Skip to main content

જામનગરની પ્રજાએ કુંવર અજાજીના મૃત્યુનો શોક અઢીસો વર્ષ પાળીને રાજભક્તિ દર્શાવી..

 મીરઝા અઝીઝ કોકની રાહબરી નીચે- અકબરની ફોજ ધ્રોળ સુધી આવી પહોંચી. ભૂચર મોરીના વિશાળ મેદાનમાં જામ સતાજી લાવલશ્કર લઇને આવી પહોંચ્યા. પ્રચંડ તાકાત અને વિશાળ સૈન્ય બળ ધરાવતી બંને ફોજ વચ્ચે ભીષણ યુદ્ધનો રંગ જામ્યો. શૂરવીર રાજપૂતો રણમેદાનમાં ખાંડાના ખેલ ખેલવા માંડ્યા. હાથીઓની હિબસુ બોલવા માંડી, ઊંટ ગાંગરવા માંડ્યા. અશ્વોની હણહણાટી અને તોપગોળાના અવાજ સંભળાવા માંડ્યા. લડાઇ લાંબી ચાલી. મોગલોનું સૈન્ય જંગી હતું. ચોમાસાની ૠતુ હોવાથી કાદવ કીચડ અને નદીનાળાંથી છલકાતી ધરતી પર શાહી સૈન્યને જામના લશ્કર સામે વ્યૂહરચનામાં ફાવટ ન આવી. વળી જામશ્રીએ બાદશાહી લશ્કરને મળતી ખોરાક અને યુઘ્ધની મળતી તમામ સામગ્રીનો પુરવઠો અટકાવી દીધો. બાદશાહનું લશ્કર મુશ્કેલીમાં મૂકાઇ ગયું. સોરઠી તવારિખના કર્તા દિવાન રણછોડજી નોંધે છે કે ‘તે વખતે બાદશાહી છાવણીમાં એક રૂપિયે શેર અનાજ વેચાતું હતું.’ સીધી લડાઇને બદલે સામસામા છૂટાછવાયા હૂમલા શરૂ થયા. બાદશાહનો સુબો અઝીઝ કોક અને તેના સાથીદારો બે ત્રણ મહિનાની લાંબી લડાઇથી છેવટે કંટાળી ગયા. રાજપૂતોએ રાતવરતના છાપા મારી બાદશાહના લશ્કરમાં અસંખ્ય હાથી, ઘોડા ને ઊંટ લૂંટી લીધા.


આથી થાકીને બાદશાહના સુબાએ હળવદના રાજવી ચંદ્રસંિહ દ્વારા સમાધાની વાતો ચલાવી. સમાધાન થાય તો સુબાએ ૨ લાખ જામસતાજીને અને રૂા. એક લાખ ખાનગીમાં ચંદ્રસંિહને આપવાનું ઠરાવ્યું. આ બાબતની જાણ જૂનાગઢના દોલતખાન તથા લોમા ખુમાણને થતાં બંનેને ચંિતા થઇ પડી કે જો લડાઇમાં જામસતાજીનો વિજય થશે તો આપણાં રાજ્યોની સલામતી નહીં રહે. આથી એમણે અઝીઝકોકને ખાત્રી આપી કે પારોઠનાં પગલાં ભર્યા વિના યુઘ્ધ લડી લો. લડાઇ નિર્ણાયક બનતા અમારા લશ્કરો તમારી સાથે ભળી જશે. એ પછી સમાધાનની વાત પડતી મૂકી અઝીઝકોકે સતાજીને યુઘ્ધનું કહેણ મોકલ્યું. જામસતાજી પોતાના લશ્કર સાથે લડાઇમાં ઉતર્યા. ભયંકર લડાઇના પરિણામે અને લોમો ખુમાણ ૨૪ હજારનું સૈન્ય લઇ સુબા સાથે જોડાઇ ગયા. ત્રણ પ્રહર સુધી ચાલેલી ખુનખાર લડાઇ પછી જેસા વજીરે જામશ્રીને કહ્યું ઃ ‘દગાખારોએ દગો કર્યો છે. અમે રણસંગ્રામ ટકાવી રાખશું. આપ જામનગર પધારો અને રાજકુટુંબનો બંદોબસ્ત કરો. જામશ્રીને વાત વ્યવહારું લાગતા તેઓ હાથીના હોદ્દા પરથી નીચે ઊતરી ઘોડા માથે સવાર થયા અને થોડા અંગરક્ષકો સાથે જામનગર આવ્યા. એ વખતે કુમાર શ્રી અજાજીના તાજાં લગ્ન લેવાયા હોવાથી તેઓ જામનગરમાં જ હતા. લડાઇ ચાલુ છે તેની જાણ થતાં જ તેઓ જામશ્રીની રજા લઇ ૫૦૦ રાજપૂત જાનૈયા સાથે ભૂચર મોરીના મેદાનમાં આવી પહોંચ્યા.
અજાજીના અણધાર્યા આવવાથી જામસતાજીના લશ્કરમાં નવા પ્રાણ પુરાયા. બીજા દિવસે પ્રાતઃકાળે બંને સેનાઓ સામસામી ટકરાઇ. કુંવર અજાજીએ પોતાના પાંચસો યોઘ્ધાઓને કેશરિયા પોષાકથી સજ્જ કરી મરણિયા બની કેશરિયા કર્યા. હાથમાં તલવાર અને સાંગ લઇ ઘોડેસ્વાર થઇ વીજળી પડે એમ લશ્કર પર ત્રાટક્યા ઃ ‘આઝમ ક્યાં છે? આઝમ ક્યાં છે?’ એમ બોલી માર માર કરતાં બાદશાહનું અરઘુ લશ્કર ઓળંગી ગયા. આજમના હાથીની પાસે પહોંચી ઘોડાની વાઘ ખેંચીને પગની એડી મારતા તાલીમી ઘોડાએ ઝાડ થઇ બે પગ હાથીના દંતશૂળ પર માંડ્યા. કુંવરશ્રી સાંગનો જોરૂકો ઘા કર્યો. આઝમ અંબાડીમાં લોખંડની કોઠીમાં સંતાઇ ગયો. અંબાડી વીંધીને સાંગ આરપાર નીકળી ગઇ.
કુંવર શ્રી અજાજીના મહાયુઘ્ધનું વર્ણન કરતાં ‘વિભાવિલાસ’ના કર્તા કવિશ્વર વજમાલજી લખે છે કે હાથીઓના કુંભસ્થળોમાં પડતી તલવારો વાદળમાં સળાવા કરતી વીજળીની પેઠે ચમકવા લાગી. કુંવરશ્રી ઘોડાઓ સહિત અસ્વારોના બબ્બે કટકા કરવા લાગ્યા. નાગજી વજીર વગેરે ૫૦૦ યોઘ્ધાઓએ તલવારોની બટાઝોટી બોલાવવા માંડી. માથાં તડોતડ ઉડવા લાગ્યા. કેટલાંક ધડ લડવા લાગ્યાં. કેટલાક તરફડવા લાગ્યાં. જોગણીઓ લોહીથી ખપ્પર ભરવા લાગી. માંસાહારી પક્ષીઓને મિજબાની મળી ગઇ. રણક્ષેત્રમાં લોહીની નદીઓ વહેવા માંડી. જોગણીઓનાં ઝુંડેઝુંડ ફરવા લાગ્યાં. પીધેલા લોહીના રંગાડાથી જોગણીઓનાં મોઢાં ભયંકર લાગવા માંડ્યા. ગરંજો માંસના ગોળા ગળવા લાગી. શૂરવીરોને વરવા અપ્સરાઓ વરમાળ લઇ ઝળુંબી રહી. મનવાંચ્છીત વરો મળતાં ધૂંઘટા કાઢી છેડાછેડી બાંધી સ્વર્ગ તરફ ચાલવા લાગી. ભૈરવાદિ વીરો ડાક વગાડવા લાગ્યા. શંકર રૂંઢમાળ વાસ્તે માથાં વીણવા લાગ્યા.
ઓળખ થતાં મોગલ સૈનિકોએ મીંઢોળબંધા કુંવર અજાજી ઉપર એકસામટાં હથિયાર ચલાવ્યાં. તલવારનો ઝાટકો પડતાં અજાજીનું માથું ધડથી જુદું થયું. ભૂચર મોરીની લડાઇમાં અજાજી ઉપરાંત જેસો વજીર, ભાણદલ, મહેરામણજી, નાગડો વજીર અને ડાયો જેવા વીરપુરૂષો મરાયા. એક હજાર નાગડા બાવાઓ આ લડાઇમાં વીરત્વ બતાવીને ખપી ગયા. મહેરામણજીના ૧૪ દિકરાઓ કામ આવ્યા. સતાજીના લશ્કરનો સોથ વળ્યો. કહેવાય છે કે આ યુઘ્ધમાં બંને પક્ષે મરનારની સંખ્યા દસ હજાર ઉપરાંતની હતી. યુઘ્ધમાં સતાજીના ભત્રીજા, જમાઇ સહિત ૬૭ સગાઓ યુઘ્ધમાં મરણને શરણ થયા.
ભૂચર મોરીના મેદાનમાં અજાજી વીરગતિને વર્યા છે એવા માઠાં સમાચાર મળતાં રાણીસાહેબાને મળ્યા. એ વખતે સચાણાના ઈસરદાનજી બારોટના પુત્ર ગોપાલ બારોટે ઘવાયેલી સ્થિતિમાં ઘોડા પર આવી ને અજાજીની પાઘડી નવોઢા રાણીને આપી. પાઘડીના દર્શન થતાં જ એમને સત ચડ્યું. અજાજીનાં રાણી સૂરજકુંવરબા રથ જોડાવીને ભૂચર મોરીના રણક્ષેત્રમાં જવા નીકળ્યાં. એ વખતે મોગલ સૈનિકોએ રથને અટકાવવાની કોશિષ કરી, ત્યારે સૌરાષ્ટ્રના નેકટેકના દર્શન થયા. ધ્રોળના ભાયાતોએ જામસતાજી સાથેના મનદુઃખને કારણે યુઘ્ધમાં ભાગ લીધો નહોતો. તેમ છતાં આ સમયેપોતાનો ક્ષત્રિય ધર્મ યાદ કરી મુસલમાનોથી રાણીને બચાવવા મુસ્લિમોને પોતાના રીતરિવાજો સમજાવ્યા. પછી સૂરજકુંવરબાનો રથ યુઘ્ધના મેદાનમાં આવ્યો ત્યારે ધ્રોળના રાજપૂતોએ સતી થવા માટેની તેમની બધી તૈયારીઓ કરાવી દીધી. અહીં રણક્ષેત્રમાં સોઢાપુત્રી સૂરજકુંવરબા અજાજીના મસ્તકને ખોળામાં મૂકીને સતી થયા. ડૉ. પ્રદ્યુમ્ન ખાચર નોંધે છે કે ‘આ સૌરાષ્ટ્રની ખાનદાની હતી. આ રાજપૂતોની રખાવટ હતી કે ભલે દુશ્મનાવટ હોય કે અમુક સમયે મનદુઃખ હોય તો પણ સંકટ સમયે સૌ સાથે જ રહ્યા છે.’
અનેક શૂરવીરોની આહૂતિ પછી સૌરાષ્ટ્રની આ છેલ્લી અને સૌથી મોટી ભૂચર મોરીની લડાઇ વિ.સં. ૧૬૪૮ (ઈ.સ. ૧૫૯૨) શ્રાવણ વદી સાતમ (શિતળા સાતમ)ના રોજ સમાપ્ત થઇ. કુંવર અજાજી આ દિવસે સ્વર્ગે સિધાવ્યા હોવાથી એમના શોકમાં તે વખતના જામનગર રાજ્યની પ્રજાએ હાલાર પ્રદેશમાં શિતળા સાતમની ઉજવણી અને મેળા ભરવાનું બંધ કર્યું હતું. અજાજીના મૃત્યુનો શોક પાળી રાજભક્તિ બતાવી હતી. ૨૫૦ વર્ષ પછી જામ રણમલજીને ત્યાં પાટવી કુંવર બાપુભાનો જન્મ શ્રાવણ વદ સાતમને દિવસે થયો ત્યારે રાજ્યના હુકમથી એ તહેવાર પુનઃ ઉજવવાની શરૂઆત થઇ. એ પછી આજેય જામનગરમાં સાતમ આઠની સવારી ચડે છે અને મેળાઓ ભરી સાતમની ઉજવણી કરવામાં આવેછે.
ભૂચરમોરીની જગા પર જ્યાં યુઘ્ધ થયું હતું ત્યાં ઊંચા પગથાર ઉપર જામશ્રી અજાજીની દેરી છે. એમાં તેમનો ઘોડેસ્વાર પાળિયો છે. બાજુમાં સતીનો પાળિયો છે, જેમાં હાથનો પંજો છે. તે સૂરજકુંવરની ખાંભી છે. સંિદૂર લગાડવાને કારણે પાળિયા પરનો લેખ વાંચી શકાતો નથી. આ પાળિયા પર જામશ્રી વિભાજીએ દેરી ચણાવી જીર્ણોઘ્ધાર કર્યો તે વખતની વિગતનો શિલાલેખ આ દેરીમાં છે. તેની ઉપર ઉત્તર તરફની દિવાલે બાદશાહનો સુબો હાથી ઉપર બેઠો છે. જામ અજાજી પોતાના ઘોડાને કૂદાવી સૂબાને સાંગ મારે છે તેવું ચિત્ર આલેખ્યું છે. અજાજીની દેરીના પટાંગણમાં રામ, લક્ષ્મણ અને ભૂતનાથનાં નાના નાના મંદિરો આવેલાં છે.
દેરીની ઉત્તરે આઠ પાળિયા જમીન ઉપર છે. તેમાંનો એક જેસાજી વજીરનો છે. તેની હારમાં બીજા ચાર પાળિયા છે. તેનાથી થોડે દૂર ત્રણ ઊંચા પાળિયા છે. તેના પર ‘સંવત ૧૬૪૮ બરખે શ્રાવણ વદ ૮’ એટલું વંચાય છે. જામશ્રી અજાજીની દેરીથી દક્ષિણે છ પાળિયા છે. તેમાં બે ત્રણ અર્ધા તૂટેલા છે. દેરીની સામેની બાજુ પૂર્વમાં કાળા પથ્થરની અણઘડ ખાંભીઓ છે. તેના માથે સંિદૂર ચડાવેલું છે. આ ખાંભીઓ નાગાબાવાની જમાતની છે, એમ ત્યાંના મંદિરના પૂજારી કહે છે. અહીં રણમેદાનમાં કુંવર અજાજી, રાણી સૂરજકુંવરબા સહિત ૨૩ પાળિયા કોટના કંપાઉન્ડમાં છે. બહારના ભાગમાં બીજા આઠ પાળિયા જોવા મળે છે. એનાથી થોડે છેટે રખેહર ઢોલીની ખાંભી છે. બધા મળીને ૩૨ પાળિયાઓ આવેલા છે. જામનગર રાજ્ય તરફથી દર વરસે માણસો સંિદૂર ચડાવવા આવે છે ત્યાં કસૂંબો કરી ડાયરાને પાઇ ડાડાને ચોખાનું નેવૈદ્ય કરી અજાજી અને સૂજરકુંવરબાના પાળિયાનું પૂજન કરેછે.
જામશ્રી અજાજીની દેરીથી નૈૠત્ય ખૂણામાં ભૂચર મોરીમાં જે મુસલમાનો કામ આવ્યા તેમને દફનાવેલ છે. આ કબ્રસ્તાન ફરતી કાંટાળી વાડ છે. વચમાં બાંધેલો કૂવો છે. બાજુમાં મસ્જિદ છે. માત્ર આઠ જ કબરો હોવાથી એવું અનુમાન કરવામાં આવે છે કે એક મોટો ખાડો ગાળી તેમાં લાશોને દફનાવી તેના ઉપર સરદારોની આઠ કબરો બનાવી હશે!
બાદશાહ અકબરના દરબારના કવિ દુરશાજી આઢાએ અજાજીની વીરતા અંગે વીર અને શૃંગારરસ મિશ્રિત કાવ્ય રચ્યું છે જે ‘કુમાર શ્રી અજાજીની ભૂચર મોરીની ગજગત’ના નામથી સુપ્રસિઘ્ધ છે. રાજકવિ નારણદાનજીએ અજાજીને રંગ દેતાં લખ્યું છે ઃ
કુંવર અજો યુઘ્ધ આંગણે, સોંપી ક્ષાત્ર શરીર;
પૃથ્વી ભલકારો પામિયો, રંગ તને રણવીર.
ભૂચર મોરીની જગા વિશાળ અને બેઠી ધારડીવાળી હોવાથી આસપાસનો વિસ્તાર આવળ, બાવળ, બોરડી અને કેરડાથી છવાયેલો જોઇ શકાય છે. અહીં પગ મૂકતાં જ વીરભૂમિ હોવાનો અહેસાસ
થાય છે. સવા ચારસો વર્ષ પછીયે ખેલાયેલા માનવસંહારની ભીષણ લીલાના ભેંકાર પડછંદા અહીં સંભળાય છે. સુડતાલીસ હજાર સૈનિકોના તલવારોના વીજળી જેવા ઝબકારા, યુઘ્ધે ચડેલા ઝનૂની નાગડા બાવાઓની જમાતના ચિપિયાઓના ખણખણાટ, બૂંગિયા ઢોલ, નગારાંના ધોંસા અને મરણિયા બનેલા વીરોના હોંકારા પડકારાના પડઘા સંભળાય છે. રણક્ષેત્ર સૂનું પણ ભયાનક ભાસે છે.
આ ઐતિહાસિક સ્થળને પુરાતત્ત્વખાતા તરફથી રક્ષિત જાહેર કરાયું છે. ભૂચર મોરીના ઐતિહાસિક મેદાનમાં દર વરસે શ્રાવણ વદ અમાસનો મોટો મેળો ભરાય છે. જામનગર અને આજુબાજુના ગામના લોકો મેળો માણવા ઉમટી પડે છે. વીરપૂજાના પ્રતીકસમા આ મેળામાં અગાઉ જામસાહેબ ખુદ હાજરી આપતા. અહીં શૂરવીરો ખાંડાના ખેલ ખેલતા. તલવારો સમણતા. રાસ મંડળીઓ રાસે રમતી. આજે પોરબંદરની મેર રાસ મંડળી, બાંટવાની રાજપૂતપરા રાસ મંડળી અને લતીપુરની પટેલ રાસ મંડળીના ઢાલ તલવારના રૂંવાડાં ખડાં કરી દેનારા વિશ્વવિખ્યાત રાસ આ મેળાની દેણગી મનાય છે. કહેવાય છે કે એની શરૂઆત સિત્તેરેક વર્ષ મોર્ય લતીપુરના પટેલોએ આ મેળામાંથી કરી હતી.


સને ૧૯૯૨માં આ ઐતિહાસિક પ્રસંગને ૪૦૦ વર્ષ પૂરાં થતાં હોઇ જાણીતા નવલકથાકાર શ્રી હરિલાલ ઉપાઘ્યાયના સૂચનને સ્વીકારીને શિતળાસાતમના દિવસે શહીદોને સ્થળ પર શ્રઘ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ શરૂ કરાયો જેમ આજપર્યંત ચાલુ છે. સને ૧૯૯૮માં ‘ભૂચર મોરી શહીદ સ્મારક ટ્રસ્ટ રચાયું છે. તેના ઉપક્રમે ક્ષત્રિય સમાજ સ્વયંભૂ રીતે શિતળા સાતમે ઉપસ્થિત થાય છે. અહીં આવેલા સ્મારકો, ડેરી, ખાંભીઓ વગેરેનો ટ્રસ્ટ દ્વારા જીર્ણોદ્ધાર કરી રાષ્ટ્રની ધરોહરને, વિરાસતને જાળવવાનો સરાહનીય પ્રયાસ કરાયો છે.




Comments

Popular posts from this blog

वंश परंपरा में गोत्र, प्रवर और शाखा क्या होती है?

 भारत में जो भी रह रहे हैं वे सभी ऋषि और मुनियों की संतानें हैं। चाहे वह सूर्यवंशी हो, असुरवंशी हो, चंद्रवंशी हो या अन्य किसी भी कुल से हो। ऋषियों में बहुत से ऐसे ऋषि थे जिन्होंने वेदों को संभालने के लिए वेदों के विभाग करने उन्हें अनेक शाखाओं में विभक्त करके सभी को अलग अलग वेद, शाखा आदि को कंठस्थ कराकर उन्हें यह शिक्षा दी की आप अपनी पढ़ियों को भी वेद की उक्त शाखा को कंठस्थ कराएं। इस तरह ब्राह्मण कुल के अलग अलग समाज का निर्माण होता गया।   वर्तमान में यदि कोई जानकार अपना परिचय देगा तो अपना गोत्र, प्रवर, वेद, शाखा, शर्म, देवता, आवंटक आदि को बताना होगा। अब हम जानते हैं कि यह सब क्या होता है।     1.गोत्र : गोत्र का अर्थ है कि वह व्यक्ति किस ऋषि के कुल का है। जैसे किसी ने कहा कि मेरे गोत्र भारद्वाज है तो उसके कुल के ऋषि भारद्वाज हुए। अर्थात भारद्वाज के कुल से संबंध रखता है। भारद्वाज उसके कुल के आदि पुरुष है। इसी तरह कोई इंद्र, सूर्य या चंद्रदेव से तो कोई हिरण्याक्ष या हिरण्यकशिपु से संबंध रखता है तो कोई महान राजा बलि की संतान है। हालांकि सभी ऋषि अंगिरा, भृगु, अत्रि, कश...

ઝવેરચંદ મેઘાણી

  ગુજરાત તેમજ ભારતના કવિ, સાહિત્યકાર, સમાજ સુધારક અને સ્વાતંત્ર્ય સેનાની તેમજ નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક-સંપાદક, વિવેચક, અનુવાદક હતા. જન્મ : ૧૭ અથવા ૨૮ ઓગસ્ટ ૧૮૯૭ શ્રાવણ વદ પાંચમ ચોટીલા  મૃત્યુ : ૯ માર્ચ ૧૯૪૭ બોટાદ જીવનસાથી : દમયંતીબેન, ચિત્રદેવી માતા-પિતા : ધોળીબાઈ-કાળીદાસ જીવન  તેમનો જન્મ ૨૮ ઓગસ્ટ, ૧૮૯૭ માં ગુજરાતનાં ચોટીલા ગામમાં થયો હતો. તેમનાં માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાલિદાસ મેઘાણી હતું કે જેઓ બગસરાનાં જૈન વણીક હતાં. તેમના પિતાની નોકરી પોલીસ ખાતામાં હતી અને પોલીસ ખાતા થકી તેમની બદલીઓ થવાને કારણે તેમણે પોતાના કુટુંબ સાથે ગુજરાતનાં અલગ અલગ ગામોમાં રહેવાનું થયું. ઝવેરચંદનું ભણતર રાજકોટ, દાઠા, પાળીયાદ, બગસરા, અમરેલી વગેરે જગ્યાઓએ થયું. તેઓ અમરેલીની તે વખતની સરકારી હાઈસ્‍કૂલ અને હાલની ટીપી ગાંધી એન્‍ડ એમટી ગાંધી ગર્લ્‍સ સ્‍કૂલમાં ૧૯૧૦ થી ૧૯૧૨ સુધી માધ્‍યમિક શિક્ષણ મેળવીને ૧૯૧૨ મૅટ્રીક થયા હતા. ઇ.સ. ૧૯૧૬માં તેઓએ ભાવનગરનાં શામળદાસ મહાવિદ્યાલયમાંથી અંગ્રેજી તેમજ સંસ્કૃતમાં સ્નાતકીય ભણતર પૂરું કર્યું. ભણતર પુરુ કર્યા બાદ ઇ.સ. ૧૯૧૭માં તેઓ કોલ...

દેવાયત બોદર

 દેવાયત બોદર દેવાયત બોદર (આશરે ઇ.સ. ૯૦૦ - ૧૦૨૫) તેમની શૌર્યતા, બલિદાન અને માતૃભૂમિના પ્રેમ માટે જાણીતાં મહત્વના વ્યક્તિ હતા, જેમની મદદ થી રા' નવઘણ, જૂનાગઢના ચુડાસમા શાસક અને રા' ખેંગારના પિતાએ જૂનાગઢની ગાદી મેળવી હતી. દેવાયત બોદરનો જન્મ અલિદર-બોડિદર ગામમાં આહિર સમુદાયમાં થયો હતો. તેમને તેમની પત્નિ સોનલથી ઉગા નામનો પુત્ર અને જાહલ નામની પુત્રી હતી. દેવાયત બોદરે સોલંકીઓ દ્વારા રા' દિયાસને મારીને ગાદીભષ્ટ કર્યા પછી રા' નવઘણને બચાવવા માટે પોતાના પુત્ર ઉગાનું બલિદાન આપી દીધું હતું.[૧] ગુજરાતનાં સોલંકીવંશના રાજા દુર્લભસેનની રાણીઓ કાઠિયાવાડની જાત્રાએ નીકળે છે. દામોકુંડમાં સ્નાન કરવાનો વેરો જૂનાગઢના રાજવી રા' દિયાસે માંગતા રાણીઓને માઠું લાગ્યું અને સ્નાન કર્યા વિના પાટણ પાછી ફરી. અપમાનનો બદલો લેવા દુર્લભસેને જૂનાગઢ પર ચડાઈ કરી, પણ દિવસો સુધી મથવા છતાં કંઇ કરી ન શક્યા. છેવટે એક ચારણને જૂનાગઢના મહેલમાં રા'નું માથું દાનમાં માગી લેવા મોકલ્યો. રા'એ હરફ પણ ઉચ્ચાર્યો નહિ અને કવિરાજને માથું ઉતારી આપ્યું. સોલંકીઓએ જૂનાગઢ હાથ કર્યું, જેથી રા’ની તમામ રાણીઓએ આત્મવિલોપન કર્યું. ત...

प्रसिद्ध कामाख्या मंदिर

 असम का कामाख्या मंदिर सदियों से पूज्नीय रहा है। आज भी यहां दुनिया भर से रोज़ाना हज़ारों की संख्या में श्रद्धालु आते हैं। गुवाहाटी शहर की निलांचल पहाड़ियों पर स्थित ये मंदिर भारत में 51 शक्ति पीठों के सबसे पुराने मंदिरों में से एक है। कामाख्या देवी को समर्पित ये मंदिर शक्ति और तंत्र पूजा का एक महत्वपूर्ण केंद्र रहा है। लेकिन क्या आपको पता है कि ये मंदिर क्यों अनोखा है? इस मंदिर में न तो कोई मूर्ति है और न ही किसी देवी की आकृति है, यहां बस पत्थर में तराशा हुआ योनि का एक प्रतिरूप है जिसकी श्रद्धालु पूजा करते हैं। असम के प्रारंभिक इतिहास में कामाख्या देवी नाम प्रधान नामों से से एक है। कामाख्या कामरुप अथवा प्राचीन असम की अधिष्ठातृ देवी थी। इस वजह से इसे कामरुप-कामाख्या भी कहा जाता है। माना जाता है कि कामाख्या इस प्रांत के आदिवासियों की माता देवी हुआ करती थीं। माता देवी की पूजा करने वाले संप्रदाय का संबंध खासी और गारो जैसी मातृस्वामिक जानजातियों से है जो नीलांचल पहाड़ियों में रहती थीं। कुछ प्राचीन हिंदू ग्रंथों के अनुसार, कामाख्या काली का रुप है। अन्य ग्रंथों में कामाख्या को शिव की पत्न...

તુલસીશ્યામ

હજારો વર્ષથી ભારતની પ્રજા ધર્મનાં સ્વાવલંબનથી જીવતી આવી છે. એથી એ ધર્મસ્થાનકોમાં પ્રજાજીવનનાં ઉત્થાન-પતન અને આશ્વાસ-નિશ્વાસ કંડારાયેલા પડયા છે. ભારતના પ્રજા જીવનનાં ઘડતરના પાયા એ ધર્મસ્થાનકોનાં ઇતિહાસ અને પુરાણોમાં પડ્યા છે. તેવુંજ ગિરનું પ્રાચીન અને રમણીય ધર્મસ્થાનક એટલે તુલસીશ્યામ. તુલસીશ્યામ એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયનાં જુનાગઢ જિલ્લાનાં ઉનાથી શહેરથી આશરે ૨૯ કિલોમીટર દુર જંગલ માર્ગે આવેલું છે. આ સ્થળ કુદરતી સૌદર્યથી ભરપુર છે કે જયાં ઘોડા ખેલાય છે, હરણાં કુદે છે, ભમરા મીઠો ગુંજારવ કરે છે, અને સિંહ ભયાનક ત્રાડો પાડે છે તેવા લીલા જંગલની વનરાઇઓથી સજાયેલ છે. આમ આ સ્થળ મનને શાંતિ આપે અને હરિલે તેવું છે. જયાં પહોચવા માટે ઉનાથી પાકા ડામર માર્ગે ધોકડવા અને જસાધાર થઇને પહોચી શકાય તેમજ જુનાગઢ શહેરથી તુલસીશ્યામ ૧૨૩ કિલોમીટર દુર છે જયાં વિસાવદર, સતાધાર, ધારી થઇને ડામર માર્ગે પહોચી શકાય છે તેમજ જુનાગઢથી કેશોદ, વેરાવળ, કોડીનાર અને ઉના થઇને પણ તુલસીશ્યામ જઇ શકાય છે. આ અંતર ૧૯૬ કિલોમીટર થાય છે. જે માર્ગે વંથલી, સોમનાથ, ગોરખમઢી અને પ્રાચી જેવા તીર્થો આવે છે. કહેવાય છે કે જાલંધર નામ...

निशा बेन सागर ने रामायण के प्रसारण के लिए प्रति एपिसोड 25000 लेने से इनकार कर दिया

 रामानंद सागर की पुत्रवधू “निशा बेन सागर” को नियमानुसार कॉपीराइट का दूरदर्शन ने प्रति एपिसोड ₹25000 भुगतान करने का प्रस्ताव देकर रामायण के पुनः प्रसारण की अनुमति मांगी। निशा बेन सागर ने दूरदर्शन को पत्र लिखा कि मुझे खुशी होगी कि आज के बच्चे राम रामायण के बारे में जानेंगे और आप प्रसारण करिए मुझे एक पैसे भी कॉपीराइट के नहीं चाहिए और इस तरह निशा बेन सागर ने रामायण के प्रसारण के लिए प्रति एपिसोड 25000 लेने से इनकार कर दिया। आप सोचिए 25000 प्रति एपिसोड यानी कितनी बड़ी रकम उन्होंने ठुकरा दी इसीलिए नरेंद्र मोदी जी ने “निशा बेन सागर” को फोन किया और उन्हें बहुत-बहुत धन्यवाद कहा सनातन धर्म हमे त्याग और शुद्ध आचरण सिखाती है जिसका एक उदाहरण ये है… रामानंद सागर की पुत्रवधू “निशा बेन सागर” बिना रायल्टी के दी दूरदर्शन को रामायण के पुनर्प्रसारण की अनुमति : कहा नयी पीढ़ी को भगवान रामचरित के दर्शनों का लाभ मिले यही हमारी रायल्टी है पुंराना वर्जन नए में कन्वर्ट किया गया निशा बेन सागर ने बताया कि हमारे पास रामायण का पुराना वर्जन था। पीएम से बात होने के बाद इसे नए वर्जन में बदलना चुनौतीपूर्ण था। एक ही ...

ભગવદ્ગોમંડલ

ભગવદ્ગોમંડલ ભગવદ્ગોમંડળ ની રચના ૨૪ ઓક્ટોબર ૧૮૬૫નાં રોજ ગોંડલનાં મહારાજા ઠાકોર સગરામજી બીજાનાં પુત્ર ભગવતસિંહજીએ કરી. તેમણે છવ્વીસ વર્ષના અથાગ સંશોધનને અંતે ગુજરાતી ભાષા અને ગુજરાતને ગૌરવ આપતો ગ્રંથ “ભગવદ્ગોમંડલ” રચ્યો, જેને ફક્ત શબ્દકોશ જ ન ગણતા, તેની ગણના જ્ઞાનકોશ તરીકે કરવામાં આવે છે. વ્યુત્પત્તિ ભગવદ્ગોમંડલ શબ્દની સંધી છૂટી પાડતા, ‘ભગવત્’ અને ‘ગોમંડલ’ એમ બે શબ્દો મળે છે. માટે આ શબ્દની વ્યુત્પત્તિ વિષે અનેક તર્ક છે, જેને આધારે તેનો અર્થ કંઇક આ રીતે કરી શકાય: ‘ભગવત્’ એટલે ભગવતસિંહજી, બૃહત્, સમૃદ્ધિવાન, જ્ઞાનભરપૂર, પ્રભુપ્રેરિત કે ગૌરવવંતુ. જ્યારે ‘ગોમંડલ’ એટલે શબ્દસંગ્રહ, શબ્દકોશ, જ્ઞાનકોશ, સરસ્વતીભંડાર કે ગોંડલ. આમ, ભગવદ્ગોમંડલ એટલે (૧) ભગવતસિંહજી શબ્દસંગ્રહ (૨) બૃહત શબ્દકોશ (૩) સમૃદ્ધિવાન જ્ઞાનકોશ (૪) જ્ઞાનભર્યો સરસ્વતી-ભંડાર (૫) પ્રભુપ્રેરિત વ્યાપક વાણી અને (૬) ગૌરવવંતું ગોંડલ. સંશોધન સર ભગવતસિંહજીએ ઈ.સ. ૧૯૧૫ની આસપાસ એવા ગુજરાતી શબ્દો શોધવાની શરૂઆત કરી કે જે કોઈપણ કોશમાં ન જોવા મળતા હોય, તેમના આ સંશોધન માટે તેમણે પ્રમાણભૂત ગ્રંથો, મહત્ત્વનાં પુસ્તકો, નવલકથાઓ, કાવ્યસંગ્રહો વ...

JMC સંચાલિત જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન દ્વારા ઈલેક્ટ્રિક સિટી બસ સેવા શરૂ કરી છે

  The Jamnagar Janmarg Foundation (JJMF) operates the city bus service in Jamnagar in partnership with the Jamnagar Municipal Corporation. The service includes a modernized fleet of electric buses aimed at providing eco-friendly and convenient public transportation across the city. Operating Hours: Buses generally run from 06:30 AM to 09:30 PM, with specific frequencies varying between 60 to 90 minutes depending on the route. બસના રૂટ,સમયપત્રક માટે ડાઉનલોડ કરો. Official App: You can easily track real-time bus locations, check route timetables, and purchase tickets directly through the JJMF – Apps on Google Play mobile app. PM E Bus service  JMC સંચાલિત જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન દ્વારા ઈલેક્ટ્રિક સિટી બસ સેવા શરૂ કરી છે.બસના રૂટ,સમયપત્રક માટે ડાઉનલોડ કરો. Android: https://shorturl.at/wbJTF IOS: https://shorturl.at/DyMKn   Jamnagar Municipal Corporation

ઝરીયા મહાદેવ

 કહેવાય છે કે મહાદેવ એકાંત પ્રિય છે. ભોળાનાથ હંમેશા સ્મશાન કે વેરાન જગ્યાએ ધ્યાન મગ્ન રહેવાનું પસંદ કરે છે. આવી જ એક વેરાન જગ્યા કે જ્યાં થાય છે સ્વયંભૂ શિવલિંગ પર બારેમાસ અવિરત જળાભિષેક. તો આવો જાણીએ ક્યાં આવેલુ છે આ મંદિર . કોઈ સ્તોત્ર ન હોવા છતાં અવિરત પાણી ઝરવાનું શુ છે રહસ્ય? આજે આપણે વાત કરવાના છીએ ચોટીલાથી આશરે ૧૫ કિમિ દૂર થાનગઢ રોડ પર આવેલ પૌરાણિક સ્વયંભૂ મંદિર ઝરીયા મહાદેવની. આ મંદિર સુરેન્દ્રનગરથી અંદાજે ૬૮ કિમિ દૂર આ અલૌકિક મંદિર આવેલું છે. અહીં બારેમાસ શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે.તેમાંય ખાસ શ્રાવણ મહિનામાં તો ભક્તોનો મેળાવડો જામે છે. અહીં બારેમાસ પથ્થરની એક શીલમાંથી અવિરત પાણી ઝરતું હોવાથી આ રમણીય મંદિરનું નામ ઝરીયા મહાદેવ પડ્યું હોવાનું મનાય છે. બારવર્ષના અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ અહીંની પાવન ભૂમિ પર વસવાટ કર્યો હતો. એટલે પાંડવોના સમયનું આ મંદિર છે તેવું પણ માનવામાં આવે છે. મંદિરના ગર્ભગૃહમાં પથ્થરની એક મોટી શીલા નીચે સ્વયંભૂ મહાદેવ બિરાજમાન છે. શીલમાંથી ટપકતું પાણી આગળના એક કુંડમાં જમા થાય છે. જેને ભાવિકો પ્રસાદ તરીકે પીવે છે. ગુફામાં પ્રવેશતાની સાથે જાણે ઠંડુ બરફ જ...

એકતા • સેવા • સમર્પણ : સમાજ પ્રત્યેની આપણી જવાબદારી શું છે,

 આ પંક્તિઓ ખૂબ જ ઊંડી, પ્રેરણાદાયી અને સમાજ માટે અરીસો બતાવનારી છે. ​સમાજ પ્રત્યેની આપણી જવાબદારી શું છે, તે આ ચાર લીટીઓમાં ખૂબ જ સુંદર રીતે સમજાવવામાં આવ્યું છે: ​લડો સમાજ માટે: જો તમારામાં અન્યાય સામે લડવાની તાકાત હોય, તો આગળ આવીને લડો. ​લડી ના શકો તો બોલો: જો કોઈ કારણસર મેદાનમાં આવીને લડી ન શકો, તો અન્યાય સામે અવાજ ઉઠાવો, તમારો વિરોધ નોંધાવો. ​બોલી ના શકો તો લખો: જો અવાજ ઉઠાવવામાં પણ સંકોચ કે ડર હોય, તો તમારી કલમ ઉપાડો. લખાણ પણ મોટું પરિવર્તન લાવી શકે છે. ​હિંમત ના તોડો: અને જો તમે આ ત્રણેય વસ્તુ કરવા સક્ષમ નથી, તો કંઈ નહીં... પણ જે લોકો સમાજ સુધારવા માટે લડી રહ્યા છે, બોલી રહ્યા છે કે લખી રહ્યા છે, તેમની હિંમત ક્યારેય ન તોડો. તેમનો પગ ખેંચવાને બદલે તેમને સાથ આપો અથવા મૌન રહીને પણ તેમનું મનોબળ વધારો. ​એકતા, સેવા અને સમર્પણની ભાવના સાથેનો આ સંદેશ ખરેખર દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ઉતારવા જેવો છે. ખૂબ જ સુંદર વિચાર!