીંછની સમાન પ્રજાતિ આ જંગલમાં વસવાટ કરે છે. સરદાર સરોવર (નર્મદા નદી) અને કરજણ જળાશય (કરજણ નદી) પણ અભયારણ્યને જમીન સંરક્ષણ તેમ જ જળની પૂર્તિ કરે છે.[૫][૬] અહીં વિશાળ વાંસના ઝૂંડો અને ૫૭૫ જેટલી પ્રજાતિઓના ફૂલ છોડ જોવા મળે છે.

ખીજડીયા પક્ષી અભયારણ્ય



Comments

Popular posts from this blog

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨