Skip to main content

ઈતિહાસમાં એક જ અદનો આદમી હશે કે આટલી મોટી આવક અને નામના દેશના ગરીબો માટે છોડી હોય..

 ગરીબોના મસિહા અસંખ્ય દર્દી ઓ ને બિમારીના બિછાનેથી દોડતા કરેલાનુ આજે દુઃખદ નિધન... 

આ માણસ ડોલરને બદલે દુવા કમાવા માટે ધિકતી નહી પણ એ સમયે કેનેડામાં સૌથી મોટી કમાણી તેના નામે હતી તેને છોડીને સાવ મફતમાં ગરીબોની સેવા કરવા ભારત આવી ગયા હતા આ કદાચ દેશના ઈતિહાસમાં એક જ અદનો આદમી હશે કે આટલી મોટી આવક અને નામના દેશના ગરીબો માટે છોડી હોય.. 

તેના કેનેડાના હોસ્પિટલમાં યોજાયેલા વિદાય સમારંભમાં તેના સાથી ડોકટરોએ કહયુ હતુ કે "ડો. ત્રિવેદી આ દુનિયાનો ગાંડામાં ગાંડો માણસ છે કે જે કેનેડાનો સૌથી વધારે આવક ધરાવતો અને દુનિયામાં ખ્યાતનામ કિડની નિષ્ણાંત ની નામના ધરાવતો માણસ આ બધુ છોડીને નફાને બદલે નુકસાન કરવા જઈ રહ્યા છે  "

            ડો. ત્રિવેદી જયારે કેનેડા છોડયુ ત્યારે તેનુ કેનેડાનુ મકાન વેચવાની વાત આવી તો કાયમી તેની સાથે ચાલવા આવતા તેના પાડોશી એવા એક દરજી એ તેને એક વખત કહેલુ કે તમે મકાન વેચો તો મારે ખરીદવુ છે આ વાતને ડો. ત્રિવેદીએ યાદ રાખી અને કરોડોમાં જેના ખરીદદારો લાઈનમાં હતા છતાં ડો. ત્રિવેદીએ એ દરજીને બોલાવીને કિધુ કે આ મકાન તમારે ખરીદવાનુ છે તો આ દરજીના શબ્દો હતા કે "સાહેબ મારી કોઈ કેપેસિટી નથી કે હું વાત કરી શકુ મકાન ખરીદવાની તયારે ડો. ત્રિવેદી કહે છે "કેટલા પૈસા છે તમારી પાસે "તયારે દરજીએ કિધુ કે  " મારી પાસે ખાલી 188 ડોલર છે "અને આ વાત શાંભળીને ડો. ત્રિવેદી કહે છે કે " બસ આટલાજ પૈસામાં જ મારે વેચવુ છે  " અને એ મકાન તેને મફતમાં જ આપ્યુ ગણાય. આ મહાન વિભુતી એટલે જ ડોલર સામુ ના જોયુ અને તેના ઉચ્ચ વિચારે તેને ગરીબોની સેવામાં બાકીનુ જીવન વ્યતીત કરવાનુ નક્કી કર્યું અને કાયમી ભારત આવી ગયેલા. 

પોતાના જીવનમાં 5 હજારથી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરનાર ખ્યાતનામ ડોક્ટર એચ.એલ. ત્રિવેદીની તબિયત હાલ ખરાબ હતી. 90 વર્ષના ડો. એચ એલ ત્રિવેદીને અમદાવાદની કિડની હોસ્પિટલના ત્રીજા માળે આઈસીયુમાં દાખલ કરાયા હતા. આજે તેણે આપણા વચચેથી અણધારી વિદાઈ લીધી.  દેશભરમાં પ્રતિષ્ઠિત આ કીડની હોસ્પિટલની સ્થાપના જ એચ.એલ. ત્રિવેદીએ કરી છે.

લોકોની સેવા માટે વિદેશથી ગુજરાત પાછા આવ્યા

ગુજરાતના ઘણા ડોક્ટર્સે વિશ્વભરમાં નામના મેળવી છે, તેમાં ડોક્ટર એચ.એલ. ત્રિવેદીનું સ્થાન વિશિષ્ટ છે. એચ.એલ. ત્રિવેદી વિદેશમાં પોતાની ધીખતી પ્રેક્ટિસ, પ્રતિષ્ઠા અને પૈસો છોડી વતનના લોકોની સેવા કરવા માટે પરત ફર્યા હતા .અમદાવાદની Institute of Kidney Diseases and Research Centerના ભૂતપૂર્વ ડિરેક્ટર એચ. એલ. ત્રિવેદીનું નામ હરગોવિદ લક્ષ્મીશંકર ત્રિવેદી છે. તેમણે બી જે મેડિકલ કોલેજમાં અભ્યાસ બાદ યુએસમાં નેફ્રોલોજીનો અભ્યાસ કર્યો હતો. તેઓ યુએસ અને કેનેડામા 10 વર્ષ પ્રેક્ટિસ બાદ 1990ના વર્ષમાં ગુજરાતના દર્દીઓની સેવા કરવા પરત ફર્યાં હતા.

30 વર્ષમાં 5 હજારથી વધુ ઓપરેશન્સ કર્યા

ભારતભરમાં ન હોય તેવી કિડની હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર અમદાવાદમાં ઉભું કરનાર એચ એલ ત્રિવેદીના નેતૃત્વમાં 25-30 વર્ષમાં 5000 કરતા વધારે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે. આશરે 125 ડોક્ટર્સ અને 600નો સ્ટાફ ધરાવતી અમદાવાદની કિડની આ ઈન્સ્ટિટ્યૂટ આજે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. એટલું જ નહીં ડો. ત્રિવેદીનો જન્મદિવસની પણ કિડની દર્દી કલ્યાણ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ભારત સરકાર દ્વારા એચ એલ ત્રિવેદીને વર્ષ 2015માં પદ્મશ્રી એનાયત કરી નવાજવામાં આવ્યા હતા.

એચ એલ ત્રિવેદી પાસે અમેરિકા જવા નહોતા પૈસા

– સુરેન્દ્રનગર જિલ્લાના ચરાવડા ગામે જન્મેલા હરગોવિંદભાઈ ત્રિવેદીના પિતા લક્ષ્મીશંકર શિક્ષક હતા.

– પહેલાથી જ ભણવામાં તેજસ્વી હરગોવિંદભાઈને ઘણીવાર 100માંથી 100 માર્ક મળેલા છે.

– ધોરણ બાર બાદ અમદાવાદની બી જે મેડિકલ કોજેલમાં અભ્યાસ કર્યો.

– વિદેશ ભણવા જવા ઘણી યુનિવર્સિટીઓમાં પ્રવેશફોર્મ ભર્યાં અને સાથે એક પત્ર પણ લખ્યો.

– એચ એલ ત્રિવેદીએ પત્રમાં લખ્યું હતું કે, તમે મને પ્રવેશ આપો તો એરફેર પણ આપવું પડશે, મારી પાસે પૈસા નથી.

– જો કે તેમની ઉજ્જવળ કારકિર્દી જોઈને અમેરિકાની એક યુનિવર્સિટી પ્રવેશ સાથે ટિકિટ પણ મોકલાવી.

– ગુજરાતથી અમેરિકા ગયેલા ત્રિવેદીએ Cleveland Clinicમાં નેફ્રોલોજીમાં અભ્યાસ કર્યો.

-કેનેડામાં કેનેડામાં આઠ વર્ષ કરી પ્રેક્ટિસ અને 1990માં ગુજરાત પરત ફર્યા

– અમદાવાદમાં શરૂ કરી કીડની હોસ્પિટલ, 30 વર્ષમાં 5 હજારથી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશન્સ કર્યા

આ મહા માનવ ને ભાવભીની શ્રધ્ધાંજલિ.. લાખ લાખ વંદન...



Comments

Popular posts from this blog

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨