Skip to main content

વરસાદની સિઝનમાં ગુજરાતમાં ફરવાલાયક હિલ સ્ટેશન

 સાપુતારા

વરસાદની સિઝનમાં ગુજરાતમાં ફરવાલાયક હિલ સ્ટેશન એટલે સાપુતારા. ગુજરાતના ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સાપુતારા આવેલું છે. જો તમે પ્રકૃતિ પ્રેમી છો, તો આ તમારા માટે શ્રેષ્ઠ સ્થળ જશે. સાપુતારા અમદાવાદથી 420 કિલોમીટર અને સુરતથી 172 કિલોમીટર દૂર આવેલું છે. સાપુતારામાં સૌથી નજીકનું એરપોર્ટ 225 કિલોમીટર દૂર મુંબઇ શહેરમાં આવેલ છે. સાપુતારાનું નજીકનું રેલવે સ્ટેશન 51 કિલોમીટર દૂર વઘઇ અને થોડે વધુ દૂર બિલિમોરાથી સાપુતારા જવાની બસ મળી રહે છે.

વિલ્સન હિલ
વિલ્સન હિલ ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાનાં ધરમપુર તાલુકામાં આવેલ હિલ સ્ટેશન છે. હાલમાં પ્રવાસન વિભાગ દ્વારા વિકાસ પ્રોજેક્ટ પણ આ જગ્યાએ વિચારવામાં આવેલ છે. આ હિલ સ્ટેશનની એવરેજ ઊંચાઇ દરિયાઈ સપાટીથી 2500 ફૂટ છે.આ હિલ સ્ટેશન ઉનાળા અને ચોમાસા માટે શ્રેષ્ઠ સ્થળ માનવામાં આવે છે. વિલ્સન હિલ્સ પરથી સમુદ્રની ઝલક અને ગીચ જંગલમાં પંગારબારી ગામે વન્ય જીવન અભ્યારણ વિસ્તારનો નજારો પણ મેળવી શકાય છે. વરસાદની મોસમમાં આ જગ્યા ખૂબ જ સુંદર બની જાય છે.

પોલો જંગલ
પોલો ફોરેસ્ટ અમદાવાદથી લગભગ 160 કિલોમીટરે આવેલ જોવા લાયક સ્થળ છે. આ જંગલ ઇડર તાલુકાના વિજયનગર નજીક આવેલું છે પોલો ફોરેસ્ટ વરસાદની મોસમમાં તેની લીલીછમ સુંદરતા માટે પ્રખ્યાત છે. પોલો ફોરેસ્ટ 400 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. તમે રાત્રિ માટે રહેવા માટે અહીં કેમ્પ કરી શકો છો અથવા શ્રેષ્ઠ રિસોર્ટમાં રોકાઈ શકો છો. જો તમને જંગલોમાં ફરવું પસંદ છે, તો આ તમારા માટે પરફેક્ટ ડેસ્ટિનેશન છે. તેનું સૌથી નજીકનું એરપોર્ટ અમદાવાદ છે.

થોલ તળાવ
ગુજરાતમાં ચોમાસા દરમિયાન જોવા માટે સુંદર થોલ તળાવ એક સારો વિકલ્પ છે. તમે શ્રેષ્ઠ અને શાંતિપૂર્ણ અનુભવ માટે અહીં મુલાકાત લઈ શકો છો. આ તળાવમાં તમને અનેક પ્રકારના પક્ષીઓ જોવા મળશે. પક્ષી અભયારણ્યમાં 87 પ્રજાતિનાં 57000 પક્ષીઓ હોવાનો અંદાજ છે. તળાવની આસપાસ ચાલવું એ એક અનોખો અનુભવ થાય છે. જો તમને શાંતિ વળી જગ્યા ગમે છે અને તમે તમારા પરિવાર સાથે અહીં આવવા માંગો છો, તો આ એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.

Comments

Popular posts from this blog

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨