Skip to main content

વિશ્વનુ એક માત્ર મંદિર કે જ્યા મોરલા ના ટહુંકા બાદ જ થાય છે આરતી, જાણો રોચક ઈતિહાસ


ગુજરાત રાજ્ય નો સુરેન્દ્રનગર જીલ્લા ની પાંચાળ ની રાતી ધરા પર મુળિ તાલુકો છે. આ ગામડા ની મધ્યે એક દેવાલય સ્થિત છે. તે અન્ય દેવાલય ની જેમ જ દેખાય છે. પહેલીવાર જોતા વ્યક્તિ ને તેમા કઈ અલગ લાગતુ નથી. પરંતુ જો કોઈ નવી વાત જાણવી હોય તો પરોઢે અને સંધ્યા સમયે ત્યા રોકાવુ પડે.

આ દેવાલય પરમાર રાજપુતો ના આરાધ્ય દેવ માંડવરાયજી નુ છે અને તેને ભગવાન સુર્ય નો અવતાર ગણાય છે. આ દેવાલય પાછળ ના સ્વર્ણિમ ઈતિહાસ પર ધ્યાન કરીએ તો. મુળી ગામ એ પરમાર સાશકો ના હસ્તક હતુ. આ સાશન કાળ દરમિયાન સાતમા વંશજ ચાંચોજી હતા.



એક માન્યતા મુજબ ધ્રોલ ના સાશક , હળવદ ના સાશક અને આ સાશક દ્વારકા પહોચ્યા. ત્યા પહોચી ગૌમતી નદી મા નાહી ને બધા એ શપથ ગ્રહણ કરી. મુળી ના સાશક ચાંચોજી એ એવુ પ્રણ લીધુ કે જે કોઈ માણસ મારી પાસે જે કઈ પણ યાચે તેને હુ તે આપી દઈશ.

તેની સાથે ના અન્ય રાજા નુ પ્રણ ખંડીત થયુ પણ આ રાજવી નુ પ્રણ અતુટ રહ્યુ. પરંતુ હળવદ ના રાજા આ સહન ના કરી શક્યા અને તેમણે એક ચારણ ની સહાયતા લીધી.કે જે તેનુ પ્રણ તોડાવી શકે. આ ચારણ રાજ દરબાર મા પહોચે છે અને જીવંત સિંહ નુ દાન માગે છે. દરબારીઓ મા ખળભળાટ મચી જાય છે કે આવુ ન મગાય. ત્યારે ચારણ દુહો ગાય છે ,

જમીં દાન કે દે જબર , લીલવળુ લીલાર
સાવજ દે મું સાવભલ , પારકરા પરમાર !

આ દુહા મા ચારણ કહે છે કે હે પરમાર રાજવી ! બળવાન રાજા ધરા નુ દાન કરે છે અને માગ્યે પોતાનુ મસ્તક પણ ધરી દે છે. પણ મારે તો ફક્ત સાવજ જ જોઈએ છે. તો હે રાજા! મને સિંહ જ આપો. આ ચારણ ની માંગણી પુર્ણ કરવા આ પરમાર રાજા માંડવરાયજી ના દેવાલયે આવે છે અને પોતાની લાજ રાખવા વિનવે છે.

બીજા દિવસે સવારે પાંચાળ ના પર્વત પર તમામ જાય છે અને પ્રભુ માંડવરાયજી પોતે સિંહ નુ રૂપ લઈ ને આવે છે. આ પરમર રાજા તે સિંહ ને પકડી ને ચારણ સમક્ષ લાવે છે. પરંતુ ચારણ જ ગાયબ થઈ જાય છે. ચારણ થી સિંહ નુ દાન માંગતા તો મંગાઈ ગયુ પણ તેને કેમ હાથ અડાડવો?ત્યારે આ ચારણ ત્યાથી નાસી જાય છે અને બોલતો જાય છે કે હે રાજન તેને મુક્ત કરી દો મને મારુ દાન પ્રાપ્ત થઈ ગયુ. આમ પરમાર રાજન આ સાવજ ને છોડી દે છે.

મુળી ગામ મા હાલ મા પણ બરાબર મધ્યે દેવાલય ને માથે કેસરી ધજા ફરકી રહી છે. આ દેવાલય મા પરોઢે અને સાંજે પ્રભુ માંડવરાયજી ની પુજા અર્ચના થાય છે. અને એ પુજા આરતી એવા સમયે થાય છે કે જ્યારે મોરલો આવી ને પોતા ના કંઠે ટહુક તો હોય એ સમયે.

અમુક લોકો ને આ વાત સાચી ન લાગતા તે પોતે ત્યા જાય છે અને પુજા અર્ચના નો લ્હાવો લે છે. આ વાત કઈ થોડા સમય પહેલા ની નથી કે થોડા વર્ષ પહેલા ની. આ વાત ને કેટલીય સદીઓ વીતી ચુકી છે. પણ અહી આજ પરંપરા ચાલી આવે છે. એક ચોક્કસ ટાઈમે મોરલો આવે છે અને ટહુકા કરવા ક્યા થી આવે છે એ આજ સુધી કોઈ જાણી શક્યુ નથી.

મોરલા ના ટહુકા બાદ જ આરતી પુજા નો પ્રારંભ થાય છે. આ મોરલો રાત્રી ના સમયે રોકાય છે અન્ર સવાર ના ફરી ટહુકી જતો રહે છે. આવી રીતે ગમે તેવી ઋતુ મા તે આવે છે અને પોતાની દૈનિક રીત મુજબ કામ કરી જતો રહે છે. આ એક જ મોરલો કેટલીય સદીઓ થી આવે છે.

પણ આવી ઘટના થવા પાછળ કઈક તો તથ્ય રહેલુ હશે. વિજ્ઞાન ધારે તો પણ તેને ઉકેલી શકે તેમ નથી. આલ્બર્ટ આઈન્સ્ટાઈન ના જણાવ્યા અનુસાર આ સંપુર્ણ વિશ્વ નુ સંચાલન કોઈ અદ્ર્શ્ય શક્તિ દ્વારા થાય છે.

Comments

Popular posts from this blog

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨