Skip to main content

એરોવિલ : ભારત સરકારની અંદર હોવા છતાં પણ તે સ્વતંત્ર છે,

 


કોણે વસાવ્યું ઓરોવિલ

ચેન્નાઈથી 150 કિલોમીટર દૂર આવેલા ઓરોવિલ ફાઉન્ડેશન પોતાની રીતે જ એક શહેર પણ છે, જ્યાં મુદ્રા એટલે કરન્સી જેવું કંઈ જ નથી. આ શહેરની વસ્તી 2500ની આસપાસ છે. આ શહેરમાં એવી સુખ સુવિધાઓ છે કે સારામાં સાર મોટા શહેર પણ તેની સામે ટકતા નથી, એટલે કે આ એક પોતાનામાં જ નાનું એવું સ્માર્ટ સિટી છે. ઓરોવિલની સ્થાપના 1968માં યુનેસ્કોના સહયોગથી અરવિંદ સોસાયટીના માં મીરા અલ્ફાંસાએ કરી હતી. રોજર એન્ગર નામના બ્રિટિશ આર્કિટેક્ચરે તેની ડિઝાઈન તૈયાર કરી હતી. જે ડિઝાઈન એક ગેલેક્સીની જેમ છે અને તેની વચ્ચે એક માતૃ મંદિર છે જ્યાં લોકો મેડિટેશન કરે છે.

ઓરોવિલની સ્થાપના માટે ભારત સરકારની મંજૂરી બાદ તેને યુનિસ્કોની સામે રાખવામાં આવ્યું હતું, જ્યાં એક રિઝોલ્યુશન પાસ કરીને તેના નિર્માણની મંજૂરી આપવામાં આવી. આ રિઝોલ્યૂશનનું સમર્થન ભારત સહિત યુનિસ્કોના સભ્ય દેશોએ કર્યો. 18 ફેબ્રુઆરી, 1968નાં રોજ ઓરોવિલના ઉદ્ઘટાન સમારંભમાં 124 દેશોના પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતા તેઓ પોતાની સાથે પોતાના દેશની માટી લઈને આવ્યા હતા, જેને એક સંગેમરમરના કમળના આકારના બનેલા કળશમાં રાખવામાં આવી, આ કામ અહીં આવેલા એક વડલાના ઝાડ નીચે થયું હતું.

ઓરોવિલ પોતાની રીતે એક સ્માર્ટ સિટી

આ શહેર કોઈ વ્યક્તિ વિશેષનું નથી, પરંતુ દરેક લોકોનું છે. એટલું જ નહીં અહીંના કાયદા-કાનૂન પણ અલગ છે. અહીં 42 દેશોના લોકો ઘણી જ સાદગીથી જીવન વિતાવે છે. જેમાંથી 30 ટકા ભારતીય પણ છે.

ઓરોવિલમાં સ્કૂલ, હોસ્પિટલથી લઈને યુનિવર્સિટી પણ છે. તેમજ લોકોની જરૂરિયાત દરેક ચીજવસ્તુ પણ આસાનીથી મળી રહે છે. પુ઼ડ્ડુચેરીથી નજીક વિલુપ્પુરમમાં સ્થિત એરોવિલના લોકો માટે કહેવાય છે કે આ શહેર સૂર્યોદયનું શહેર છે. અહીં વિશ્વના કોઈ પણ ખૂણેથી કે દેશમાંથી આવીને વસી શકાય છે. અહીં આવતા લોકોનો ન તો ધર્મ પૂછવામાં આવે છે કે ન તો તેની રાષ્ટ્રીયતા. આ જગ્યા માનવીય સંવેદનાનું ચરમસ્થાન છે.

કોણ હતા અરવિંદ ઘોષ

ક્રાંતિકારી મહર્ષિ અરવિંદ ઘોષનો જન્મ 15 ઓગસ્ટ, 1872નાં રોજ કોલકાતામાં થયો હતો. અરવિંદના પિતાનું નામ કેડી ઘોષ અને માતાનું નામ સ્વમલતા હતું. અરવિંદ ઘોષે દાર્જિલિંગના લોરેન્ટો કોન્વેન્ટ સ્કૂલમાંથી પોતાનું શિક્ષણ પૂરું કર્યા બાદ, 1879માં ઉચ્ચ શિક્ષણ માટે ઈંગ્લેન્ડ ગયા. લંડનની સેન્ટ પોલમાં તેઓએ અભ્યાસર પૂર્ણ કર્યો. જે બાદ તેઓએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો. પિતાના સતત આગ્રહના કારણે તેઓએ ICS માટે આવેદન કર્યું અને તેની તૈયારી કરી. 1890માં તેઓએ ભારતીય સિવિલ સેવા પરીક્ષા પાસ કરી. પરંતુ તે સમયે સિવિલ સર્વિસ પરીક્ષામાં ઘોડેસવારીની પરીક્ષા જરૂરી હતી, જે તેઓએ ન આપી અને તેમને સિવિલ સેવામાં પ્રવેશ ન મળ્યો.


ભારત આવ્યા બાદ વર્ષ 1902માં અરવિંદ ઘોષની મુલાકાત ક્રાંતિકારી બાલ ગંગાધર સાથે થઈ. તિલકના ક્રાંતિકારી વિચારોથી ઘોષ ઘણાં જ પ્રભાવિત થયા અને તેઓને પોતાના જીવનના ઉદ્દેશ્યનો માર્ગ મળી ગયો. 1916માં ઘોષ કોંગ્રેસ સાથે જોડાયા, જ્યાં તેઓની મુલાકાત લાલ, બાલ અને પાલ એટલે કે લાલા લજપત રાય, બાલ ગંગાધર તિલક અને બિપિનચંદ્ર પાલના સમર્થક બની ગયા. વર્ષ 1905માં બંગ ભંગ આંદોલન થયું અને તેમાં અત્યાચાર કરનાર કિંગ્સફોર્ડને મારવાનો પ્લાન ખુદીરામ બોઝ અને પ્રફુલ ચાકીએ બનાવ્યો. પ્લાન અસફળ રહ્યો પરંતુ તપાસ કરવામાં આવતા તેના તાર ઘોષ સુધી પહોંચ્યા. ક્રાંતિકારી ઘોષની પ્રવૃતિઓથી અંગ્રેજો ભયભીત થઈને 1908માં તેમને અને તેમના ભાઈને અલીપુર જેલ મોકલવામાં આવ્યા. જેલમાંથી છૂટીને અંગ્રેજીમાં કર્મયોગી અને બંગાળ ભાષામાં ધર્મ પત્રિકાઓનું સંપાદન કર્યું. વર્ષ 1912 સુધી તેઓએ સક્રિય રાજનીતિમાં ભાગ લીધો. જે બાદ તેમની રૂચિ ગીતા, ઉપનિષદ અને વેદોમાં થઈ.

ઓરોવિલમાં કોઈ કરન્સીનું ચલણ નથી

ઓરોવિલને લઈને જે સૌથી અનોખી વાત અહીં લોકોના ખેંચે છે તે છે અહીં રૂપિયા કે પૈસાનું ચલણ જ નથી. 1985-86માં એક ફાયનાન્સિયલ સર્વિસ સેન્ટર સ્ટાર્ટ કરાયું હતું, ત્યારથી તે RBIની આજ્ઞાથી બેંકની જેમ જ કામ કરે છે. જેમાં અહીં રહેતા લોકો પોતાના પૈસા ઓનલાઈન કે ઓફલાઈન જમા કરાવે છે. જેના બદલામાં ઓરોવિલે ફાયનાન્સિયલ સર્વિસ એક એકાઉન્ટ નંબર આપે છે. ઓરોવિલમાં આવેલા લગભગ 200 કોમર્શિયલ સેન્ટર અને નાની-મોટી દુકાનો પર આ એકાઉન્ટ નંબર બતાવીને કે ખરીદી કરવામાં આવે છે.


તો જે વિઝિટર્સ અહીં આવે છે, તેમના માટે એક ટેમ્પરરી એકાઉન્ટ ઓપન કરવામાં આવે છે અને ખાસ પ્રકારનું ડેબિટ કાર્ડ તેમને આપવામાં આવે છે જેને ઓરો કાર્ડ કહેવામાં આવે છે. અહીં રહેતા લોકો પોતાની કમાણીનો કેટલોક હિસ્સો કોમ્યુનિટી કે વેલફેરમાં આપે છે. ઓરોવિલનું સેન્ટ્રલ ફંડનું બજેટ 33 ટકા ભાગ અહીંના કોમર્શિયલ યુનિટ્સથી આવે છે, જ્યારે કે ભારત સરકાર પણ થોડું ઘણું યોગદાન આપે છે. આ ઉપરાંત અહીં એક મેઈનટનન્સ ડિપાર્ટમેન્ટ છે જ્યાંથી અહીં રહેતા લોકો પોતાની જરૂરિયાત મુજબથી આર્થિક મદદ લઈ શકે છે. આ જગ્યાએ ઘરોના માલિક તેમાં રહેતા લોકો નહીં પરંતુ ઓરોવિલ ફાઉન્ડેશન છે. આઈએસ અધિકારી વહિવટદાર તરીકે નિમાય છે.

ઓરોવિલઃ ધ સીટી ઓફ ડાઉન 6 ભાગમાં વેચાયેલું છે


ઓરોવિલ 6 ભાગમાં વેચાયેલું એક સ્માર્ટ સિટી છે. ઓરોવિલની ટાઉનશિપના કેન્દ્રમાં પીસ એરિયા છે જ્યાં મોટું ગોલ્ડન સ્પરિકલવાળું એક મંદિર છે. આ મંદિરને માતા મંદિર કહેવામાં આવે છે. જેમાં ચારેબાજુ ગોળાકાર ગાર્ડન છે, જેમાં સંગેમરમરનો કળશે જ્યાં 124 દેશ અને ભારતના 21 રાજ્યોની માટી છે. આ ઉપરાંત આ ગાર્ડનમાં વોટર રિચાર્જ માટે એક તળાવે છે જે અહીંના વાતાવરણને શાંતિમય બનાવે છે.

પીસ એરિયા બાદ ઈન્ડસ્ટ્રીયલ ઝોન પણ છે જેમં ગ્રીન ઈન્ડસ્ટ્રીઝ છે. જે 109 હેકડરમાં ફેલાયેલું છે. આ ઝોનનો મુખ્ય ઉદ્દેશ્ય ટાઉનશિપને આત્મનિર્ભર બનાવવાનો છે.

ઈન્ડસ્ટ્રીયલ ઝોન બાદ 189 હેકટરમાં રેસિડેન્સિયાલ એરિયા પણ છે. જેનો 55% ભાગ ગ્રીન છે અને 45% વિસ્તારમાં બિલ્ડિંગ છે.

રેસિડેન્શિયલ એરિયા પછી 93 હેકટેરનું કલ્ચરલ ઝોન છે. જ્યાં શિક્ષા, રિસર્ચ અને આર્ટને સમર્પિત ભાગ છે.

આ ઉપરાંત એક મોટો ગ્રીન બેલ્ટ એરિયા છે. જે આ બધાં જ ભાગોને ગોળાકાર રૂપે કવર કરે છે. જેનો વિસ્તાર 1.25 કિલોમીટર છે. આ હાલ 405 હેકટરમાં ફેલાયેલો છે જ્યાં પશુપાલન અને અન્ય વન્ય જીવોને રહેવા માટે જગ્યા છોડવામાં આવી છે.

આ ઉપરાંત અહીં આજુબાજુ અનેક સુંદર બીચ પણ છે. જેમાં સેરેનિટી બીચ, પ્રોમેનાડે બીચ, પેરાડાઈઝ બીચ, માહે બીચ, કરાયકલ બીચ સામેલ છે.

અહીં રોકાવા માટે અરવિંદો આશ્રમના અનેક ગેસ્ટ હાઉસ ઉપરાંત હોટલ પણ છે. પરંતુ પહેલાંથી બુકિંગ કરવાની અસુવિધાથી બચી શકાય છે.

ભારતના બંધારણમાં એક અલગ જગ્યા

ઓરોવિલને લઈને માં મીરાનું માનવું હતું કે, 'આની સ્વતંત્રતા પર ભારત સરકાર એક ખતરો છે.' તેમની માન્યતા તેમના નિધન બાદ સાચી સાબિત થઈ. 1980માં ભારત સરકારે એક ઈમરજન્સી ઓરોવિલ પ્રોવિઝનલ એક્ટ પાસ કર્યો અને તેનું મેનેજમેન્ટ પોતાના હાથમાં લઈ લીધું. જેના વિરૂદ્ધ અહીંની સોસાયટીએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી, કોર્ટના અંતિમ ચુકાદામાં સરકારના હસ્તક્ષેપને બંધારણીય રીતે કાયદેસરનું માનવામાં આવ્યું છે.


1988માં ઓરોવિલ મેનેજમેન્ટ માટે એક સારી વ્યવસ્થા કરવાની જરૂરિયાત ઊભી થઈ. આ વખતે સરકારમાં શિક્ષા સલાહકાર કિરીટ જોશી કે જેઓ ટાઉનશિપના રિપ્રેઝેન્ટેટિવ પણ હતા, તેઓએ તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધી સાથે આ મુદ્દે વાત કરી, જે બાદ 1988માં ધ ઓરોવિલ ફાઉન્ડેશન એક્ટ સંસદમાં પાસ થયો. આ એક્ટ અંતર્ગત જ અહીંની તમામ ચલ અને અચલ સંપત્તિ ફાઉન્ડેશનના આધીન આવી ગઈ. અહીં ત્રણ સ્તરવાળું ગવર્નિગ સિસ્ટમ કે જે ગર્વર્નિગ બોર્ડ, રિસેડન્ટ એસેમ્બલી અને ઓરોવિલ ઈન્ટરનેશનલ એડવાયઝરી કાઉન્સિલ લાગુ કરાયું. ઓરોવિલ ફાઉન્ડેશન મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ અંતર્ગત આવતું એક ઓટોનોમસ બોડી છે. એરોવિલ ભારત સરકારની અંદર હોવા છતાં પણ તે સ્વતંત્ર છે, જ્યાં ભારત સરકારના પ્રતિનિધિ કે IAS અધિકારીની નિમણૂંક થાય છે.

એક એવું મંદિર જેની નકલ થી ભારતના સંસદભવનની ડીઝાઈન તૈયાર થઈ છે.

Comments

Popular posts from this blog

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨