Skip to main content

શબરીધામ

 શબરી ધામ ગુજરાત રાજ્યના ડુંગરાળ તેમજ જંગલ વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લામાં આવેલા સુબિર ગામથી પૂર્વ દિશામાં આશરે ત્રણ કિલોમીટરના અંતરે આવેલ એક ધાર્મિક યાત્રાધામ છે. આ સ્થળ આહવાથી આશરે ૩૩ કિ.મીના અંતરે આવેલ છે. આ સ્થળે શબરી સાથે ભગવાન રામની મુલાકાત થઈ હતી..

ત્રેતા યુગની આ ઘટના છે. ભગવાન શ્રીરામના વનવાસ દરમિયાન સીતામાતાનું રાવણે હરણ કર્યું હતું. સીતા માતાની શોધમાં દંડકારણ્ય તરીકે ઓળખાતા અતિ રમણીય પ્રદેશમાં પ્રભુ શ્રીરામ આવ્યા હતા તે આ ડાંગ જિલ્લો. જ્યાં પ્રભુ શ્રીરામ અને લક્ષ્મણ ભક્તિમયી શબરી માતાની ઝૂપડીયે પધાર્યા હતા...

અને ત્યાં શબરીએ એઠાં બોર પ્રેમથી ખવડાવ્યા હતા. પ્રભુના મિલન પછી શબરી માતા એ યોગા અગ્નિથી પોતાની જીવનલીલા ને સંકેલી લીધી હતી. આ યોગાગ્નીનો પ્રકાશ આજે પણ જે પહાડી પર અવતરે છે તે પહાડી ,,"ચમક ડુંગરી" ના નામથી પ્રસિદ્ધ થઈ, તે આ જ પવિત્ર તિર્થસ્થાન - "શબરીધામ".



Comments

Popular posts from this blog

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨