Skip to main content

રામાયણની થીમ પર રાજકોટમાં 'રામવન' લઇ રહ્યું છે આકાર

રામાયણની થીમ પર રાજકોટમાં 'રામવન' લઇ રહ્યું છે આકાર, 98 % કામ પૂર્ણ, જન્માષ્ટમી પહેલા લોકો માટે ખુલ્લું મુકાઇ તેવી શક્યતા.......


આ રામવન ખાતે ભગવાન શ્રીરામના જુદા જુદા પ્રસંગો દર્શાવતાં 22 જેટલાં સ્કલ્પ્ચર પણ મૂકવામાં આવશે અને ભગવાન શ્રીરામે કરેલો વનવાસ અર્બન ફોરેસ્ટમાં આકાર લઇ વિકસાવવામાં આવશે. 55 હજાર વૃક્ષથી ઘેઘૂર જંગલ બની રહ્યું છે.




રાજકોટના લોકોને અર્બન ફોરેસ્ટની ભેટ મળશે

આ અંગે રાજકોટ મહાનગપાલિકાના ગાર્ડન શાખાના અધિકારી કે.પી. હાપલિયાએ જણાવ્યું હતું કે રાજકોટના આજીડેમ પાસે નિર્માણ થઇ રહેલા રામવનનું દિવાળી બાદ મોટા ભાગનું કામ પૂર્ણ થઇ જશે, જેથી આગામી માર્ચ મહિનામાં રાજકોટના લોકોને અર્બન ફોરેસ્ટની ભેટ મળી જાય એ પ્રકારે આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મિની જંગલને તંત્ર દ્વારા રામવન નામ આપવામાં આવ્યું છે, જેનું 60 ટકા જેટલું કામ પૂરું થઇ ગયું છે.




 અર્બન ફોરેસ્ટ રામવન માં એડમીન ઓફીસ, સાઈકલ ટ્રેક, વોકિંગ ટ્રેક, ગઝેબો, કુદરતી પાણીના સ્ત્રોતોનું નવિનીકરણ, પાથ-વે તેમજ પુલ અને રેલીંગ, પાણીના પરબ, ટોઇલેટ બ્લોક્સ, બાળકો માટે પ્લેગ્રાઉન્ડ, એક્ઝીબીશન એરિયા માટે પ્લેટફોર્મ, જુદા જુદા પ્રકારના પથ્થરો તેમજ અન્ય મટીરીયલનો ઉપયોગ કરીને પાથ-વે, ઓપન એર એમ્ફી થીયેટર, વિવિધ પ્રકારની બેન્ચીસ, રોડ જંકશન આઈલેન્ડ, સોલાર લાઈટ્સ વિગેરે સુવિધા ઉપલબ્ધ થશે.

આ રામવનનો મુખ્ય પ્રવેશ દ્વાર ધનુષબાણનો છે તેમજ ભગવાન શ્રીરામની મૂર્તિ, ભગવાને વનમાં વિતાવેલા અલગ અલગ પ્રસંગોના 22 જેટલાં સ્કલ્પ્ચર મુકવામાં આવશે

સાળંગપુરની થશે કાયાપલટ, હનુમાનજીની 54 ફૂટ ઊંચી મૂર્તિ કરાશે સ્થાપિત,

Comments

Popular posts from this blog

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨