Skip to main content

કથાકાર મોરારિબાપુ વ્હારે આવ્યા, દર્દીઓ માટે 1 કરોડની સહાય રાશિ જાહેર કરી

 ભાવનગર અને અમરેલીના કોરોનાના દર્દીઓ માટે કથાકાર મોરારીબાપુ વ્હારે આવ્યા છે, તેમણે દર્દીઓ માટે 1 કરોડની સહાય રાશિ જાહેર કરી છે. સમગ્ર ભારત કોવિડ-19ની ઘાતક લહેરની સામે ઝઝુમી રહ્યું છે તથા દરેક રાજ્યોની સરકારો, એનજીઓ, સેવાભાવી સંસ્થાઓ અને પ્રત્યેક વ્યક્તિ પોતાનાથી બનતા તમામ પ્રયાસો કરીને કોરોના સામેની લડાઇને બળ આપી રહ્યાં છે.



હાલ દેશભરમાં ઓક્સિજન, ઇન્જેક્શન, દવાઓ સહિતની ગંભીર સમસ્યાઓ સર્જાઇ છે ત્યારે કથાકાર મોરારિબાપૂએ અમરેલી જિલ્લાના રાજૂલા, ભાવનગર, સાવરકૂંડલા, મહૂવા અને તળાજા તાલુકામાં સેવાકીય પ્રવૃત્તિઓ માટે રૂ. 1 કરોડની સહાય કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. હાલની વિકટ પરિસ્થિતિનો સામનો કરવા તથા કોરોનાગ્રસ્ત દર્દીઓને ત્વરિત સારવાર મળી રહે તે ઉદ્દેશ્ય સાથે મોરારિબાપૂએ તલગાજરડા ચિત્રકૂટ ધામ હનુમાનજીના પ્રસાદીરૂપે – તુલસીપત્ર રૂપે રૂ. 5 લાખનો ચેક સેવામાં મૂકવાની જાહેરાત કરી છે.


વધુમાં સાવરકુંડલા, મહૂવા, તળાજા, રાજૂલા અને ભાવનગરમાં દર્દીઓની સેવા માટે રૂ. 25-25 લાખ એમ કરીને કુલ રૂ. 1 કરોડની સહાય રાશિ જાહેર કરવામાં આવી છે. આ પ્રસંગે બાપૂએ જણાવ્યું હતું કે, વ્યાસપીઠ પ્રત્યે લોકોને અપાર શ્રદ્ધા અને ભરોસો છે ત્યારે હાલની વિષમ પરિસ્થિતિમાં મને વિશ્વાસ છે કે આપણે સૌ સાથે મળીને સહાય રાશિ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓને આગળ ધપાવી શકીશું.


Comments

Popular posts from this blog

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨