Skip to main content

અક્ષૌહિણી સેના



પ્રાચીન ભારતમાં અક્ષૌહિણી એક સૈન્ય તરીકે ગણાય છે.

મહાભારતના એ ધર્મયુદ્ધમાં અઢાર અક્ષૌહિણી સેનાનો નાશ થયો હતો.

મહાભારતના યુધ્ધમાં સૈન્યમાં મનુષ્યોની સંખ્યા ઓછામાં ઓછી ૪૬૮૧૯૨૦ હતી 

ઘોડાઓની સંખ્યા ૨૭૧૫૬૨૦ હતી 

આમ્ર આય્લીજ સંખ્યામાં હાથીઓ હતાં 

આ સંખ્યાથી તો એખ્યલ આવુજ ગયો હશે ને કે મહાભારતનું કુરુક્ષેત્રનું યુદ્ધ 

કેટલું ભયંકર અને વિનાશકારી હતું !

મહાભારત મુજબ, 

કુરુક્ષેત્રના યુદ્ધમાં કુલ ૧૮ અક્ષૌહિણી સેનાઓએ યુદ્ધમાં ભાગ લીધો હતો 

આ પૈકી, ૧૧ અક્ષૌહિણી સેના કૌરવોના પક્ષમાં હતી 

જ્યારે ૭ અક્ષૌહિણી સેના પંડવોની તરફેણમાં લડી હતી 

અક્ષૌહિણી સેનામાં કેટલા રથ, હાથી, પાયદળ અને અને ઘોડા હોય છે 

આના સંબંધમાં મહાભારતના પર્વસંગ્રાહના પર્વનાં દ્વિતીય અધ્યાયમાં આનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે 

એ માહિતી આજે હું તમને આપવાં માંગુ છું  

અક્ષૌહિણી સેના 

" અક્ષૌહિણી હિ સેના સા તદા યૌધિષ્ઠીરં બલમ ।

 પ્રવિશ્યાન્તદર્ઘે રાજન્સાગરં કુનદી યથા ॥ 

વિભાગ 

કોઇપણ અક્ષૌહિણી સેના

ગજ (હાથી સવાર)

 રથ (રથી)

ઘોડા (ઘોડેસવાર 

સૈનિક (પાયદળ )

તેના દરેક વિભાગના સંખ્યાનાં અંકોનો કુલ સરવાળો ૧૮ થાય છે 

એક ઘોડા પર એક સવાર બેઠેલો હોય છે 

 હાથીઓ પર ઓછામાં ઓછા બે વ્યક્તિ બેઠેલાં હોવા જોઈએ,

એક મહાવત અને બીજો લડાયક યોદ્ધો 

એ જ રીતે રથમાં બે માણસો સવાર હોવાં જોઈએ 

અને એ રથને ચાર ઘોડા રહ્યાં હશે !!!!

સેનાના ભાગ 

૧ અક્ષૌહિણી સેના બે ભાગમાં વહેંચાયેલી હતી  

પત્તિ = ૧ ગજ + ૧ રથ + ૩ ઘોડા + ૫ પાયદળ 

સેનામુખ = ( ૩ x પત્તિ) ૩ ગજ + ૩ રથ + ૯ ઘોડા + ૧૫ પાયદળ 

ગુલમ = ( ૩ x સેનામુખ) ૯ ગજ + ૯ રથ + ૨૭ ઘોડાઓ + ૪૫ પાયદળ 

ગણ = ( ૩ x ગુલમ ) ૨૭ ગજ +૨૭ રથ + ૮૧ ઘોડાઓ + ૧૩૫ પાયદળ 

વાહિની = ( ૩ x ગણ) ૮૧ ગજ + ૮૧ રથ + ૨૪૩ ઘોડાઓ + ૪૦૫ પાયદળ 

પૂતના = ( ૩ x વાહિની ) ૨૪૩ ગજ +૨૪૩ રથ + ૭૨૯ ઘોડાઓ + ૧૨૧૫ પાયદળ 

ચમૂ = ( ૩ x પૂતના ) ૭૨૯ ગજ + ૭૨૯ રથ + ૨૧૮૭ ઘોડાઓ + ૩૬૪૫ પાયદળ 

અનીકિની = ( ૩ x ચમૂ) ૨૧૮૭ ગજ + ૨૧૮૭ રથ + ૬૫૬૧ ઘોડાઓ +૧૦૯૩૫ પાયદળ 

અક્ષૌહિણી = ( ૩ x અનીકિની) ૨૧૮૭૦ ગજ + ૨૧૮૭૦ રથ + ૬૫૬૧૦ ઘોડાઓ + ૧૦૯૩૫૦ પાયદળ 

૧ અક્ષૌહિણી સેના 

આ પ્રકારે એક અક્ષૌહિણીસેનામાં હાથી,રથ,ઘોડેસવારો, તથા સિપાહીઓ ની સેના નીચે પ્રમાણે હોતી હતી 

ગજ = ૨૧૮૭૦ 

રથ = ૨૧૮૭૦ 

ઘોડેસવાર = ૬૫૬૧૦ 

પાયદળ = ૧૦૯૩૫૦ 

આમાં ચારેય અંગોમાં ૨૧૮૭૦૦ સૈનિક બરાબર બરાબર સંખ્યામાં વહેંચાયેલા હતાં 

પ્રત્યેક અંગનો એક પ્રમુખ પણ હોતો હતો !!!!

પત્તિ, સેનામુખ, ગુલ્મ તથા ગણના નાયક અધિરથી હોતાં હતાં 

વાહિની,પૂતના, ચમૂ, અને અનીકિનીનાં નાયકો રથી હોતાં હતાં 

એક અક્ષૌહિણી સેનાનો નાયક અતિરથી હોતો હતો 

એકથી વધારે અક્ષૌહિણીસેનાનો નાયક સામાન્યત: મહારથી હોતો હતો 

પાંડવોની સેના  

પાંડવો પાસે ૭ અક્ષૌહિણી સેના હતી 

૧૫૩૦૯૦ રથ 

૧૫૩૦૯૦ ગજ 

૪૫૯૨૭૦ અશ્વ 

૭૬૫૨૭૦ પાયદળ 

કૌરવોની સેના 

કૌરવોની પાસે ૧૧ અક્ષૌહિણી સેના હતી 

૨૪૦૫૭૦ રથ 

૨૪૦૫૭૦ ગજ 

૭૨૧૭૧૦ આશ્વ  

૧૨૦૨૮૫૦ પાયદળ 

પ્રાચીનકાળની ચતુરંગીણી સેના  

પ્રાચીન ભારતમાં સેનાના મુખ્ય ચાર અંગો હોતાં હતાં 

હાથી, ઘોડા, રથ, અને પાયદળ 

જે સેનામાં આ ચાર અંગો હોય એને ચતુરંગીણી સેના કહેવામાં આવતી હતી 

મહાભારતના આદિપર્વ અને સભાપર્વ અનુસાર  

અક્ષૌહિણી સેનામાં કેટલાં પાયદળ, ઘોડા, રથ, અને હાથી હોય છે ?

એનું અમને યથાર્થ વર્ણન સંભળાવો 

કારણકે તમને તો એનું પુરતું જ્ઞાન છે 

ઉપશ્રવાજીએ કહ્યું 

એક રથ , એક હાથી , પાંચ પાયદળ અને ૩ ઘોડા 

બસ આને જ સેનાનાં મર્મજ્ઞ વિદ્વાનોએ પત્તિ કહ્યું છે 

આ પત્તિની ત્રણ ગણી સંખ્યાને વિદ્વાનો સેનામુખ કહે છે 

ત્રણ સેનામુખોને એક ગુલ્મ કહેવામાં આવે છે !!!!

 ત્રણ ગુલ્મનો એક ગણ હોય છે 

ત્રણ ગણની એક વાહિની હોય છે 

અને 

ત્રણ વાહિનીઓને સેનાનું રહસ્ય જાણવાંવાળાં વિદ્વાનોને પૂતન કહેવામાં આવે છે 

ત્રણ પૂતનાની એક ચમૂ 

ત્રણ ચમૂની એક અનીકિની 

અને 

દસ અનીકિનીની એક અક્ષૌહિણી બને છે 

આ વિદ્વાનોનું કથન છે !

શ્રેષ્ઠ બ્રાહ્મણો ગાણિતિક તત્વચિંતકોએ 

 એક અક્ષૌહિણી સેનામાં રથોની સંખ્યા 

એકવીસ હજાર આઠ સો સિત્તેર (૨૧૮૭૦ ) દર્શાવવામાં આવી છે . 

હાથીઓની સંખ્યા આ સમાન જ હોવી જોઈએ

નિષ્પાપ બ્રાહ્મણો! અક્ષૌહિણીમાં ચાલતા માનવોની સંખ્યાને એક લાખ નવ હજાર ત્રણસો પચાસ (૧૦૯૩૫૦) હોવી જોઈએ 

એવાં મતના છે  

એક અક્ષૌહિણી સેનામાં ઘોડાની ચોક્કસ સંખ્યાપાંસઠ હજાર છસોને દસ (૬૫૫૧૦) ગણવામાં આવી છે 

તપોધનો સંખ્યાના તત્વ જાણવાંવાળાં વિદ્વાનો આને જ અક્ષૌહિણી કહે છે જે વિસ્તાર પૂર્વક બતાવ્યું છે 

શ્રેષ્ઠ બ્રાહ્મણો આ ગણતરી મુજબ, કૌરવો-પાંડવોની એમ બંને સેનાઓની સંખ્યાકુલ મળીને અઢાર અક્ષૌહિણી હતી.

અદ્ભુત કર્મ કરવાંવાળાઓ કાલની પ્રેરણાથી સમન્તપશ્ચક ક્ષેત્રમાં 

કૌરાવીને નિમિત્ત બનાવોને આટલી મોટીસેનાઓ એકત્ર થઇ 

અને નાશ પામી ગઈ !

અલબેરુનીના અનુસાર  

અલબેરુનીએ અક્ષૌહિણીની પરિભાષા સંબંધી વ્યાખ્યા આ પ્રકારે આપી છે  

૧ અક્ષૌહિણીમાં ૧૦ અંતકિનીઓ હોય છે 

૧ અંતકિનીમાં ૩ ચમૂ હોય છે 

૧ ચમૂમાં ૩ પૂતના હોય છે 

૧ પુતાનામાં ૩ વાહિનીઓ હોય છે 

૧ વાહિનીમાં માં ૩ ગણ હોય છે 

૧ ગણમાં માં ૩ ગુલ્મ હોય છે 

૧ ગુલ્મમાં માં ૩ સેનામુખ હોય છે 

૧ સેનામુખમાં ૩ પંક્તિ હોય છે 

૧ પંક્તિમાં માં ૧ રથ હોય છે 

શતરંજના હાથીને 'રુખ' કહેવામાં આવે છે, 

જ્યારે યુનાની એને યુદ્ધ રથ'કહે છે.

એનો આવિષ્કાર એથેન્સમાં "મનકાલુસ"(માર્તિલોસ) એ કર્યો હતો 

અને એથેન્સવાસીઓનું એવું કહેવું છે કે યુદ્ધના રથ પર સવારી કરનાર તેઓ જ સૌ પ્રથમ હતા.

પરંતુ તે સમય પહેલાં રનો આવિષ્કાર એફ્રોડિસિયાસ (એવમેવ ) હિન્દુએ કરી લીધી હતી 

મહાપ્રલય પછી લગભગ ૯૦૦ વર્ષ પછી,મિસ્રપર એનું રાજ હતું 

એ રથોને બે ઘોડા ખેંચતા હતાં !

આ રથમાં એક હાથી, ત્રણ સવારો અને પાંચ પ્યાદાઓનો સમાવેશથતો હતો 

યુદ્ધની તૈયારી , તંબુ તાણવા , તંબુ ઉખાડવા સિવાય ઉપર્યુક્ત એ બધાની જ જરૂર પડતી હયી 

૧ અક્ષૌહિણીમાં ૨૧૮૭૦ રથ 

૨૧૮૭૦ હાથી 

૬૫,૬૧૦ સવાર 

અને 

૧૦૯,૩૫૦ પાયદળ હતાં !

 દરેક રથમાં છાર ઘીડાઅને અનો સારથી બેસતાં હતાં 

એ સારથી પણ બાણોથી સુસજ્જિત રહેતો હતો 

 જે પાછળથી સારથીની રક્ષા કરતો હોય છે 

એક ગાડીવાન પણ સાથે જ રહેતો હોય છે !

દરેક હાથી પર રનો મહાવત બેઠો હોય છે 

અને એનો પાછળ એનો સહાયક જે હાથી પર એનો અંકુશ મેળવતો હોય છે !

હાથી પરનું સિંહાસન ધનુષ બાણતો સજાવાયેલું હોય છે 

અને એની પાછળ એના૨ હાથી રહેતાં હોય છે 

જે ભાલા ફેંકતા હોય છે !

જે યુદ્ધ સમયે એની આગળ ચાલતાં હોય છે !

તદનુસાર જે લોકો રથો અને હાથીઓ પર સવાર હોય છે 

એમની સંખ્યા ૨૮૪,૩૨૩ હોય છે (એવમેવનાં જણાવ્યા મુજબ)

જે લોકો ઘોડા પર સવાર હોય છે એમની સંખ્યા ૮૭,૪૮૦ હોય છે  

૧ અક્ષૌહિણીમાં હાથીઓની સંખ્યા ૨૧,૮૭૦ ગોય છે 

રથોની સંખ્યા ૧૫૩,૦૯૦ 

અને 

મનુષ્યોની સંખ્યા ૪૫૯,૨૮૩ હોય છે 

૧ અક્ષૌહિણી સેના માં સમસ્ત જીવધારકો 

હાથીઓ,ઘોડાં અને મનુષ્યોની કુલ સંખ્યા ૬૩૪, ૨૪૩ હોય છે 

૧૮ અક્ષૌહિણી સેના માં આજ સંખ્યા ૧૧,૪૧૬,૩૭૪ થઇ જાય છે !

અર્થાત 

૩૯૩,૬૬૦ હાથીઓ 

૨,૭૫૫,૬૨૦ ઘોડા 

અને 

૮,૨૬૭,૦૯૪ મનુષ્ય !

પાંચાળ પ્રદેશ

Comments

Popular posts from this blog

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨