Skip to main content

કૃષ્ણકુમાર સિંહ ગોહિલ





જન્મ ૧૯ મે ૧૯૧૨ જેઠ સુદ ત્રીજ વિક્રમ સંવત ૧૯૬૮ ભાવનગર


મૃત્યુ ૨ એપ્રિલ ૧૯૬૫ ભાવનગર


રહેઠાણ : નિલમબાગ પેલેસ , ભાવનગર


ખિતાબ : કમાંડર, હીઝ હાઇનેસ, મહારાજા રાવ શ્રી, ભાવનગર સ્ટેટના મહારાજા, કે.સી.એસ.આઇધર્મ


જીવનસાથી : મહારાણી શ્રીમતી વિજયાબાકુંવરબા


સંતાન : વિરભદ્રસિંહજી,શિવભદ્રસિંહ, હંસાકુંવરબા, દિલહરકુંવરબા, રોહિણીકુંવરબા


માતા-પિતા : મહારાણી નંદકુંવરબા -મહારાજા ભાવસિંહજી ગોહિલ (બીજા)


કૃષ્ણકુમારસિંહનો જન્મ૧૯ મે ૧૯૧૨ ના રોજ ભાવનગરમાં થયો હતો. તેઓ મહારાજા ભાવસિંહ (દ્વિતિય) (૧૮૭૫-૧૯૧૯, શા. ૧૮૯૬-૧૯૧૯)ના જ્યેષ્ઠ પુત્ર અને તેમની ગાદીનાં વારસ હતા. કૃષ્ણકુમારસિંહએ તેમના પિતાનાં અવસાન બાદ ૧૯૧૯માં ભાવનગરની ગાદી સંભાળી ત્યારે તેમની ઉંમર ફક્ત ૭ વર્ષની હતી, તેઓએ અંગ્રેજ હકુમત હેઠળ ૧૯૩૧ સુધી શાસનની ધુરા સંભાળી હતી.


ક્રુષ્ણકુમારસિંહએ પોતાના પિતા અને દાદા દ્વારા શરુ કરાયેલા સુધારાના કામો, જેવા કે રાજ્યમાં વેરા વસૂલાતની પદ્ધતિમાં સુધારા, ગ્રામ-પંચાયતોની અને ભાવનગર રાજ્યની "ધારાસભા" ની રચના વગેરે આગળ ધપાવ્યા. પ્રગતિમય શાસનને લીધે એમને ઈ.સ. ૧૯૩૮ ના વર્ષમાં કે.સી.એસ.આઈ.ના ઈલ્કાબથી નવાજવામાં આવ્યા હતા. છતાં તેઓ હંમેશા"ભારતની સ્વતંત્રતા" માટે કટીબદ્ધ રહ્યા હતા અને એટલે જ ભારત સ્વતંત્ર થતાની સાથે ભારતીય ગણતંત્રનાકાઠિયાવાડરાજ્ય સાથે પોતાનું રાજ્ય ભેળવી દેનારા પ્રથમ રાજવી હતા.


બાર તેર વર્ષની ઉંમરે ભાવનગર આવેલા ગાંધીજી સાથે કૃષ્ણકુમારસિંહની મુલાકાત યોજાઈ, જેમનાથીતેઓ ઘણા પ્રભાવિત થયા હતા. પ્રભાશંકર પટ્ટણીના સાનિઘ્ય અને માર્ગદર્શન તેમનું ઘડતર બળ બની રહ્યા.રાજકોટનીરાજકુમાર કોલેજમાં અભ્યાસ કર્યા પછી કૃષ્ણકુમારસિંહને ઇંગ્લેન્ડની વિખ્યાત પબ્લીક સ્કૂલ હેરોમાં મૂકવામાં આવ્યા હતા. ત્યાં ત્રણ વર્ષ અભ્યાસ કરી ક્રિકેટ, ફૂટબોલ, નિશાનબાજી વગેરેનો શોખ કેળવ્યો. ઈ.સ. ૧૯૩૧માં કૃષ્ણકુમારસિંહ પુખ્ત વયનાં થતાં રાજ્ય વહીવટની ઘૂરા સંભાળી લીધી.


તે જ વરસે ગોંડલના યુવરાજ ભોજરાજનાં પુત્રી વિજયાબા સાથેતેમનાં લગ્ન લેવાણાં. ઈ.સ. ૧૯૩૧ માં મહારાજા કૃષ્ણકુમારસિંહના લગ્ન ગોંડલનાં મહારાજા ભોજિરાજસિંહના પુત્રી અને મહારાજા ભગવતસિંહજીના પૌત્રી વિજયાબાકુંવરબા સાથે થયા.આ લગ્નથી એમને બે પુત્રો અને ત્રણ પુત્રીઓ મળીને પાંચ સંતાનો થયા.


*.૧. વિરભદ્રસિંહ કૃષ્ણકુમારસિંહ ગોહીલ(માર્ચ ૧૪,૧૯૩૨થીજુલાઇ ૨૬,૧૯૯૪)


*.૨. શિવભદ્રસિંહ કૃષ્ણકુમારસિંહ ગોહિલ(ડિસેમ્બર ૨૩,૧૯૩૩થી હાલમાં હયાત)


*.૩. હંસાકુંવરબા(જુલાઇ ૨૫,૧૯૪૧થી હાલમાં હયાત) હાલમાં અજયગઢના રાજમાતા


*.૪. દિલહરકુંવરબા(નવેમ્બર ૧૯,૧૯૪૨થી હાલમાં હયાત) હાલમાં પન્નાના મહારાણી


*.૫. રોહિણીકુંવરબા(ઓક્ટોબર ૮,૧૯૪૫થી હાલમાં હયાત) હાલમાં કચ્છના પૂર્વ મહારાણી


ઇ.સ. ૧૯૪૮માં કૃષ્ણકુમારસિંહ મદ્રાસના પ્રથમ ભારતીય રાજ્યપાલ બનવાનું બહુમાન મેળવ્યું. એજ વર્ષે એમને રોયલ ભારતિય નૌકાદળના માનદ્દ કમાન્ડર પણ બનાવાયા. ભાવનગરમાં આવેલા નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયના પ્રમુખ તરીકે અને યુનાઇટેડ સર્વિસીઝ ઈંસ્ટિટ્યુટ ઑફ ઈન્ડિયાના વાઈસ-પેટ્રન તરીકે પણ કાર્ય કર્યુ. ૨ એપ્રિલ ૧૯૬૫ના દિવસે ૫૨ વર્ષની ઊંમરે અને ૪૬ વર્ષના શાસનકાળ પછી એમનું ભાવનગરમાં જ અવસાન થયુ.


ભાવનગર યુનિવર્સિટી હવે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી તરીકે ઓળખાય છે, આ અંગેનું વિધેયક મંગળવારે ગુજરાત વિધાનસભામાં વર્ષ ૨૦૧૨માં સર્વાનુમતે પસાર થયું હતું. જેને લીધે ભાવનગર યુનિવર્સિટી અધિનિયમ પણ હવે મહારાજા કૃષ્ણકુમારસિંહજી અધિનિયમ તરીકે ઓળખાય છે. ઉલ્લેખનીય છે કે મહારાજા કૃષ્ણકુમારસિંહએ કરેલા અભુતપૂર્વ(સંદર્ભ આપો)ધાર્મિક-સાહિત્યિક-શૈક્ષણિક-સામાજિક પ્રદાન બદલ તેઓને માનાંજલી અર્પવા માટે આ યુનિવર્સિટીની એક્ઝિક્યુટીવ કાઉન્સિલ દ્વારા આ નામાભિધાન અંગેનો ઠરાવ કર્યો હતો. તેના અનુસંધાનમાં આ વિધેયક છેક ૨૦૧૨માં વિધાનસભામાં રજૂ થયું હતું અને સર્વાનુમતે પસાર થયું.


મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભારતના એકમાત્ર એવા રાજા હતા કે જે પ્રજામાં અપાર લોકચાહના ધરાવતા હતા. તેઓના નામની આગળ માત્ર મહારાજા કે રાજવી નહીં પરંતુ પ્રાતઃસ્મરણીય એવું બિરૂદ લગાડવામાં આવે છે. ભાવનગરનાગૌરીશંકર તળાવએટલેકે બોરતળાવને મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને સમગ્ર રાજવી પરિવારની અનમોલ ભેટ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીની દીર્ઘદૃષ્ટિનો ઉમદા નમૂનોગણવામાં આવે છે. ભાવનગરના રાજવી પરિવારે કોઈપણ નદી કે નાળા પર આધારીત નહીં પરંતુમાળનાથના ડુંગરામાંથીભીકડા કેનાલ દ્વારા વરસાદી પાણી લાવીને ઉભુ કરેલું આ ગૌરીશંકર તળાવ તેની આ બાબત માટે તો અજોડ છે જ સાથે ભાવનગર માટે ગૌરવરૂપ પણ છે.હિન્દુસ્તાનને આઝાદી બાદ અખંડ રાષ્ટ્ર તરીકે જોવાના સરદાર વલ્લભભાઈ પટેલના સ્વપ્નને સૌ પ્રથમ સાકાર કરવામાં ભાવનગરના પ્રાત: સ્મરણિય મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ અપ્રતિમ યોગદાન આપ્યું.


તેઓએ ૧૫મી જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ પોતાની સઘળી સંપત્તિ સાથે ભાવનગર રાજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ચરણે ધરણી દઈ પ્રથમ પુનિત આહૂતિ આપી.તો આઝાદી બાદ ઈ.સ. ૧૯૪૮માં મહારાજા કૃષ્ણકુમારસિંહજી નવા અસ્તિત્વમાં આવેલા મદ્રાસ રાજ્યના ગવર્નર તરીકે નિમાયા ત્યારે માસિક એક રૂપિયાનું પ્રતિક માનદ્દ વેતન સ્વીકારી પ્રજાસેવાનો અને ત્યાગનો ઉત્તમ દાખલોબેસાડયો જે આજે જાહેર જીવનમાં જોવા મળતો નથી.


બાળપણમાં જ માતાપિતા ગુમાવી ચૂકેલા મહારાજા એકાંતપ્રિય અને વિચારશીલ બન્યા હતા. કુશળ રાજનીતિજ્ઞ, અભ્યાસી અને દૂરંદેશી ધરાવનાર પ્રભાશંકર પટ્ટણી દ્વારા તેમનું ઘડતર થયું હતું. વિશાળ વાચન, સરળ જીવન, કુદરતપ્રેમ અને સ્વતંત્ર દષ્ટિના કારણે ભારતના બદલાઈ રહેલા ઇતિહાસનાં પગરણ તેઓ પિછાની શક્યા. આવી દૂરંદેશીઅને વાસ્તવની સમજ બહુ ઓછા રાજવીઓમાં હતી. આથી સૌરાષ્ટ્રના રાજવીઓમાં તો તેમનું વ્યક્તિત્વ અનેક રીતે જુદું પડતું હતું.


સૌરાષ્ટ્રનાં ૨૨૨ રજવાડાંઓમાં કે દેશભરમાં પણ ગાંધીજીને અને દેશકાળને સમજીને ઇતિહાસનાં પરિવર્તનોને પારખનારા રાજવીઓ ઓછા હતા. મહારાજા કૃષ્ણકુમારસિંહજી તેમાં અપવાદરૂપ હતા. દેશને સ્વતંત્રતા મળી ગઈ, પાકિસ્તાન જુદું પડી ગયું, પણ દેશી રાજ્યોનો પ્રશ્ન હજી ઉકેલાયો નહોતો. કેટલાયે રાજવીઓ સ્વતંત્ર બની સત્તા ટકાવી રાખવાનાં સપનાં સેવી રહ્યા હતા. કાયદે આઝમ ઝીણા અને તેમના સાથીદારો પાકિસ્તાનમાં જોડાઈ જવા રાજવીઓને લલચાવી રહ્યા હતા. કૃષ્ણકુમારસિંહજીને રાજવીઓનાં જૂથોમાં જોડાવાનો આગ્રહ થતો હતો. પણ તેમણે પ્રજાને જવાબદાર તંત્ર આપવાની વિચારણા શરૂ કરી હતી. ડિસેમ્બર, ૧૯૪૭માં તેમણે નિર્ણય કરી લીધો. દીવાન અનંતરાય પટ્ટણી હાજર નહોતા.


બળવંતરાય મહેતા પણ દિલ્હી ગયા હતા. તેમણે બીજા રાજકીય અગ્રણી જગુભાઈ પરીખને બોલાવીને જણાવ્યું કે પોતે ભાવનગરની પ્રજાને જવાબદાર રાજતંત્ર આપી દેવાનો નિર્ણય કરી લીધો છે. જગુભાઈએ તેમનો નિર્ણય આવકારીને આનંદ વ્યક્ત કર્યો તથા દિલ્હી જઈ સરદારસાહેબને મળવા અભિપ્રાય આપ્યો. મહારાજાએ તેમનો અભિપ્રાય સાંભળી લીધો.તે પછી તેમણે જાતે નિર્ણય કર્યો કે દિલ્હી જઈ ગાંધીજીને મળવું. તેમણે ગઢડાથી શેઠ મોહનલાલ મોતીચંદને બોલાવ્યા. તેમને કામ સોંપ્યું કે દિલ્હી જઈ ગાંધીજી સાથેની પોતાની મુલાકાતની વિગતો નક્કી કરી આવે. ગાંધીજીએ આપેલી તારીખ પ્રમાણે મહારાજા ૧૭ ડિસેમ્બર, ૧૯૪૭ના રોજ રાત્રે ૧૧ વાગ્યે મળવા ગયા.


મનુબહેન ગાંધીએ ‘દિલ્હીમાં ગાંધીજી’ ભા.૧ માં મહારાજાની ગાંધીજી સાથેની મુલાકાતનું વર્ણન આપ્યું છે. સમય નજીક જણાતાં ગાંધીજીએ મનુબહેનને બહાર કાર સામે જઈ મહારાજાને માનપૂર્વક લઈ આવવા જણાવ્યું.જ્યારે મહારાજા તેમના ખંડમાં પ્રવેશ્યા ત્યારેતેઓ પોતાના હાથમાં મધ અને લીંબુ સાથેના પાણીનો પ્યાલો હતો તે મનુબહેનના હાથમાં સોંપી ઊભા થઈ ગયા. અને મહારાજાને સ્વાગતમાં નમસ્કાર કર્યા. દીવાન અનંતરાય પટ્ટણી સાથે હતા, પણ મહારાજાએ ગાંધીજીને એકલા જ મળીને વાતચીત કરી હતી.


મહારાજાએ ગાંધીજીને નમ્રતાપૂર્વક જણાવ્યું કે મારું રાજ્ય હું આપનાં ચરણોમાં સોંપી દઉં છું. મારું સાલિયાણું, ખાનગી મિલકતો વગેરે અંગે આપ જે નિર્ણય કરશો તે જ હું સ્વીકારીશ. આપની આજ્ઞા પ્રમાણે જ બધું કરીશ. ગાંધીજી મહારાજાની આવી ઉદાર અને ઉમદા રજૂઆતથી ખૂબ રાજી થયા. છતાં પૂછ્યું, ‘આપનાં રાણીસાહેબ અને ભાઈઓને પૂછ્યું છે ?’ મહારાજાનો જવાબ હતો કે મારા નિર્ણયમાં તેમનો અભિપ્રાય પણ આવી જાય છે. ગાંધીજીએ આ અંગે સરદાર વલ્લભભાઈ પટેલને મળી વિગતે વાત કરવા જણાવ્યું.મહારાજા દિલ્હી રોકાયા હતા અને સરદારસાહેબ, જવાહરલાલ નહેરુ, લોર્ડ માઉન્ટબેટન વગેરે સૌ પદાધિકારીઓને મળ્યા હતા.



ફરી ગાંધીજીને મળવા જતા હતા ત્યારે અન્ય આવેલા રાજવીઓને કહેતા કે તમે પૂછતા હતાને કે અમારે હવે શી રીતે વરતવું ? તો તમે ભાવનગરના આ મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું ઉદાહરણ લો અને તેમણે જે રસ્તો લીધો તેવો તમે પણ લો તેવી મારી ભલામણ છે. મનુબહેને પાછળથી ગાંધીજીને પૂછેલું : ‘બાપુ, આપની પાસે તો વાઈસરોય જેવા ઘણા મોટા લોકો આવે છે. પણ આપ ક્યારેય ઊભા થતા નથી અને કાર સામે જવાનું કહેતા નથી.

ધ લોક ઓફ નિલમબાગ

તો આ મહારાજા તેમાં અપવાદ કેમ?’ ગાંધીજીએ કહ્યું : ‘મનુ, તું જાણે છે ના કે હું ભાવનગરની શામળદાસ કોલેજમાં ભણ્યો છું. એટલે એક વખતનો પ્રજાજન કહેવાઉં. તે મહારાજા છે. એટલે મારે તેમને માન આપવું જોઈએ.’ આવા મહાન હતા ભાવનગરના મહારાજા અને ખરા અર્થમાં પ્રજાહદૃયસમ્રાટ મહારાજા કૃષ્ણકુમારસિંહજી.

અત્યારના જમાનામાં દસ લાખથીય વધુ થાય એવી પાંચ હજારની રકમ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ આપી દીધી.

Comments

Popular posts from this blog

Amul के साथ शुरू करें अपना बिजनेस, हर महीने होगी 5 से 10 लाख की कमाई

बेरोजगार हों या फिर नौकरीपेशा, अपना कारोबार करते हैं या करने की सोच रहे हैं तो आपके पास एक बेहतरीन मौका है. छोटे निवेश में हर महीने मोटी कमाई की जा सकती है. डेयरी प्रोडक्ट्स क...

Kailasa Temple (Ellora, Maharashtra)

architectural marvels and spiritual centers built over the last two millennia મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર (ભૂતપૂર્વ ઔરંગાબાદ) જિલ્લામાં આવેલું **ઇલોરાની ગુફાઓનું કૈલાશ મંદિર (ગુફા ક્રમાંક 16)** પ્રાચીન ભારતીય સ્થાપત્ય અને ઇજનેરી કળાનો એક અદ્ભુત નમૂનો છે. આ માત્ર એક મંદિર નથી, પરંતુ માનવ ઇતિહાસનું એક મહાન આશ્ચર્ય છે. નીચે આ ભવ્ય મંદિરનો ઇતિહાસ અને તેના વિશેની સંપૂર્ણ માહિતી વિગતે આપવામાં આવી છે. ## 1. કૈલાશ મંદિરનો ઇતિહાસ (History)  * **નિર્માણ કાળ:** આ મંદિરનું નિર્માણ **8મી સદીમાં (આશરે ઇ.સ. 756 થી 774 દરમિયાન)** થયું હતું.  * **શાસક:** રાષ્ટ્રકૂટ વંશના મહાન રાજા **કૃષ્ણ પ્રથમ (Krishna I)** દ્વારા આ મંદિર બંધાવવામાં આવ્યું હતું.  * **મુખ્ય હેતુ:** આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. રાજા કૃષ્ણ પ્રથમ હિમાલયમાં આવેલા ભગવાન શિવના નિવાસસ્થાન "કૈલાશ પર્વત" ને પૃથ્વી પર સાકાર કરવા માંગતા હતા, તેથી તેનું નામ 'કૈલાશ મંદિર' રાખવામાં આવ્યું. ### નિર્માણ પાછળની લોકવાયકા એક પૌરાણિક કથા અનુસાર, રાજા ખૂબ જ બીમાર પડ્યા હતા. રાણીએ ભગવાન શિવ પાસે પ્રાર્થના કરી કે જો રાજા સાજા થઈ જશે, ...

સાપુતારા

  આ સ્થળ ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલું છે. આ સ્થળ મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પર, સહ્યાદ્રિ પર્વતમાળામાં જંગલ વચ્ચે આશરે ૧૦૦૦ મીટર જેટલી ઉંચાઇ પર આવેલું છે. આ ક્ષેત્ર ડુંગરાળ અને જંગલ વિસ્તાર છે. અહીં ઉનાળા દરમિયાન પણ તાપમાન આશરે ૩૦ ડીગ્રીથી ઓછું રહે છે. જળાશય (નૌકાવિહાર સગવડ સાથે), રોપ વે, સાપુતારાનો સાપ, સનસેટ પોઇન્ટ, સનરાઇઝ પોઇન્ટ, નવાનગર (ડાંગી સંસ્ક્રૃતિનું દર્શન) તેમ જ ઋતુંભરા વિદ્યાલય વગેરે અહીંના જોવાલાયક સ્થળો છે. સાપુતારા સંગ્રહાલય: આ સંગ્રહાલયન આદિવાસી કલા અને સંસ્કૃતિ માટે વિખ્યાત છે. અહીં પ્રદર્શન મુખ્ય ૪ વર્ગોમાં વહેંચવામાં આવેલું છે આદિવાસી સંગીતવાદ્યો, આદિવાસી વસ્ત્ર, આદિવાસી દાગીના, ડાંગ વિસ્તારના પૂર્વ ઐતિહાસિક સાધનો વગેરેનો સમાવેશ થાય છે. સંગ્રહાલયમા લગભગ ૪૨૦ પ્રકારના પ્રદર્શન છે. બગીચા: રોઝ ગાર્ડન, સ્ટેપ ગાર્ડન. વનસ્પતિ-ઉદ્યાન: સાપુતારાથી ૪૯ કિ.મી. દૂર, ભારતભરમાંથી ૧૪૦૦ છોડની જાતો સાથે ૨૪ હેક્ટરમાં બગીચો આવેલો છે. ગિરા ધોધ: સાપુતારાથી ૪૯ કિ.મી. દૂર સાપુતારા-વઘઈ માર્ગ પર આવેલો છે. આ ધોધને પોતાનું આગવું સૌન્દર્ય છે. આશરે ૩...

આવતા ૧૦-૧૫ વર્ષમાં એક એવી પેઢી સંસાર છોડી ચાલી જશે. જેના ગયા પછી ખૂબ પસ્તાવો થશે. વાત કડવી છે પણ સત્ય છે.

  આવતા ૧૦-૧૫ વર્ષમાં એક એવી પેઢી સંસાર છોડી ચાલી જશે. જેના ગયા પછી ખૂબ પસ્તાવો થશે. વાત કડવી છે પણ સત્ય છે. આ પેઢીના લોકો બિલકુલ અલગ જ છે. રાત્રે જલ્દી સુવાવાળા, સવારે જલ્દી જાગવાવાળા,સવારના અંધકારમાં ફરવાનિકળવા વાળા આંગણાના ફૂલછોડને પાણી પીવડાવવાવાળા, દેવપૂજા માટે ફૂલ તોડવાવાળા, રોજ પાઠ પૂજા કરવાવાળા અને રોજ મંદિર જવાવાળા... રસ્તામાં મળવાવાળાને ખૂબ વાતો કરવા વાળા, તેમનું સુખ દુઃખ પૂછવાવાળા, બંને હાથ જોડી પ્રણામ કરવા વાળા, તેમજ સ્નાન વગર અન્ન નહીં ઉતારવા વાળા. તેમનો અલગ સંસાર..........વાર તહેવાર, મહેમાન, શિષ્ટાચાર, અનાજ, અન્ન, શાકભાજીની ચિંતા, તીર્થયાત્રા , રિતી રિવાજ અને સનાતન ધર્મ ની આગળ પાછળ ફરવાવાળા... જુના ફોન ના ડોગલા ઉપર જ મોહિત રહેવા વાળા, ફોન નંબર ની ડાયરી મેઇન્ટેઇન કરવાવાળા, રોંગ નંબરવાળા સાથે પણ સરસ વાત કરી લેવા વાળા, વર્તમાન પત્રોને દિવસમાં ત્રણ ચાર વાર ઉથલાવી ઉથલાવી વાંચવા વાળા...! હંમેંશા એકાદશી યાદ રાખવા વાળા, પૂનમ અને અમાસ યાદ રાખવાવાળા, ભગવાન ઉપર પ્રચંડ ભરોસો રાખવા વાળા, સમાજનો ડર પાળવા વાળા, જુના ચપ્પલ, ફાટેલી બંડી અને તૂટેલી દાંડીવાળા ચશ્મા પહેરવાવાળા...

What Is an NSE EGR?

 Key Takeaways  EGRs represent direct ownership of physical gold in SEBI-regulated vaults, while Gold ETFs are mutual fund units backed by gold held by the AMC, whose value tracks gold prices.  EGRs offer a unique facility to convert electronic holdings into physical gold; Gold ETFs generally do not offer physical redemption for retail investors.  Gold ETFs involve annual AMC expense ratios, whereas EGRs avoid these fees but may incur vaulting and trading charges.  Gold ETFs currently benefit from relatively higher market liquidity and established trading volumes compared to the evolving EGR segment.  Both are taxed as listed securities, with a 12-month threshold distinguishing short-term (slab rate) from long-term (12.5%) capital gains.  EGRs suit those wanting direct gold ownership and redemption options, while ETFs are ideal for investors seeking liquid, passive price exposure. Gold has long occupied a significant position in India’s investment land...

નાયડા ગુફાઓ દીવ

 દીવ એ ભારતના શ્રેષ્ઠ સ્થાનોમાંનું એક છે.  Video Advertisement દીવનું સૌથી અન્ડરરેટેડ ટૂરિસ્ટ આકર્ષણોમાંનું એક નાયડા ગુફાઓ. તે એક ફોટોગ્રાફરનું સ્વર્ગ છે.  દીવના કિલ્લાની બહાર સ્થિત, ગુફાઓમાં ટનલનું એક જટિલ નેટવર્ક અને વિશાળ પગથિયા જેવા માળખા છે. એવું માનવામાં આવે છે કે જ્યારે પોર્ટુગીઝ લોકો દીવ પર શાસન કરતા હતા, ત્યારે તેમણે બાંધકામ માટે ઉપયોગમાં લેવાયેલા વિશાળ ખડકલોના વિભાગો તોડી નાખ્યા હતા.  આ રીતે આખરે ગુફાઓનો આકાર થયો. આ કેન્દ્રશાસિત પ્રદેશ પર ચાર સદીઓથી પોર્ટુગીઝોનું શાસન હતું અને ભાષાથી માંડીને ખાદ્ય અને સ્થાપત્યની સંસ્કૃતિ સુધીની દરેક બાબતમાં વસાહતીઓનો સ્પષ્ટ પ્રભાવ છે. આ ગુફા કુદરતી પ્રકાશ માટે જાણીતી છે જે સ્થળને સુંદર બનાવે છે.

Rojgar samachar 5 August 2020

પરશુરામની ભૂમિ: વલસાડ જિલ્લામા આધ્યાત્મ અને ધાર્મિક સમન્વય

 પરશુરામની ભૂમિ: વલસાડ જિલ્લામા આધ્યાત્મ અને ધાર્મિક સમન્વય વલસાડ જિલ્લાને પરશુરામની ભૂમિ કહેવાય છે.આ જિલ્લામાં ધાર્મિક સ્થળો આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યા છે.વલસાડમાં તિથલ દરિયા કાંઠે જૈન સમુદાયનું શાંતિ મંદિર,ઓશોનું ધ્યાન કેન્દ્ર,સ્વાધ્યાય પરિવારનું પ્રાર્થના કેન્દ્ર ભક્તો અને શ્રધ્ધાળુઓ માટે મહત્વપૂર્ણ રહ્યું છે.વલસાડ જિલ્લાના છેવાડાના ઉમરગામ જિલ્લામાં સંજાણ બંદરે ઇરાનથી આવેલા પારસી સમુદાયનું આગમન થયું હતું.જેમાં ઉદવાડા સમગ્ર વિશ્વના પારસીઓનું કાશી તરીકે પ્રસિધ્ધ છે.પારસીઓ તેમની સાથે લાવેલા પવિત્ર અગ્નિ આતશ બહેરામ હજી પણ પ્રજ્વલિત છે.અહિં અગ્નિ મંદિર ઇરાન શાહ ટેમ્પલમાં દર વર્ષે દેશવિદેશમાંથી પારસીઓ આવે છે.બગવાડામાં જૈન સમુદાયના તિર્થધામ સમુ મંદિર છે.વલસાડમાં સમગ્ર ભારતમાં એક માત્ર છત વિનાનું શિવલિંગ મંદિર છે.જેને તડકેશ્વર મહાદેવ મંદિર તરીકે પ્રચલિત છે.છત વિનાના આ મંદિરમાં સ્વંયભૂ શિવલિંગ ઉપર સૂર્યના કિરણો પડે છે.જેના દર્શન માટે હજારો ભક્તો ઉમટે છે.આ ઉપરાંત વલસાડ દરિયા કિનારે સાંઇબાબાનું મંદિર સાઇ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે.તિથલ કિનારે સ્વામીનારાયણ ભગવાનનું અત્યંત ભવ્ય મંદિર આવેલુ...

તુલસીશ્યામ

હજારો વર્ષથી ભારતની પ્રજા ધર્મનાં સ્વાવલંબનથી જીવતી આવી છે. એથી એ ધર્મસ્થાનકોમાં પ્રજાજીવનનાં ઉત્થાન-પતન અને આશ્વાસ-નિશ્વાસ કંડારાયેલા પડયા છે. ભારતના પ્રજા જીવનનાં ઘડતરના પાયા એ ધર્મસ્થાનકોનાં ઇતિહાસ અને પુરાણોમાં પડ્યા છે. તેવુંજ ગિરનું પ્રાચીન અને રમણીય ધર્મસ્થાનક એટલે તુલસીશ્યામ. તુલસીશ્યામ એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયનાં જુનાગઢ જિલ્લાનાં ઉનાથી શહેરથી આશરે ૨૯ કિલોમીટર દુર જંગલ માર્ગે આવેલું છે. આ સ્થળ કુદરતી સૌદર્યથી ભરપુર છે કે જયાં ઘોડા ખેલાય છે, હરણાં કુદે છે, ભમરા મીઠો ગુંજારવ કરે છે, અને સિંહ ભયાનક ત્રાડો પાડે છે તેવા લીલા જંગલની વનરાઇઓથી સજાયેલ છે. આમ આ સ્થળ મનને શાંતિ આપે અને હરિલે તેવું છે. જયાં પહોચવા માટે ઉનાથી પાકા ડામર માર્ગે ધોકડવા અને જસાધાર થઇને પહોચી શકાય તેમજ જુનાગઢ શહેરથી તુલસીશ્યામ ૧૨૩ કિલોમીટર દુર છે જયાં વિસાવદર, સતાધાર, ધારી થઇને ડામર માર્ગે પહોચી શકાય છે તેમજ જુનાગઢથી કેશોદ, વેરાવળ, કોડીનાર અને ઉના થઇને પણ તુલસીશ્યામ જઇ શકાય છે. આ અંતર ૧૯૬ કિલોમીટર થાય છે. જે માર્ગે વંથલી, સોમનાથ, ગોરખમઢી અને પ્રાચી જેવા તીર્થો આવે છે. કહેવાય છે કે જાલંધર નામ...

Rojgar samachar 23.06.2021

 More posts from blog કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક ગુજરાત રોજગાર સમાચાર 2021 શું તમે જાણો છો કે પાળિયા મુખત્વે ૧૧ પ્રકારના હોય છે, ચાલો આજે પાળિયા ના પ્રકારો વિષે થોડું જાણીયે