Skip to main content

દરિયામાં ગરકાવ દ્વારકાના પણ હવે થશે દર્શન, સબમરીનથી જશે ભક્તો દરિયામાં

 ભગવાન કૃષ્ણની જળમગ્ન દ્વારકા નગરીને ધર્મસ્થળ તરીકે વિકસાવવા ગુજરાત સરકાર મોટા આયોજનમાં છે. રાજ્યનો પ્રવાસન વિભાગ સબમરીન મારફતે દ્વારકા શહેરની ટુર કરાવશે. સબમરીન લોકોને 300 ફૂટ નીચે અરબી સમુદ્રમાં લઈ જશે. લોકો દ્વારકા શહેરના અવશેષોના દર્શન કરી શકશે. બે કલાકની આ દર્શન યાત્રા માટે ગુજરાત સરકારે એક કંપની સાથે કરાર કર્યા છે. આ સાથે દ્વારકાની સાથે ગુજરાતનું પ્રવાસન પણ નવી ઉંચાઈએ પહોંચવાની આશા છે. હાલમાં દ્વારકા જતા પ્રવાસીઓ દ્વારકાધીશના જગત મંદિરની મુલાકાત લે છે અને આ મંદિર પર ધ્વજા ફરકાવે છે.





પ્રવાસન વિભાગે  જણાવ્યા અનુસાર ભગવાન કૃષ્ણની જળમગ્ન દ્વારકા નગરીના હવે દર્શન કરી શકાશે. આ વિશેષ લ્હાવા માટે સબમરીન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. લોકો સબમરીન દ્વારા બે કલાકમાં હાલના દ્વારકાથી જૂના દ્વારકા જશે. સબમરીનમાં 6 ક્રૂ મેમ્બર સાથે 24 પ્રવાસીઓ મુસાફરી કરી શકશે. જેમાં બે પાઈલોટ અને એક ગાઈડ ઉપરાંત એક ટેકનિશિયન રહેશે. સબમરીન 300 ફૂટની ઉંડાઈએ પહોંચશે ત્યારે લોકો દ્વારકાને પોતાની આંખે જોઈ શકશે. પ્રવાસન વિભાગના જણાવ્યા અનુસાર સબમરીનના સંચાલન માટે ભારત સરકારની મઝાગોન ડોક શિપયાર્ડ કંપની વચ્ચે કરાર કરવામાં આવ્યો છે. વાઈબ્રન્ટ સમિટમાં આની જાહેરાત કરવામાં આવશે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 10 થી 12 જાન્યુઆરી દરમિયાન વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.


Comments

Popular posts from this blog

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨