Skip to main content

ગુજરાત બજેટ 2022: બોટાદ,વેરાવળ,જામ ખંભાળિયામાં નવી મેડિકલ કોલેજના નિર્માણની જાહેરાત

 



બાળકો માટે સરકારનું મોટું એલાન


બાળકો માટે ખાસ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. સ્કુલ્સ ઓફ એક્સિલન્સ પ્રોજેક્ટ હાથ ધરાશે. વિશ્વ બેંકના સહયોગથી 10000 કરોડના ખર્ચે મોડેલ સ્કુલ ઉભી કરાશે. 70 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓને લાભ મળશે તેમ નાણામંત્રીએ બજેટમાં જાહેરાત કરી હતી.


સગર્ભા મહિલાઓ માટે પણ કરાયા મહત્વના એલાન 


સગર્ભા માતાને બાળકોમાં પોષણ માટે નાણાકીય જોગવાઈ કરવામાં આવી હોવાનું જણાવતા નાણાં પ્રધાને કહ્યુ કે, 4 હજારના ખર્ચે વિના મૂલ્યે 1000 દિવસ સુધી અપાશે પોષણક્ષમ આહાર આપવામાં આવશે.


ખેડૂતો માટે મહત્વની જાહેરાત 


ગુજરાતમાં ખેડૂતોની આવક વધારવા માટે સરકાર સક્રીય હોવાનું જણાવતા નાણાં પ્રધાને કહ્યુ કે, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે,ગુજરાતના કૃષિ કલ્યાણ અને સહકાર ક્ષેત્ર માટે 7737 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં પાકકૃષિ વ્યવસ્થાની વિવિધ યોજનાઓની જોગવાઈ માટે 2310 કરોડની જોગવાઈ કરવામાં આવી છે..


બાગાયતી ખાતા માટે પણ કરાઈ મહત્વની જાહેરાત 


બાગાયત ખાતાની યોજનાઓ માટે રૂ. 369 કરોડ રૂપિયાની જોગવાઇ. કમલમ્ (ડ્રેગન ફ્રુટ)ના વાવેતર વિસ્તારમાં વધારો થાય તે માટે 10 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.તો આ સાથે જ મધ ક્રાંતિને વેગ આપવા રાજ્યના 10 હજાર ખેડૂતોને મધ ઉત્પાદનમાં જોડવા 10 કરોડ રૂપિયાની જોગવાઈ કરાયેલ છે. 


રાજ્યના પશુપાલકો માટે કેટલીક નવી યોજનાની જાહેરાત


પશુપાલકો માટે મુખ્યમંત્રી પોષણ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના માટે 500 કરોડની જોગવાઈ કરવામાં આવી હોવાનું નાણાં પ્રધાને જાહેરાત કરી હતી.


બજેટમાં કરાયેલી જાહેરાતો સમજો ટૂંકમાં


બોટાદ,વેરાવળ,જામ ખંભાળિયામાં નવી મેડિકલ કોલેજના નિર્માણની જાહેરાત

કુપોષણ નિવારણ માટે 4 હજાર કરોડની ફાળવણી

સર્ગભા અને ધાત્રી માતાઓને 1 હજાર દિવસ સુધી વિનામૂલ્યે જરૂરી ખોરાક અપાશે

તુવેર દાળ 1 કિલો,2 કિલો ચણા,1 કિલો ખાદ્ય તેલ માતાને અપાશે

કૃષિક્ષેત્રે 7737 કરોડની ફાળવણી

ખેડૂત અકસ્માત વિમા યોજના હેઠળ 81 કરોડની જોગવાઈ

પશુપાલકોને ટૂંકી મુદતના ધિરાણ પર વ્યાજ રાહત માટે ૩૦૦ કરોડ

મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના હેઠળ નાના ગોડાઉન બનાવા 142 કરોડની જોગવાઈ

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની રચનાની જાહેરાત

કૃષિ ઉત્પાદન માટે 100 કરોડની જોગવાઈ

ખેડૂતોને ખરીફ,રવિ તેમજ ઉનાળુ પાક માટે વ્યાજ રાહતની 1250 કરોડની જોગવાઈ

એગ્રો અને ફૂડ પ્રોસેસિંગના એકમોને સહાય આપવા 100 કરોડની જોગવાઈ

મધ ક્રાંતિને વેગ આપવા 10 કરોડ ફાળવાયા

 કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ માટે 8 કરોડ ફાળવાયા

કામધેનુ યુનિવર્સિટીના સંચાલન-સંશોધન માટે 137 કરોડની જોગવાઈ

માછીમારોને મળતા રાહત દરના ડિઝલની મર્યાદામાં બે હજાર લીટરનો વધારો કરવાની જાહેરાત

માછીમારો માટે હાઈસ્પીડ ડિઝલ વેટ રાહત યોજના માટે 230 કરોડની જોગવાઈ

 સાગર ખેડૂઓને ટૂંકી મુદતના ધિરાણ પર વ્યાજ સહાય આપવા 75 કરોડની જોગવાઈ 

નવા બંદરના વિકાસ માટે 201 કરોડની જોગવાઈ

વેરાવળ-2,માઢવાડ,પોરબંદર-2 અને સૂત્રાપાડા બંદરના વિકાસ માટે ફાળવણી

Comments

Popular posts from this blog

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨