Skip to main content

કોરોના મહામારીના આ જંગમાં મહારાષ્ટ્રના એક 85 વર્ષના યોદ્ધાએ એક મિસાલ આપી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી જોડાયેલા નારાયણે એક યુવક માટે પોતાનો બેડ આપી દીધો.

 દેશમાં કોરોનાના વધતા કહેર વચ્ચે લોકો અલગ અલગ રીતે પીડિતોની મદદ કરી રહ્યા છે. કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી કોવિડ-19ના દર્દીઓને ઑક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરાવી રહ્યા છે તો કોઈ બેડની ઉપલબ્ધતાની માહિતી આપી રહ્યા છે. કોરોના મહામારીના આ જંગમાં મહારાષ્ટ્રના એક 85 વર્ષના યોદ્ધાએ એક મિસાલ આપી છે. નારાયણ નામના એક વ્યક્તિએ પોતાનો બેડ એક યુવકને એવું કહેતા આપી દીધો કે તેને જીવનની વધુ જરૂરિયાત છે.

'હું તો 85નો છું, જિંદગી જીવી ચૂક્યો છું...'




મહિલાની પીડા જોઈને નારાયણે ડૉક્ટરને કહ્યું કે, મારી ઉંમર 85 વર્ષને પાર થઇ ચૂકી છે. ઘણુ બધુ જોઇ ચૂક્યો છું, પોતાનું જીવન પણ જીવી ચૂક્યો છું. બેડની જરૂરિયાત મારા કરતા આ મહિલાના પતિને છે. આ વ્યક્તિના બાળકોને પોતાના પિતાની જરૂરિયાત છે.


3 દિવસ બાદ નારાયણનું મોત થઇ ગયું


નારાયણે ડૉક્ટરને કહ્યું કે, 'જો આ મહિલાના પતિ મરી જશે તો બાળકો અનાથ થઇ જશે, એટલા માટે મારો ધર્મ છે કે હું આ વ્યક્તિનો જીવ બચાવું.' ત્યારબાદ નારાયણે પોતાનો બેડ તે મહિલાના પતિને આપી દીધો. કોરોના પીડિત નારાયણની ઘરે જ સારવાર કરવામાં આવી પરંતુ 3 દિવસ બાદ તેમનું મોત થઇ ગયું. માહિતી અનુસાર નારાયણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી જોડાયેલા હતા.


'ખુદથી પહેલા બીજા, આ સંઘની પરંપરા'


RSSને ઘણા નજીકથી સમજનારા ઉત્કર્ષ બાજપેયી કહે છે, 'સંઘની પરંપરા જ ખુદથી પહેલા બીજાના કલ્યાણની રહી છે.' નારાયણજીએ જે કર્યું તે એક સ્વયંસેવકની પ્રાથમિક ઓળખ છે. તેમણે કહ્યું કે, સંઘ પોતાના સ્વયંસેવકોને હંમેશાથી આ શિખવાડે છે જેને વધુ જરૂરિયાત છે, તેને સંસાધનની ઉપલબ્ધતા માટે પ્રાથમિકતા આપવામાં આવે, નારાયણજીએ એજ કર્યું.

Comments

Popular posts from this blog

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨