Skip to main content

પરશુરામની ભૂમિ: વલસાડ જિલ્લામા આધ્યાત્મ અને ધાર્મિક સમન્વય

 પરશુરામની ભૂમિ: વલસાડ જિલ્લામા આધ્યાત્મ અને ધાર્મિક સમન્વય

વલસાડ જિલ્લાને પરશુરામની ભૂમિ કહેવાય છે.આ જિલ્લામાં ધાર્મિક સ્થળો આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યા છે.વલસાડમાં તિથલ દરિયા કાંઠે જૈન સમુદાયનું શાંતિ મંદિર,ઓશોનું ધ્યાન કેન્દ્ર,સ્વાધ્યાય પરિવારનું પ્રાર્થના કેન્દ્ર ભક્તો અને શ્રધ્ધાળુઓ માટે મહત્વપૂર્ણ રહ્યું છે.વલસાડ જિલ્લાના છેવાડાના ઉમરગામ જિલ્લામાં સંજાણ બંદરે ઇરાનથી આવેલા પારસી સમુદાયનું આગમન થયું હતું.જેમાં ઉદવાડા સમગ્ર વિશ્વના પારસીઓનું કાશી તરીકે પ્રસિધ્ધ છે.પારસીઓ તેમની સાથે લાવેલા પવિત્ર અગ્નિ આતશ બહેરામ હજી પણ પ્રજ્વલિત છે.અહિં અગ્નિ મંદિર ઇરાન શાહ ટેમ્પલમાં દર વર્ષે દેશવિદેશમાંથી પારસીઓ આવે છે.બગવાડામાં જૈન સમુદાયના તિર્થધામ સમુ મંદિર છે.વલસાડમાં સમગ્ર ભારતમાં એક માત્ર છત વિનાનું શિવલિંગ મંદિર છે.જેને તડકેશ્વર મહાદેવ મંદિર તરીકે પ્રચલિત છે.છત વિનાના આ મંદિરમાં સ્વંયભૂ શિવલિંગ ઉપર સૂર્યના કિરણો પડે છે.જેના દર્શન માટે હજારો ભક્તો ઉમટે છે.આ ઉપરાંત વલસાડ દરિયા કિનારે સાંઇબાબાનું મંદિર સાઇ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે.તિથલ કિનારે સ્વામીનારાયણ ભગવાનનું અત્યંત ભવ્ય મંદિર આવેલું છે.સમગ્ર સ્વામીનારાયણ સંપ્રદાયના ભક્તો સમુદ્રના તટ ઉપર રમણીય વાતાવરણમાં અહિ ધર્મ અને આધ્યાત્મનો સંગમ જોવા મળે છે.બીજી તરફ પૂર્વ પટ્ટીના હરિયાળા વિસ્તારમાં ધરમપુર નજીક આવેલા બરૂમાળમાં શ્રીભાવભાવેશ્વર મહાદેવ મંદિર હજારો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે.


રિવરલિંક પ્રોજેક્ટમાં આવતી વલસાડની ઔરંગા, પાર,દમણગંગા નદીઓ અરબી સમુ્દ્રમાં ભળે છે

સરકારે રિવરલિંગ પ્રોજેકટમાં વલસાડ જિલ્લાની ઔરંગા, દમણગંગા અને પાર નદીનો સમાવેશ કર્યો છે. આ અહીંની મુખ્ય નદીઓ છે. જિલ્લાની બધી જ નદીઓ પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે અને અરબી સમુદ્રમાં ઠલવાય છે. જિલ્લાની નદીઓા પટ ઉપર કાંપનો થર એકત્ર થાય છે.જિલ્લાા 60 કિમી લાંબા સમુદ્રી કાંઠા પર વસતા સાગર ખેડુઓની 1200 બોટ પૈકી 700 થી વધુ બોટ ભરતીનાં પાણી ભરાય ત્યારે નદીનાળાંના તટ વિસ્તારમાં લાંગરવાના આકર્ષક દશ્યો ઉભા થાય છે.ખાસ કરીને ચોમાસાના દિવસોમાં આ દશ્યો કાંઠાના વિસ્તારોમાં લાંગરેલી સેંકડો યાંત્રિક બોટ જોવા મળે છે.


વલસાડી હાફુસ અને વલસાડી સાગ જિલ્લાની વિશેષ ઓળખ

જિલ્લાના ભૂપૃષ્ઠના બે સ્પષ્ટ પ્રાકૃતિક વિભાગો પાડી શકાય છે.પૂર્વનો પહાડી પ્રદેશ ધરમપુર અને કપરાડા તાલુકાઓનો મોટો ભાગ આવરી લે છે. અહીં સાગ અને વાંસનાં ગીચ જંગલો આવેલાં છે. દક્ષિણ તરફ સહ્યાદ્રિનો પહાડી પ્રદેશ છે જ્યારે પશ્ચિમ પટ્ટી ઉપર કાંપનો ફળદ્રૂપ જમીનોનો પ્રદેશ આંબાવાડીઓ,ખેતરોથી લહેરાય છે.ઔરંગા અને પાર નદીઓએ અહીંની જમીનોને ખેતીયોગ્ય ફળદ્રૂપતામાં વૃધ્ધિ કરી છે. જિલ્લામાં દરિયાકાંઠા તરફની જમીનો ખારવાળી છે.જલ્લાની મધુર સ્વાદ ધરાવતી હાફુસ કેરી દેશ વિદેશમાં ખ્યાતિ ધરાવે છે.અહિં હાફુલ કેરીનું વર્ષે 45 હજાર ટન જેટલું સરેરાશ ઉત્પાદન થાય છે.વલસાડી હાફુસ અંમેરિકા,ઇંગ્લેન્ડ,યુરોપ તથા ગલ્ફના દેશોમાં એક્સપોર્ટ થાય છે.જિલ્લાની ઓળખ સાગી લાકડાના કારણે પણ દેશવિદેશમાં ખ્યાતિ ધરાવે છે. સાગી લાકડાંનો ઉદ્યોગ


વલસાડ જિલ્લાનું શુધ્ધ અને મિશ્ર હવામાન લોકો માટે ખુબ અનુકૂળ

વલસાડ જિલ્લો અરબી સમુદ્રને કાંઠે આવેલો હોવાથી તે ગરમભેજવાળી મોસમી આબોહવાને લઇ અહિ રાજ્ય અને અન્ય રાજ્યોનો લોકોને વસવાટ કરવા પ્રેરિત કરે છે. ઉનાળા અને શિયાળાનાં તાપમાનમાં પૂર્વના પહાડી પ્રદેશને બાદ કરતાં ઝાઝો તફાવત જોવા મળતો નથી. જૂન 15થી સપ્ટેમ્બર 15 દરમિયાન અહીંથી પસાર થતા નૈર્ઋત્યના ભેજવાળા પવનો સરેરાશ 1,500થી 2,000 મિમી. જેટલો મધ્યમસરનો વરસાદ આપે છે. મે માસમાં સરેરાશ મહત્તમ-લઘુતમ તાપમાન 33 ડિગ્રી અને 29 ડિગ્રી તથા જાન્યુઆરીનું સરેરાશ મહત્તમ-લઘુતમ તાપમાન સરેરાશ 14 થી 15 ડિગ્રીથી પણ ક્યારેક નીચું જાય છે.


વલસાડ, પારડી, ઉમરગામ તાલુકામાં ઐતિહાસિક ડુંગરોની અલગ ઓળખ

ધરમપુર પાસે સહ્યાદ્રિની અગ્નિ-ધાર આવેલી છે. ત્યાં ટેકરીઓની બે હારમાળાઓ ચાલી જાય છે. ઉમરગામ તાલુકામાં ઇન્દ્રગઢ, જોગમેડો અને ટાલિયો ડુંગરો આવેલા છે. ધરમપુર તાલુકામાં અજમગઢ, પીળવો, તોરણિયો, બરડો, ગારબરડો, કુંભઘાટ, પિંડવણ, એસ્ટોલ, નિમલો, તુમલો અને મોહનગઢના ડુંગરો આવેલા છે. પારડી તાલુકામાં બગવાડા, અર્જુનગઢ અને મોતીવાડાના ડુંગરો તથા વલસાડ તાલુકામાં પારનેરા(150 મીટર ઉંચો) ડુંગર છે.પારનેરા ડુંગર 5 થી 6 કિ.મીની ત્રિજ્યામાં ફેલાયેલો છે. જિલ્લાની 85 ટકા કાળી જમીનો ડેક્કન ટ્રૅપના ખડકોના ઘસારામાંથી બનેલી છે.


સહ્યાદ્રી સૃષ્ટિ કેન્દ્રમાં 250થી વધુ ઔષધિઓના છોડ

વલસાડ જિલ્લાના કપરાડાના દાબખલમાં સહ્યાદ્ગિ સૃષ્ટિ સેન્ટર ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદી વિસ્તારોના પ્રવાસીઓ માટે ખૂબજ આકર્ષણનું કેન્દ્ગ છે. જયાં કુદરતના અણમોલ ખજાનામાંથી અસંખ્‍ય ઔષધિઓનો ખજાનો ભરેલો છે. અહીંના આદિવાસી વનવાસીઓની સંપત્તિ છે. તેમાં 250 જાતના વિવિધ પ્રકારના વૃક્ષો તથા 225 થી વધુ જાતિની ઔષધિઓના છોડ છે.


પેશવાઇકાળનું પારનેરાનું ઐતિહાસિક ડુંગર માતાજીના મંદિરોની દિવ્યતાથી તિર્થધામ બન્યું

17મી સદીમાં પેશવાઇ કાળનું પ્રાચિન વલસાડના પારનેરાનો ઐતિહાસિક પર્વત પર આવેલો કિલ્લો સમકાલિન દિવસોમાં શિવાજી મહારાજ માટે વ્યુહાત્મક રીતે ખુબ મહત્વનું હતું.આજે આ ડુંગર ઉપર આવેલા શ્રીચંડિકા માતાજી,દૂર્ગા માતાજી,મહાકાળી માતાજીના મંદિરોને લઇ ઐતિહાસિક પારનેરા ડુંગર તિર્થધામ બની ગયું છે.માતાજીના મંદિરોને લઇ પારનેરા વિખ્યાત બની ચૂક્યું છે.આ ડુંગર ઉપર શિવાજી મહારાજ સેના લઇને મુકામ કર્યો હતો.જેની સ્મૃતિ આજે પણ કિલ્લા ઉપર જોવા મળે છે.આ કિલ્લા ઉપર ચાંદશાહ પીરબાબાની દરગાહ પણ આસ્થાનું કેન્દ્ર રહ્યું છે.


ઉદ્યોગોનું હબ બન્યું

વલસાડ જિલ્લામાં વાપીમાં એશિયાની સૌથી મોટી જીઆઇડીસી છે.આ ઔદ્યોગિક મથક 1978 સ્થપાયું હતું. છે.આ જિલ્લો રાજ્યના મીઠાના અને કાગળના કુલ ઉત્પાદનનો 10 ટકા જેટલો હિસ્સો આપે છે. જિલ્લામાં કેમિકલ ડાઇઝના એકમો સાથે ફાર્માસ્યુટિકલ કંપનીઓ ધમધમે છે. અહીંનું રંગ-રસાયણ અને ઔષધિઓનું ઉત્પાદન કરતાં કારખાનાં વાપી અને વલસાડના અને અતુલ ખાતે આવેલાં છે.


કુદરતે પર્વતોના ખોળે ધરમપુર કપરાડામાં ખોબે ખોબે સુંદરતા વેરી

વલસાડ જિલ્લાનું ધરમપુર વિલ્સન હિલ અને લેડી વિલ્સન મ્યુઝિયમ,27 એપ્રિલ 1984માં રાષ્ટ્રિય વિજ્ઞાન કેન્દ્ર મહત્વના સ્થળોમાં સ્થાન ધરાવી રહ્યા છે.પ્રકૃતિના ખોળે અને સહ્યાદ્રી પર્વતમાળાના ખોળે ધરમપુર તાલુકાની જિલ્લાની આ ધરતી પર કુદરતે ખોબે ખોબે સુંદરતા વેરી છે.હરિયાળા અને ગાઢ જંગલ આચ્છાદિત વલસાડ જિલ્લાના અંતરિયાળ ધરમપુર અને કપરાડાની ધરતી ઉપર નદીઓમાંથી વહેતા ઝરણાં,ધોધ રાજ્યભરના સહેલાણીઓમાં ભારે આકર્ષણ બન્યા છે.વર્ષાઋતુમાં ધરમપુર અને કપરાડાના જંગલોમાં સર્જાતા કુદરતી નજારાને નિહાળ‌વા માટે હજારો પર્યટકો મૂલાકાત લેવાનું ચૂકતા નથી.

Comments

Popular posts from this blog

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨