Skip to main content

પીરોટન આઈલેન્ડ

 પીરોટન બેટ બેડી બંદરના કિનારેથી દરીયામાં આશરે ૧૨ નોટિકલ માઈલ દૂર આવેલો છે. લગભગ ૩ ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલા આ પરવાળાના ટાપુની આસપાસ અદ્ભુત દરીયાઈ સૃષ્ટિ ઉપરાંત તમ્મરનાં જંગલ છે. ટાપુ પર એક દીવાદાંડી આવેલી છે.

એ દરિયાઈ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન છે તે વિશ્વના દુર્લભ સ્થળોમાનું એક છે. જ્યાં કોઈ પાણીમાં ડૂબ્યા વગર કોરલ તરફ જોઈ શકે છે સફેદ રેતાળ બીચ સ્થળની સુંદરતામાં વધારો કરે છે. અહીં તમે સરળતાથી પફર ફિશ, ઓક્ટોપસ, સ્ટાર ફિશ, જેલી ફિશ રંગબેરંગી વિદેશી દરિયાઈ ફૂલોના છોડ શોધી શકો છો .

અહીં પીર જોથાણ નામની દરગાહ આવેલી છે. લોક માન્યતા પ્રમાણે,અહી પીર હોવાને કારણે જગ્યાનું નામ પીરોટન પડ્યું.. પીરોટન દરિયાઈ જીવસૃષ્ટિનું સ્વર્ગ ગણાય છે.અહી પ્રવાસીઓ ખૂબ નજીકથી દરિયાઈ જીવોને હોય શકે છે.દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનના દરિયાઈ વિસ્તારમાં આવેલા ૪૨ ટાપુઓમાંથી પ્રવાસીઓમાં પીરોટન સૌથી પ્રખ્યાત અને મુલાકાત માટે પરવાનગી મળતી હોય એેવા બે પૈકીનો એક ટાપુ છે. રાષ્ટ્રીય ઉદ્યાનની દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન ન પહોંચે તે હેતુથી મુલાકાતીઓની સંખ્યાને કાબુમાં રાખવામાં આવે છે







Comments

Popular posts from this blog

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨