Skip to main content

વીર વિરમદેવ ચૌહાણ અને સતી ફિરોજા ની પ્રેમ કથા

 



¶¶ વીર વિરમદેવ ચૌહાણ અને સતી ફિરોજા ની પ્રેમ કથા ¶¶

અલ્લાઉદીન ખીલજીની પુત્રી ફિરોજા પ્રેમ દીવાની બની એક ક્ષત્રિય વિરમદેવ ચૌહાણના પ્રેમ મા.

અજાણ્યો ઉજાગર ઈતિહાસ....

આપણે ભણ્યા છીએ પણ ગણ્યાંનથી અને જે ભણ્યા છીએ તે આપણને યાદ નથી. ગુજરાતી સાહિત્યનુ આપણે ભણતાં હતાં ત્યારે ભણવામાં પ્રબંદ સાહિત્ય આવતું હતું. તેમાં “કાન્હ્ડદે પ્રબંધ” વિષે આપણે ભણ્યા પણ હતાં. આ પ્રબંધ એ ચારણો દ્વારા રચાતી એક પ્રકારની વીર પ્રશસ્તિ છે. જે બનેલી ઘટનાઓ અને રચાયેલા ઇતિહાસનું વર્ણન કરે છે.

જે આજે એક ઐતિહાસિક પુરાવો બની ગયું છે,

 જેને ક્યારેય ઉવેખી શકાય જ નહીં !!!

આ વીર પ્રશસ્તિ એમાં કાવ્યાત્મકતા છે એટલે જ એ આજે સાહિત્ય રસિક જનોમાં પ્રિય છે અને એને વિષે ભણાવાય પણ છે ખરું. આ હિન્દી ભાષામાં છે !!! પણ આપણે એ ભૂલી જ ગયાં કે પદ્મનાભ કર્ણ દ્વારા રચીત ઉત્તમ મહાકાવ્ય પ્રકારનું એક કાવ્ય “કાન્હ્ડદે પ્રબંધ” ઇસવીસન ૧૪૫૫માં રચાયું હતું !!!

આ “કાન્હ્ડદે પ્રબંધ”માં રાજસ્થાનના રાજા કાન્હ્ડ દેવ દ્વારા  કરાયેલાં વિજયનો ની ગાથા છે. એમાં એક વિજય અલાઉદ્દીન ખીલજી પરનો છે. જોકે પછી અલ્લાઉદ્દીન ખિલજીદ્વારા કરાયેલાં આક્રમણમાં કાન્હ્ડ દેવે એંના એક વીર પુત્ર સેનાપતિ વીર વિરમદેવને મોકલ્યો અને હાર્યો અને માર્યો  ગયો અને જાલૌર હાર્યું. પણ આ વિરમદેવની યશોગાથા અને એની એક પ્રેમ ગાથા પણ છે. એ ખાસ જ જાણવા જેવી છે !!!!! આ વાત “કાન્હ્ડદે પ્રબંધ”માં આવે છે. 

અંગ્રેજીમાં એક  મુહાવરો છે

” History Repaets It Self ”

આ વાત ક્રૂર અને લુંટારા અલાઉદ્દીન ખીલજી માટે બિલકુલ સાચી પડે છે. જેવું કરો એવું પામો. જેને કોઈ ના પહોંચે એને પોતાનું જ પેટ પહોંચે !!! એવું કૈક અલાઉદ્દીન ખિલજી સાથે પણ બન્યું હતું. એ વાત કઈ છે તે હવે જાણીએ !!!!

આપણે સૌ અત્યારેજ નહિ પણ પહેલેથી જ જાણીએ છીએ “જૌહર” પ્રથા વિષે. આપને એ પણ જાણીએ છીએ કે આ જુહાર પ્રથામાં જો સૌથી વધારે સ્ત્રીઓ મરી હોય તો તે આ નપાવટ અલ્લાઉદ્દીન ખિલજીની ક્રુરતા અને છળને કારણે, પણ આજ પ્રથા એને ખુદને માટે ઘાતક સાબિત થઇ હતી !!!

એ વાત જ આપણને ખબર નથી, એ જ વાત મારે તમને કરવી છે !!!!

આ ઇતિહાસમાં એક કિસ્સો એવો પણ છે કે જેનાથી અલ્લાઉદ્દીન ખિલજીની નીંદ હરામ થઇ ગઈ હતી. અલ્લાઉદ્દીન ખિલજીને ભારતનો સૌથી ક્રૂર અને નૃશંસ મુસ્લિમ શાસક અને હુમલાવર માનવામાં આવે છે. જેનાથી ભારતના ઘણાં રાજ્યોમાં માત્ર લુંટફાટ અને નરસંહાર કર્યા કંઈ કેટલાય મંદિરોનો ધ્વંસ કર્યો !!!

 અલ્લાઉદ્દીન ખિલજીનું સૌથી વધારે નૃશંસ અભિયાન ગુજરાતનું માનવામાં આવે છે. જેમાં એણે સોમનાથના મંદિરને લૂંટીને સોમનાથ મંદિરને ધ્વસ્ત કર્યું હતું. 

પરંતુ અલ્લાઉદ્દીન ખિલજીની રાતોની નીંદ ત્યારે જ ગાયબ થઇ. જયારે એને ખબર પડી કે એની જ દિકરી ફિરોઝા એક રાજપૂત યોદ્ધા મહારાજ કાન્હ્ડ દેવનાં પુત્ર વિરમદેવને પ્રેમ કરતી હતી !!! 

એટલા માટે અલ્લાઉદ્દીન ખિલજીએ કાન્હ્ડ દેવનાં રાજ્યને નષ્ટ કરવાની યોજના બનાવી. ફિરોઝા -વિરરમદેવની પ્રેમ કથાનો આરંભ પોતાના ગુજરાત અભિયાનમાં સોમનાથનાં મંદિરને ધ્વસ્ત કર્યા પછી અલ્લાઉદ્દીન ખિલજીની સેના જાલૌર રાજ્યમાંથી જઈ રહી હતી. જ્યાં રાજા કાન્હ્ડદેવનું શાસન હતું ……….

જલૌરની સેનાએ મુસ્લિમ સેના પર સીધેસીધું જ આક્રમણ કરી દીધું અને અલ્લાઉદ્દીન ખિલજીની સેના હારી ગઈ એનાં પછી સુલતાને સંધિ કરવા માટે કાન્હ્ડદેવને દિલ્હી આવાનું નિમંત્રણ મોકલ્યું !!!

રાજા કાન્હ્ડ દેવે પોતાના પુત્ર વિરમદેવને દિલ્હી મોકલ્યો જ્યાં એની મુલાકાત અલ્લાઉદ્દીન ખિલજીની દીકરી ફિરોજા સાથે થઇ. વિરમદેવને જોઇને જ ફિરોજા એના પર ફિદા થઇ ગઈ અને મનોમન એને પ્રેમ કરવાં લાગી. 

¶____ફિરોજાનો વિવાહ પ્રસ્તાવ____¶

રાજકુમારી ફિરોજા એટલી હદ સુદીધી વિરમદેવ પર ફિદા થઇ ગઈ હતી કે એ મનોમન જ એને જ પોતાનો પતિ માનવા લાગી ગઈ હતી !!! વિરમદેવનું તે વખતે દિલ્હી દરબારમાં આવવાં-જવાંનું વધારે થતું હતું !!! એટલાંમાટે ફીરોજાએ વિરમદેવ સામે વિવાહનો પ્રસ્તાવ મુકાયો, પણ વિરમદેવ રાજપૂત હતાં અને ફિરોજા મુસલમાન, તેમ છતાં પણ શહઝાદીએ કોઈ પણ કિંમત પર વિરમ દેવ જોડે વિવાહ કરવાનો અને તેને અપનાવવાની જીદ પકડી હતી !!!!

શહઝાદીએ કહ્યું  :

” વર કરું તો વિરમદેવ , ના તો રહુંગી અક્ન કુંવારી ”

શહજાદીની હઠ સંભાળીને દિલ્હી દરબારમાં કોહરામ મચી ગયો, ઘણો વિચાર કર્યા પછી પોતાનાં રાજનૈતિક ફાયદાઓ જોઇને બાદશાહ અલ્લાઉદ્દીન ખિલજી એને માટે તૈયાર થયાં. 

અને લગ્નનો પ્રસ્તાવ જાલૌર દુર્ગ પહોંચાડવામાં આવ્યો !!!

વિરામદેવનો ઐતિહાસિક ઉત્તર  :

વિરમદેવે જયારે અલ્લાઉદ્દીન ખિલજીનો આ પત્ર વાંચ્યો તો કહ્યું:

¶¶ મામા લાજૈ ભાટીયા, કુળ લાજૈ ચૌહાણ,

જો મેં પરણું તુરકણી તો પશ્ચિમ ઉગે ભાન ¶¶

( મતલબ મારાં મામા ભાટીવંશના છે તો હું ખુદ ચૌહાણ એક તુર્કન સાથે કેવી રીતે લગ્ન કરું તો તો મારો વાંસ અપવિત્ર થઇ જશે, આ ત્યારેજ સંભવ થશે જયારે સુરજ પશ્ચિમમાં ઉગશે !!!)

  આ સાંભળીને ખિલજી આગબબુલા થઇ ગયો અને દિલ્હી પહોંચતા જ જાલૌરની વિરુદ્ધ યુદ્ધની ઘોષના કરી દીધી. 

¶__અલ્લાઉદ્દીન ખિલજીનું જાલૌર પર આક્રમણ__¶

અલ્લાઉદ્દીન ખિલજીએ દિલ્હી પાછાં ફરતાં જ એક વિશાળ સેના લઈને જાલૌરના કિલ્લાની ઘેરાબંધી કરી. અલ્લાઉદ્દીન ખિલજી આ પહેલાજ સોમનાથનાં યુદ્ધ પછી જાલૌરનું યુદ્ધ હારી ચુક્યો હતો. ત્યારે એણે સોમનાથ મંદિર ની લૂંટનો બધોજ માલ અને શિવલિંગ પણ પાછું આપી ચુક્યો હતો એટલે જ એને જાલૌરના રાજા કાન્હ્ડ દેવજોડે બદલો લેવાનું નિશ્ચિત કરી જ લીધું હતું !!!!

એક વર્ષ સુધી અલ્લાઉદ્દીન ખિલજીની સેના જાલૌરને ઘેરો ઘાલીને બેસી રહી. જોકે આ વાતનું ઐતિહાસિક પ્રમાણ નથી આ ખાલી વાર્તા ને મહાકાવ્યમાં જ છે. કારણકે વિશ્વવિક્રમી ઘેર્રો તો રણથંભોરનો હતો એ હું અગાઉ જણાવી જ ચુક્યો છું, પણ આખરે તો આ પ્રશસ્તિ જ ને !!! એમાં થોડીક તો અતિશયોક્તિ હોય હોય અને હોય જ !!!! પણ મહદાશિક  તથ્ય અને સત્ય તો છે જ !!! પણ સમયમાં થાપ ગઈ ગયા છે આ લખનાર !!!! પણ આ યોજના અસફળ રહી તો એક્દાહિયા રાજપૂતને લાલચ આપીને કિલ્લામાં ઘૂસવાનું ષડયંત્ર રચ્યું. કિલ્લામાં ગુપ્ત માર્ગમાંથી ઘુસવા લાગી તો રાજપૂતોએ પણ સામનો કરીને સાક્કા(રણભૂમિમાં બલિદાન) કરવાનો નિશ્ચય મનોમન કરીજ લીધો !!!

¶____પ્રેમમાં સતી થઇ ફિરોજા____¶

માત્ર ૨૨ વર્ષીય યોદ્ધારાજકુમાર વિરમદેવ ભગવા બાના પહેરીને યુદ્ધભૂમિમાં કુદી પડયા અને અલ્લાઉદ્દીન ખિલજીની સેનામાં ભાગદોડ મચી ગઈ. અલ્લાઉદ્દીન ખિલજીની એકા લાખની ફોજ સામે ૧૫ હજાર રાજપૂત પૂરી શક્તિથી લડતા રહ્યાં, પણ અંતે તેઓ હારી ગયાં!!! અને વિરમદેવને પકડીને એનું માથું કાપી નાંખ્યું. 

આ આખીય ઘટનાનો અંત હજી તો બાકી છે, પણ આ વાતને ઇતિહાસમાં જેટલું સ્થાન મળવું જોઈએ તેટલું મળ્યું જ નથી. આવી તો અનેક ઘટનાઓ છે જે ઇતિહાસમાં દફન થઇ ગઈ છે અને એને વિષે કોઈએ કીધુ જ નથી. પણ આખી ઘટના બેહદ રોમાંચક અને લોકોમાં ઉત્સાહ પ્રેરનારી છે. એની થીડીક વિગતો આપું છું. 

જાલૌર નાં વીર કાન્હડ દવ સોનગરાનાં પુત્ર વિરમદેવનું રાજસ્થાનનાં ઇતિહાસમાં એક અનોખું જ સ્થાન છે !!!!

વિક્રમ સંવત ૧૩૫૫, ઇસવીસન ૧૨૯૮માં અલ્લાઉદ્દીન ખિલજીના સેનાપતિ ઉલુગુ ખાં અને નાસરત ખાંએ ગુજરાત વિજય અભિયાન માટે જાલૌરના કાન્હડ દેવ પાસે રસ્તો માંગ્યો પરંતુ કાન્હડ દેવે આક્રમણકર્તાઓ અને લૂંટારુંઓને રાજ્યમાં થઈને આગળ વધવાની પરવાનગી નાં આપી. અત: અલ્લાઉદ્દીન ખિલજીની સેના અન્ય રસ્તે ગુજરાત પહોંચી અને સોમનાથમાં લૂંટફાટ કરી !!!!

પાછાં ફરતી સમયે અલ્લાઉદ્દીન ખિલજીની સેના પર કાન્હડ દેવે આક્રમણ કર્યું અને સેનાને ભગાવી પરંતુ એ સમયે અલ્લાઉદ્દીન ખિલજીનું ધ્યાન રણથંભોર અને ચિત્તોડ વિજયની તરફ વધારે હતું. અત : એને જીતીને ખિલજી વિક્રમ સંવત ૧૩૬૨ ઇસવીસન ૧૩૦૪ માં એને ઉલમુલક સુલતાન સાથે સેના જાલૌર મોકલી. અલ્લાઉદ્દીન ખિલજી ના સેનાનાયકે આદરપૂર્વક સંધીનું આશ્વાસન આપીને કાન્હડ દેવને દિલ્હી મોકલી દીધો !!!! અને ત્યાર પછી એમના પુત્ર વિરમદેવ દિલ્હી રહેવાં લાગ્યાં!!!

અહીંથી જ શરુ થાય છે વિરમદેવ અને પ્રેમની દાસ્તાન

કાન્હ્ડદેવનો પુત્ર વીરમદેવ એક સુડોળ શરીરનો તેજવાન રાજવંશી હતો !!!

§~~એમની વીરતા માટે એક દોહા પ્રસિદ્ધ છે~~§

¶¶ સોનગરા બંકો ક્ષત્રિય, અણરો જોશ અપાર ।

ઝેલે કુણ અણ જગતમે વીરમ રી તલવાર ¶¶

દિલ્હી દરબારમાં રહેવાં દરમિયાન ત્યાની એક શહજાદી ફિરોજાને એમની સાથે પ્રેમ થઇ ગયો, જો કે એ સમયે આવી રીતના રાજાનૈતિક વિવાહ સંબંધ પ્રચલનમાં નહોતાં. 

એટલા માટે ફિરોજા અને વીરમદેવ નો વિવાહ સંબંધ નાં થઇ શક્યો. પરંતુ ફિરોજાનો પ્રેમ વીરમદેવ પ્રત્યે ખુબ જ વધી ગયો, એ મનોમન જ વીરમદેવને એનો પતિ માની ચુકી હતી.. 

અહીં વીરમદેવે સામાજિક અને કુળની પરંપરાઓને ધ્યાનમાં રાખીને ફિરોજા સાથે વિવાહનાં પ્રસ્તાવનો અસ્વીકાર કરી દીધો અને આ કારને જ યુદ્ધની સંભાવના વધી ગઈ !!!!

પછી અલ્લાઉદ્દીન ખિલજીએ જાલૌર પર આક્રમણ કરવા માટે ૫ વર્ષ સુધી કઈ કેટલીય સૈન્ય ટુકડીઓ મોકલી, પરંતુ સફળતા નાં જ મળી શકી અને છેવટે ઇસવીસન ૧૩૧૦મ સ્વયં ખિલજીએક બહુજ મોટી સેના લઈને જાલૌર આવવા રવાના થયો અને પહેલાં એણે સિવાના પર આક્રમણ કર્યું અને એક વિશ્વાસઘાતી ની મદદથી સિવાનાના દુર્ગના સુરક્ષિત જલ ભંડારમાં ગૌ રક્ત અને માંસ નાખવી દીધું જેનાથી પીવાનું પાણી દુષિત થઇ ગયું !!! એટલા માટે સિવાનાનાં શાસક સાતલદેવે અંતિમ યુદ્ધની ઘોષણા કરીને કેસરિયા બાના પહેરી લીધાં. જેમાં રાણીઓએ અને અન્ય સ્ત્રીઓ સાથે જૌહર કર્યું અને સાતલદેવ આદિ વીર શાકા કરીને અંતિમ યુદ્ધમાં વીરગતિ પામ્યાં!!!!

એનાં પછી તરતજ ખિલજીએ પોતાની સેનાનાને આક્રમણનો હુકમ આપી દઈને એ પોતે દિલ્હી આવતો રહ્યો. એમની સેનાએ મારવાડમાં લૂંટફાટ ખુબ કરી અને ઘણાં અત્યાચાર પણ કર્યા. સાંચોરનાં પ્રસિદ્ધ જય મંદિર સિવાય ઘણાં મંદિરોને ખંડિત કર્યા …… પછી કાન્હડદેવે કેટલીક જગ્યાએ ખિલજી સેના પર આક્રમણ કર્યું અને ને હરાવ્યો અને બંને વચ્ચે ઘણાં દિવસો સુધી યુદ્ધ ચાલતું રહ્યું.

આખરે ખીલજીએ જાલૌરમાં તે સેનાપતિ ક્માંલુદ્દીનને વિશાલ સૈન્ય દલ સાથે જાલૌર મોકલી આપ્યો પછી સેનાપતિએ જાલૌર દુર્ગની ચારે તરફ બહુજ મોટો ઘેરો ઘાલીને યુદ્ધ કર્યું, પરંતુ તે જાલૌર નાં જીતી શક્યો અને પોતાની સેનાને પાછો લઇ જવા લાગ્યો. ત્યારે જ કાન્હડ દેવાના એક સરદાર વિકાએ જાલૌર થી પાછી ફરી રહેલી સેનાને દુર્ગનાં ગુપ્ત અને ખુલતા રસ્તાઓનું રહસ્ય બતાવી દીધું. વિકાનાં એ વિશ્વાસઘાતને કારણે વિકાની પત્નીએ વિકાને ઝેર આપીને મારી નાંખ્યો. આ રીતે વિશ્વાસ્ઘાતીને કારણે જાલૌર પર ખિલજીની સેનાનો કબજો થઇ ગયો.

વિક્રમ સંવત ૧૩૬૮માં કાન્હડ દેવે વિરમદેવને ગાદી પર બેસાડ્યો અને અંતિમ યુદ્ધ કર્યું. જાલૌર દુર્ગમાં રાણીઓ સિવાય અન્ય સ્ત્રીઓએ પણ જૌહર કર્યું અને કાન્હડ દેવ શાકા કરતાં કરતાં વીરગતિ પ્રાપ્ત કરી ગયાં.

વીરમદેવે પોતાનાં શાસનકાળ દરમિયાન સાડા ત્રણ વર્ષ યુદ્ધમાં વિતાવ્યા અને પછી વીરમદેવે પણ કેસરિયા બાના પહેરીને અંતિમ યુદ્ધ લડતાં લડતાં વીરગતિ પ્રાપ્ત કરી ગયાં તથા દુર્ગની મહિલાઓએ જૌહર કરી લીધું. વીરમદેવની વીરગતિ પામ્યાં પછી શાહજાદી ફિરોજાની સનાવર નામની ધાય (દાસી)પણ યુધ્દમાં સેના સાથે આવી હતી. એ વીરમદેનું મસ્તક કાપીને એને સુગંધિત પદાર્થોમાં રાખીને દિલ્હી લઇ ગઈ અને એમ કહેવાય છે કે, 

¶¶ વીરમદેવનું મસ્તક જ્યારે સુવર્ણ થાળમાં રાખીને ફિરોજાની સામે લાવવામાં આવ્યું ત્યારે મસ્તક ઊંધું ફરી ગયું, ¶¶ ત્યારે વ્યથીત શહજાદી ફિરોજાએ પોતાના પૂર્વ જન્મની કથા સંભળાવી.

¶¶ તજ તુરકાણી ચાલ હિંદુ આણીહુઈ હંમે  |

ભો -ભો રા ભરતાર, શીશ ન ધુણ સોનીગરા|| ¶¶

ફીરોજાએ એમનાં માસ્કનો અગ્નિ સંસ્કાર કર્યો અને સ્વયં માં થી આજ્ઞા પામીને યમુના નદીનાં જળમાં પ્રવિષ્ટ થઇ ગઈ!!!!

શહજાદી પોતાનાં પર્ણ પર અડિગ હતી એ વિરમદેની રાખને અસ્થી લઈને યમુના નદીમાં કુદીને સતી થઇ ગઈ.

એક તુર્ક મુસ્લિમ રાજકુમારી એક હિંદુ રાજકુમાર માટે એટલી પાગલ હતી કે એને યમુનામાં કુદીને પોતાની જાન આપી દીધી અને વીરમદેવની સાથે સતી થઇ ગઈ !!!!

(કાન્હડદે પ્રબંધ તથા નાય સંદર્ભ પુસ્તકો અને જન માનસમાંથી સાભાર )

જે ક્રૂર અને ઘાતકી તુર્કી સુલતાન અલ્લાઉદ્દીન ખિલજીને કારણે જ રાજસ્થાનમાં હજારોની સંખ્યામાં “જૌહર “થયાં હતાં. એ જ કારણ ભૂત હતો આ બધાની પાછળ, પણ જયારે એજ વાત બુમરેંગ બનીને એના જ ઘરમાં આવી ત્યારે

એને ખબર પડી હશે જ ને કે સતી થવું કેટલું વેદનાદાયક હોય છે ?

જૌહર એ રાજપુતાણીઓ માટે લગ્ન જેવો અવસર છે, જેમાં તે ક્યારેય પાછી પાણી કરતાં અચકાતી નહોતી. આજ વાત જયારે એક મુસ્લિમ કન્યાએ સાબિત કરી, ત્યારે ભારતીય ઈતિહાસ અને ભારતીય સંસ્કૃતિ ખામોશ છે !!!

મહારાજા ભોજ

Comments

Popular posts from this blog

Amul के साथ शुरू करें अपना बिजनेस, हर महीने होगी 5 से 10 लाख की कमाई

बेरोजगार हों या फिर नौकरीपेशा, अपना कारोबार करते हैं या करने की सोच रहे हैं तो आपके पास एक बेहतरीन मौका है. छोटे निवेश में हर महीने मोटी कमाई की जा सकती है. डेयरी प्रोडक्ट्स क...

સાપુતારા

  આ સ્થળ ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલું છે. આ સ્થળ મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પર, સહ્યાદ્રિ પર્વતમાળામાં જંગલ વચ્ચે આશરે ૧૦૦૦ મીટર જેટલી ઉંચાઇ પર આવેલું છે. આ ક્ષેત્ર ડુંગરાળ અને જંગલ વિસ્તાર છે. અહીં ઉનાળા દરમિયાન પણ તાપમાન આશરે ૩૦ ડીગ્રીથી ઓછું રહે છે. જળાશય (નૌકાવિહાર સગવડ સાથે), રોપ વે, સાપુતારાનો સાપ, સનસેટ પોઇન્ટ, સનરાઇઝ પોઇન્ટ, નવાનગર (ડાંગી સંસ્ક્રૃતિનું દર્શન) તેમ જ ઋતુંભરા વિદ્યાલય વગેરે અહીંના જોવાલાયક સ્થળો છે. સાપુતારા સંગ્રહાલય: આ સંગ્રહાલયન આદિવાસી કલા અને સંસ્કૃતિ માટે વિખ્યાત છે. અહીં પ્રદર્શન મુખ્ય ૪ વર્ગોમાં વહેંચવામાં આવેલું છે આદિવાસી સંગીતવાદ્યો, આદિવાસી વસ્ત્ર, આદિવાસી દાગીના, ડાંગ વિસ્તારના પૂર્વ ઐતિહાસિક સાધનો વગેરેનો સમાવેશ થાય છે. સંગ્રહાલયમા લગભગ ૪૨૦ પ્રકારના પ્રદર્શન છે. બગીચા: રોઝ ગાર્ડન, સ્ટેપ ગાર્ડન. વનસ્પતિ-ઉદ્યાન: સાપુતારાથી ૪૯ કિ.મી. દૂર, ભારતભરમાંથી ૧૪૦૦ છોડની જાતો સાથે ૨૪ હેક્ટરમાં બગીચો આવેલો છે. ગિરા ધોધ: સાપુતારાથી ૪૯ કિ.મી. દૂર સાપુતારા-વઘઈ માર્ગ પર આવેલો છે. આ ધોધને પોતાનું આગવું સૌન્દર્ય છે. આશરે ૩...

આવતા ૧૦-૧૫ વર્ષમાં એક એવી પેઢી સંસાર છોડી ચાલી જશે. જેના ગયા પછી ખૂબ પસ્તાવો થશે. વાત કડવી છે પણ સત્ય છે.

  આવતા ૧૦-૧૫ વર્ષમાં એક એવી પેઢી સંસાર છોડી ચાલી જશે. જેના ગયા પછી ખૂબ પસ્તાવો થશે. વાત કડવી છે પણ સત્ય છે. આ પેઢીના લોકો બિલકુલ અલગ જ છે. રાત્રે જલ્દી સુવાવાળા, સવારે જલ્દી જાગવાવાળા,સવારના અંધકારમાં ફરવાનિકળવા વાળા આંગણાના ફૂલછોડને પાણી પીવડાવવાવાળા, દેવપૂજા માટે ફૂલ તોડવાવાળા, રોજ પાઠ પૂજા કરવાવાળા અને રોજ મંદિર જવાવાળા... રસ્તામાં મળવાવાળાને ખૂબ વાતો કરવા વાળા, તેમનું સુખ દુઃખ પૂછવાવાળા, બંને હાથ જોડી પ્રણામ કરવા વાળા, તેમજ સ્નાન વગર અન્ન નહીં ઉતારવા વાળા. તેમનો અલગ સંસાર..........વાર તહેવાર, મહેમાન, શિષ્ટાચાર, અનાજ, અન્ન, શાકભાજીની ચિંતા, તીર્થયાત્રા , રિતી રિવાજ અને સનાતન ધર્મ ની આગળ પાછળ ફરવાવાળા... જુના ફોન ના ડોગલા ઉપર જ મોહિત રહેવા વાળા, ફોન નંબર ની ડાયરી મેઇન્ટેઇન કરવાવાળા, રોંગ નંબરવાળા સાથે પણ સરસ વાત કરી લેવા વાળા, વર્તમાન પત્રોને દિવસમાં ત્રણ ચાર વાર ઉથલાવી ઉથલાવી વાંચવા વાળા...! હંમેંશા એકાદશી યાદ રાખવા વાળા, પૂનમ અને અમાસ યાદ રાખવાવાળા, ભગવાન ઉપર પ્રચંડ ભરોસો રાખવા વાળા, સમાજનો ડર પાળવા વાળા, જુના ચપ્પલ, ફાટેલી બંડી અને તૂટેલી દાંડીવાળા ચશ્મા પહેરવાવાળા...

નાયડા ગુફાઓ દીવ

 દીવ એ ભારતના શ્રેષ્ઠ સ્થાનોમાંનું એક છે.  Video Advertisement દીવનું સૌથી અન્ડરરેટેડ ટૂરિસ્ટ આકર્ષણોમાંનું એક નાયડા ગુફાઓ. તે એક ફોટોગ્રાફરનું સ્વર્ગ છે.  દીવના કિલ્લાની બહાર સ્થિત, ગુફાઓમાં ટનલનું એક જટિલ નેટવર્ક અને વિશાળ પગથિયા જેવા માળખા છે. એવું માનવામાં આવે છે કે જ્યારે પોર્ટુગીઝ લોકો દીવ પર શાસન કરતા હતા, ત્યારે તેમણે બાંધકામ માટે ઉપયોગમાં લેવાયેલા વિશાળ ખડકલોના વિભાગો તોડી નાખ્યા હતા.  આ રીતે આખરે ગુફાઓનો આકાર થયો. આ કેન્દ્રશાસિત પ્રદેશ પર ચાર સદીઓથી પોર્ટુગીઝોનું શાસન હતું અને ભાષાથી માંડીને ખાદ્ય અને સ્થાપત્યની સંસ્કૃતિ સુધીની દરેક બાબતમાં વસાહતીઓનો સ્પષ્ટ પ્રભાવ છે. આ ગુફા કુદરતી પ્રકાશ માટે જાણીતી છે જે સ્થળને સુંદર બનાવે છે.

Rojgar samachar 5 August 2020

What Is an NSE EGR?

 Key Takeaways  EGRs represent direct ownership of physical gold in SEBI-regulated vaults, while Gold ETFs are mutual fund units backed by gold held by the AMC, whose value tracks gold prices.  EGRs offer a unique facility to convert electronic holdings into physical gold; Gold ETFs generally do not offer physical redemption for retail investors.  Gold ETFs involve annual AMC expense ratios, whereas EGRs avoid these fees but may incur vaulting and trading charges.  Gold ETFs currently benefit from relatively higher market liquidity and established trading volumes compared to the evolving EGR segment.  Both are taxed as listed securities, with a 12-month threshold distinguishing short-term (slab rate) from long-term (12.5%) capital gains.  EGRs suit those wanting direct gold ownership and redemption options, while ETFs are ideal for investors seeking liquid, passive price exposure. Gold has long occupied a significant position in India’s investment land...

जंगल का स्कूल

 हुआ यूँ कि जंगल के राजा शेर ने ऐलान कर दिया कि अब आज के बाद कोई अनपढ़ न रहेगा। हर पशु को अपना बच्चा स्कूल भेजना होगा। राजा साहब का स्कूल पढ़ा-लिखाकर सबको Certificate बांटेगा।                 सब बच्चे चले स्कूल। हाथी का बच्चा भी आया, शेर का भी, बंदर भी आया और मछली भी, खरगोश भी आया तो कछुआ भी, ऊँट भी और जिराफ भी।     FIRST UNIT TEST/EXAM हुआ तो हाथी का बच्चा फेल। "किस Subject में फेल हो गया जी?" "पेड़ पर चढ़ने में फेल हो गया, हाथी का बच्चा।"  "अब का करें?"  "ट्यूशन दिलवाओ, कोचिंग में भेजो।"  अब हाथी की जिन्दगी का एक ही मक़सद था कि हमारे बच्चे को पेड़ पर चढ़ने में Top कराना है। किसी तरह साल बीता। Final Result आया तो हाथी, ऊँट, जिराफ सब  के बच्चे फेल हो गए। बंदर की औलाद first आयी।  Principal ने Stage पर बुलाकर मेडल दिया। बंदर ने उछल-उछल के कलाबाजियाँ दिखाकर गुलाटियाँ मार कर खुशी का इजहार किया।  उधर अपमानित महसूस कर रहे हाथी, ऊँट और जिराफ ने अपने-अपने बच्चे कूट दिये।  नालायकों, इतने महँगे स्कूल में पढ़ाते हैं ...

ખીરસરા પેલેસ રાજકોટ

 ખીરસરા પેલેસને ગોરી-બાદશાહના સમયકાળમાં બાંધવામાં આવ્યો હતો, ઠાકોર સાહેબની સાતમી પેઢી એટલે કે ઠાકોર રણમલજીએ કિલ્લાનો જીર્ણોધ્ધાર કરવાની શરૂઆત કરી હતી, રાજકોટ થી ૧૪ કિમી દુર કાલાવાડ રોડ પર કળા પથ્થરોના ટેકરા ઉપર સાત એકરમાં પથરાયેલો આ મહેલ હાલ હોટેલમાં ફેરવાઈ ગયો છે, પેલેસમાં ૨૪ રજવાડી ઓરડાઓ છે. આ મહેલ કાઠીયાવાડના ભવ્ય ઈતિહાસ અને બેનમુન સ્થાપત્યનો અદભુત પુરાવો છે. શાનદાર સુંદરતાના કારણે આ મહેલ માત્ર ગુજરાતીઓ જ નહિ અન્ય લોકો માટે પણ આકર્ષણ નું કેન્દ્ર બન્યો છે. એટલું જ નહિ વિદેશીઓ પણ તેનાથી અછુતા રહી શક્યા નથી… વર્ષો પૂર્વે રાજવીઓએ સૌરાષ્ટ્રની ધન્ય ધરતી પર અનેક રાજ મહેલોની રચના કરી હતી. અદભૂત સૌંદર્યતા ધરાવતા આ મહેલો આજે પણ દર્શનીય છે. આવો જ એક મહેલ રાજકોટમાં આવ્યો છે, ખીરસરા પેલેસ. આ પેલેસને ગોરી-બાદશાહના સમયકાળમાં બાંધવામાં આવ્યો હતો. ઠાકોર સાહેબની સાતમી પેઢી એટલે કે ઠાકોર રણમલજીએ કિલ્લાનો જીર્ણોદ્ધાર કરવાની શરૂઆત કરી હતી. કાઠિયાવાડના ભવ્ય ઇતિહાસ અને હેરિટેજ પ્લેસનો પુરાવા જેવો ખીરસરા પેલેસ શાનદાર સુંદરતાના કારણે આ મહેલ માત્ર ગુજરાતીઓ જ નહીં લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ...

Kailasa Temple (Ellora, Maharashtra)

architectural marvels and spiritual centers built over the last two millennia મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર (ભૂતપૂર્વ ઔરંગાબાદ) જિલ્લામાં આવેલું **ઇલોરાની ગુફાઓનું કૈલાશ મંદિર (ગુફા ક્રમાંક 16)** પ્રાચીન ભારતીય સ્થાપત્ય અને ઇજનેરી કળાનો એક અદ્ભુત નમૂનો છે. આ માત્ર એક મંદિર નથી, પરંતુ માનવ ઇતિહાસનું એક મહાન આશ્ચર્ય છે. નીચે આ ભવ્ય મંદિરનો ઇતિહાસ અને તેના વિશેની સંપૂર્ણ માહિતી વિગતે આપવામાં આવી છે. ## 1. કૈલાશ મંદિરનો ઇતિહાસ (History)  * **નિર્માણ કાળ:** આ મંદિરનું નિર્માણ **8મી સદીમાં (આશરે ઇ.સ. 756 થી 774 દરમિયાન)** થયું હતું.  * **શાસક:** રાષ્ટ્રકૂટ વંશના મહાન રાજા **કૃષ્ણ પ્રથમ (Krishna I)** દ્વારા આ મંદિર બંધાવવામાં આવ્યું હતું.  * **મુખ્ય હેતુ:** આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. રાજા કૃષ્ણ પ્રથમ હિમાલયમાં આવેલા ભગવાન શિવના નિવાસસ્થાન "કૈલાશ પર્વત" ને પૃથ્વી પર સાકાર કરવા માંગતા હતા, તેથી તેનું નામ 'કૈલાશ મંદિર' રાખવામાં આવ્યું. ### નિર્માણ પાછળની લોકવાયકા એક પૌરાણિક કથા અનુસાર, રાજા ખૂબ જ બીમાર પડ્યા હતા. રાણીએ ભગવાન શિવ પાસે પ્રાર્થના કરી કે જો રાજા સાજા થઈ જશે, ...

उज्जैन के प्रमुख पर्यटन स्थल

  1. महांकाल मंदिर उज्जैन – उज्जैन का महांकाल मंदिर अपने आप में ही बहुत विस्तृत है आपको जान कर हैरानी होगी देश के 12 ज्योतिर्लिंगों में से केवल महांकाल ज्योतिर्लिंग ही दक्षिण मुखी है, तथा केवल महांकाल मंदिर में ही भस्म आरती होती है जहाँ भगवान महांकाल को चिता की भस्म से विभूषित किया जाता है ये आरती हर प्रातःकाल 4 बजे होती है, भगवान महांकाल को उज्जैन के लोग शहर और समस्त श्रृष्टि का राजा कहते है, कहा जाता है उज्जैन में कोई भी बड़ा व्यक्ति जो किसी देश का प्रमुख हो उज्जैन में रात्रि को नहीं रुक सकता, कहा जाता है अगर ऐसा कोई करता है तो उसकी मृत्यु हो जाती है, स्वयं उज्जैन के राजा रहे महाराजा विक्रमादित्य भी कभी उज्जैन में रात्रि विश्राम नहीं करते थे | इसके पीछे की कहानी हम आपको एक अन्य आर्टिकल के द्वारा कुछ समय बाद बताएँगे | महांकाल मंदिर परिसर में और भी कई मंदिर है, वाही भगवान महांकाल गर्भगृह में विरजमान है | भगवान महांकाल का पुरे दिन पञ्च बार श्रृंगार होता है, और हर श्रृंगार हर दिन अलग होता है इससे पता चलता है 365 दिन में भगवान महांकाल के 1825 श्रृंगार होते है | श्रवण मास का उज्जैन में ...