Skip to main content

ઉનાઈ......રામાયણ સાથે જોડાયેલ સ્થળ..

 




મિત્રો, આજે હું તમને રામાયણ સાથે જોડાયેલી એક પવિત્ર સ્થળની માહિતી આપું છું.
સુરત શહેરથી લગભગ ૮૫ કિ.મી દૂર આવેલ નવસારી જિલ્લાનું પવિત્ર યાત્રાધામ ઉનાઈ ગામ વિશે જે "ગરમ પાણીના ઝરણાં " માટે જાણીતું છે. અહી લોકો માતાજીના દર્શન તેમજ ગરમ પાણીના કુંડમાં સ્નાન કરી ધન્યતાનો અનુભવ કરે છે.
એક દંતકથા અનુસાર ભગવાન શ્રીરામ, માતા સીતા અને લક્ષ્મણ જ્યારે દંડકારણ્ય માં રહેતા હતા ત્યારે એ જગ્યા પર એમને નાહવા માટેગરમ પાણી મળતું ન હતું .વરસાદના દિવસો હતા તેથી લાકડા પણ ભીના હતા.. માતા સીતા માટે ગરમ પાણીની સમસ્યા ઊભી થઈ.તેથી ભગવાન શ્રીરામે જમીનમાં બાણ મારીને જમીનને ચીરી નાખી.
તો ધરતી માએ એ જગ્યા પર ગરમ પાણીના ફુવારા છોડ્યા...થોડા સમય પછી ભગવાન શ્રીરામે સ્વયં સીતા માતાને પૂછ્યું, "શું તમે ન્હાયને આવ્યા?"તો માતાએ જવાબ આપ્યો, "હું નાય" (એટલે કે હું ન્હાયને આવી) માતાના આ શબ્દો (હું ન્હાય) પરથી ગામનું નામ " ઉનાઈ "પડ્યું. બીજી પણ એક દંતકથા છે
એ અનુસાર રામ લક્ષ્મણ અને સીતા માતા જ્યારે દંડકારણ્ય વનમાં આવ્યા ત્યારે શરબન ઋષિ પોતાની શક્તિ દ્વારા દુર્ગંધ મારતા કપડાને બદલતા હતા. લક્ષ્મણ એ જાણી ગયા, ત્યાં જ ભગવાન શ્રી રામ સમજી ગયા કે શરબન ઋષિ કોઈક મોટી બીમારીના કારણે પીડાય રહ્યા છે...
તેથી તેમણે એક બાણ મારીને જમીનને ભેદી નાખી.. એમાંથી પાણીના ફુવારા ઉડયા. એમાંથી એક મૂર્તિ સ્પષ્ટ બની.. જે ઉષા અંબાજી ના નામે સ્થાપના કરવામાં આવી. આ પાણીમાં સ્નાન કરીને સરબન ઋષિ મોટી પીડામાંથી મુક્ત થયા.. તેમજ માતા સીતાજીએ પણ ત્યાં સ્નાન કર્યું... આ ધાર્મિકસ્થાન ખૂબ જ મહત્વનું છે.


Comments

Popular posts from this blog

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨