Skip to main content

LIC :WhatsApp પર તમે ઉઠાવી શકશો એકસાથે 11 સર્વિસનો લાભ

 LIC દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, જે પોલિસીધારકોએ પોતાની પોલિસીને ઓનલાઈન રજીસ્ટર્ડ નથી કરી તેઓ વોટ્સએપ પર તેનો લાભ લીધા પહેલા પોલિસીને એલઆઈસીની ઓફિશ્યલ સાઈટ પર જઈને રજીસ્ટર કરવાની રહેશે. એક વાત જે અહીં ધ્યાનમાં રાખવાની છે એ તે છે કે એલઆઈસીની પાસે તમારા રજીસ્ટર મોબાઈલ નંબરથી જ તમને વોટ્સએપ પર મેસેજ મોકલવાનો રહેશે. 



LIC વોટ્સએપ નંબર: જુઓ નંબર અને સંપૂર્ણ પ્રોસેસ 


સૌથી પહેલા તમારે તમારા ફોનમાં 8976862090 મોબાઈલ નંબર સેવ કરવો પડશે, જણાવી દઈએ કે આ LICનો ઓફિશિયલ વોટ્સએપ નંબર છે.

ફોનમાં નંબર સેવ કર્યા પછી તમારે વોટ્સએપ ઓપન કરવું પડશે અને પછી વોટ્સએપમાં આ નંબર સાથે ચેટ બોક્સ ઓપન કરવું પડશે.

ચેટ બોક્સ ખોલ્યા પછી, તમારે તેને Hi લખીને મોકલવાનું રહેશે.

જેવુ તમે Hi લખીને મોકલશો, LICનો ચેટબોટ તમને સામેથી 11 વિકલ્પો મોકલશે.

તમારે ફક્ત તે ઓપ્શન્સમાં જ સર્વિસ વિશે જાણકારી જોઈએ છે તેની આગળ જોવા મળી રહેલા ઓપ્શન નંબરને જોઈને મોકલવાના રહેશે. ઉદાહરણ તરીકે 1. પ્રીમિયમ ડેટ, 2. બોનસ સંબંધિત માહિતી. જો તમને પ્રીમિયમની તારીખ સંબંધિત માહિતી જોઈતી હોય તો તમારે 1 લખીને મોકલવાનું રહેશે.

LIC પોર્ટલ પર આ રીતે રજીસ્ટર કરો પોલિસી 


સૌથી પહેલા તમારે LICની ઓફિશિયલ સાઇટ www.licindia.in પર જવું પડશે.

આ પછી તમારે કસ્ટમર પોર્ટલ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.

જો તમે નવા યુઝર છો, તો નવા યુઝરના ઓપ્શન પર ક્લિક કરો અને માંગવામાં આવેલી માહિતી ભરો.

આ પછી તમારું યુઝર આઈડી અને પાસવર્ડ સેટ કરીને વિગતો સબમિટ કરો.

આ પછી તમારા યુઝર આઈડીની મદદથી પોર્ટલ પર લોગ-ઈન કરો.

આ પછી તમારે બેસિક સર્વિસ સેક્શનમાં દેખાતા એડ પોલિસી વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.

રજીસ્ટ્રેશનને પૂર્ણ કરવા માટે તમારે તમારી પોલિસી સંબંધિત ડિટેલ્સને આપવાની રહેશે.

Servicesમાં શામેલ છે આ સર્વિસ 


બોનસ ઈન્ફેર્મેન્શન 

પ્રીમિયમ ડ્યૂ 

લોન એલિજિબિલિટી ક્વોટેશન 

પોલિસી સ્ટેટસ 

લોન ઈન્ટરેસ્ટ ડ્યૂ 

લોન રિપેમેન્ટ ક્વોટેશન 

ULIP- સ્ટેટમેન્ટ ઓફ યુનિટ્સ 

પ્રીમિયમ પેડ સર્ટિફિકેટ 

LIC સર્વિસ લિંક્સ 

Opt In અને Opt Out સર્વિસ 

એન્ડ કન્વર્સેશન 



Comments

Popular posts from this blog

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨