Skip to main content

સૌરાષ્ટ્ર ની રસધાર : તળાજાના રાજા વીર એભલજી વાળા

 


મધરાત હતી. બારે મેઘ ખાંગા બનીને તૂટી પડ્યા હતા, જગતને જાણે બોળી દેશે એવાં પાણી ઘેરી વળ્યાં હતાં. ઊંચે આભ ભાંગે તેવા કડાકા-ભડાકા, અને નીચે મહાસાગરે માઝા મેલી હોય તેવું જળબંબાકાર: વચ્ચે ફક્ત ઊંચા ડુંગરાને પેટાળે નાનાં નેસડાં જ અનામત હતાં. અંધારે આશાના ઝાંખા દીવા ઘડી ઘડી એ નેસમાંથી ટમટમતા હતા.

સમજદાર ઘોડો એ દીવાને એંધાણે ડુંગરાળ જમીન પર ડાબલા ઠેરવતો ઠેરવતો ચાલ્યો જાય છે. પોતાના ગળે બાઝેલો અસવાર જરીકે જોખમાઇ ન જાય તેવી રીતે ઠેરવી-ઠેરવીને ઘોડો દાબલા માંડે છે. વીજળીને ઝબકારે નેસડાં વરતાય છે. ચડતો, ચડતો, ચડતો ઘોડો એક ઝૂંપડાની ઓસરી પાસે આવીને ઊભીને એણે દૂબળા ગળાની હાવળ દીધી.

સુસવાટ દેતા પવનમાં ઘોર અંધારે ઝૂંપડીનું કમાડ ઊઘડ્યું. અંદરથી એક કામળી ઓઢેલી સ્ત્રી બહાર નીકળી પૂછ્યું: "કોણ?"

જવાબમાં ઘોડાએ ઝીણી હાવળ કરી. કોઇ અસવાર બોલાશ ન આવ્યો.

નેસડાની રહેનારી નિર્ભય હતી. ઢૂંકડી આવી. ઘોડાના મોં ઉપર હાથ ફેરવ્યો. ઘોડાએ જીભેથી એ માયાળુ હાથ ચાટી લીધો.

"માથે કોણ છે, મારા બાપ?" કહીને બાઇએ ઘોડાની પીઠ ઉપર હાથ ફેરવ્યો. લાગ્યું કે અસવાર છે. અસવાર ટાઢોહીમ થઈને ઢળી પડ્યો છે અને ઘોડાની ડોકે અસવારના બે હાથની મડાગાંઠ વળી છે.

વીજળીનો ઝબકારો થયો તેમાં અસવાર પૂરેપૂરો દેખાણો.

"જે હોય ઇ! નિરાધાર છે. આંગણે આવ્યો છે. જગદંબા લાજ રાખશે."

એટલું કહી બાઇએ અસવારને ઘૉડા ઉપરથી ખેંચી લીધો. તેડીને ઘરમાં લઈ ગઈ, ખાટલે સુવાડ્યો, ઘોડાને ઓશરીમાં બાંધી લીધો.

આદમી જીવે છે કે નહિ? બાઇએ એના હૈયા ઉપર હાથ મૂકી જોયો; ઊંડા ઊંડા ધબકારા ચાલતા લાગ્યા. સ્ત્રીના અંતરમાં આશાનો તણખો ઝગ્યો. ઝટઝટ સગડી ચેતાવી. અડાયાં છાણા અને ડુંગરાઉ લાકડાંનો દેવતા થયો. ગોટા ધગાવી ધગાવીને સ્ત્રી એ ટાઢાબોળ શરીરને શેકવા લાગી પડી. ઘરમાં બીજું કોઇ નહોતું.

શેક્યું, શેક્યું, પહોર સુધી શેક્યું, પણ શરીરમાં સળવળાટ થતો નથી. બેભાન પુરુષને ભાન વળતું નથી, છતાં જીવ તો છે. ઊંડા ઊંડા ધબકારા ચાલી રહ્યા છે.

"શું કરું? મારે આંગણે છતે જીવે આ નર આવ્યો, તે શું બેઠો નહિ થાય? હું ચારણ, મારે શંકર અને શેષનાગ સમાં કુળનાં પખાં અને આ હત્યા શું મારે માથે ચડશે?"

ઓચિંતો જીવ મૂંઝાવા માંડ્યો. ઉપાય જડતો નથી. માનવી જેવા માનવીનું ખોળિયું સામે મરવા પડ્યું છે.

ઓચિંતો એના અંતરમાં અજવાસ પડ્યો. પહાડોની રહેનારી પહાડી વિદ્યાનું ઓસાણ ચડ્યું ઘડીક તો થડકીને થંભી ગઈ.

"ફકર નહિ! દીવો તો નથી, પણ ઇશ્વર પંડે તો અંધારેય ભાળે છે ને! ફકર નહિ. આ મળમૂતરની ભરેલી કૂડી કાયા ક્યાં કામ લાગશે? અને આ મડું છે, મારું પેટ છે, ફકર નહિ."

જુવાન ચારણીએ પોતાનું શરીર એ ઠરેલા ખોળિયાની પડખે લાંબું કર્યું. કામળીની સોડ તાણી લીધી, પોતાની હૂફાળી ગોદમાં એ પુરુષને શરીરનો ગરમાવો આપવા લાગી.

ધીરે-ધીરે-ધીરે ધબકારા વધ્યા. અંગ ઊનાં થવા લાગ્યાં, શરીર સળવળ્યું અને સ્ત્રીએ ઊભી લૂગડાં સંભાળ્યાં. ટોયલી ભરીભરીને એ પુરુષના મોંમાં દૂધ ટોયું.

પ્રભાતે પુરુષ બેઠો થયો. ચકળવકળ ચારેય બાજુ જોવા માંડ્યો. એણે પૂછ્યું: "હું કોણ છું? તમે કોણ છો, બોન?"

"તું તારી ધરમની બોનને ઘેર છો, બાપ! બીશ મા."

બાઇએ બધી વાત કહી. આદમી ઊઠીને એના પગમાં પડી ગયો. બાઇએ પૂછ્યું, "તું કોણ છો, બાપ?"

"બોન, હું એભલ વાળો."

"એભલ વાળો? તળાજું? તું દેવરાજા એભલ!"

"હા, બોન. એ પંડે જ. હું દેવ તો નથી, પણ માનવીના પગની રજ છું."

"તારી આ દશા, બાપ એભલ?"

"હા, આઇ, સાત વરસે હું આજ મે'વાળી શક્યો!"

"શું બન્યું'તું, ભાઇ!"

"તળાજા માથે સાત દુકાળ પડ્યા, આઇ! મારી વસ્તી ધા દેતી હતી. આભમાં ઘટાટોપ વાદળ, પણ ફોરુંય ન પડે. તપાસ કરતાં કરતાં ખબર પડી કે આખી ભોમ સળગી રહી છે: તેમાં એજ્ક કાળિયાર લીલાડું ચરે છે. કાળિયાર હાલે ત્યાં લીલાં તરણાંની કેડ ઊગતી આવે છે. આ કૌતુક શું? પૂછતાં પૂછતાં વાવડ મળ્યા કે એક વાણિયાએ પોતાની જારની ખાણો ખપાવવા સાટુ શ્રાવકના કોઇક જતિ પાસે દોરો કરાવી કાળિયારની શિંગડીમાં ડગળી પાડી તેમાં દોરો ભરી, ડગળી બંધ કરી, બારે મેઘ બાંધ્યા છે. એ દોરો નીકળે ત્યારે જ મે' વરસે. સાંભળીને હું ચડ્યો, બોન! જંગલમાં કાળિયારનો કેડો લીધો. આઘે આઘે નીકળી પડ્યો. ડુંગરામાં કાળિયારને પાડીને શિંગડું ખોલાવ્યું, ત્યાં તો મેઘ તૂટી પડ્યો. હું રસ્તો ભૂલ્યો, થીજી ગયો. પછી શું થયું તેની ખબર નથી રહી."

"વાહ રે, મારા વીરા! વારણાં તારાં! વઘ્ન્યાં બાપનાં! અમર કાયા તપજો વીર એભલની!"

"તારું નામ, બોન?"

"સાંઇ નેહડી. મારો ચારણ કાળ વરતવા માળવે ઊતર્યો છે, બાપ! સાત વરસ વિજોગનાં વીત્યાં; હવે તો ભેંસુ હાંકીને વયો આવતો હશે. લાખેણો ચારણ છે, હો! તારી વાત સાંભળીને એને ભારી હરખ થાશે, મારા વીરા!"

"બોન! આજ તો શું આપું? કાંઇ જ નથી. પણ વીરપહલી લેવા કોક દી તળાજે આવજે!"

"ખમ્મા તુંને, વીર! આવીશ."

આરામ થયે એભલ વાળો ત્યાંથી ઘોડે ચડીને ચાલી નીકળ્યો.

સાત વર્ષે વરસાદ થયો છે. ડુંગરા લીલુડા બની ગ

સાત વર્ષે વરસાદ થયો છે. ડુંગરા લીલુડા બની ગયા છે. નદીનેરાં જાય છે ખળખળ્યાં. એવે ટાણે ચારણો ઢોર લઈને પરદેશથી પાછા વળ્યા. પોતાના વહાલા ધણીને ઉમળકાભરી સાંઇ નેહડીએ એભલ વાળાની વાત કહી સંભળાવી. ગામતરેથી આવતાં તુરત જ સ્ત્રીને આ પારકા માણસની વાતો ઉપર ઊભરા ઠાલવતી દેખી ચારણને ઠીક ન લાગ્યું. એમાં વળી એને કાને પડોશીએ ફૂંકી દીધું કે 'કોઇ પારકા મરદને તારી અસ્ત્રીએ સાત દી સુધી ઘરની અંદર ઠાંસેલો!'

ચારણના અંતરમાં વહેમનું વિષ રેડાઇ ગયું. પોતાની કંકુવરણી ચારણી પર એ ટાણે કટાણે ખિજાવા મંડ્યો; છતાં ચારણી તો ચૂપ રહીને જ બધાં વેણ સાંભળ્યે જતી. એને પણ વાતની સાન તો આવી ગઈ છે.

એક દિવસ ચારણ ગાય દોવે છે. ચારણીના હાથમાં વાછડું છે. અચાનક વાછડું ચારણીના હાથમાંથી વછૂટી ગાયના આઉમાં પહોંચ્યું. ચારણ ખિજાયો. એની બધા દિવસની રીસ એ સમયે બહાર આવી. ચારણીને એણે આંખો કાઢીને પૂછ્યું: "તારા હેતુને કોને સંભારી રહી છો?" હાથમાં શેલાયું(નોંજણું) હતું. તે લઈને એને સાંઇના શરીર પર કારમો પ્રહાર કર્યો.

ચારણીના વાંસામાં ફટાકો બોલ્યો. એનું મોં લાલચોળ બન્યું. થોડી વાર એ અબોલ રહી, પણ પછી એનાથી સહેવાયું નહિ. દૂધના બોઘરામાંથી અંજળિ ભરીને આથમતા સૂરજ સંમુખ બોલી: "હે સૂરજ! આજ સુધી તો ખમી ખાધું, પણ હવે બસ! હદ થઈ. જો હું પવિત્ર હોઉં તો આને ખાતરી કરાવો, ડાડા!" એમ કહીને એણે ચારણ ઉપર અંજળિ છાંટી. છાંટતાં તો સમ! સમ! સમ! કોઇ અંગારા છંટાણા હોય તેમ ચારણને રોમ રોમ આગ લાગી અને ભંભોલા ઊઠ્યા. ભંભોલા ફૂટીને પરુ ટપકવા લાગ્યું. ચારણ બેસી ગયો. નેહડીનાં નેણાં નીતરવા લાગ્યાં.

થોડા દિવસમાં તો ચારણનું શરીર સડી ગયું, લોહી શોષાઇ ગયું. આસું સારતી સારતી નેહડી એ ગંધાતા શરીરની ચાકરી કરે છે. આખરે એક દિવસ એક કંડિયામાં રૂનો પોલ કરી, અંદર પોતાના સ્વામીના શરીરને સંતાડી, કંડિયો માથા પર ઉપાડી સતી નેહડી એકલી ચાલતી ચાલતી તળાજે પહોંચી.

રાજા એભલને ખબર કહેવરાવ્યા. રાજાએ બહેનને ઓળખી. આદર સત્કારમાં ઓછપ ન રાખી; પરંતુ બહેનની પાસે કંડિયાની અંદર શું હશે? કંડિયો કેમ એક ઘડી પણ રેઢો મૂકતી નથી? છાનીમાની ઓરડામાં બેસીને કેમ ભોજન કરતી હશે? એવી અનેક શંકાઓ રાજાને પડી.

એકાંતે જઈને એણે બહેનને મનની વાત પૂછી.

બહેને કંડિયો ખોલીને એ ગંધાતા અને ગેગી ગયેલા ચારણનું શરીર બતાવ્યું. એભલના મોંમાંથી નિશ્વાસ નીકળી ગયો.

"બોન! બાપ! આ દશા?"

"હા બાપ! મારા કરમ!"

"હવે કાંઇ ઉપાય?"

"તેટલા માટે જ તારી પાસે આવી છું."

"ફરમાવો."

"બની શકશે?"

"કરો પારખું!"

"ઉપાય એક જ, ભાઇ! બત્રીસલક્ષણા પુરુષના લોહીથી આ શરીરને નવરાવું તો જ મારો ચારણ બેઠો થશે."

"વાહ વાહ! કોણ છે બત્રીસલક્ષણો? હાજરકરું."

"એક તો તું, ને બીજો તારો દીકરો અણો."

"વાહ વાહ બોન! ભાગ્ય મારાં કે મારું રુધિર આપીને હું તારો ચૂડો અખંડ રાખીશ."

ત્યાં તો કુંવર અણાને ખબર પડી. એણે આવીને કહ્યું: "બાપુ, એ પુણ્ય તો મને જ લેવા દ્યો."

બાપે પોતાને સગે હાથે જ તરવાર ચલાવી. પેટના એકના એક પુત્રનું માથું વધેર્યું. ચારણીનો સ્વામી એ લોહીમાં સ્નાન કરીને તાજો થયો, એભલે પ્રાણ સાટે પ્રાણ આપીને કરજ ચૂકવ્યાં.

આજ પણ સાંઇ નેહડીનો ટીંબો તળાજાથી થોડે આઘે ચારણોના બાબરિયાત ગામ પાસે ખડો છે. અને પિતાપુત્ર એભલ-અણો નીચેના દુહામાં અમર બન્યા છે:

સરઠાં! કરો વિચાર, બે વાળામાં ક્યો વડો?

સરનો સોંપણહાર, કે વાઢણહાર વખાણીએ?

[હે સોરના માનવી, વિચાર તો કરો. આ એભલ વાળો અને અણો વાળો-બેમાંથી કોણ ચડે? કોનાં વખાણ કરીએ? પોતાનું શિર સોંપનાર બેટાનાં, કે સગા દીકરાનું માથું સ્વહસ્તે વાઢી આપનાર બાપનાં?]

સૌરાષ્ટ્ર ની રસધાર

ઝવેરચંદ મેઘાણી.

Comments

Popular posts from this blog

Amul के साथ शुरू करें अपना बिजनेस, हर महीने होगी 5 से 10 लाख की कमाई

बेरोजगार हों या फिर नौकरीपेशा, अपना कारोबार करते हैं या करने की सोच रहे हैं तो आपके पास एक बेहतरीन मौका है. छोटे निवेश में हर महीने मोटी कमाई की जा सकती है. डेयरी प्रोडक्ट्स क...

Kailasa Temple (Ellora, Maharashtra)

architectural marvels and spiritual centers built over the last two millennia મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર (ભૂતપૂર્વ ઔરંગાબાદ) જિલ્લામાં આવેલું **ઇલોરાની ગુફાઓનું કૈલાશ મંદિર (ગુફા ક્રમાંક 16)** પ્રાચીન ભારતીય સ્થાપત્ય અને ઇજનેરી કળાનો એક અદ્ભુત નમૂનો છે. આ માત્ર એક મંદિર નથી, પરંતુ માનવ ઇતિહાસનું એક મહાન આશ્ચર્ય છે. નીચે આ ભવ્ય મંદિરનો ઇતિહાસ અને તેના વિશેની સંપૂર્ણ માહિતી વિગતે આપવામાં આવી છે. ## 1. કૈલાશ મંદિરનો ઇતિહાસ (History)  * **નિર્માણ કાળ:** આ મંદિરનું નિર્માણ **8મી સદીમાં (આશરે ઇ.સ. 756 થી 774 દરમિયાન)** થયું હતું.  * **શાસક:** રાષ્ટ્રકૂટ વંશના મહાન રાજા **કૃષ્ણ પ્રથમ (Krishna I)** દ્વારા આ મંદિર બંધાવવામાં આવ્યું હતું.  * **મુખ્ય હેતુ:** આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. રાજા કૃષ્ણ પ્રથમ હિમાલયમાં આવેલા ભગવાન શિવના નિવાસસ્થાન "કૈલાશ પર્વત" ને પૃથ્વી પર સાકાર કરવા માંગતા હતા, તેથી તેનું નામ 'કૈલાશ મંદિર' રાખવામાં આવ્યું. ### નિર્માણ પાછળની લોકવાયકા એક પૌરાણિક કથા અનુસાર, રાજા ખૂબ જ બીમાર પડ્યા હતા. રાણીએ ભગવાન શિવ પાસે પ્રાર્થના કરી કે જો રાજા સાજા થઈ જશે, ...

સાપુતારા

  આ સ્થળ ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલું છે. આ સ્થળ મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પર, સહ્યાદ્રિ પર્વતમાળામાં જંગલ વચ્ચે આશરે ૧૦૦૦ મીટર જેટલી ઉંચાઇ પર આવેલું છે. આ ક્ષેત્ર ડુંગરાળ અને જંગલ વિસ્તાર છે. અહીં ઉનાળા દરમિયાન પણ તાપમાન આશરે ૩૦ ડીગ્રીથી ઓછું રહે છે. જળાશય (નૌકાવિહાર સગવડ સાથે), રોપ વે, સાપુતારાનો સાપ, સનસેટ પોઇન્ટ, સનરાઇઝ પોઇન્ટ, નવાનગર (ડાંગી સંસ્ક્રૃતિનું દર્શન) તેમ જ ઋતુંભરા વિદ્યાલય વગેરે અહીંના જોવાલાયક સ્થળો છે. સાપુતારા સંગ્રહાલય: આ સંગ્રહાલયન આદિવાસી કલા અને સંસ્કૃતિ માટે વિખ્યાત છે. અહીં પ્રદર્શન મુખ્ય ૪ વર્ગોમાં વહેંચવામાં આવેલું છે આદિવાસી સંગીતવાદ્યો, આદિવાસી વસ્ત્ર, આદિવાસી દાગીના, ડાંગ વિસ્તારના પૂર્વ ઐતિહાસિક સાધનો વગેરેનો સમાવેશ થાય છે. સંગ્રહાલયમા લગભગ ૪૨૦ પ્રકારના પ્રદર્શન છે. બગીચા: રોઝ ગાર્ડન, સ્ટેપ ગાર્ડન. વનસ્પતિ-ઉદ્યાન: સાપુતારાથી ૪૯ કિ.મી. દૂર, ભારતભરમાંથી ૧૪૦૦ છોડની જાતો સાથે ૨૪ હેક્ટરમાં બગીચો આવેલો છે. ગિરા ધોધ: સાપુતારાથી ૪૯ કિ.મી. દૂર સાપુતારા-વઘઈ માર્ગ પર આવેલો છે. આ ધોધને પોતાનું આગવું સૌન્દર્ય છે. આશરે ૩...

આવતા ૧૦-૧૫ વર્ષમાં એક એવી પેઢી સંસાર છોડી ચાલી જશે. જેના ગયા પછી ખૂબ પસ્તાવો થશે. વાત કડવી છે પણ સત્ય છે.

  આવતા ૧૦-૧૫ વર્ષમાં એક એવી પેઢી સંસાર છોડી ચાલી જશે. જેના ગયા પછી ખૂબ પસ્તાવો થશે. વાત કડવી છે પણ સત્ય છે. આ પેઢીના લોકો બિલકુલ અલગ જ છે. રાત્રે જલ્દી સુવાવાળા, સવારે જલ્દી જાગવાવાળા,સવારના અંધકારમાં ફરવાનિકળવા વાળા આંગણાના ફૂલછોડને પાણી પીવડાવવાવાળા, દેવપૂજા માટે ફૂલ તોડવાવાળા, રોજ પાઠ પૂજા કરવાવાળા અને રોજ મંદિર જવાવાળા... રસ્તામાં મળવાવાળાને ખૂબ વાતો કરવા વાળા, તેમનું સુખ દુઃખ પૂછવાવાળા, બંને હાથ જોડી પ્રણામ કરવા વાળા, તેમજ સ્નાન વગર અન્ન નહીં ઉતારવા વાળા. તેમનો અલગ સંસાર..........વાર તહેવાર, મહેમાન, શિષ્ટાચાર, અનાજ, અન્ન, શાકભાજીની ચિંતા, તીર્થયાત્રા , રિતી રિવાજ અને સનાતન ધર્મ ની આગળ પાછળ ફરવાવાળા... જુના ફોન ના ડોગલા ઉપર જ મોહિત રહેવા વાળા, ફોન નંબર ની ડાયરી મેઇન્ટેઇન કરવાવાળા, રોંગ નંબરવાળા સાથે પણ સરસ વાત કરી લેવા વાળા, વર્તમાન પત્રોને દિવસમાં ત્રણ ચાર વાર ઉથલાવી ઉથલાવી વાંચવા વાળા...! હંમેંશા એકાદશી યાદ રાખવા વાળા, પૂનમ અને અમાસ યાદ રાખવાવાળા, ભગવાન ઉપર પ્રચંડ ભરોસો રાખવા વાળા, સમાજનો ડર પાળવા વાળા, જુના ચપ્પલ, ફાટેલી બંડી અને તૂટેલી દાંડીવાળા ચશ્મા પહેરવાવાળા...

What Is an NSE EGR?

 Key Takeaways  EGRs represent direct ownership of physical gold in SEBI-regulated vaults, while Gold ETFs are mutual fund units backed by gold held by the AMC, whose value tracks gold prices.  EGRs offer a unique facility to convert electronic holdings into physical gold; Gold ETFs generally do not offer physical redemption for retail investors.  Gold ETFs involve annual AMC expense ratios, whereas EGRs avoid these fees but may incur vaulting and trading charges.  Gold ETFs currently benefit from relatively higher market liquidity and established trading volumes compared to the evolving EGR segment.  Both are taxed as listed securities, with a 12-month threshold distinguishing short-term (slab rate) from long-term (12.5%) capital gains.  EGRs suit those wanting direct gold ownership and redemption options, while ETFs are ideal for investors seeking liquid, passive price exposure. Gold has long occupied a significant position in India’s investment land...

નાયડા ગુફાઓ દીવ

 દીવ એ ભારતના શ્રેષ્ઠ સ્થાનોમાંનું એક છે.  Video Advertisement દીવનું સૌથી અન્ડરરેટેડ ટૂરિસ્ટ આકર્ષણોમાંનું એક નાયડા ગુફાઓ. તે એક ફોટોગ્રાફરનું સ્વર્ગ છે.  દીવના કિલ્લાની બહાર સ્થિત, ગુફાઓમાં ટનલનું એક જટિલ નેટવર્ક અને વિશાળ પગથિયા જેવા માળખા છે. એવું માનવામાં આવે છે કે જ્યારે પોર્ટુગીઝ લોકો દીવ પર શાસન કરતા હતા, ત્યારે તેમણે બાંધકામ માટે ઉપયોગમાં લેવાયેલા વિશાળ ખડકલોના વિભાગો તોડી નાખ્યા હતા.  આ રીતે આખરે ગુફાઓનો આકાર થયો. આ કેન્દ્રશાસિત પ્રદેશ પર ચાર સદીઓથી પોર્ટુગીઝોનું શાસન હતું અને ભાષાથી માંડીને ખાદ્ય અને સ્થાપત્યની સંસ્કૃતિ સુધીની દરેક બાબતમાં વસાહતીઓનો સ્પષ્ટ પ્રભાવ છે. આ ગુફા કુદરતી પ્રકાશ માટે જાણીતી છે જે સ્થળને સુંદર બનાવે છે.

Rojgar samachar 5 August 2020

પરશુરામની ભૂમિ: વલસાડ જિલ્લામા આધ્યાત્મ અને ધાર્મિક સમન્વય

 પરશુરામની ભૂમિ: વલસાડ જિલ્લામા આધ્યાત્મ અને ધાર્મિક સમન્વય વલસાડ જિલ્લાને પરશુરામની ભૂમિ કહેવાય છે.આ જિલ્લામાં ધાર્મિક સ્થળો આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યા છે.વલસાડમાં તિથલ દરિયા કાંઠે જૈન સમુદાયનું શાંતિ મંદિર,ઓશોનું ધ્યાન કેન્દ્ર,સ્વાધ્યાય પરિવારનું પ્રાર્થના કેન્દ્ર ભક્તો અને શ્રધ્ધાળુઓ માટે મહત્વપૂર્ણ રહ્યું છે.વલસાડ જિલ્લાના છેવાડાના ઉમરગામ જિલ્લામાં સંજાણ બંદરે ઇરાનથી આવેલા પારસી સમુદાયનું આગમન થયું હતું.જેમાં ઉદવાડા સમગ્ર વિશ્વના પારસીઓનું કાશી તરીકે પ્રસિધ્ધ છે.પારસીઓ તેમની સાથે લાવેલા પવિત્ર અગ્નિ આતશ બહેરામ હજી પણ પ્રજ્વલિત છે.અહિં અગ્નિ મંદિર ઇરાન શાહ ટેમ્પલમાં દર વર્ષે દેશવિદેશમાંથી પારસીઓ આવે છે.બગવાડામાં જૈન સમુદાયના તિર્થધામ સમુ મંદિર છે.વલસાડમાં સમગ્ર ભારતમાં એક માત્ર છત વિનાનું શિવલિંગ મંદિર છે.જેને તડકેશ્વર મહાદેવ મંદિર તરીકે પ્રચલિત છે.છત વિનાના આ મંદિરમાં સ્વંયભૂ શિવલિંગ ઉપર સૂર્યના કિરણો પડે છે.જેના દર્શન માટે હજારો ભક્તો ઉમટે છે.આ ઉપરાંત વલસાડ દરિયા કિનારે સાંઇબાબાનું મંદિર સાઇ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે.તિથલ કિનારે સ્વામીનારાયણ ભગવાનનું અત્યંત ભવ્ય મંદિર આવેલુ...

તુલસીશ્યામ

હજારો વર્ષથી ભારતની પ્રજા ધર્મનાં સ્વાવલંબનથી જીવતી આવી છે. એથી એ ધર્મસ્થાનકોમાં પ્રજાજીવનનાં ઉત્થાન-પતન અને આશ્વાસ-નિશ્વાસ કંડારાયેલા પડયા છે. ભારતના પ્રજા જીવનનાં ઘડતરના પાયા એ ધર્મસ્થાનકોનાં ઇતિહાસ અને પુરાણોમાં પડ્યા છે. તેવુંજ ગિરનું પ્રાચીન અને રમણીય ધર્મસ્થાનક એટલે તુલસીશ્યામ. તુલસીશ્યામ એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયનાં જુનાગઢ જિલ્લાનાં ઉનાથી શહેરથી આશરે ૨૯ કિલોમીટર દુર જંગલ માર્ગે આવેલું છે. આ સ્થળ કુદરતી સૌદર્યથી ભરપુર છે કે જયાં ઘોડા ખેલાય છે, હરણાં કુદે છે, ભમરા મીઠો ગુંજારવ કરે છે, અને સિંહ ભયાનક ત્રાડો પાડે છે તેવા લીલા જંગલની વનરાઇઓથી સજાયેલ છે. આમ આ સ્થળ મનને શાંતિ આપે અને હરિલે તેવું છે. જયાં પહોચવા માટે ઉનાથી પાકા ડામર માર્ગે ધોકડવા અને જસાધાર થઇને પહોચી શકાય તેમજ જુનાગઢ શહેરથી તુલસીશ્યામ ૧૨૩ કિલોમીટર દુર છે જયાં વિસાવદર, સતાધાર, ધારી થઇને ડામર માર્ગે પહોચી શકાય છે તેમજ જુનાગઢથી કેશોદ, વેરાવળ, કોડીનાર અને ઉના થઇને પણ તુલસીશ્યામ જઇ શકાય છે. આ અંતર ૧૯૬ કિલોમીટર થાય છે. જે માર્ગે વંથલી, સોમનાથ, ગોરખમઢી અને પ્રાચી જેવા તીર્થો આવે છે. કહેવાય છે કે જાલંધર નામ...

Rojgar samachar 23.06.2021

 More posts from blog કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક ગુજરાત રોજગાર સમાચાર 2021 શું તમે જાણો છો કે પાળિયા મુખત્વે ૧૧ પ્રકારના હોય છે, ચાલો આજે પાળિયા ના પ્રકારો વિષે થોડું જાણીયે