Skip to main content

માટીના પાત્રમા પકાવેલ ભોજનમા 100 ટકા પોષકતત્વો જળવાઈ રહે છે.

 માટીનાં વાસણોમાં બનેલું ભોજન, ચૂલા પરની રસોઇ અને કાંસાનાં વાસણોમાં ભોજન કરવાથી શરીરને ઘણું પોષણ મળે છે એટલું જ નહીં આવું ભોજન ગ્રહણ કરવાથી ઘણી બધી તકલીફો પણ દૂર થાય છે.

જો અન્ય પાત્રોની વાત કરીએ તો, એલ્યૂમિનિયમના પાત્રમા ભોજન પકાવવાથી 87 ટકા પોષકતત્વો નષ્ટ થઈ જાય છે. પીત્તળના પાત્રમા ભોજન પકાવવાથી 7 ટકા પોષકતત્વો નષ્ટ થઈ જાય છે અને તાંબાના પાત્રમા ભોજન પકાવવાથી 3 ટકા જેટલા પોષકતત્વો નષ્ટ થઈ જાય છે. ફક્ત માટીના પાત્રમા પકાવેલ ભોજનમા જ 100 ટકા પોષકતત્વો જળવાઈ રહે છે.

આયુર્વેદ પ્રમાણે ભોજનને હમેશા ધીમે-ધીમે પકાવવુ જોઈએ અને સ્ટીલ કે એલ્યુમિનિયમના પાત્રોમા આ શક્ય નથી. આ પાત્રો ઝડપી ભોજન બનાવવા માટે ઉપયોગી સાબિત થાય છે. 

જ્યારે માટીના પાત્રોમા ધીમા તાપે ભોજન પકાવવામાં આવે છે. માટીના તવા પર શેકેલી રોટલી અત્યંત સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. રોટલીનો લોટ એ માટીમા સમાવિષ્ટ તત્વોને શોષી લે છે, જેનાથી રોટલીની પૌષ્ટિકતામાં વૃદ્ધિ થાય છે. એટલું જ નહીં માટીમાં હાજર પોષકતત્વો જીવલેણ બીમારીઓ સામે રક્ષણ પણ આપે છે. એવુ માનવામાં આવે છે કે, માટીના તવા પર બનેલી રોટલીનુ સેવન કરવાથી તેમા રહેલા કોઈપણ પોષકતત્વો નષ્ટ થતા નથી.

માટીની તવી પર બનેલી રોટલીનુ સેવન કરવાથી પેટની તકલીફો દૂર થાય છે. ગેસની સમસ્યા નથી રહેતી. જે લોકો બેઠાળુ જીવન જીવતા હોય તેમણે તો રોજિન્દા જીવનમાં માટીની તવી પર બનેલી રોટલીનું જ સેવન કરવું જોઇએ.

આપણાં શરીરને દરરોજ 18 પ્રકારનાં સૂક્ષ્મ પોષક તત્વોની જરૂર હોય છે. જે ફક્ત માટીમાં હોય છે. જેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, આયરન, સિલિકોન, કોબાલ્ટ જેવા તત્વો મુખ્ય છે.

જો તમે માટીનાં પાત્રનો તમારા રસોડમાં ઉપયોગ કરો છો કેટલીક મહત્વની વાતો ધ્યાનમાં રાખવી પણ જરૂરી છે. જેમ કે, માટીના પાત્રમા કોઈપણ ભોજન તેજ આંચ પર ગરમ કરવાથી તે પાત્ર તૂટી શકે છે. માટે હમેશાં ધીમી કે મધ્યમ આંચ પર કોઈપણ વસ્તુ ગરમ કરવી,

 માટીનાં વાસણો ગરમ ગરમ સીધા પાણીના સંપર્કમા ના આવે તે ધ્યાન રાખવું. તેમજ માટીના તવાને હમેશા કપડાથી સાફ કરવાની ટેવ પાડવી, તેનાં પર ક્યારેય પણ સાબુ લગાવવો નહીં, કે પાણીથી સાફ કરવું નહીં. અન્ય વાસણને તમે પાણી સાબુથી ધોઇ શકો છો પણ ધ્યાન રાખવું કે તે સંપૂર્ણ ઠંડા પડી ગયા હોય.


Comments

Popular posts from this blog

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨