Skip to main content

જામનગરમાં શરુ થશે ટ્રેડિશનલ મેડિસીન સેન્ટર,

 જામનગર ખાતે વિશ્વના સૌપ્રથમ ‘WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન’ ની સ્થાપનાને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય કેબીનેટમાં મંજૂરી આપવામાં આવી જેનાથી ગુણવત્તાસભર પરંપરાગત ઔષધીઓના ક્ષેત્રે ગુજરાતને વૈશ્વિક નકશા પર ગૌરવપૂર્ણ સ્થાન પ્રાપ્ત થશે.


કેન્દ્રીય કેબિનેટની આજરોજ મળેલી બેઠકમાં ગુજરાતના જામનગરમાં  WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર શરુ કરવાનો નિર્ણય લેવાયો છે. 2020માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ભારતમાં ગ્બોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાની જાહેરાત કરી હતી તે માટે ભારત સરકાર સાથે કરાર પણ થયા હતા. જામનગરમાં શરુ થનાર આ સેન્ટર દુનિયાનું પહેલું એવું સેન્ટર હશે કે જેમાં પરંપરાગત ધોરણે આયુર્વેદ દવાઓ બનાવવામાં આવશે. 

દુનિયાનું પહેલું ટ્રેડિશનલ મેડિસીન સેન્ટર હશે 
ભારતમાં વિશ્વના પ્રથમ ડબ્લ્યુએચઓ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાની જાહેરાત ડબ્લ્યુએચઓ દ્વારા ૨૦૨૦ માં કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે આ વખતે આયુષ મંત્રાલયને 3050 કરોડ રૂપિયા આપ્યા છે. તે વિશ્વનું પ્રથમ અને એકમાત્ર ડબ્લ્યુએચઓ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન, ખાસ કરીને આયુર્વેદ હશે. આની સીધી અસર દેશમાં પારંપરિક ચિકિત્સા ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની સાથે-સાથે તેમાં રોકાણમાં પણ જોવા મળશે. આ આયુર્વેદને માત્ર એક સારો તબીબી વિકલ્પ જ નહીં બનાવે, પરંતુ વૈશ્વિક તબીબી ક્ષેત્રે પણ ભારતને તેની પોતાની વિશેષ ઓળખ બનાવશે.





Comments

Popular posts from this blog

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨