ભદ્રેસર જૈન મંદિર અથવા વસઈ જૈન મંદિર એ એક ઐતિહાસિક સ્થળ છે. ભદ્રેસર ગામ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના મુંદ્રા તાલુકામાં આવેલું છે.
આ મંદિરને ભારતના સૌથી પ્રાચીન જૈન મંદિરોમાંનું એક માનવામાં આવે છે. અલબત્ સમય-સમય પર તેનું નવીનીકરણ અને પુનર્વસન કરવામાં આવ્યું છે.એવું કહેવામાં આવે છે કે પ્રથમ વખત ભદ્રાવતીના રાજા સિદ્ધસેને ઈ.સ. પૂ. ૪૪૯માં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.એવું કહેવામાં આવે છે કે દેવચંદ્ર નામના એક સામાન્ય જૈન વ્યક્તિએ સદીઓ પહેલા આ મંદિરનો પાયો નાખ્યો હતો. વર્ષ ૧૧૨૫ માં, જગડુશા દ્વારા આ મંદિરનું મોટાપાયે નવીનીકરણ કરવામાં આવ્યું. આ મંદિર અને ભૂકંપ જેવી કુદરતી આપત્તિઓને કારણે ઘણી વખત ક્ષતિ પામ્યું છે. કચ્છના મિસ્ત્રીઓની વાર્તાઓ જણાવે છે કે તેઓ સ્થપતિઓ અને કસબીઓ હતા અને તેમણે ધરતીકંપો પછી ૧૮૧૯, ૧૮૪૪-૪૫ અને ૧૮૭૫માં મંદિરોનો જીર્ણોદ્ધાર કર્યો હતો.
ભૂતપૂર્વ મંદિરમાં, નીચલો ભાગ સૌથી પ્રાચીન હતો તેનું બાંધકામ આશરે ઈ. સ. ૧૧૭૦ની સાલમાં થયું હતું. મંદિર સંકુલને બરામદા દ્વારા અને પછી બાહ્ય પાંખો, પછી મંદિર અને છેલ્લે મંડપથી વિસ્તૃત કરવામાં આવ્યું હતું.૨૬ જાન્યુઆરી ૨૦૦૧ ના ભૂકંપમાં મંદિર સંકુલ ફરી સંપૂર્ણ રીતે નાશ પામ્યું હતું. હવે તેનું સંપૂર્ણપણે પુનર્નિર્માણ કરવામાં આવ્યું છે કારણ કે ઘણી જૂની દેરીઓ એટલી નાશ પામી હતી કે તેનું પુનર્વસન શક્ય ન હતું
Comments
Post a Comment