Skip to main content

સૂરજ દેવળ

 સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા તાલુકાના દેવસર ગામના ટિંબા ઉપર આ ભવ્ય સૂર્યમંદિર આજે માંડવભૂમિની શોભા વધારી રહયુ છે. તે ચોટીલા થી ઉત્તર દિશામાં થાનગઢ જતા રોડ ઉપર ૧૨ કિ.મી.ના અંતરે આવેલ છે , જે પ્રદેશનુ નામ માંડવ પડયુ છે તે માંડવરુષિની મુલ તપસ્યા સ્થાન અને ઝૂંપડી હતી.

ત્યાં તમામ વર્ણને રહેવા જમવાની સગવડ આપવામાં આવે છે , તેનો તમામ ખર્ચ કાઠી દરબારો ભોગવે છે, તેવા પવિત્ર અને પ્રાચીન દેવભૂમિ અને નૈસર્ગિક વાતાવરણ થી આપણને આનંદનો અનુભવ થાય છે

સૂર્ય ઉપાસનાને વૈદિક સાહિત્યમાં ખુબજ સ્થાન આપેલ છે, તેવી સૂર્યઉપાસના ૧૧ મી સદિ સુધી ભારતમાં ચરમસીમા પર હતી, પરંતુ સમય જતા આ દેશ સૂર્યઉપાસનાથી દૂર થતો ગયો, પરંતુ કાઠી દરબારો આજે પણ સૂર્યનારાયણ ને ઇષ્ટદેવ તરીકે પૂજે છે અને ગવઁ અનુભવે છે.








Comments

Popular posts from this blog

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨