Skip to main content

ઇડરગઢ - સાબરકાંઠા

 સાબરકાંઠા જીલ્લાનું ઇડર. ઐતિહાસિક નગર. ઇડર ખાસ તો જાણીતું છે એના ગઢના લીધે. અજેય ગણાતા ઇડરનાં ગઢ એ જીતનું પ્રતિક છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ ગઢ અસ્તિત્વની જંગ લડી રહ્યા છે. હજારો વર્ષથી અનેક ઘટનાઓની સાક્ષી બનેલા આ ગઢના ગૌરવપરદ ઈતિહાસ પર કરીએ એક નજર.

સમુદ્રની સપાટીથી 195 મીટર એટલે કે 639 ફીટની ઉંચાઈએ આવેલ ઈડરના ગઢ અનેક પ્રાચીન સ્થાપત્યોને જાળવીને બેઠા છે. ગઢની અંદર જ આવેલ ઝરણેશ્વર મહાદેવ પર ધોમધખતા ઉનાળામાં પણ શીતલ જળનો કુદરતી અભિષેક થતો હોય છે. વિશાલ પથ્થરની નીચે ગુફામાં ઉતરતા જ શિવલિંગનાં દર્શન થાય છે.

તો રાજ મહેલ, મહાકાલી મંદિર, રૂઠી રાણીનું માળિયું, નવ ગજાપીર, પાંચ મુખી હનુમાનજી મંદિર સહીત અનેક પ્રાચીન મંદિરો અહી આવેલા છે.એક લોકવાયકા પ્રમાણે ઈસ્વીસન ૨૭૪૨ પૂર્વે મહાભારત કાળમાં હસ્તિનાપુરમાં રાજા દુર્યોધન રાજ કરતા ત્યારે ઈલ્વ દુર્ગની ગાદી પર વેણી વચ્છરાજ રાજ કરતો.

વેણી વચ્છરાજાનાં માતા જ્યારે સગર્ભા હતા ત્યારે ગરજ નામનો પક્ષીરાજ તેમને ઈડરના ડુંગરોમાં લાવેલો. અને અહી જ વેણી વચ્છરાજનો જન્મ થયેલો. મોટો થયા બાદ તેના વિવાહ એક નાગ કન્યા સાથે થયા હતા અને તેણે પાતાળલોકમાં સમાધિ લીધી હતી.

એની યાદમાં આજે પણ વેણી વચ્છરાજ ડુંગર આવેલો છે. અહીના એક કુંડમાં હિમાલયમાં જ થતી ટાઢોળી નામની દુર્લભ વનસ્પતિ થાય છે.ઇડરિયા ગઢ ડુંગર પાછળ આવેલું કર્ણનાથ મહાદેવનું પૌરાણિક મંદિર અને તેની પાસે આવેલ બાળ-ગંગા નામનું પવિત્ર સ્થળ પણ જોવાલાયક છે..



Comments

Popular posts from this blog

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨