ડાંગઃ જિલ્લાના જાણીતાં રામભક્ત શબરીના ધામથી 7 કી.મી દૂર જારશોળ ગામ નજીક આવેલ પંપા સરોવર રામાયણ કાળની વાતો સાથે જોડાયેલ સ્થળ છે. લોકવાયકા મુજબ માતંગ ઋષિ અહીં તપ કરતાં હતાં. તે દરમિયાન માતંગ ૠષિની શિષ્યા માતા શબરી ગુરુની સેવા કરતાં હતાં. અવસાન પહેલાં માતંગ ઋષિએ માતા શબરીને જણાવ્યું હતું, કે તેમને અવશ્ય ભગવાન રામના દર્શન થશે. ગુરુના નિધન પછી માતા શબરી ભગવાન રામની પ્રતિક્ષામાં ઘણાં વર્ષો આશ્રમમાં રહ્યાં અને રામભજન કરતાં રહ્યાં. વર્ષો વીત્યા બાદ ભગવાન રામ લંકા જતી વખતે રસ્તામાં તેમનાં આંગણે પધાર્યા હતાં જે આજે શબરીધામ તરીકે ઓળખાય છે.
Video Advertisement
Comments
Post a Comment