Skip to main content

મણીમંદિર , મોરબી

 મણીમંદિર ગુજરાતના મોરબી જિલ્લાના મોરબી શહેરમાં આવેલો મહેલ છે, જે Wellingdon Secretariatના નામે પણ ઓળખાય છે. વાઘ મહેલ તરીકે પણ ઓળખાતું આ માળખું ૧૯૩૫માં મોરબીના મહારાજા વાઘજી ઠાકોરે તેની પ્રિય પ્રથમ પત્ની મણીબાઈની યાદમાં બનાવ્યું હતું. તેમાં ૧૩૦ ઓરડાઓ તથા વચ્ચે મંદિર આવેલ છે.



જેમાં લક્ષ્મી નારાયણ, કાલિકા, શ્રી રામ, રાધા કૃષ્ણ તથા શિવજીના મંદિરો છે. આ મહેલના બાંધકામનો ખર્ચો તે સમયે ૩૦ લાખ થયો હતો.

એક સમયે શહેરની તથા ઘરોની નમુનેદાર બાંધણીને કારણે "પેરિસ ઓફ ધ ઇસ્ટ" તરીકે પંકાયેલુ હતું. તે ગુજરાતના "તાજમહલ "'તરીકે પણ ઓળખાય છે..

મોરબી નગર અગિયારમી ઓગસ્ટ, ૧૯૭૯ના દિવસે ઉપરવાસમાં આવેલ મચ્છુ-૨ બંધના પાળા તુટવાને કારણે જળપ્રલયનો ભોગ બની ભારે તારાજ થયું હતું. 

મણીમંદિર, ઝુલતો પુલ, પાડા પુલ અને મોરબીનો ગ્રીન ચૉક ટાવર મોરબીનાં મુખ્ય આકર્ષણો છે.

Comments

Popular posts from this blog

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨