Skip to main content

સાળંગપુરની થશે કાયાપલટ, હનુમાનજીની 54 ફૂટ ઊંચી મૂર્તિ કરાશે સ્થાપિત,

સાળંગપુરની થશે કાયાપલટ, હનુમાનજીની 54 ફૂટ ઊંચી મૂર્તિ કરાશે સ્થાપિત, 


શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર પરિસરમાં પંચધાતુમાંથી બનેલી હનુમાનજીની 54 ફૂટની વિરાટ મૂર્તિ પ્રસ્થાપિત થશે,

King Of Salangpur : 30 હજાર કિલો વજનની દાદાની વિરાટ મૂર્તિ અત્યારે હરિયાણાના માનેસરમાં બની રહી છે. શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામીએ આ પ્રોજેક્ટને કિંગ ઓફ સાળંગપુરનું નામ આપ્યું હતું.

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ સાળંગપુર ધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર પરિસરમાં કુલ 1,35,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં હનુમાનજીની પંચધાતુમાંથી બનેલી 54 ફૂટની વિરાટ મૂર્તિ પ્રસ્થાપિત કરવારમાં આવશે. 30 હજાર કિલો વજનની દાદાની વિરાટ મૂર્તિ અત્યારે હરિયાણાના માનેસરમાં બની રહી છે. દાદાની આ વિરાટ મૂર્તિ નરેશભાઈ કુમાવત બનાવી રહ્યા છે.
 
પરમ પૂજ્ય ધર્મધૂરંધર 1008 આચાર્ય શ્રીરાકેશપ્રસાદજી મહારાજશ્રી વડતાલ બોર્ડના સાથ સહકારથી દાદાની આ મૂર્તિ આગામી 14 તારીખે પ્રસ્થાપિત કરવામાં આવશે. આ મૂર્તિની ડિઝાઈન અને માર્ગદર્શનમાં કુંડળધામના પરમપૂજ્ય જ્ઞાનજીવનદાસ સ્વામીએ વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. તો શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામીએ આ પ્રોજેક્ટને ‘કિંગ ઓફ સાળંગપુર’ (King Of Salangpur) નું નામ આપ્યું હતું. જુઓ દાદાની આ ભવ્ય મૂર્તિ 


Comments

Popular posts from this blog

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨