Skip to main content

ગણેશજીની ઊભી મૂર્તિ ધરાવતું એક માત્ર મંદિર

 ઝાડીઓમાં ખોદકામ વખતે સોનાનાં ઘરેણાંથી આભૂષિત મૂર્તિ મળી હતી


ગણેશપુરા તરીકે ઓળખાતા કોઠના ગણેશ મંદિરમાં રોજ હજારો ભક્તો દર્શને આવે છે. દેશભરમાં માત્ર આ મંદિરમાં જ ગણેશજીની ઊભી મૂર્તિ છે. આ મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થયેલી હોવાનું મનાય છે. ખાસ વાત એ છે કે, આ ગણેશજીની સૂંઢ જમણી બાજુ વળેલી હોવાથી વિશેષ મહત્ત્વ છે. ધોળકા નજીક કોઠમાં આવેલા આ મંદિરની મૂર્તિની સ્થાપના પાંડવોએ કરી હોવાની લોકવાયકા છે. વિક્રમ સંવત 933ના અષાઢ વદ ચોથના રોજ હાથેલ વિસ્તારમાં ઝાડીઓની વચ્ચે ખોદકામ દરમિયાન આ મૂર્તિ મળી હતી. વાયકા એવી છે કે જે સમયે ભગવાનની મૂર્તિ મળી ત્યારે મૂર્તિના પગમાં સોનાનાં ઝાંઝર અને કાનમાં સોનાનાં કુંડળ ઉપરાંત માથે મુગટ અને પેટે કંદોરો હતાં.

મૂર્તિ સ્થાપવા બાબતે કોઠ, રોજકા, વકુંટા ગામ વચ્ચે વિવાદ થયો હતો
મૂર્તિ જ્યાંથી મળી તે જગ્યા કોઠ, રોજકા, વંકુટા ગામની વચ્ચે હતી. પરિણામે મૂર્તિ ક્યાં સ્થપાય તે અંગે ત્રણેય ગામ વચ્ચે વિવાદ થયો હતો. ઉકેલના ભાગરૂપે એવું નક્કી થયું કે મૂર્તિ એક ગાડામાં મૂકવામાં આવે અને ગાડું જે બાજુ જઈને અટકશે તે ગામમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના થશે.

મહિને 2 હજાર કિલો લાડુનો પ્રસાદ
લોકડાઉન પહેલાં આ મંદિરમાં દર મહિને બે હજાર કિલોથી વધુના બુંદીના લાડુના પ્રસાદનું વિતરણ થતું હતું. મંગળવારે આ પ્રસાદી લેવા માટે લોકો લાઈનમાં ઊભા રહેતા હતા. દર મહિને ચાર લાખ જેટલા લોકો અહીં દર્શનનો લાભ લે છે.

ઘઉંથી સાથિયો દોરવાની માનતા
લોકવાયકા મુજબ મંદિરમાં ઘઉંથી ઊંધો સાથિયો કરવાથી સંતાનપ્રાપ્તિ થાય છે. લોકો હજારો કિમી દૂરથી મંદિરમાં ઘઉંનો ઊંધો સાથિયો દોરવાની માનતા રાખે છે. માનતા પૂરી થાય ત્યારે મંદિરમાં આવીને સાથિયો સીધો કરીને જાય છે.

Comments

Popular posts from this blog

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨