Skip to main content

આગમવાણી : દેવાયત પંડિત



એક એવા સંત જેની સદીઓ પહેલાની ભવિષ્યવાણી આજે સાચી પડતી લાગે છે :

દેવાયત પંડિતનો જન્મ પંદરમી સદીમાં ભારત દેશનાં ગુજરાત  રાજ્યનાં જુનાગઢ જિલ્લાનાં વંથલી ગામે એક મધ્યમ વર્ગનાં કુટુંબમાં થયો હતો એમ મનાય છે.

તેમના માતા પિતા ધર્મપારાયણ હતા, જેથી દેવાયતમાં નાનપણથી જ ભગવાનમાં આસ્થા અને પોતાના માતાપિતાનાં સંસ્કાર ઉતરેલા હતા. તેમના પિતા ગામમાં ગોરપદુ કરતા હોવાનું મનાય છે. આ ઉપરાંત ગામમાં આવેલા સાધુસંતોને જમાડવા અને ધર્મોપદેશ આપવો એ તેમની મુખ્ય નેમ હતી. કહેવાય છે કે દેવાયત પંડિતની નાની ઉંમરમાં જ તેમના માતાપિતાનું અવસાન થયેલુ. આમ છતાં, દેવાયત પોતાના પિતાનાં સંસ્કારોને વળગી રહીને સાધુસંતોની સેવા કરતા હતા.

દેવાયત પંડિતની જ્ઞાતિ વિશે મતમતાંતર છે. કોઈ તેમને થાનના બ્રાહ્મણ‚ કોઈ બરડા બીલેસરના હરિજન બ્રાહ્મણ‚

કોઈ વંથલીના ઉદયશંકર ગોરના પુત્ર‚ તો કોઈ માલધારી જાતિના સંત તરીકે ઓળખાવે છે.આથી દેવાયત પંડિતની જાતિ વિષે ચોક્કસ કંઇ કહી નથી શકાતું. ડૉ. દલપત શ્રીમાળીએ આ અંગે વધુ સંશોધનો કરીને દેવાયત પંડિતની જાતિ વિશે એક ચોક્ક્સ નિષ્કર્ષ કાઢ્યો છે. એ પ્રમાણે દેવાયત પંડિતનો જન્મ મેઘવાળ સમાજમાં થયેલો. દેવાયત પંડિત મહાપંથ-માર્ગી પંથ સાથે સંકળાયેલા હતા.

દેવાયત પંડિત સાધુસંતોના સંઘ સાથે તરણેતરનાં મેળામાં જાય છે. મેળામાં ઘણા બધા સાધુસંતો અલગ અલગ જગ્યાએથી આવ્યા હતા. અને ધર્મની ચર્ચામાં વ્યસ્ત હતા તેવામાં એક મહાત્માનાં પ્રભાવ નીચે દેવાયત આવતા તેના માનસ ઉપર વિશેષ છાપ પડી હતી. 

તે જ સમયે દેવાયતનું મન સંસાર ઉપરથી ઉતરી જઈને વૈરાગ્ય તરફ ખેંચાવા માંડ્યુ. આમ તે તરણેતરનાં મેળામાંથી પાછા ફરાતા વંથલીની બદલે ગિરનાર આવી ગયા. 

ગિરનારની અડાબીડ ઝાડીનાં માર્ગોમા ફરવા લાગ્યા અને સાધુઓની જગ્યામાં સેવા કરવા લાગ્યા. તેમણે ગિરનારની પાવન ભુમીમાં ઘણા દિવસો ગાળ્યા પરંતુ પોતાની મુંજવણનું સમાધાન થતુ ન હતુ કે પોતાના પ્રશ્નોનું નિરાકરણ થતુ ન હતું. તેવામાં એક દિવસ શોભાજી કરીને એક સંતનો મેળાપ થયો અને તેમણે દેવાયતનાં મનની ભ્રમણા ભાંગી.

દેવાયતને શોભાજીનાં સાનિધ્યમાં ખુબજ રસ પડવા લાગ્યો હતો. પોતાના દરેક પ્રશ્નનું નિરાકરણ વ્યવસ્થિત ઉદાહરણ દ્વારા સમાધાન કરનારને પોતાના અંતરમાં સ્થાન મળવા લાગ્યુ હોય તેવો તેને અનુભવ થવા લાગ્યો હતો. આથી એક દિવસ દેવાયતે શોભાજીને પોતાના શિષ્ય તરીકે સ્વીકારવા અને પોતાને કંઠી બાંધવા કહ્યુ.

શોભાજીએ દેવાયતને અંતરથી જાણી લીધા હતા અને પરીક્ષા પણ કરીને ચકાસી લીધા હતા. તેથી શોભાજીએ દેવાયતને કંઠી બાંધીને ઉપદેશ આપતા કહ્યુકે તમો સાધુ બનો તેના કરતા સંસારમાં રહેશો તો ધર્મથી વિમુખ થતા જતા સંસારને ભક્તિની પ્રેરણા આપશો તે વધારે અસરકારક રહેશે. તેથી શોભાજીએ દેવાયતને ગૃહસ્થ જીવન ન છોડવા અને સંસારનાં ધર્મો બજાવતા બજાવતા આધ્યાત્મિક માર્ગે આગળ વધવાનો આદેશ આપ્યો. આથી પોતાના ગુરુનો ઉપદેશ સ્વીકારી દેવાયત કાશી ગયા હતા.

પોતાના યુવાનીકાળમાં જ તે ધર્મનાં રસ્તે ચડી ગયા હતા. પોતાના ગુરુનો ઉપદેશ મળતા કાશી ગયેલા દેવાયત, શાસ્ત્રોનો અભ્યાસ કરીને ખુબજ વિદ્વાન બની ગયા. જ્યાં ધર્મશાસ્ત્રોનાં અભ્યાસમાં ઉચ્ચ પદવી પ્રાપ્ત કરીને તેઓને પંડિતનું બિરૂદ મળ્યું હતુ. આમ પોતાની નાની ઉંમરમાં જ તે આધ્યાત્મિકતામાં આગળ વધતા હતા. સમય જતા તેમનાં ગુરુનાં વચને તેમણે દેવળદે' સાથે લગ્ન કર્યા અને પરણીને ગૃહસંસાર શરૂ કર્યો.

દેવાયત પંડિતે સૌરાષ્ટ્રના પાંચાળ પ્રદેશમાં આશ્રમ સ્થાપેલો. જયાં તેઓ ધાર્મિક પ્રવૃત્તિઓ કરતા તેમજ લોકોને જ્ઞાન તેમજ ઉપદેશ આપતા હતા. તેમની સાથે તેમના પત્ની પણ ધર્મપારાયણ હતા અને પોતાના પતિ દેવાયતને દરેક ક્ષેત્રમાં સાથ આપતા હતા. સમયનાં વહેણ સાથે તેમના જ્ઞાન અને કીર્તિ અનેક ગણા વધ્યા. આમ પોતાની કીર્તિ વધતા દેવાયત પંડિતને મોટાઈનો ગર્વ ચડવા માંડયો હતો.

દેવાયતનાં પત્ની દેવળદે'એ પોતાના પતિનો અહમ્ ઉતારવાની ઘણી કોશિષો કરી જોઈ, પણ તેમાં નાકામિયાબ રહ્યા. એક દિવસ દેવાયત પંડિતે દેવળદે'ના ચારિત્ર્ય ઉપર શંકા કરી. દેવળદે' સ્ત્રી હતા પણ પોચા ન હતા. તે સ્વમાની, ધૈર્યવાન અને હિંમતવાન હતા જેથી તે પોતાના પતિનું ઘર ત્યજીને ચાલી નીકળ્યાં.

દેવાયત પંડિતના ભજનોમાં કરવામાં આવેલી ભવિષ્યવાણી અને અગીયારમી સદીમાં થઈ ગયેલ મેઘવાળ સમાજના ધર્મગુરુ મામઈદેવ દ્વારા કરવામાં આવેલ આગમવાણીમાં સંપુર્ણપણે સમાનતા રહેલી છે,

જેમાં ભગવાન શ્રી કૃષ્ણના હવે પછી થનારા નકળંક અવતાર પર વિસ્તાર પુર્વક વર્ણન કરવામાં આવેલ છે.

ગુજરાતી ભજન સાહિત્યમાં તેમનું મુખ્ય યોગદાન "આગમવાણી" છે. આગમ એટલે આગાહી. તેઓ એ ભજન સાહિત્યના માધ્યમથી અનેક આગાહીઓ કરેલી. જે આજના સમયમાં પણ સચોટ મનાય છે

     આપણે ત્યાં ઘણાં એવા ત્રિકાળજ્ઞાની સંતો થઈ ગયા છે કે તેનું બોલેલું સાચું પડે છે અને એ ભવિષ્યના એંધાણ આપે છે. આવા ભજનો આગમવાણી કહેવાય છે. આવી આગમભાખનારા ભગતોની એક પરંપરા છે. તેમાં ખાસ કરીને અધ્યાત્મ જીવનની આગમવાણી થાય છે.

     ઘણાં એવા સંતો હતા જેમણે ભવિષ્યમાં દેશ-પ્રદેશ-દુનિયામાં શું થશે તેની પણ ભવિષ્યવાણી કરી છે. તેમાં આજે આપણે જોઈશું ગુજરાતના એક એવા સંત જેણે અમદાવાદ વિશે કરી હતી આવી ભવિષ્યવાણી.

દેવાયત પંડિતનું નામ આગમવાણી કરવામાં એ ત્રણ લોકોમાં ગણાય છે જેમાં સરવણ ઋષી, સહદેવ જોષી અને પછી દેવાયત પંડિત હતા જેના લેખા જોખા સાચા જ પડતા હતા. 

ધર્મના બંધનોને પાર કરીને માનવીય મહોબ્બતનો માર્ગ ખોલનાર આ ઓલિયો જ્યારે તંબૂર હાથમાં લઈને ભવિષ્યની વાણી ભાખતા ત્યારે તેના મુખમાંથી પડતો સાદ ભવિષ્યની વાતો લઈને આવતો. અહીં તમે જોઈ શકો છો કે તેણે કરેલી ઘણી વાતો આજે પણ સાચી પડી રહી છે.

    દેવાયત પંડિત જણાવે છે તેના એક ભજનમાં ભવિષ્યમાં દુનિયામાં શું-શું થઈ શકે છે, તેની સાથે તેમણે અમદાવાદ વિશે પણ ભવિષ્ય ભાખ્યું છે તે જાણીએ :

આગમવાણી:

દેવાયત પંડિત દા’ડા દાખવે, સુણી લ્યોને દેવળદે સતીનાર,

આપણા ગુરૂએ આગમ ભાખિયા, જુઠડાં નહિ રે લગાર,

લખ્યા રે ભાખ્યા રે સોઈ દિન આવશે.

[દેવાયત પંડિત આ ભવિષ્ય વાણી દેવળ દે નારને સંભળાવે છે. તે ભવિષ્ય દર્શન માટે પોતાના ગુરુની વંદના કરીને કહે છે કે આ પરંપરા તેને ગુરુ પાસેથી મળી છે.]

પહેલા પહેલા પવન ફરુકશે, નદીએ નહિ હોય નીર,

ઓતર થકી રે સાયબો આવશે, મુખે હનમો વીર.

[પહેલા પહેલા પવન ફરુકશે એટલે કે વાવાઝોડાં થશે, પછી નદીઓમાં પાણી ખૂટવા લાગશે. ઉત્તર દિશાથી સાયબો આવશે અર્થાત્ અહીં સાયબાનો અર્થ છે નકલંક અવતાર અર્થાત તેને કલ્કી રૂપે વિષ્ણુભગવાનનો અવતાર થશે તેવું માનવામાં આવે છે. તેના રથના મુખ પર હનુમાનજી બીરાજેલા હશે.]

ધરતી માથે રે હેમર હાલશે, સુના નગર મોઝાર,

લખમી લુંટાશે લોકો તણી, નહિ એની રાવ ફરિયાદ.

[ધરતી પર યુદ્ધના વાહનો ચાલવા લાગશે, નગર સૂનું થવા લાગશે. લોકોની લક્ષ્મી લૂંટાવા લાગશે છતાં કોઈ રાવ કે ફરિયાદ થઈ શકશે નહીં. સંપત્તિ અને સ્ત્રી બન્નેનો લક્ષ્મી દ્વારા સંકેત છે અને આજે આપણે જોઈએ છીએ કે બન્ને લૂંટાય છે છતાં કોઈ ફરિયાદ સાંભળવા તૈયાર નથી. આ દિવસો તો આવી જ ગયા છે.]

પોરો રે આવ્યો સંતો પાપનો, ધરતી માંગે છે ભોગ,

કેટલાક ખડગે સંહારશે, કેટલાક મરશે રોગ.

[તે કહે છે કે સંતો પણ પાપનો આસરો લેશે અને ધરતી ભોગ માગવા માંડશે. ધરતી માણસ, પશુ, પક્ષી, વનસ્પતિનો સંહાર કરવા લાગશે. યુદ્ધો થશે. ઘણાં રોગોથી મૃત્યુ પામવા લાગશે.]

ખોટા પુસ્તક ખોટા પાનિયા, ખોટા કાજીના કુરાન,

અસલજાદી ચુડો પહેરશે, એવા આગમના એંધાણ.

[પુસ્તકો ખોટાં પડશે એટલે કે જ્ઞાનીઓની કોઈ કિંમત રહેશે નહીં. કાજીના કુરાન પણ ખોટાં પડશે એટલે કે શાસ્ત્રો-ધર્મગ્રંથોની વાતો કોઈ માનશે નહીં તેવો અર્થ અહીં અભિપ્રેત છે. જે સાચો શૂરવીરો હશે તે બાયલાની જેમ બેસી જશે. આવા ભવિષ્યના એંધાણ પંડિતજીને દેખાઈ રહ્યા હતા]

કાંકરીએ તળાવે તંબુ તાણશે, સો સો ગામની સીમ,

રૂડી દીસે રળિયામણી, ભેળા અરજણ ભીમ.

[કહે છે કે કલકી અવતાર કાંકરિયા તળાવે તબૂં બાંધશે યુદ્ધ માટે અને અર્જુન અને ભીમ સાથે આવશે. આવા દિવસો આવશે કે કલકી અવતાર સીધા કાંકરીયા પાસે જ પોતાના યુદ્ધનું એલાન કરી શકે છે.]

જતિ, સતી અને સાબરમતી, ત્યાં હોશે શુરાના સંગ્રામ,

કાયમ કાળીંગાને મારશે, નકળંક ધરશે નામ,

[યોગીઓ ને સતીઓ પોતાના યોગ અને સતીત્વ મુકશે. અને સાબરમતીના કિનારે થશે શૂરાઓના સંગ્રામ. જે કાળા કામ કરનારા છે તેવા કાળિંગાઓ દુષ્ટોને મારેશે અને તેનું નામ હશે નકળંક. આવા દિવસો આવશે કે તે નકળંક નામે આવનાર અવતાર ખોટા કામ કરનારે સજા આપશે.]

ઓતરખંડેથી સાયબો આવશે, આવે મારા જુગનો જીવન.

કળિયુગ ઉથાપી સતજુગ થાપશે, એવું બોલ્યા દેવાયત પીર…

[ઉત્તર દિશામાંથી કલકી ભગવાન આવશે અને કળિયુગની દુષ્ટતાનો સંહાર કરી સતજુગની સ્થાપના કરશે આવા લેખા-જોખા દેવાયત પીર કરી રહ્યા છે.]

કનકાઈ માતાજી

Comments

Popular posts from this blog

Amul के साथ शुरू करें अपना बिजनेस, हर महीने होगी 5 से 10 लाख की कमाई

बेरोजगार हों या फिर नौकरीपेशा, अपना कारोबार करते हैं या करने की सोच रहे हैं तो आपके पास एक बेहतरीन मौका है. छोटे निवेश में हर महीने मोटी कमाई की जा सकती है. डेयरी प्रोडक्ट्स क...

Kailasa Temple (Ellora, Maharashtra)

architectural marvels and spiritual centers built over the last two millennia મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર (ભૂતપૂર્વ ઔરંગાબાદ) જિલ્લામાં આવેલું **ઇલોરાની ગુફાઓનું કૈલાશ મંદિર (ગુફા ક્રમાંક 16)** પ્રાચીન ભારતીય સ્થાપત્ય અને ઇજનેરી કળાનો એક અદ્ભુત નમૂનો છે. આ માત્ર એક મંદિર નથી, પરંતુ માનવ ઇતિહાસનું એક મહાન આશ્ચર્ય છે. નીચે આ ભવ્ય મંદિરનો ઇતિહાસ અને તેના વિશેની સંપૂર્ણ માહિતી વિગતે આપવામાં આવી છે. ## 1. કૈલાશ મંદિરનો ઇતિહાસ (History)  * **નિર્માણ કાળ:** આ મંદિરનું નિર્માણ **8મી સદીમાં (આશરે ઇ.સ. 756 થી 774 દરમિયાન)** થયું હતું.  * **શાસક:** રાષ્ટ્રકૂટ વંશના મહાન રાજા **કૃષ્ણ પ્રથમ (Krishna I)** દ્વારા આ મંદિર બંધાવવામાં આવ્યું હતું.  * **મુખ્ય હેતુ:** આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. રાજા કૃષ્ણ પ્રથમ હિમાલયમાં આવેલા ભગવાન શિવના નિવાસસ્થાન "કૈલાશ પર્વત" ને પૃથ્વી પર સાકાર કરવા માંગતા હતા, તેથી તેનું નામ 'કૈલાશ મંદિર' રાખવામાં આવ્યું. ### નિર્માણ પાછળની લોકવાયકા એક પૌરાણિક કથા અનુસાર, રાજા ખૂબ જ બીમાર પડ્યા હતા. રાણીએ ભગવાન શિવ પાસે પ્રાર્થના કરી કે જો રાજા સાજા થઈ જશે, ...

સાપુતારા

  આ સ્થળ ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલું છે. આ સ્થળ મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પર, સહ્યાદ્રિ પર્વતમાળામાં જંગલ વચ્ચે આશરે ૧૦૦૦ મીટર જેટલી ઉંચાઇ પર આવેલું છે. આ ક્ષેત્ર ડુંગરાળ અને જંગલ વિસ્તાર છે. અહીં ઉનાળા દરમિયાન પણ તાપમાન આશરે ૩૦ ડીગ્રીથી ઓછું રહે છે. જળાશય (નૌકાવિહાર સગવડ સાથે), રોપ વે, સાપુતારાનો સાપ, સનસેટ પોઇન્ટ, સનરાઇઝ પોઇન્ટ, નવાનગર (ડાંગી સંસ્ક્રૃતિનું દર્શન) તેમ જ ઋતુંભરા વિદ્યાલય વગેરે અહીંના જોવાલાયક સ્થળો છે. સાપુતારા સંગ્રહાલય: આ સંગ્રહાલયન આદિવાસી કલા અને સંસ્કૃતિ માટે વિખ્યાત છે. અહીં પ્રદર્શન મુખ્ય ૪ વર્ગોમાં વહેંચવામાં આવેલું છે આદિવાસી સંગીતવાદ્યો, આદિવાસી વસ્ત્ર, આદિવાસી દાગીના, ડાંગ વિસ્તારના પૂર્વ ઐતિહાસિક સાધનો વગેરેનો સમાવેશ થાય છે. સંગ્રહાલયમા લગભગ ૪૨૦ પ્રકારના પ્રદર્શન છે. બગીચા: રોઝ ગાર્ડન, સ્ટેપ ગાર્ડન. વનસ્પતિ-ઉદ્યાન: સાપુતારાથી ૪૯ કિ.મી. દૂર, ભારતભરમાંથી ૧૪૦૦ છોડની જાતો સાથે ૨૪ હેક્ટરમાં બગીચો આવેલો છે. ગિરા ધોધ: સાપુતારાથી ૪૯ કિ.મી. દૂર સાપુતારા-વઘઈ માર્ગ પર આવેલો છે. આ ધોધને પોતાનું આગવું સૌન્દર્ય છે. આશરે ૩...

આવતા ૧૦-૧૫ વર્ષમાં એક એવી પેઢી સંસાર છોડી ચાલી જશે. જેના ગયા પછી ખૂબ પસ્તાવો થશે. વાત કડવી છે પણ સત્ય છે.

  આવતા ૧૦-૧૫ વર્ષમાં એક એવી પેઢી સંસાર છોડી ચાલી જશે. જેના ગયા પછી ખૂબ પસ્તાવો થશે. વાત કડવી છે પણ સત્ય છે. આ પેઢીના લોકો બિલકુલ અલગ જ છે. રાત્રે જલ્દી સુવાવાળા, સવારે જલ્દી જાગવાવાળા,સવારના અંધકારમાં ફરવાનિકળવા વાળા આંગણાના ફૂલછોડને પાણી પીવડાવવાવાળા, દેવપૂજા માટે ફૂલ તોડવાવાળા, રોજ પાઠ પૂજા કરવાવાળા અને રોજ મંદિર જવાવાળા... રસ્તામાં મળવાવાળાને ખૂબ વાતો કરવા વાળા, તેમનું સુખ દુઃખ પૂછવાવાળા, બંને હાથ જોડી પ્રણામ કરવા વાળા, તેમજ સ્નાન વગર અન્ન નહીં ઉતારવા વાળા. તેમનો અલગ સંસાર..........વાર તહેવાર, મહેમાન, શિષ્ટાચાર, અનાજ, અન્ન, શાકભાજીની ચિંતા, તીર્થયાત્રા , રિતી રિવાજ અને સનાતન ધર્મ ની આગળ પાછળ ફરવાવાળા... જુના ફોન ના ડોગલા ઉપર જ મોહિત રહેવા વાળા, ફોન નંબર ની ડાયરી મેઇન્ટેઇન કરવાવાળા, રોંગ નંબરવાળા સાથે પણ સરસ વાત કરી લેવા વાળા, વર્તમાન પત્રોને દિવસમાં ત્રણ ચાર વાર ઉથલાવી ઉથલાવી વાંચવા વાળા...! હંમેંશા એકાદશી યાદ રાખવા વાળા, પૂનમ અને અમાસ યાદ રાખવાવાળા, ભગવાન ઉપર પ્રચંડ ભરોસો રાખવા વાળા, સમાજનો ડર પાળવા વાળા, જુના ચપ્પલ, ફાટેલી બંડી અને તૂટેલી દાંડીવાળા ચશ્મા પહેરવાવાળા...

What Is an NSE EGR?

 Key Takeaways  EGRs represent direct ownership of physical gold in SEBI-regulated vaults, while Gold ETFs are mutual fund units backed by gold held by the AMC, whose value tracks gold prices.  EGRs offer a unique facility to convert electronic holdings into physical gold; Gold ETFs generally do not offer physical redemption for retail investors.  Gold ETFs involve annual AMC expense ratios, whereas EGRs avoid these fees but may incur vaulting and trading charges.  Gold ETFs currently benefit from relatively higher market liquidity and established trading volumes compared to the evolving EGR segment.  Both are taxed as listed securities, with a 12-month threshold distinguishing short-term (slab rate) from long-term (12.5%) capital gains.  EGRs suit those wanting direct gold ownership and redemption options, while ETFs are ideal for investors seeking liquid, passive price exposure. Gold has long occupied a significant position in India’s investment land...

નાયડા ગુફાઓ દીવ

 દીવ એ ભારતના શ્રેષ્ઠ સ્થાનોમાંનું એક છે.  Video Advertisement દીવનું સૌથી અન્ડરરેટેડ ટૂરિસ્ટ આકર્ષણોમાંનું એક નાયડા ગુફાઓ. તે એક ફોટોગ્રાફરનું સ્વર્ગ છે.  દીવના કિલ્લાની બહાર સ્થિત, ગુફાઓમાં ટનલનું એક જટિલ નેટવર્ક અને વિશાળ પગથિયા જેવા માળખા છે. એવું માનવામાં આવે છે કે જ્યારે પોર્ટુગીઝ લોકો દીવ પર શાસન કરતા હતા, ત્યારે તેમણે બાંધકામ માટે ઉપયોગમાં લેવાયેલા વિશાળ ખડકલોના વિભાગો તોડી નાખ્યા હતા.  આ રીતે આખરે ગુફાઓનો આકાર થયો. આ કેન્દ્રશાસિત પ્રદેશ પર ચાર સદીઓથી પોર્ટુગીઝોનું શાસન હતું અને ભાષાથી માંડીને ખાદ્ય અને સ્થાપત્યની સંસ્કૃતિ સુધીની દરેક બાબતમાં વસાહતીઓનો સ્પષ્ટ પ્રભાવ છે. આ ગુફા કુદરતી પ્રકાશ માટે જાણીતી છે જે સ્થળને સુંદર બનાવે છે.

Rojgar samachar 5 August 2020

પરશુરામની ભૂમિ: વલસાડ જિલ્લામા આધ્યાત્મ અને ધાર્મિક સમન્વય

 પરશુરામની ભૂમિ: વલસાડ જિલ્લામા આધ્યાત્મ અને ધાર્મિક સમન્વય વલસાડ જિલ્લાને પરશુરામની ભૂમિ કહેવાય છે.આ જિલ્લામાં ધાર્મિક સ્થળો આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યા છે.વલસાડમાં તિથલ દરિયા કાંઠે જૈન સમુદાયનું શાંતિ મંદિર,ઓશોનું ધ્યાન કેન્દ્ર,સ્વાધ્યાય પરિવારનું પ્રાર્થના કેન્દ્ર ભક્તો અને શ્રધ્ધાળુઓ માટે મહત્વપૂર્ણ રહ્યું છે.વલસાડ જિલ્લાના છેવાડાના ઉમરગામ જિલ્લામાં સંજાણ બંદરે ઇરાનથી આવેલા પારસી સમુદાયનું આગમન થયું હતું.જેમાં ઉદવાડા સમગ્ર વિશ્વના પારસીઓનું કાશી તરીકે પ્રસિધ્ધ છે.પારસીઓ તેમની સાથે લાવેલા પવિત્ર અગ્નિ આતશ બહેરામ હજી પણ પ્રજ્વલિત છે.અહિં અગ્નિ મંદિર ઇરાન શાહ ટેમ્પલમાં દર વર્ષે દેશવિદેશમાંથી પારસીઓ આવે છે.બગવાડામાં જૈન સમુદાયના તિર્થધામ સમુ મંદિર છે.વલસાડમાં સમગ્ર ભારતમાં એક માત્ર છત વિનાનું શિવલિંગ મંદિર છે.જેને તડકેશ્વર મહાદેવ મંદિર તરીકે પ્રચલિત છે.છત વિનાના આ મંદિરમાં સ્વંયભૂ શિવલિંગ ઉપર સૂર્યના કિરણો પડે છે.જેના દર્શન માટે હજારો ભક્તો ઉમટે છે.આ ઉપરાંત વલસાડ દરિયા કિનારે સાંઇબાબાનું મંદિર સાઇ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે.તિથલ કિનારે સ્વામીનારાયણ ભગવાનનું અત્યંત ભવ્ય મંદિર આવેલુ...

તુલસીશ્યામ

હજારો વર્ષથી ભારતની પ્રજા ધર્મનાં સ્વાવલંબનથી જીવતી આવી છે. એથી એ ધર્મસ્થાનકોમાં પ્રજાજીવનનાં ઉત્થાન-પતન અને આશ્વાસ-નિશ્વાસ કંડારાયેલા પડયા છે. ભારતના પ્રજા જીવનનાં ઘડતરના પાયા એ ધર્મસ્થાનકોનાં ઇતિહાસ અને પુરાણોમાં પડ્યા છે. તેવુંજ ગિરનું પ્રાચીન અને રમણીય ધર્મસ્થાનક એટલે તુલસીશ્યામ. તુલસીશ્યામ એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયનાં જુનાગઢ જિલ્લાનાં ઉનાથી શહેરથી આશરે ૨૯ કિલોમીટર દુર જંગલ માર્ગે આવેલું છે. આ સ્થળ કુદરતી સૌદર્યથી ભરપુર છે કે જયાં ઘોડા ખેલાય છે, હરણાં કુદે છે, ભમરા મીઠો ગુંજારવ કરે છે, અને સિંહ ભયાનક ત્રાડો પાડે છે તેવા લીલા જંગલની વનરાઇઓથી સજાયેલ છે. આમ આ સ્થળ મનને શાંતિ આપે અને હરિલે તેવું છે. જયાં પહોચવા માટે ઉનાથી પાકા ડામર માર્ગે ધોકડવા અને જસાધાર થઇને પહોચી શકાય તેમજ જુનાગઢ શહેરથી તુલસીશ્યામ ૧૨૩ કિલોમીટર દુર છે જયાં વિસાવદર, સતાધાર, ધારી થઇને ડામર માર્ગે પહોચી શકાય છે તેમજ જુનાગઢથી કેશોદ, વેરાવળ, કોડીનાર અને ઉના થઇને પણ તુલસીશ્યામ જઇ શકાય છે. આ અંતર ૧૯૬ કિલોમીટર થાય છે. જે માર્ગે વંથલી, સોમનાથ, ગોરખમઢી અને પ્રાચી જેવા તીર્થો આવે છે. કહેવાય છે કે જાલંધર નામ...

Rojgar samachar 23.06.2021

 More posts from blog કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક ગુજરાત રોજગાર સમાચાર 2021 શું તમે જાણો છો કે પાળિયા મુખત્વે ૧૧ પ્રકારના હોય છે, ચાલો આજે પાળિયા ના પ્રકારો વિષે થોડું જાણીયે