Skip to main content

બનાસ નદીના કાંઠે વસેલું નાથદ્વારા

 રાજસ્થાન રાજ્યમાં આવેલું અરવલ્લી પર્વત વચ્ચે બનાસ નદીના કાંઠે વસેલું નાથદ્વારા ગામ વૈષ્ણવો માટેનું સૌથી મોટુ તિર્થ છે. પુષ્ટિ માર્ગના શ્રી ઠાકોરજી- શ્રીનાથજી બિરાજે છે.


ઉદયપુરથી ૫૫ કિ.મી.ઉત્તરમાં આવેલું આ ગામ બારે માસ વૈષ્ણવોથી ધમધમતુ હોય છે. નાથજી શ્રીજીબાવા વ્રજમાં શ્રી ગિરિરાજ ઉપર હવેલીમાં બિરાજતા હતા.

શ્રી નાથજીએ ડાકોરના બોડાણાને ડાકોર આવવાનું વચન આપ્યું હતું તેમ વૈષ્ણવ ભગવદીપ શ્રી અજબકુંવર બાઈને વચન આપ્યું હતું. કે તેઓ એના ગામ (જે મેવાડમાં હતુ) પધારીને બિરાજશે વ્રજમાં ૧૭૪ વર્ષ બિરાજ્યા પછી વ્રજ છોડવા બહાનું કાઢીને મેવાડ આજના નાથ દ્વારામાં આવ્યા. શ્રી નાથજીનો કાફલો રથ દ્વારા આવ્યા હતા.

આ કાફલો આજના નાથ દ્વારા માં સ્વત: રોકાઈ ગયો. આ જોઈ તિલકાયતશ્રીએ નક્કી કર્યું કે શ્રી નાથજીને અહીં જ બિરાજવું છે શ્રી નાથજી નાથદ્વારા ઇ.સ.૧૬૭૧માં પધાર્યા. ૧૮૦૩માં ઇન્દોરનો રાજા હાલકર નાથદ્વારા લુંટવાની આકાંક્ષાથી સૈન્ય સાથે આવ્યો હતો. આથી ત્યાના તિલકાયત શ્રીએ એક વર્ષ શ્રી નાથજીને ઘસ્પાડ પધરાવ્યા હતા. તે સ્થળ આજે પણ છે.

શ્રી નાથદ્વારા, દિવ્ય છે. પ્રભુની મોહક મૂર્તિ દર્શન કરનારને આનંદ આપે છે. વિશ્વ ભરમાંથી માણસો આવે છે. વાર- તહેવારે અન્નકુટ- હોળીએ લાખો વૈષ્ણવો આવે છે.

શ્રીજી બાવાના દર્શનથી મનના મનોરથો પુણ થાય છે. પ્રભુએ અનેકોના ચમત્કારીક કાર્ય પાર પાડયાં છે.

નાથ દ્વારાના મંદિરના દર્શનીય સ્થળો:

૧) ઘી તેલના, કુવાઓ (૨) સોના ચાંદીની ઘંટી (૩) શ્રીનાથજીનો રથ (૪) મોતી મહલ (૫) દુધ અને પાનઘર (૬) શ્રી કૃષ્ણ ભંડાર (૭) કમલ ચોક (૮) ધુવબારી (૯) શ્રી સુદર્શન ચકરાજ (૧૦) અશ્વશાળા (૧૧) શ્રી મહાપ્રભુજીની ભાવાત્મક બેઠક (૧૨) શ્રી નવજાત પ્રિયાજીનું મંદિર (૧૩) રતન ચોક (૧૪) ચૌપતે બાગ.

આ બધા સ્થળોનો અનેરો ઇતિહાસ છે. વૈષ્ણવો ગોવર્ધન પૂજાના ચોકથી દંડવત્ પ્રણામ કરી શ્રી નવનીત પ્રિયાના બગીચામાંથી થઈ પંખા ગલી, આડી ગલી, માલા ગલી , અનાર ચોક, કમળ ચોક થઈ પુરી પરિક્રમા કરે છે.

શ્રીનાથજીના મંદિર ઉપર નળિયાનું છાંપરું છે. આ છાપરાવાળી કોટડી જ અજબ કુંવર બાઈનું અસલ મકાન હતું. શ્રીજીબાવા અહીં કુંવરબાઈ સાથે ચોપાટ ખેલવા આવતા હતા. આ છાપરા ઉપર સિંટોની વચ્ચે બે કલશ છે. કલશના ઉપર સુદર્શન ચક્ર છે. વૈષ્ણવો આ ચક્રની પૂજા કરે છે. માન્યતા મુજબ આ ચક્રની પૂજા કરવાથી મનની ઇચ્છા પુણ થાય છે. ચંદ્રની ઉપર સાત જુદા જુદા રંગની ધજા લહેરાય છે.

આ ધ્વજાને વૈષ્ણવો શ્રી નાથજીના ભાવથી પોતાના શહેરમાં પધરાવે છે.

શ્રી કૃષ્ણ પ્રભુ પોતાની ઇચ્છાથી જ શ્રી નાથજી સ્વરૂપે પ્રકટ થયા છે. સ્વરૂપ કોઈ શિલ્પકારે બનાવ્યું નથી. વિ.સ. ૧૭૨૮ થી શ્રી નાથજી નાથ દ્વારામાં બિરાજે છે.

નાથદ્વારાની આસપાસ લાલ બાગ, કાંકરોલી એકલીંગજી શામળાજી ઋષભદેવજી, ધસ્યાડ ખીમનૌર, હલ્દીઘાટી, ચારભુંજાજી કુંભલ ગઢ છે.

નાથ દ્વારા મંદિરની ગૌશાળા દર્શનીય છે.

શ્રી નાથજીમાં પ્રભુની અષ્ટ, પ્રહરની સેવા છે (અષ્ટાયામ)

(૧) મંગળા (૨) શૃંગાર (૩) ગ્વાલ (૪) રાજ ભોગ (૫) ઉત્થાપના (૬) ભોગ (૭) સંધ્યા આરતી (૮) શયન.

નાથદ્વારામાં કહેવત છે કે મંગલા મુખી, સર્વદા સુખી,

આથી સવારે પરોઢિયે દર્શનમાં ખુબ જ ધક્કામુક્કી થાય છે.

અષ્ટસખામા મંગળાના કીર્તનકાર તરીકે પરમાનંદદાસજી છું.

નોંધ: નાથદ્વારા જવા અમદાવાદથી પંદર-વીસ પ્રાઈવેટ લક્ષઝરી બસો જાય છે.

શ્રી નાથજીનો દિવાળી અન્નકુંટ ઉત્સવ જાણીતો છે.

Comments

Popular posts from this blog

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨