Skip to main content

માઉન્ટ આબુ

 માઉન્ટ આબુ એ ભારત દેશના રાજસ્થાન રાજ્યમાં આવેલા અરવલ્લી ગિરિમાળાનું ઉચ્ચતમ શિખર છે. આ નગર સિરોહી જિલ્લામાં આવેલ છે. આબુ પર્વતનું સૌથી ઊંચું શિખર તે ગુરુશિખર (સમુદ્ર સપાટીથી ૧૭૨૨ મીટર ઊંચાઈ) છે. જેની ઊંચાઈ ૫૬૫૩ ફૂટ છે. સન ૧૮૨૨માં યુરોપિયન અધિકારી કર્નલ જેમ્સ ટોડે આ સ્થળની શોધ કરી હતી.




ગુજરાતના પાલનપુરથી આ સ્થળ ૫૮ કિમી દૂર છે. આ પર્વત એક પર્વતીય ઉચ્ચ પ્રદેશ નિર્માણ કરે છે જેની લંબાઈ ૨૨ કિમી અને પહોળાઈ ૯ કિમી છે. આને રણપ્રદેશનું રણદ્વીપ પણ કહે છે. આની ઊંચાઈને કારણે આ સ્થળ ઘણી નદીઓ, તળાવો, ધોધ અને સદા નીત્ય લીલા જંગલોનું નિવાસ સ્થાન છે.

પુરાણોમાં આ સ્થળને અર્બુદાચલ અને અહીંની પર્વતમાળાને અર્બુદા કહેવામા આવી છે. એમ પણ માનવામાં આવે છે કે વસિષ્ઠ ઋષિએ અહીં તપસ્યા કરી હતી. એક દંતકથા મુજબ, એમની નંદિની ગાય ખાડામાં પડી ગઈ ત્યારે સરસ્વતી નદીએ એ ખાડાને પાણીથી ભરી દીધો. ગાય તરીને બહાર આવી. તેથી અહીં વશિષ્ઠ આશ્રમ અને ગૌમુખ છે.

સહેલાણીઓ માટે અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય સ્વર્ગ સમાન છે. અહીં નખી તળાવ, ગાંધીવાટિકા, ટોડ રોક, નન રોક વગેરે સ્થળો આકર્ષક છે. ઉપરાંત અહીં ધાર્મિક આઘ્યાત્મિક મહત્ત્વ ધરાવતાં સ્થળોમાં દેલવાડાનાં જૈન મંદિરો છે. જેની વાસ્તુકલા અને શિલ્પ ખુબ વિખ્યાત છે. આ સિવાય ૧૪મી સદીમાં વૈષ્ણવાચાર્યે રામાનંદજીએ બનાવેલું રઘુનાથજી મંદિર પ્રસિદ્ધ છે. હનુમાનજીની ૧૯ ફૂટ ઉંચી પ્રતિમા પણ આબુ પર્વત પર છે. ઉત્તરે ૪૨૦૦ ફૂટની ઉંચાઈ પર આવેલું અઘ્ધરદેવી અર્બુદાદેવીનું પ્રાચીન મંદિર છે. કુંવારી કન્યા અને રસિયા બાલમનું પણ મંદિર છે.



અચલગઢનું સ્થળ સુપ્રસિદ્ધ છે જયાં અચલેશ્વર મહાદેવ, મંદાકિનીકુંડ અને ત્રણ પાડા, માનસિંહની સમાધિ, અચલગઢનો કિલ્લો, ચૌમુખ મંદિર, આદિશ્વર ભગવાનનું મંદિર, કુંથુનાથ ભગવાનનું મંદિર, શાંતિનાથ ભગવાનનું મંદિર, ભર્તુહરિની ગુફા, રેવતીકુંડ, ભૃગુ આશ્રમ, પાતાળેશ્વર મહાદેવ, અગ્નિકુંડ, વ્યાસતીર્થ, નાગતીર્થ, ગૌતમ આશ્રમ, જમદગ્નિ ઋષિનો આશ્રમ આવેલો છે. અહીં બ્રહ્માકુમારી સંસ્થાનું આંતરરાષ્ટ્રીય મુખ્યાલય, પાંડવભવન માઉન્ટ આબુમાં છે. તેનાથી થોડા માઈલના અંતરે જ્ઞાન સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

Comments

Popular posts from this blog

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨