Skip to main content

એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)એ નાણાકીય વર્ષ 2021-22 માટે વ્યાજદરોમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે,

 



PFના દાયરામાં આવતા દેશના લગભગ 6 કરોડ કર્મચારી માટે ખરાબ સમાચાર છે. એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)એ નાણાકીય વર્ષ 2021-22 માટે વ્યાજદરોમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે, એટલે કે હવે તમને 8.50%ના બદલે 8.10%ના દરે વ્યાજ મળશે. આ દર છેલ્લાં 40 વર્ષમાં સૌથી નીચો છે. 1977-78માં EPFOએ 8% વ્યાજ આપ્યું હતું. ત્યારથી એ 8.25% કે તેથી વધુ રહ્યું છે. છેલ્લાં બે નાણાકીય વર્ષ (2019-20 અને 2020-21) વિશે વાત કરીએ તો વ્યાજદર 8.50% રહ્યું છે.


1952માં PF પર 3% વ્યાજ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું

1952માં PF પર વ્યાજદર માત્ર 3% હતો, જોકે ત્યાર બાદ એમાં વધારો થયો હતો. 1972માં પ્રથમ વખત એ 6%થી ઉપર પહોંચ્યો. એ 1984માં પ્રથમ વખત 10%થી ઉપર પહોંચ્યો હતો. પીએફધારકો માટે શ્રેષ્ઠ સમય 1989થી 1999નો હતો. આ દરમિયાન પીએફ પર 12% વ્યાજ મળતું હતું. એ પછી વ્યાજદર ઘટવા લાગ્યા. 1999 પછી વ્યાજદર ક્યારેય 10%ની નજીક પહોંચ્યો નથી. એ 2001થી 9.50%થી નીચે રહ્યો છે. છેલ્લાં સાત વર્ષથી એ 8.50% કે એનાથી ઓછો છે.


અત્યારસુધી સૌથી વધુ 12% વ્યાજ

છેલ્લાં બે નાણાકીય વર્ષ (2019-20 અને 2020-21) વિશે વાત કરીએ તો વ્યાજદર 8.50% રહ્યો છે. 2018-19માં એ 8.65% રહ્યો છે. બીજી બાજુ, જો આપણે અત્યારસુધીના સૌથી વધુ વ્યાજની વાત કરીએ તો એ નાણાકીય વર્ષ 1989-2000માં આપવામાં આવ્યું છે. PFની શરૂઆત 1952માં થઈ હતી. 1952થી 1955 સુધી 3% વ્યાજ આપવામાં આવ્યું છે.


નાણાકીય વર્ષના અંતમાં ડિસાઈડ થાય છે વ્યાજદર

ફાઇનાન્સ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઓડિટ કમિટીની પ્રથમ બેઠક PFમાં વ્યાજદર નક્કી કરવા માટે છે. તે આ નાણાકીય વર્ષમાં જમા થયેલાં નાણાંનો હિસાબ આપે છે. આ પછી CBT બેઠક થાય છે. CBTના નિર્ણય પછી નાણા મંત્રાલયની સંમતિ પછી વ્યાજદર લાગુ કરવામાં આવે છે. વ્યાજદર નાણાકીય વર્ષના અંતે નક્કી કરવામાં આવે છે.

Comments

Popular posts from this blog

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨