Skip to main content

વાણિયણનો દિકરો રૂડી જાન લઇને આવ્યો અને રાજપુતાણી નો દિકરો જાન દઇને આવ્યો .......



વાણિયણનો દિકરો રૂડી જાન લઇને આવ્યો 

અને રાજપુતાણી નો દિકરો જાન દઇને આવ્યો .......

પરહિત કાજે ત્યાગ અને સમર્પણની ભાવના સૌરાષ્ટ્રની ધરતીમાં ભરપુર જોવાં મળે છે જેમાં અનેક જ્ઞાતિઓએ યા હોમ કરી નિસ્વાર્થ ભાવે પોતાનાં પ્રાણની બલી હોમી છે જેમાં અઢારેય વરણે પોતાનાં પ્રાણ આપી તેમનાં કુળની કિર્તિ વધારી છે તેમાં કોઈ શંકા નથી.અને એની સાક્ષી પુરતાં અનેક શુરવીરોના પાળીયા સિંધુરયા રંગે રંગાઈ ગયાં છે.ને આવાં પરહિત કાજે કાયાના કટકા કરી નાખનારની યાદમા પાળીયા કે ખાંભીઓ ખોડાઇ છે. એવીજ એક ખાંભી રંગપુર ગામમાં  અલુજી ચૌહાણનો અમર ઇતિહાસ ગાતી ઊભી છે જેનાં માથે વર્ષો વહી ગયા 

....વિધવા રાજપુતાણીનો એકનો એક દિકરો ઘડપણની લાકડી લાડેકોડે પાળીપોશીને મોટો કર્યો ઘડપણમા માનું ધડપણ પાળશે ને આ દિકરા પર મારૂ જીવન પુરૂં કરી નાખીશ એમ વિચારતી રાજપુતાણી દિકરાને શુરવીરતાના પાઠ ભણાવી રહી છે..  પણ આપડુ ધારેલું બધું સાચું ક્યાં પડે છે ઇશ્વર ને કંઈક નવુ જ કરવું તુ 

  વાત એમ હતી કે  ભાલ પંથકની ધરતી પર  રંગપુર ગામના  નગરશેઠના દિકરાના લગ્ન લીધાં છે રૂડા મંડપ રોપાણા છે  ઢોલ અને શરણાઈ વાગી રહી છે આસોપાલવના તોરણ ઝુલી રહ્યાં છે લગ્નગીતો સંભળાય છે ખારેક ટોપરા વહેંચાઇ છે  ચારેય બાજુ આનંદ આનંદ થઇ રહ્યો છે દિકરો પરણાવાના કોડ કોને ન હોય દિકરાની માં તો આનંદમા હર્ષધેલી ધેલી ફરે છે. પણ દિકરાનો બાપ એટલે નગરશેઠ  શેઠના મુખ પર ચીંતાની રેખાઓ ત્રીપુંડ તાણી રહી હતી કારણ કે દિકરાની જાન રંગપુરથી નીકળી ધોલેરા જવાની છે ને અવવારો માર્ગ છે ભેંકાર ભાસતો ખારોપાટ દુર દુર સુધી ઉડતી ડમરીઓ સિવાય બીજું કાઇ નજરે ન ચડે ચારેકોર લુંટારૂનો ભો છે જોરતલાબી નો જમાનો વોળાવિયા વિનાં જાન લઇને કેમ જાવું  ને વોળાવિયા તરીકે કોને લેવો ?એવો વિચાર કરતાં શેઠને એમનાં જ ગામનાં   વિરનર અલુજીની યાદ આવી પણ શેઠ જરા અચકાય ગયાં નાનાં વિધવા રાજપુતાણી નો એકનો એક દિકરો છે  ઘડપણની લાકડી છીનવાઈ જાયતો બાઇ નિરાધાર થાય એ પાપ મને લાગે એનો ધણીતો લાંબા ગામતરે ગયો ને હવે દિકરો ના ના 

આમ શેઠ મુઝાણા છે પણ હવે તો મંડપ રોપાઈ ગયો છે ને જાનતો લઇને જવુતો પડછે એમાં કોઈ છુટકો જ નથી ઘણાં વિચારબાદ શેઠના સામે અલુજી સિવાય બીજો કોઈ નજરમાં ન આવ્યો શેઠે મનમાં નક્કી કરી લીધું કે હવે તો જે થાય તે દિકરો પરણાવ્યે જ છુટકો ને આમ વિચારી છેલ્લો નિર્ણય એકજ હતો અલુજી ચૌહાણ  બસ બીજું કોઈ નહીં  શેઠે તો મોટી આશા લઇને અલુજીના ઘર ભણી હાલ્યા મૂંઝાતા મૂંઝાતા અલુના ઘરે પહોંચ્યા મનમાં થોડી બીક હતી કે

અલુજીના મા નાતો નહીં પાડને પણ જે થાય તે કહીં 

.  શેઠેતો હિમ્મત કરીને  અલુજીના મા પાસે જઇ અલુજીને વોળાવિયા તરીકે મોકલવાની વિનંતી કરી દિધી  કે જો બા તમે અલુજીને વોળાવિયા તરીકે મોકલો  તો મારા દિકરાની જાન પરણવા જાય.અલુજીના  મા કહે ભલે. શેઠ કહે પણ બા મને એક ચિંતા થાય છે શેની ચિંતા શેઠ બા  અલુજી તમારે એકનો એક દિકરો છે એટલે કહેતા  જરા સંકોચ થાય છે કે ન કરે નારાયણ ને હહહ .  અરે શેઠ એક દિકરો હોયકે એકવીસ  પરહિત કાજે પ્રાણ દેવા માટે ઇશ્વરે અમ ક્ષત્રિયોનુ સર્જન કર્યું છે. અને શેઠ તમે મારા અલુજીની ચિંતા તમે ના કરશો તમે તમારાં દિકરાની જાન ની તૈયારી કરો જાવ..  શેઠતો આ જગદંબા સામું જોઈ રહ્યો ને 

 બોલી ઊઠ્યા રંગ તણે રાજપુતાણી રંગ તને 

જાવ શેઠ છાતીએ હાથ રાખીને જાવ ને તૈયારી કરવા માંડો 

 તમ તમારે જાડી જાન જોડો જાવ મારો અલુજી તમારી જાનનો વોળાવિયો થઇને આવશે આ મારૂં વચન છે. શેઠ તો

હરખતા હયૈ  ઘર ભણી હાલ્યા ભુખ્યા ને ભોજન અને તરસ્યા ને પાણી મળે એટલો સંતોષ શેઠને થયો ને ઘરે જઇને  કાલે જાન લઇ જવાની  તૈયારી કરવા માંડી બીજે દિવસે સવારનો સૂરજ ઉગ્યો ને 

શેઠેતો  હર્ષભેર જાનની તૈયારી કરવા માંડી બળદને શણગાર સજાવી ગાડાની હાર ખડકી દીધી છે અલુજી ઘોડેસ્વાર થઇ ઢાલ બખ્તર ભાલો સજીને ધોડી ઘુમાવી રહ્યો છે ને શેઠને હરખનો પાર નથી કારણ અલુજી જેવો વિરમર્દ પોતાની જાનનો વોળાવિયો થઇને આવ્યો છે.આમ સર્વ કામ  પતાવીને સારા શુકન લઇ જાને ધોલેરા જવા  પ્રસ્થાન કર્યુ જાન ધોલેરા પહોચી  જાનની આગતા સ્વાગતા કરવામાં આવી ત્યારબાદ લગ્નવિધિ શરું થઇ ગોરે હાકલ કરી કન્યા પધારાવો સાવધાન આમ વિધિવત રીતે શેઠના દિકરાનો હસ્તમેળાપ થયો ને વરઘોડીયા પરણી ઉઠયા ને વિદાઇ ની તૈયારી થવાં માંડી પછી તો બન્ને વેવાઇ ભેટ્યા ને હર્ષભેર  રમી જમી જાને વિદાય લીધી. જાનની વિદાય પછી જાન આજનું ભડીયાદ અને રોજકા વચ્ચે  અલીયાસર તળાવ આવે છે આ બન્ને ગામ  વચ્ચે બુકાનીબંધ આઠ દસ  લુંટારૂએ જાનને આંતરી આડા ઊભાં રહ્યાં ને જાન ને  ઘેરી લીધી જાનના માણસોને રોક્યા જાનૈયાઓના  જીવ તાળવે ચોંટી ગયાં ને લુંટારૂ એ હાક મારી ખબરદાર  જે હોયતે ઘરેણા દાગીના આપીદો નકર આ તમારી સગી નહીં થાય ત્યાં તો જાનડીયુએ કાળો કેર થયો લુટાઇ ગયાં  ધોડજો લુંટારા આંબી ગયા  દોડજો અલુજી બાપ દોડજો અલુજી અલુજી  આમ રીડ્યા પડયા ને અલુના કાને અથડાતાં  અલુજીએ ઘોડીને ઢીલી મુકી ને લુંટારૂની સામે દોડવી ને ગાડા વચ્ચે લાવી હાકલ કરી અરે ચોરટાઓ આ વાણિયાની જાનછે પણ વળોવીયો હું રાજપુત બચ્ચો છું ને મારાં જીવતાં આ જાન લુંટાઇ તો તો રજપુતાણી નું ધાવણ લાજે.ને શેઠે મુકેલ મારાં પર ભરસો ભાંગે માટે જીવ વહાલો હોય તો છાનામાના હાલતીના થાવ પણ લુંટારૂનો સરદાર  બોલ્યો અમને અમારૂં કામ કરવાદે ને તું તારૂં કામ કર નકામો નાની ઉંમરે નંદવાઇ જઇશ માટે ઘર ભણીજા મા તારી વાટ જોતી હશે મોટો

  માટી મારનો દિકરો થયો છે તે  આટલું સાંભળતાં અલુજી ના રૂંવાડા ઊભા થઈ ગયા અરે ખુટલો હવે  થાજો માટી કોણ છે માટી મારનો દિકરો ખબર પડી જાય  કહીં અલુજીએ તલવાર તાણી ને લુંટારૂ માથે ત્રાટકીને બાકાઝીકી બોલાવી લુંટારૂ ના માથાં વાઢવા માંડયો આમ વાઢતા વાઢતા  પાંચને જણના  ત્યાને ત્યાં રામ રમાડી દીધા તયે  બીજા બચેલા લુંટારૂ  અને અલુજી વચ્ચે પાછી તલવારની તાળીઓ પડવા લાગી  આમ પાંચ જણની વચ્ચે ઘુમી રહેલાં  અલુજી પર એક લુંટારૂ એ તલવારનો લબરકો લીધો ને વીર નર  અલુજીનુ માથું ધડપરથી  ઊડી ગયું ને અલુજી  ધરતી પર ઢળી પડ્યો ને લોહીનાં ખાડા ભરાણા ચારેબાજુ જાનૈયા અને જાનડીયુનો  કાળો દેકારોને રોકકળ  જોઈ   બચેલા ચાર જણ અલુજીને પડતો જોઈ ભાગ્યા ને રોળુ શાંત થઈ ગયું પણ  પોતાનાં પ્રાણના ભોગે વિધવા માતાના એક લાડકવાયા સપુતે વાણિયાની જાનનુ રખોપું કર્યું  ખરૂં હો ને વોળાવિયાનો ધર્મ બજાવતાં રોજકા અને ભડીયાદ વચ્ચે વીરગતી પામ્યા અને ઉજ્વળ કિર્તિ કરી સ્વર્ગ સિધાવ્યા 

 .બીજી બાજુ વણિયાણે  પોતાનાં દિકરાની હેમખેમ આવેલી જાનના  પોખણા કર્યા 

આમ 

...

વાણિયણનો દિકરો રૂડી  જાન લઇને આવ્યો 

ને રાજપુતાણીનો દિકરો  જાન દઇને આવ્યો 

આનું નામ જ પ્રજાનું રક્ષણ 

......

વાહ રંગ છે આવાં પરોપકારી અલુજી ચૌહાણને 

રંગ છે રાજપુતાણીને 

અણનમ માથાં – સુરેન્દ્રનગર જિલ્લાના આંબરડી ગામના બાર એકલોહિયા દોસ્તોની દિલેરીની સત્ય ઘટના

નોંધ::: આજેય એમની યાદમા ભડીયાદ અને રોજકા વચ્ચે   અલીયાસર તળાવ અને અલીયાસર મહાદેવની ફરકતી ધજા  આ વાતની હોંશે હોંશે સાક્ષી પૂરે છે. અને  એમનો પાળીયો રંગપુર ગામનાં  શિવાલયના આંગણામાં ઊભો છે આ સિવાય બીજાંઘણા પાળીયા ઉભા છે 

Comments

Popular posts from this blog

ખીરસરા પેલેસ રાજકોટ

 ખીરસરા પેલેસને ગોરી-બાદશાહના સમયકાળમાં બાંધવામાં આવ્યો હતો, ઠાકોર સાહેબની સાતમી પેઢી એટલે કે ઠાકોર રણમલજીએ કિલ્લાનો જીર્ણોધ્ધાર કરવાની શરૂઆત કરી હતી, રાજકોટ થી ૧૪ કિમી દુર કાલાવાડ રોડ પર કળા પથ્થરોના ટેકરા ઉપર સાત એકરમાં પથરાયેલો આ મહેલ હાલ હોટેલમાં ફેરવાઈ ગયો છે, પેલેસમાં ૨૪ રજવાડી ઓરડાઓ છે. આ મહેલ કાઠીયાવાડના ભવ્ય ઈતિહાસ અને બેનમુન સ્થાપત્યનો અદભુત પુરાવો છે. શાનદાર સુંદરતાના કારણે આ મહેલ માત્ર ગુજરાતીઓ જ નહિ અન્ય લોકો માટે પણ આકર્ષણ નું કેન્દ્ર બન્યો છે. એટલું જ નહિ વિદેશીઓ પણ તેનાથી અછુતા રહી શક્યા નથી… વર્ષો પૂર્વે રાજવીઓએ સૌરાષ્ટ્રની ધન્ય ધરતી પર અનેક રાજ મહેલોની રચના કરી હતી. અદભૂત સૌંદર્યતા ધરાવતા આ મહેલો આજે પણ દર્શનીય છે. આવો જ એક મહેલ રાજકોટમાં આવ્યો છે, ખીરસરા પેલેસ. આ પેલેસને ગોરી-બાદશાહના સમયકાળમાં બાંધવામાં આવ્યો હતો. ઠાકોર સાહેબની સાતમી પેઢી એટલે કે ઠાકોર રણમલજીએ કિલ્લાનો જીર્ણોદ્ધાર કરવાની શરૂઆત કરી હતી. કાઠિયાવાડના ભવ્ય ઇતિહાસ અને હેરિટેજ પ્લેસનો પુરાવા જેવો ખીરસરા પેલેસ શાનદાર સુંદરતાના કારણે આ મહેલ માત્ર ગુજરાતીઓ જ નહીં લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ...

શું તમે જાણો છો કે પાળિયા મુખત્વે ૧૧ પ્રકારના હોય છે, ચાલો આજે પાળિયા ના પ્રકારો વિષે થોડું જાણીયે

 1) ખાંભી: આ પ્રકારનો પાળીયો એટલે કે કોતરકામ વગર બાંધવામાં આવેલ કોઈ મૃત વ્યક્તિનું સ્મારક જેને આપણે ખાંભી તરીકે ઓળખીયે છીએ. 2) થેસા: એક એવો પ્રકાર છે જેમાં પાળિયાની નજીકમાં નાનાં પથ્થરો ગોઠવવામાં આવે છે જેને થેસા પણ કહે છે 3) ચાગીયો: કોઈ ઘટના કે વ્યક્તિના સંભારણા તરીકે નાના મોટા પત્થરોના ઢગલા કરી ને ચાગીયો બનાવવાં આવે છે, આ પ્રકારના પાળિયા બહુ ઓછા જોવા મળે છે. 4) સુરાપુરા: અન્યના જીવન માટે યુદ્ધમાં ખપી જનાર યોદ્ધાઓ જેને આપણે સૌ કોઈ સુરાપુરા તરીકે ઓળખીયે છીએ અને એમની યાદમાં સુરાપુરાના પાળિયા બને છે. 5) સુરધન: કોઈ આબરૂદાર અને શૂરવીર વ્યક્તિનું આકસ્મિક મૃત્યુ થાય ત્યારે આવા અકસ્માતની યાદમાં બાંધવામાં આવેલા પાળિયા ને સુરધન ના પાળિયા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. તેમાંના કેટલાક પાળિયાને સતીમાતા અથવા ઝુઝાર મસ્તિષ્ક વગરનાં યોદ્ધાઓ પણ કહેવામાં આવે છે. 6) યોદ્ધાઓના પાળિયા: આ પ્રકારના સ્મારકો અથવા પાળિયા ઓ સૌથી સામાન્ય અને ઠેર ઠેર જોવા મળતા હોય છે, યોધ્ધાઓના પાળિયા મોટે ભાગે લડાઈના નાયકોની પૂજા કરતા લોક-સમુદાય અને લોકજાતિઓ સાથે સંકળાયેલ હોય છે. તેઓ મર્યાદિત વિસ્તારમાં એકી સાથે મોટી ...

A Maharaja in Warsaw महाराज दिग्विजय सिंह (जाम साहेब)

एक आर्य क्षत्रिय जामनगर के महाराज दिग्विजय सिंह (जाम साहेब) की अद्भुत महानता की गाथा , जिसे कोई बताता नही। आप गूगल करके सारी जानकारी को क्रोस चेक कर सकते है । आर्य क्षत्रिय राजा दिग्विजय सिंह के नाम की धूम आज भी पोलैंड देश में देखी व सुनी जा सकती है। India in Poland begins #AmritMahotsav celebrations! Amb Nagma Mallick with @SutrykJacek , Mayor Wroclaw inaugurated the #IndiaAt75 Tram-‘Dobry Maharaja’ named after the Maharajas of Jamnagar & Kolhapur who gave refuge during WW2 to over 6000 Polish, Wrocław, 31 May. #AKAM pic.twitter.com/YKGxa062pk — India in Poland and Lithuania (@IndiainPoland) June 1, 2022 क्षत्रिय धर्म क्या होता है , आर्य संस्कृति क्या होती है कोई इस महान आर्य क्षत्रिय राजा से सीखे। जिसका उपकार पोलैंड जनता आज भी नही भूली। इनके नाम की कई सड़के हैं और कई योजनाएं चलती हैं पोलैंड में। और अपने देश मे ही पराये और तिरस्कृत हो गए हिन्दू क्षत्रिय योद्धा और महानायक । _"वसुधैव कुटुम्बकम " को चरितार्थ करने वाली एक क्षत्रिय महाराजा की गाथा पढिये और गर्...

Personality : महान वैज्ञानिक डॉ. विक्रम साराभाई

जिस समय देश अंग्रेजों के चंगुल से स्वतन्त्र हुआ, तब भारत में विज्ञान सम्बन्धी शोध प्रायः नहीं होते थे. गुलामी के कारण लोगों के मानस में यह धारणा बनी हुई थी कि भारतीय लोग प्रतिभाशाली नहीं है. शोध करना या नयी खोज करना इंग्लैण्ड, अमरीका, रूस, जर्मनी, फ्रान्स आदि देशों का काम है. इसलिए मेधावी होने पर भी भारतीय वैज्ञानिक कुछ विशेष नहीं कर पा रहे थे. पर, स्वतन्त्रता प्राप्ति के बाद देश का वातावरण बदला. ऐसे में जिन वैज्ञानिकों ने अपने परिश्रम और खोज के बल पर विश्व में भारत का नाम ऊंचा किया, उनमें डॉ. विक्रम साराभाई का नाम बड़े आदर से लिया जाता है. उन्होंने न केवल स्वयं गम्भीर शोध किये, बल्कि इस क्षेत्र में आने के लिए युवकों में उत्साह जगाया और नये लोगों को प्रोत्साहन दिया. भारत के पूर्व राष्ट्रपति डॉ. कलाम ऐसे ही लोगों में से एक हैं. डॉ. साराभाई का जन्म 12 अगस्त, 1919 को कर्णावती (अहमदाबाद, गुजरात) में हुआ था. पिता अम्बालाल जी और माता सरला बाई जी ने विक्रम को अच्छे संस्कार दिये. उनकी शिक्षा माण्टसेरी पद्धति के विद्यालय से प्रारम्भ हुई. साराभाई जी की गणित और विज्ञान में विशेष रुचि थी....

હિંગોળગઢ - જસદણ

 હિંગોળગઢ જસદણ ગામથી વિંછીયા જતાં રસ્તામાં ઊંચા ટેકરા પર એક ગઢ દેખાય છે. આ ગઢ એજ હિંગોળગઢ. રાજકોટથી બોટાદ જતાં રસ્તામાં ૭૭ કિ.મી. દૂર અને જસદણથી ૧૮ કિ.મી. તથા વીંછિયા થી ૧૦ કિ.મી. દૂર આ હિંગોળ ગઢ આવેલો છે.આ હિંગોળગઢની રચના કેવા અરસામાં થઇ તેનો થોડો ઇતિહાસ જાણવા જેવો છે. શ્રી વાજસૂર ખાચર માતા હિંગળાજના ભક્ત હતા એટલે હિંગળાજ માતાનું અધિષ્ઠાન કરી હિંગળાજ માતાના નામ પરથી ગઢનું નામ હિંગોળગઢ રાખ્યું. હિંગોળગઢ આટલા પંથકની શોભારૃપ ગણાય છે.સૌરાષ્ટ્રમાં આવો લડાયક ગઢ ભાગ્યે જ હશે. દૂરથી કળાતો હિંગોળગઢ જાણે આકાશથી વાતો કરતો હોય એવો દીસે છે. આ ગઢ દરિયાની સપાટીથી ૩૩૫ મીટર ઊંચો છે (૧૧૦૦ફૂટ) ચારે બાજુ અસંખ્ય વૃક્ષોની ઝાડી ગઢની શોભામાં અભિવૃદ્ધિ કરે છે.કહેવાય છે કે, કાઠિયાવાડમાં આવા બીજા પાંચ કિલ્લા આવેલા છે. તેમાં એક ખીરસરાનો, બીજો જામનગરનો બરડા ધક્કામાં મોડ પરનો, ત્રીજો રાજપરાનો, ચોથોગોંડલ તાબાના અનળગઢનો અને પાંચમો ભિમોરાનો ગઢ આ બધામાં ‘હિંગોળગઢ આજની તારીખમાં અડીખમ ઊભો છે. તેની એક કાંકરી પણ ખરી નથી એવુ બાંધકામ કરવામાં આવેલું છે.તે એક નાનું પણ મહત્વ ધરાવતું અભયારણ્ય છે. જયાં વન્યપ્રાણીઓની જાળવણી અ...

ભાજપના 160 ઉમેદવારોનું લિસ્ટ જાહેર: કઈ બેઠક પર કોને મળી ટિકિટ? જુઓ આખું લિસ્ટ

  ભાજપના 160 ઉમેદવારોનું લિસ્ટ જાહેર: કઈ બેઠક પર કોને મળી ટિકિટ? જુઓ આખું લિસ્ટ ભાજપે આ બેઠકો પર ઉમેદવારો કર્યા જાહેર  અબડાસા - પ્રધુમનસિંહ જાડેજા માંડવી - અનીરૂધ્ધ દવે  ભૂજ -  કેશુભાઈ પટેલ અંજાર - ત્રિકમ છાંગા (માસ્તર) ગાંધીધામ - માલતી મહેશ્વરી રાપર - વિરેન્દ્રસિંહ જાડેજા  વિસનગર - ઋષિકેશ પટેલ  ખેડબ્રહ્મા અશ્વીન કોટવાલ  ગાંધીનગર દક્ષિણ - અલ્પેશ ઠાકોર વિરમગામ - હાર્દીક પટેલ દસાડા- પી.કે. પરમાર  લીંબડી- કિરીટસિંહ રાણા  (રિપીટ) વઢવાણ- જિજ્ઞા પંડ્યા  ચોટીલા - શામજી ચૌહાણ  ધ્રાંગધ્રા- પ્રકાશ વરમોરા મોરબી- કાંતિ અમૃતિયા ટંકારા - દુર્લભજી વાંકાનેર - જીતુ સોમાણી રાજકોટ પૂર્વ  ઉદય કાનગડ રાજકોટ પશ્ચીમ ડો. દર્શીતા શાહ રાજકોટ દક્ષિણ - રમેશ ટિલાળા રાજકોટ ગ્રામ્ય - ભાનુંબેન બાબરીયા ગોંડલ- ગીતાબા જાડેજા (રિપીટ) જેતપુર - જયેશ રાદડીયા કાલાવાડ - મેઘજી ચાવડા જામનગર ગ્રામ્ય - રાઘવજી પટેલ જામનગર દક્ષિણ - રીવાબા જાડેજા જામજોધપુર - ચિમન સાપરિયા પોરબંદર - બાબુ બોખરીયા જુનાગઢ - સંજય કોરડીયા વિસાવદર - હર્ષદ રિબડીયા સોમનાથ - માનસિંહ પરમાર  કોડીનાર ...

NSE : Electronic Gold Receipts

 NSE EGR refers to Electronic Gold Receipts traded on the National Stock Exchange of India. EGRs are digital assets that represent ownership of physical gold. They allow investors to buy and sell gold in electronic form, similar to stocks and bonds, with the underlying physical gold stored in SEBI-regulated vaults. The National Stock Exchange (NSE) launched EGRs to make gold investment more transparent, accessible, and formalized in India. This system aims to address issues associated with physical gold ownership, such as concerns about purity, storage costs, and theft risk. Key features of NSE EGRs include: Digital Ownership Investors can hold gold in a demat account, just like other securities. Tradability EGRs can be traded on the NSE, providing liquidity and market-based price discovery. Physical Backing Each EGR is backed by an equivalent amount of physical gold stored in secure, SEBI-accredited vaults. Convertibility Investors have the option to convert their EGRs back into p...

ગીરાધોધ

 ડાંગઃ ગુજરાતના ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન ચોતરફ પ્રાકૃતિક સંપદામાં લીલોતરી હરિયાળીની ચાદર ઓઢાઈ જાય છે. ડાંગ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ અલગતમ હોવાના કારણે ચોમાસાની ઋતુ દરમિયાન નદીઓ ગાંડીતુર બન્યાના દ્રશ્યો જોવા મળે છે. ઉનાળા અને શિયાળાની ઋતુ દરમિયાન નદીઓના વહેણ આકરા બનતા હોય છે, ત્યારે વઘઇ તાલુકાના આંબાપાડા ગામ નજીક અંબિકા નદી પર આવેલો ગીરા ધોધ પણ પાણીથી છલોછલ ઉભરી આવે છે.ગીરા ધોધ જેને ગુજરાતનો નાયગ્રા ધોધ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચોમાસામાં ભારે વરસાદ અને ઉંચાઈથી પડતા ધોધને જોવા અનેક રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે અંબિકા નદીના વહેણ તેજ બનતા ગીરા ધોધનું રોદ્ર સ્વરૂપ જોતાની સાથે જ પ્રવાસીઓ અવાક બની જાય છે. આ ગીરાધોધને નિહાળવા માટે લગભગ 4 મહિના સુધી પ્રવાસીઓની ભીડ જામે છે.

બંદા સિંહ બહાદુર

 શીખ ધર્મમાં એક કરતા વધુ યોદ્ધાઓ થયા છે, પરંતુ આ યોદ્ધાઓમાં એક એવો યોદ્ધા હતો, જેની સામે મુઘલોમાંથી એક પણ આગળ નહોતું ગયું. આ બહાદુર યોદ્ધાનું નામ બંદા સિંહ બહાદુર છે. તેઓ ભારતમાં મુઘલ શાસકો સામે યુદ્ધ કરનાર પ્રથમ શીખ લશ્કરી વડા હતા. બંદા સિંહે જ મુઘલોના અજેય હોવાનો ભ્રમ તોડ્યો અને નાના સાહિબજાદાઓની શહાદતનો બદલો લીધો. બંદા સિંહ બહાદુરે હથિયાર અને સેના વિના 2500 કિમીની મુસાફરી કર્યા પછી 20 મહિનાની અંદર સરહિંદ પર કબજો કરીને ‘ખાલસા રાજ’ની સ્થાપના કરી હતી. ગુરુ ગોવિંદ સિંહ સાથે મુલાકાત બંદા સિંહ બહાદુરનો જન્મ 27 ઓક્ટોબર 1670ના રોજ જમ્મુ અને કાશ્મીરના રાજૌરીના એક રાજપૂત પરિવારમાં થયો હતો. તેમનું બાળપણનું નામ લક્ષ્મણ દેવ હતું. 15 વર્ષની ઉંમરે તેઓ ઘર છોડીને બૈરાગી બન્યા અને તેઓ માધોદાસ બૈરાગી તરીકે ઓળખાવા લાગ્યા. ઘર છોડ્યા પછી, તેમણે દેશનો પ્રવાસ કર્યો અને મહારાષ્ટ્રમાં નાંદેડ પહોંચ્યા જ્યાં 1708 માં તેઓ શીખોના 10મા ગુરુ ગુરુ ગોવિંદ સિંહને મળ્યા. આ દરમિયાન ગુરુ ગોવિંદ સિંહજીએ તેમને તેમની તપસ્વી જીવનશૈલી છોડી દેવા અને પંજાબના લોકોને મુઘલોથી મુક્તિ અપાવવાનું કાર્ય સોંપ્યું. આ પછી, ગુરુ ગોવિં...

જોગીદાસ ખુમાણ

  બાપુ! ગઝબ થઈ ગયો.” જોગીદાસે બહારવટે રઝળતાં રઝળતાં એક દિવસ મીતીઆળાના ડુંગરામાં પોતાના બાપ હાદા ખુમાણને શોકના સમાચાર સંભળાવ્યા.  “શું થયું આપા ?" “મહારાજ વજેસંગનો કુંવર દાદભા ગુજરી ગયા.” “અરરર ! દાદભા જેવો દીકરો ઝડપાઈ ગયો ? શું થયું ? ઓચીંતાનો કાળ ક્યાંથી આવ્યો ?” “ભાવનગરની શેરીએ શેરીએ ભમીને મેં કાનોકાન વાત સાંભળી કે શિહોરથી દશેરાને દિ' નાનલબા રાણીએ કુંવરને ભાવનગર દરિયો પૂજવા બોલાવ્યા, અને કુંવર દરિયો પૂજીને પાછા વળ્યા ત્યારે નાનલબાએ મંત્રેલ અડદને દાણે વધાવીને કાંઇક કામણ કર્યું : કુંવરનું માથું ફાટવા માંડ્યું. શિહોર ભેળા થયા ત્યાં તો જીભ ઝલાઈ ગઈ ને દમ નીકળી ગયો.” “કોપ થયો. મહારાજને માથે આધેડ અવસ્થાએ વીજળી પડ્યા જેવું થયું આપા !” “વીજળી પડ્યાની તો શું વાત કરૂં બાપુ ! શિહોર ભાવનગરની શેરીએ શેરીએ છાતીફાટ વિલાપ થાય છે. વસ્તીના ઘરેઘરમાં પચીસ વરસનો જુવાન જોદ્ધો મરી ગયો હોય એવો કળેળાટ થાય છે.” “આપા ! બાપ ! દાદભાની દેઈ પડે એનું સનાન તો આપણને ય આવ્યું કે'વાય. આપણે ના'વું જોવે.” સહુ બહારવટીયાઓએ ફાળીયાં પહેરીને નદીમાં માથાબોળ સ્નાન કર્યું. પછી જુવાન જોગીદાસે વાત ઉચ્ચારી: “બાપુ...