Skip to main content

પ્રજા દેશથી મહાન નથી બનતી, દેશ પ્રજાથી મહાન બનતો હોય છે.

બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન જર્મનીએ બ્રિટન આવતા ખાંડના જહાજો બોમ્બમારો કરી ડુબાડી દીધા. બ્રિટનમાં ખાંડની તીવ્ર અછત થઈ. લોકો રેશનીંગની દુકાને 100-200 ગ્રામ ખાંડ માટે લાંબી લાઇનમાં ઉભા રહેતા.

તત્કાલીન વ.પ્ર. ચર્ચિલે લોકોને અપીલ કરી "ખાંડ માપમાં મળશે. જરૂરત પૂરતી જ ખાંડ ખરીદો. સંગ્રહ ન કરશો નહિ તો ગરીબ વર્ગ સાવ ખાંડ વગર રહી જશે"

બીજે દિવસે સંસદ જવા નીકળેલા ચર્ચિલે જોયું કે સુખી દેખાતા લોકો પણ દુકાનો ઉપર લાંબી લાઈનોમાં ઉભા હતા. એ દુઃખી થઈ ગયા કે બધાને મળશે એવી જાહેરાત પછી પણ લોકોને ધીરજ નથી!

સેક્રેટરીને તપાસ કરવા મોકલ્યા. થોડીવારે પાછા આવી એણે કહ્યું:
"સર, એ લાઈનો ખાંડ લેવા નહીં પણ જેમની પાસે વધુ ખાંડ હતી એ પાછી આપવા આવ્યા છે જેથી જેમની પાસે નથી એમને ય મળી રહે!!"

ચર્ચિલે ગદગદ થઈને કહ્યું " જ્યાં આવી પ્રજા હોય એ દેશને કોણ હરાવી શકે?"
પછી નો ઇતિહાસ જગજાહેર છે. આવુ કેરેક્ટર પ્રજાનું હોય તો દેશ મહાન થાય જ થાય... 

પ્રજા દેશથી મહાન નથી બનતી, દેશ પ્રજાથી મહાન બનતો હોય છે.


Comments

Popular posts from this blog

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨