Skip to main content

Posts

Showing posts from August, 2021

ઝરીયા મહાદેવ

 કહેવાય છે કે મહાદેવ એકાંત પ્રિય છે. ભોળાનાથ હંમેશા સ્મશાન કે વેરાન જગ્યાએ ધ્યાન મગ્ન રહેવાનું પસંદ કરે છે. આવી જ એક વેરાન જગ્યા કે જ્યાં થાય છે સ્વયંભૂ શિવલિંગ પર બારેમાસ અવિરત જળાભિષેક. તો આવો જાણીએ ક્યાં આવેલુ છે આ મંદિર . કોઈ સ્તોત્ર ન હોવા છતાં અવિરત પાણી ઝરવાનું શુ છે રહસ્ય? આજે આપણે વાત કરવાના છીએ ચોટીલાથી આશરે ૧૫ કિમિ દૂર થાનગઢ રોડ પર આવેલ પૌરાણિક સ્વયંભૂ મંદિર ઝરીયા મહાદેવની. આ મંદિર સુરેન્દ્રનગરથી અંદાજે ૬૮ કિમિ દૂર આ અલૌકિક મંદિર આવેલું છે. અહીં બારેમાસ શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે.તેમાંય ખાસ શ્રાવણ મહિનામાં તો ભક્તોનો મેળાવડો જામે છે. અહીં બારેમાસ પથ્થરની એક શીલમાંથી અવિરત પાણી ઝરતું હોવાથી આ રમણીય મંદિરનું નામ ઝરીયા મહાદેવ પડ્યું હોવાનું મનાય છે. બારવર્ષના અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ અહીંની પાવન ભૂમિ પર વસવાટ કર્યો હતો. એટલે પાંડવોના સમયનું આ મંદિર છે તેવું પણ માનવામાં આવે છે. મંદિરના ગર્ભગૃહમાં પથ્થરની એક મોટી શીલા નીચે સ્વયંભૂ મહાદેવ બિરાજમાન છે. શીલમાંથી ટપકતું પાણી આગળના એક કુંડમાં જમા થાય છે. જેને ભાવિકો પ્રસાદ તરીકે પીવે છે. ગુફામાં પ્રવેશતાની સાથે જાણે ઠંડુ બરફ જેવું

ઇડરગઢ - સાબરકાંઠા

 સાબરકાંઠા જીલ્લાનું ઇડર. ઐતિહાસિક નગર. ઇડર ખાસ તો જાણીતું છે એના ગઢના લીધે. અજેય ગણાતા ઇડરનાં ગઢ એ જીતનું પ્રતિક છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ ગઢ અસ્તિત્વની જંગ લડી રહ્યા છે. હજારો વર્ષથી અનેક ઘટનાઓની સાક્ષી બનેલા આ ગઢના ગૌરવપરદ ઈતિહાસ પર કરીએ એક નજર. સમુદ્રની સપાટીથી 195 મીટર એટલે કે 639 ફીટની ઉંચાઈએ આવેલ ઈડરના ગઢ અનેક પ્રાચીન સ્થાપત્યોને જાળવીને બેઠા છે. ગઢની અંદર જ આવેલ ઝરણેશ્વર મહાદેવ પર ધોમધખતા ઉનાળામાં પણ શીતલ જળનો કુદરતી અભિષેક થતો હોય છે. વિશાલ પથ્થરની નીચે ગુફામાં ઉતરતા જ શિવલિંગનાં દર્શન થાય છે. તો રાજ મહેલ, મહાકાલી મંદિર, રૂઠી રાણીનું માળિયું, નવ ગજાપીર, પાંચ મુખી હનુમાનજી મંદિર સહીત અનેક પ્રાચીન મંદિરો અહી આવેલા છે.એક લોકવાયકા પ્રમાણે ઈસ્વીસન ૨૭૪૨ પૂર્વે મહાભારત કાળમાં હસ્તિનાપુરમાં રાજા દુર્યોધન રાજ કરતા ત્યારે ઈલ્વ દુર્ગની ગાદી પર વેણી વચ્છરાજ રાજ કરતો. વેણી વચ્છરાજાનાં માતા જ્યારે સગર્ભા હતા ત્યારે ગરજ નામનો પક્ષીરાજ તેમને ઈડરના ડુંગરોમાં લાવેલો. અને અહી જ વેણી વચ્છરાજનો જન્મ થયેલો. મોટો થયા બાદ તેના વિવાહ એક નાગ કન્યા સાથે થયા હતા અને તેણે પાતાળલોકમાં સમાધિ લીધી હતી.

સાપુતારા

  આ સ્થળ ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલું છે. આ સ્થળ મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પર, સહ્યાદ્રિ પર્વતમાળામાં જંગલ વચ્ચે આશરે ૧૦૦૦ મીટર જેટલી ઉંચાઇ પર આવેલું છે. આ ક્ષેત્ર ડુંગરાળ અને જંગલ વિસ્તાર છે. અહીં ઉનાળા દરમિયાન પણ તાપમાન આશરે ૩૦ ડીગ્રીથી ઓછું રહે છે. જળાશય (નૌકાવિહાર સગવડ સાથે), રોપ વે, સાપુતારાનો સાપ, સનસેટ પોઇન્ટ, સનરાઇઝ પોઇન્ટ, નવાનગર (ડાંગી સંસ્ક્રૃતિનું દર્શન) તેમ જ ઋતુંભરા વિદ્યાલય વગેરે અહીંના જોવાલાયક સ્થળો છે. સાપુતારા સંગ્રહાલય: આ સંગ્રહાલયન આદિવાસી કલા અને સંસ્કૃતિ માટે વિખ્યાત છે. અહીં પ્રદર્શન મુખ્ય ૪ વર્ગોમાં વહેંચવામાં આવેલું છે આદિવાસી સંગીતવાદ્યો, આદિવાસી વસ્ત્ર, આદિવાસી દાગીના, ડાંગ વિસ્તારના પૂર્વ ઐતિહાસિક સાધનો વગેરેનો સમાવેશ થાય છે. સંગ્રહાલયમા લગભગ ૪૨૦ પ્રકારના પ્રદર્શન છે. બગીચા: રોઝ ગાર્ડન, સ્ટેપ ગાર્ડન. વનસ્પતિ-ઉદ્યાન: સાપુતારાથી ૪૯ કિ.મી. દૂર, ભારતભરમાંથી ૧૪૦૦ છોડની જાતો સાથે ૨૪ હેક્ટરમાં બગીચો આવેલો છે. ગિરા ધોધ: સાપુતારાથી ૪૯ કિ.મી. દૂર સાપુતારા-વઘઈ માર્ગ પર આવેલો છે. આ ધોધને પોતાનું આગવું સૌન્દર્ય છે. આશરે ૩૦૦ ફૂટ જે

ડાયનોસોર પાર્ક, રૈયોલી

 બાલાશિનોરમાં દુનિયાનો ત્રીજો સૌથી મોટો અને દેશનો પહેલો ડાયનાસોર અને ફોસિલ પાર્ક ડાયનાસોર સ્ટેચ્યૂ, રસપ્રદ માહિતી અને ડાયનાસોર સાથે સંબંધિત અદભૂત પ્રદર્શનના માધ્યમથી હવે પ્રવાસન પ્રેમીઓને મળવાનો છે. ડાયનાસોર આ ગામમાં પેદા થયા અને આ જ ગામમાં અંત પણ પામ્યા આ જગ્યાએથી કેટલાક ડાયનાસોરના ઈંડા માંડ્યા જેમાં ટીટેનોસૌરસ અને રાજાસૌરસના ઈંડા પણ મોજુદ હતા અને રૈયોલી ગામ એ દુનિયાનું સૌથી મોટું બીજું “ઈન્ડસેવન ગૃહ” છે. રૈયોલી ગામમાંથી ડાયનાસોરના અવશેષ અને ઈંડા મળ્યા જેમાં આજુબાજુ ગામના લોકો દ્વારા જાણ મળી તો તેવો તેઓના દ્વારા ઈંડાની પૂજા કરવામાં આવતી હતી. દુનિયામાં ક્યાંય પણ ના મળે એવા ડાયનાસોરનો માળો અહીં મળી આવ્યો હતો. જેમાં ૩૦ સેન્ટિમીટર લાબું જેમાં યુવાન ડાયનાસોરના ઈંડા ને ચોંટેલો સાપ હતો જે તેને ખાવા આવ્યો હતો અને ત્યારે એવી એક કુદરતી ઘટના બની જેમાં એ ચોંટેલા જ સ્થિતિમાં રહ્યા અને પછી કરોડો વર્ષ પછી ૧૯૮૧માં મળી આવ્યા. અહીં તેમનાં હાડકાં પણ નર્મદા નદીના કિનારે મળ્યાં. ર૦૦૩માં અહીં જે હાડપિંજર મળી આવ્યાં તેમાં મગજ, મેરુદંડ, કમર, પગ અને પૂંછડીના હાડકાં મુખ્ય હતાં. મ્યુઝિયમના ટાઇમ મશીનમાં વિશ્વ અન

ગીરાધોધ

 ડાંગઃ ગુજરાતના ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન ચોતરફ પ્રાકૃતિક સંપદામાં લીલોતરી હરિયાળીની ચાદર ઓઢાઈ જાય છે. ડાંગ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ અલગતમ હોવાના કારણે ચોમાસાની ઋતુ દરમિયાન નદીઓ ગાંડીતુર બન્યાના દ્રશ્યો જોવા મળે છે. ઉનાળા અને શિયાળાની ઋતુ દરમિયાન નદીઓના વહેણ આકરા બનતા હોય છે, ત્યારે વઘઇ તાલુકાના આંબાપાડા ગામ નજીક અંબિકા નદી પર આવેલો ગીરા ધોધ પણ પાણીથી છલોછલ ઉભરી આવે છે.ગીરા ધોધ જેને ગુજરાતનો નાયગ્રા ધોધ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચોમાસામાં ભારે વરસાદ અને ઉંચાઈથી પડતા ધોધને જોવા અનેક રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે અંબિકા નદીના વહેણ તેજ બનતા ગીરા ધોધનું રોદ્ર સ્વરૂપ જોતાની સાથે જ પ્રવાસીઓ અવાક બની જાય છે. આ ગીરાધોધને નિહાળવા માટે લગભગ 4 મહિના સુધી પ્રવાસીઓની ભીડ જામે છે.

માઉન્ટ આબુ

 માઉન્ટ આબુ એ ભારત દેશના રાજસ્થાન રાજ્યમાં આવેલા અરવલ્લી ગિરિમાળાનું ઉચ્ચતમ શિખર છે. આ નગર સિરોહી જિલ્લામાં આવેલ છે. આબુ પર્વતનું સૌથી ઊંચું શિખર તે ગુરુશિખર (સમુદ્ર સપાટીથી ૧૭૨૨ મીટર ઊંચાઈ) છે. જેની ઊંચાઈ ૫૬૫૩ ફૂટ છે. સન ૧૮૨૨માં યુરોપિયન અધિકારી કર્નલ જેમ્સ ટોડે આ સ્થળની શોધ કરી હતી. ગુજરાતના પાલનપુરથી આ સ્થળ ૫૮ કિમી દૂર છે. આ પર્વત એક પર્વતીય ઉચ્ચ પ્રદેશ નિર્માણ કરે છે જેની લંબાઈ ૨૨ કિમી અને પહોળાઈ ૯ કિમી છે. આને રણપ્રદેશનું રણદ્વીપ પણ કહે છે. આની ઊંચાઈને કારણે આ સ્થળ ઘણી નદીઓ, તળાવો, ધોધ અને સદા નીત્ય લીલા જંગલોનું નિવાસ સ્થાન છે. પુરાણોમાં આ સ્થળને અર્બુદાચલ અને અહીંની પર્વતમાળાને અર્બુદા કહેવામા આવી છે. એમ પણ માનવામાં આવે છે કે વસિષ્ઠ ઋષિએ અહીં તપસ્યા કરી હતી. એક દંતકથા મુજબ, એમની નંદિની ગાય ખાડામાં પડી ગઈ ત્યારે સરસ્વતી નદીએ એ ખાડાને પાણીથી ભરી દીધો. ગાય તરીને બહાર આવી. તેથી અહીં વશિષ્ઠ આશ્રમ અને ગૌમુખ છે. સહેલાણીઓ માટે અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય સ્વર્ગ સમાન છે. અહીં નખી તળાવ, ગાંધીવાટિકા, ટોડ રોક, નન રોક વગેરે સ્થળો આકર્ષક છે. ઉપરાંત અહીં ધાર્મિક આઘ્યાત્મિક મહત્ત્વ ધરાવતાં સ્થળોમ

પીરોટન આઈલેન્ડ

 પીરોટન બેટ બેડી બંદરના કિનારેથી દરીયામાં આશરે ૧૨ નોટિકલ માઈલ દૂર આવેલો છે. લગભગ ૩ ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલા આ પરવાળાના ટાપુની આસપાસ અદ્ભુત દરીયાઈ સૃષ્ટિ ઉપરાંત તમ્મરનાં જંગલ છે. ટાપુ પર એક દીવાદાંડી આવેલી છે. એ દરિયાઈ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન છે તે વિશ્વના દુર્લભ સ્થળોમાનું એક છે. જ્યાં કોઈ પાણીમાં ડૂબ્યા વગર કોરલ તરફ જોઈ શકે છે સફેદ રેતાળ બીચ સ્થળની સુંદરતામાં વધારો કરે છે. અહીં તમે સરળતાથી પફર ફિશ, ઓક્ટોપસ, સ્ટાર ફિશ, જેલી ફિશ રંગબેરંગી વિદેશી દરિયાઈ ફૂલોના છોડ શોધી શકો છો . અહીં પીર જોથાણ નામની દરગાહ આવેલી છે. લોક માન્યતા પ્રમાણે,અહી પીર હોવાને કારણે જગ્યાનું નામ પીરોટન પડ્યું.. પીરોટન દરિયાઈ જીવસૃષ્ટિનું સ્વર્ગ ગણાય છે.અહી પ્રવાસીઓ ખૂબ નજીકથી દરિયાઈ જીવોને હોય શકે છે.દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનના દરિયાઈ વિસ્તારમાં આવેલા ૪૨ ટાપુઓમાંથી પ્રવાસીઓમાં પીરોટન સૌથી પ્રખ્યાત અને મુલાકાત માટે પરવાનગી મળતી હોય એેવા બે પૈકીનો એક ટાપુ છે. રાષ્ટ્રીય ઉદ્યાનની દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન ન પહોંચે તે હેતુથી મુલાકાતીઓની સંખ્યાને કાબુમાં રાખવામાં આવે છે

નાયડા ગુફાઓ દીવ

 દીવ એ ભારતના શ્રેષ્ઠ સ્થાનોમાંનું એક છે.  Video Advertisement દીવનું સૌથી અન્ડરરેટેડ ટૂરિસ્ટ આકર્ષણોમાંનું એક નાયડા ગુફાઓ. તે એક ફોટોગ્રાફરનું સ્વર્ગ છે.  દીવના કિલ્લાની બહાર સ્થિત, ગુફાઓમાં ટનલનું એક જટિલ નેટવર્ક અને વિશાળ પગથિયા જેવા માળખા છે. એવું માનવામાં આવે છે કે જ્યારે પોર્ટુગીઝ લોકો દીવ પર શાસન કરતા હતા, ત્યારે તેમણે બાંધકામ માટે ઉપયોગમાં લેવાયેલા વિશાળ ખડકલોના વિભાગો તોડી નાખ્યા હતા.  આ રીતે આખરે ગુફાઓનો આકાર થયો. આ કેન્દ્રશાસિત પ્રદેશ પર ચાર સદીઓથી પોર્ટુગીઝોનું શાસન હતું અને ભાષાથી માંડીને ખાદ્ય અને સ્થાપત્યની સંસ્કૃતિ સુધીની દરેક બાબતમાં વસાહતીઓનો સ્પષ્ટ પ્રભાવ છે. આ ગુફા કુદરતી પ્રકાશ માટે જાણીતી છે જે સ્થળને સુંદર બનાવે છે.

શ્રી ચામુંડા માતાજી -ઉંચા કોટડા

 ગોહિ‌લવાડનાં અત્યંત શ્રદ્ધેય શક્તિ ર્તીથોમાં સ્થાન ધરાવતાં ઉંચા કોટડા ચામુંડા દેવસ્થાનમાં ચૈત્ર માસનો વિશેષ મહિ‌મા હોઈ પૂરા ચૈત્ર માસ દરમિયાન દૂરદૂરથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો સહ પરિવાર લાપસી-પ્રસાદની માનતા પરિપૂર્ણ કરવા ઉમટી પડે છે. જેની સુવિધા માટે આ તર્થિના ટ્રસ્ટી મંડળ દ્વારા વિશેષ વ્યવવસ્થા યોજવામાં આવે છે. તળાજા-મહુવા વચ્ચેનાં સાગર તટે ઊંચા કોટડા ગામ નજીક ટેકરી પર ”ગઢ કોટડા’’ તરીકે ઓળખાતા આ પ્રાચીન તર્થિમાં વર્ષો પહેલા ઝાંઝમેરનાં ખીમાજીએ આ સ્થળે ચામુંડામાતાની આરાધના કરી ત્રિશુળ, ચુંદડી અને ચુડીની શ્રદ્ધાપૂર્વક સ્થાપના કરી હતી. તેમજ મારવાડથી આવીને અહીં વસેલ જસાજી ભીલએ આ સ્થાનકે નિત્ય પૂજન અર્ચનની પરંપરા શરૂ કરી હતી. સમય જતા આ જગ્યાનું મહત્વ વધતા આસપાસનાં અનેક ગામોનાં ભાવિકો અને ભીલ સમાજ શ્રદ્ધાથી ચામુંડા માની બાધા-આખડી રાખી મનોકામના પૂર્ણ થતાં આ સ્થાનકે આસ્થાપૂર્વક નૈવેદ્ય, લાપસી, ખીચડી વ. પ્રસાદ માટે આવવા લાગ્યા જેથી તેવુ મહાત્મ્ય ચોમેર વૃદ્ધિ પામવા લાગ્યું. ચૈત્ર માસ અને ચૈત્ર નવરાત્રિ ને કારણે આ તર્થિનો મહિ‌મા એટલો વૃદ્ધિ પામેલ છે કે દૂર દૂરથી જુદાજુદા વાહનો, પદયાત્રીઓ

ઘેલા સોમનાથ

 ઘેલા સોમનાથ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્રના પાંચાળ પ્રદેશનું તીર્થધામ છે. જસદણ અને વીંછીયાની વચ્ચે ઠાંગા અને મદાવાની પડખે કુદરતી સૌંદર્ય ધરાવતું આ સ્થાનક આવેલું છે. તેમજ જસદણથી એક માર્ગ હિંગોળગઢ તરફ ફંટાય છે. આ હિંગોળગઢમાં પ્રકૃતિ શીક્ષણ અભયારણ્ય આવેલું છે. જ્યાં યાયાવર પક્ષીઓ પણ આવે છે. સૌરાષ્ટ્રનું કુદરતી ધામ હિંગોળગઢ અને શિવધામ ઘેલા સોમનાથ એકબીજાથી નજીકમાં આવેલા છે. ચોમાસામાં ઘેલા સોમનાથનું પ્રાકૂતિક સૌંદર્ય અનેરું છે. ઉન્મત ગંગા (ધેલો) નદીને કાંઠે આવેલ આ મંદીરનો આગવો ઇતિહાસ છે. જે કથા પ્રચલિત છે તે પ્રમાણે તે મુજબ ગુજરાતમાં મુસ્લિમ સુબા મઝહરખાન ઉર્ફે મુઝફ્ફરશાહની આણ પ્રવર્તતી હતી. જુનાગઢની ગાદીએ ચુડાસમા રા'નું શાસન હતું. ચંદ્રએ પણ જેની આરાધના કરી હતી તેવા સોમનાથ પર રા'ની પુત્રી મીનળદેવીને અનન્ય ભક્તિભાવ હતો. પોતાનું નિવાસ પણ તેણે સોમનાથથી થોડે દુર હીરણ નદીને કાંઠે રાખેલું અને દિવસમાં બે વખત શંકરની શ્રધ્ધાપૂર્વક પૂજા કરતી હતી. અલાઉદીન ખિલજીના સરદારના આક્રમણથી તુટેલા સોમનાથ મંદીરનો જીર્ણોધાર થયો હતો. મંદીરે તેની મુળ પ્રતિષ્ઠા પુનઃ પ્રાપ્ત કરી

ભદ્રેસર જૈન મંદિર

 ભદ્રેસર જૈન મંદિર અથવા વસઈ જૈન મંદિર એ એક ઐતિહાસિક સ્થળ છે. ભદ્રેસર ગામ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના મુંદ્રા તાલુકામાં આવેલું છે. આ મંદિરને ભારતના સૌથી પ્રાચીન જૈન મંદિરોમાંનું એક માનવામાં આવે છે. અલબત્ સમય-સમય પર તેનું નવીનીકરણ અને પુનર્વસન કરવામાં આવ્યું છે.એવું કહેવામાં આવે છે કે પ્રથમ વખત ભદ્રાવતીના રાજા સિદ્ધસેને ઈ.સ. પૂ. ૪૪૯માં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.એવું કહેવામાં આવે છે કે દેવચંદ્ર નામના એક સામાન્ય જૈન વ્યક્તિએ સદીઓ પહેલા આ મંદિરનો પાયો નાખ્યો હતો. વર્ષ ૧૧૨૫ માં, જગડુશા દ્વારા આ મંદિરનું મોટાપાયે નવીનીકરણ કરવામાં આવ્યું. આ મંદિર અને ભૂકંપ જેવી કુદરતી આપત્તિઓને કારણે ઘણી વખત ક્ષતિ પામ્યું છે. કચ્છના મિસ્ત્રીઓની વાર્તાઓ જણાવે છે કે તેઓ સ્થપતિઓ અને કસબીઓ હતા અને તેમણે ધરતીકંપો પછી ૧૮૧૯, ૧૮૪૪-૪૫ અને ૧૮૭૫માં મંદિરોનો જીર્ણોદ્ધાર કર્યો હતો. ભૂતપૂર્વ મંદિરમાં, નીચલો ભાગ સૌથી પ્રાચીન હતો તેનું બાંધકામ આશરે ઈ. સ. ૧૧૭૦ની સાલમાં થયું હતું. મંદિર સંકુલને બરામદા દ્વારા અને પછી બાહ્ય પાંખો, પછી મંદિર અને છેલ્લે મંડપથી વિસ્તૃત કરવામાં આવ્યું હતું.૨૬ જાન્યુઆરી ૨૦૦૧ ના ભૂકંપમા