Skip to main content

શ્રી કનકાઇ માતાજી મંદિર : ગીર

 



શકિતપુજા ભારતીય સંસ્કૃતિનું એક મહત્વનું પાસું છે. શકિત એટલે બળ.

 સમસ્ત લોકો ની શ્રધ્ધાનો આધાર એક યા બીજા સ્વરૂપે રહેલી શકિત પર અવલંબિત હોય છે.

 ગીરમાં આવેલું આ શ્રી કનકાઈ માતાજી નુ મંદીર શકિતપુજાનું એક ભાતીગળ અને નોંધપાત્ર સ્થળ છે. 

જ્યાં શીંગવડો સેંજલ નદીઓ વહેતી હોય, ચારે બાજુના ડુંગરા લીલી હરિયાળીથી ઓપતા હોય અને મોરલા ગળાનાં કટકા કરી કરીને “મલાર” આરાધતા હોય ત્યારે વનરાજીની વચ્ચેનાં આ ધર્મસ્થાને આવેલ યાત્રાળુ ઘડીભર તો સંસારની ઉપાધિઓ જરૂર ભુલી જાય છે.

શ્રી કનકાઈ માતાજીનું આ મંદીર એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયનાં જુનાગઢ જિલ્લામાં મધ્યગીરમાં આવેલું છે.

 જે તુલસીશ્યામથી આશરે ૨૨ કિલોમીટર દુર જંગલ માર્ગે આવેલું છે. આ સ્થળ કુદરતી સૌદર્યથી ભરપુર છે. આમ કનકાઈથી સાસણ ૨૪, વિસાવદર ૩૨, અને અમરેલી ૭૫ કિલોમીટર દુર આવેલ છે. 

મા કનકાઈ અઢાર વરણ ની કુળદેવી છે જેમા ખાસ કરીને ઉનેવાળ બ્રાહ્મણ, વૈંશ સુથાર જ્ઞાતિ માં પઢીયાર તથા વાઢીયા અને હાલાઇ લૉહાણા વગેરે જ્ઞાતિઓ નો સમાવેશ થાય છે.

વરસાદની ઋતુમાં વાહનવ્યવહાર નહિવત થઇ જાય .

તેમજ આ સ્થળે જવા માટે દિવસ દરમિયાન જવુ પડે છે કારણકે જંગલખાતાની ચેક પોસ્ટથી સાંજનાં ૭ વાગ્યા પછી અવર જવરની મનાઈ હોય છે. 

તેમજ સાસણગિરમાં સિંહોની વસ્તી હોવાથી જંગલમાં હિંસક પ્રાણીઓનો ભય હોવાથી સલામતી જાળવવી પડે છે.

 તો ચાલો જાણીયે ગીરની ગોદમાં આવેલા માં કનકાઈ ના આ શક્તિધામ વિષે.

શ્રી કનકાઇ માતાજી મંદિર નો ઇતિહાસ

માં કનકાઈનો જે ઈતિહાસ લોકકંઠે ગવાય છે તે મુજબ ઈસુની આઠમી સદીમાં થયેલા વનરાજ ચાવડાનાં પરિવારમાં કનક ચાવડા નામનો એક રાજા થઇ ગયો. તેણે ક્નકાઈ (કનકાવતી) નગરીની સ્થાપના કરી હતી. માં કનકાઈને આ નગરીના અધિષ્ઠાત્રી દેવી તરીકે સ્થાપ્યા હતાં.

બીજી એક લોકવાયકા એવી પણ છે કે, વળાના મૈત્રક વંશનાં મુળ પુરુષ કનકસેન અયોધ્યાનાં સુર્યવંશી રાજવી હતાં.

 તેણે સૌરાષ્ટ્રમાં વીરનગરમાં આવીને પરમાર રાજાને હરાવ્યો હતો. 

અને વંશજ વિજયસેને વિજયપુર (ધોળકા) વસાવ્યું. વિજયસેનનાં વંશજ ભટ્ટાર્કે વલભીપુરની સ્થાપના કરી. અને કનકસેને મધ્યગિરમાં આવીને કનકાવતી નગરી વસાવી. આથી તેને શહેરના અધિષ્ઠાત્રી દેવી તરીકે માં કનકાઈની સ્થાપના કરી હતી.

જીર્ણોધારનો ઈતિહાસ

શ્રી કનકાઈ મંદીરની જે તે સમયે સ્થાપના થયા પછી કાળબળની થપાટે જીર્ણ થયેલાં આ મંદીરને ઘણા બધા સમયના વ્હાણા વિતી ગયા. 

આ કનકાઈ મંદીરનો સૌપ્રથમ જીર્ણોધાર સંવત ૧૮૬૪ માં કરવામાં આવ્યો હતો. આ જીર્ણોધાર કોણે કરાવ્યો તેની ખાસ કાંઈ માહિતી નથી.

 ત્યાર બાદ લગભગ ૧૪૨ વર્ષ જેટલો સમય ચાલ્યો ગયો. લોકોમાં વધારે જાગૃતિ આવી અને ફરીથી આ મંદીરનો જીર્ણોધાર કરવા માટે વિક્રમ સંવત ૨૦૦૬માં એક સમિતિ ની રચના કરવામાં આવી. 

ત્યાર બાદ આ સમિતિએ જરૂરી ખર્ચની રકમ ભેગી કરી મંદીરનું કામ ચાલુ કર્યુ. અને સંવત ૨૦૦૮ એટલે કે તારીખ ૦૩/૦૩/૧૯૫૨ ને દિવસે ઉત્સાહભર્યા વાતાવરણમાં જે મુર્તિ જુના મંદીરમા હતી તે જ મુર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

શિખરબંધ મુખ્ય મંદીરમાં શ્રી કનકેશ્ર્વરી માતાજી બિરાજમાન છે. તેમજ આ સ્થાનકમાં શિવ, ગણેશ અને હનુમાનનાં મંદીરો પણ આવેલા છે.

 મંદીરની બરાબર નીચે શીગવડો નદી વહે છે. માતાજીના મંદીર પાછળ ભુદરજીનું મંદીર છે. તેની બાજુમાં પાંચેક પાળીયા ઉભા છે. આમ આ સ્થાનકનાં કનકેશ્વરી માતાજીને ઉનેવાળ બ્રાહ્મણ, આહિર, દરબાર અને મહારાષ્ટ્રનાં કીર્તિકર બ્રાહ્મણો કુળદેવી તરીકે પુજે છે. પ્રભાસક્ષેત્રનાં કેટલાક પુરોહિતો પણ કનકાઈ માતાજીને કુળદેવી તરીકે પુજે છે. કનકાઈ માતાજીના અન્ય મંદીરો અમરેલી જિલ્લામાં ચાવંડ, મહુવા પાસે તરેડ, સુત્રાપાડા પાસે વડોદર અને ભરૂચ પાસે શુકલતીર્થ માં આવેલા છે. આ કનકાઈ મંદીરમાં ચૈત્ર માસની નવરાત્રીનો તહેવાર ધામ ધુમથી ઉજવવામાં આવે છે. તેમજ પાંચમ થી આઠમ સુધીમાં ઘણા ભક્તો દર્શને આવે છે.

આ સ્થાનકમાં મંદીરોની ઉપરના ભાગમાં મોટું મેદાન આવેલુ છે. તેમાં બે બાજુ ફરતી ધર્મશાળાઓ બાંધવામા આવેલ છે. ઘણા સમય પહેલા આ મંદીરની જાળવણી માટે ટ્રસ્ટ્રની રચના કરવામા આવેલી છે. 

જેના પ્રયત્નોથી મદીરમાં રાત્રિ રોકાણ માટે રહેવાની સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ સ્થળના દર્શને આવેલ યાત્રિકોને સાંજના ૬ વાગ્યા પછી હિંસક પ્રાણીઓનાં ડરથી જગ્યામાં રોકી દેવામાં આવે છે. આમ આ સ્થળ કુદરતી સૌંદર્યથી ભરપુર છે જેથી કુદરતનાં ખોળે આળોટવા એક વખત દર્શને આવવું જોઈએ.

Comments

Popular posts from this blog

આપની સુરક્ષા હવે આપની આંગળી ના ટેરવે, ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ નું ડિજિટલ પગલું... ઈ એફ આઈ આર

 આપની સુરક્ષા હવે આપની આંગળી ના ટેરવે, ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ નું ડિજિટલ પગલું... ઈ એફ આઈ આર  વાહન/મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાવવા માટે હવે લાઈનમાં ઉભા રેહવાની જરૂર નથી. માત્ર QR Code સ્કેન કરીને Citizen First App ખોલી શકાય છે. Citizen First App કે સિટીઝન પોર્ટલ પર ઓનલાઇન eFIRની નોંધણી કરાવી શકાય છે. #eFIR #Mobiletheft #Vehicletheft  How to Register E-FIR for Vehicle and Mobile Theft. Download Citizen First App or login to https://t.co/YyMx71IjIk now. #efir #LINEtoONLINE pic.twitter.com/r3h7wuewFn — Gujarat Police (@GujaratPolice) July 25, 2022  કોઈ પણ પ્રકારના પોલીસ NOC ની જરૂર પડે ત્યારે હવે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. ગુજરાત પોલીસની સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ અથવા સિટીઝન પોર્ટલનો ઉપયોગ કરો અને ઘર બેઠા NOC મેળવો. https://gujhome.gujarat.gov.in/portal/webHP https://sourceoofknowledge.blogspot.com/2022/05/whatsapp-digilocker-feature.html

EPFO ; Employees Provident Fund Organization

 इम्प्लॉई प्रोविडेंट फंड ऑर्गेनाइजेशन (EPFO) के लाभार्थियों के लिए एक अच्छी खबर सामने आई है। EPFO ने वित्त वर्ष 2021-22 के लिए इंटरेस्ट जमा करने की प्रोसेस शुरू कर दी है। जिसके बाद अब जल्द ही EPFO के 7 करोड़ सब्सक्राइबर्स के अकाउंट में इंटरेस्ट का पैसा रिफ्लेक्ट होना शुरू हो जाएगा। इस बात की जानकारी EPFO ने हाल ही में ट्वीट कर दी है। इसी साल मार्च में EPFO ने 8.1% इंटरेस्ट रेट का ऐलान किया था, जो पिछले 40 सालों में सबसे कम ब्याज दर है। इस खबर में हम आपको बताने जा रहे हैं कि आप किस तरह अपने PF अकाउंट में आए इंटरेस्ट को चेक कर सकते हैं। वेबसाइट पर कैसे चेक करें अपना अकाउंट बैलेंस ? सब्सक्राइबर सबसे पहले EPFO की ऑफिशियल वेबसाइट epfindia.gov.in पर जाएं। अब सर्विस टैब पर जाएं। यहां आपको 'For Employees' सर्च और सिलेक्ट करना है। यहां से आप नए पेज पर पहुंच जाएंगे, जहां आपको 'Member Passbook' पर क्लिक करना होगा। और इसके बाद (UAN) और पासवर्ड एंटर करना होगा। पासबुक ओपन होने के बाद उसमें एम्प्लायर कंट्रीब्यूशन, इंडिविजुअल कंट्रीब्यूशन और इंटरेस्ट दिखेगा। इम्प्लॉई जो एक से ज्यादा कं...

રોજગાર સમાચાર 02.03.2022

 રોજગાર સમાચાર 02.03.2022 ડાયનોસોર પાર્ક ગુજરાત

5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો LIVE

  યોગી અદિત્યનાથ વહેલી સવારે પહોંચ્યા મંદિર ઉત્તરપ્રદેશ સહિતના પાંચ રાજ્યોમાં આજે વિધાનસભા ચૂંટણીના પરિણામો, UP ના મુખ્યમંત્રી યોગી અદિત્યનાથ વહેલી સવારે મંદિર પહોંચ્યા નેતાઓ ભગવાનના શરણે  ઉત્તરપ્રદેશમાં મતગણતરી અગાઉ ભાજપ નેતા રાજેશ્વર સિંઘ ચંદ્રિકા દેવી મંદિરે દર્શનાર્થે પહોંચ્યા 5 states election results Infogram

વાવાઝોડાની પરિસ્થિતિમાં તંત્ર દ્વારા અલગ અલગ સિગ્નલ આપવામાં આવે છે. દરેક સિગ્નલની એક વ્યાખ્યા હોય છે.

  વાવાઝોડાની પરિસ્થિતિમાં તંત્ર દ્વારા અલગ અલગ સિગ્નલ આપવામાં આવે છે. દરેક સિગ્નલની એક વ્યાખ્યા હોય છે.  1 નંબરનું સિગ્નલ હવા તોફાની કે સપાટીવાળી છે કે નથી. વાવાઝોડું આવશે કે નહિ તેની ચેતવણી આપતી નિશાની હોય છે.  2 નંબરનું સિગ્નલ વાવાઝોડું સક્રિય થયું છે. આ નંબરનું સિગ્નલ બતાવે છે કે બંદર છોડ્યા પછી દરિયામાં જતા જહાજોને સમુદ્રી બળનો સામનો કરવો પડશે.  3 નંબરનું સિગ્નલ સપાટીવાળી હવાથી બંદર ભયમાં છે. 4 નંબરનું સિગ્નલ વાવાઝોડાથી બંદર ભયમાં છે. પરંતુ અત્યાર સુધી ભય એવો ગંભીર જાણતો નથી, કે જેનાથી કોઈ સાવચેતીના પગલા લેવા પડે.  5 નંબરનું સિગ્નલ થોડા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરથી દક્ષિણ દિશા તરફ કિનારાઓ ઓળંગવા સંભાવ છે. જેથી બંદરમાં ભારે હવા સંભવ છે.  6 નંબરનું સિગ્નલ (ભય) 🚨 થોડા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરની ઉતર દિશા તરફનો કિનારાઓ ઓળંગવાનો સંભવ છે, જેથી બંદર ઉપર ભારે હવાનો અનુભવ થાય. 7 નંબરનું સિગ્નલ (ભય) 🚨 પહોળા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદર નજીક અથવા બંદરની ઉપર થઈને પસાર થવો સંભવ છે. જેથી બંદરને ભારે તોફાની પવનનો સામનો કરવો પ...

"સત્ય ધટના" - જે વાચીને તમે દંગ રહિ જશો, અત્યંત અદભૂત.......

  "સત્ય ધટના" - જે વાચીને તમે દંગ રહિ જશો, અત્યંત અદભૂત....... આ ધટના ગામ ભાતેલ મા જુના જમાનામા બનેલી છે ભાતેલ ગામ આખુ જાડેજા દરબાર નુ છે, બાકિ બે-બે પાચ-પાચ ઘર બ્રાહમણ, લોહાણા, ભરવાડ, ખવાસ, દરજી, સુથાર, વાણંદ, સીદિ બાદશાહ, હરિજન તથા બેક ઘર જાડેજા ના ભાણેજુ નાં. રેલમાર્ગે જામનગર થી દ્રારકા જતા જામ ખંભાળીયા પછે નુ પહેલુ સ્ટેશન ભાતેલ આવે છે  (તે જમાના મા ખંભાળીયા પછે નુ પહેલુ સ્ટેશન વિરમદડ આવતુ જે ૧૯૯૬ બાદ રેલ્વે ડિપાર્ટમેન્ટે તદન રદ કરેલુ છે) ભાતેલ ગામ તથા આજુબાજુના ગામો ની લોક વાયકા પ્રમાણે તથા ગામના ૯૦-૯૨ ની ઉંમર વટાવી ચુકેલા કે જે આ ધટના ના સાક્ષી છે તેમના મુખેથી સાંભળયા પ્રમાણે, આ વાત ૧૯૪૦ ની આસપાસ ની છે, તે સમયે બ્રોડગેજ રેલ્વેમા છુક છુકયા ( સ્ટીમ ) એંન્જીન ચાલતા, ભાતેલ ના રેલ્વેસ્ટેશન મા કાંન્તીલાલ સ્ટેશન માસ્ટર તરીકે ફરજ નીભાવતા જે હરીયાણા ના બ્રાહમણ હતા. એકલા રેહતા એટલે નોકરી પુરી થાય અને ફ્રિ હોય એટલે ગામ મા લટાર મારવા નીકળી જતા ને સ્વાભાવના એકદમ સરળ અને શાંત એટલે ગ્રામજનો સાથે હળતામળતા ને વાતોચીતો કરતા, ગામ ની સ્કુલ અને ગૌ શાળા ની બાજુમા એક જુના નાનકડા ઓટલા ઉપર બ...

rozgaar_24_10_2018.pdf

rozgaar_24_10_2018.pdf

ગુજરાત રોજગાર સમાચાર 9.03.2022

 ગુજરાત રોજગાર સમાચાર 9.03.2022 જામનગરમાં શરુ થશે ટ્રેડિશનલ મેડિસીન સેન્ટર,

IPO:पेटीएम इस साल बाजार में होगी लिस्ट,

  पेटीएम में बड़े निवेशक हैं 22,000 करोड़ रुपये जुटाने की योजना जानकारी के मुताबिक, पेटीएम में जो निवेशक हैं उसमें बार्कशायर हैथवे, सॉफ्टबैंक ग्रुप और एंट ग्रुप हैं। यह सभी बड़े निवेशक हैं। बार्कशायर दुनिया में शेयर बाजार के सबसे बड़े निवेशक वॉरेन बफे की कंपनी है जबकि सॉफ्टबैंक जापान की है और एंट ग्रुप चीन के अलीबाबा ग्रुप की कंपनी है। यह सभी पेटीएम को इस साल नवंबर तक लिस्ट कराने की योजना बना रहे हैं। माना जा रहा है कि दिवाली में इस कंपनी को शेयर बाजार में लाया जा सकता है। 2 से 2.20 लाख करोड़ रुपए वैल्यूएशन पेटीएम दरअसल वन97कम्युनिकेशन के तहत है। इसका वैल्यूएशन करीबन 2 से 2.20 लाख करोड़ रुपए है। वन97 कम्युनिकेशन बोर्ड इस मामले में शुक्रवार यानी कल मिलने की योजना बना रहा है और इसी मीटिंग में IPO को मंजूरी मिल सकती है। पेटीएम के IPO के लिए जिन बैंकर्स को चुना जाएगा उसमें मोर्गन स्टेनली, सिटीग्रुप, जेपी मोर्गन हैं। मोर्गन स्टेनली इसमें सबसे आगे है। इस IPO का प्रोसेस जून या जुलाई में शुरू हो सकता है। पुराने और नए दोनों शेयर जारी होंगे IPO में पहले के और नए शेयर दोनों को जारी किय...