Skip to main content

"સત્ય ધટના" - જે વાચીને તમે દંગ રહિ જશો, અત્યંત અદભૂત.......

 

"સત્ય ધટના" - જે વાચીને તમે દંગ રહિ જશો, અત્યંત અદભૂત.......

આ ધટના ગામ ભાતેલ મા જુના જમાનામા બનેલી છે ભાતેલ ગામ આખુ જાડેજા દરબાર નુ છે, બાકિ બે-બે પાચ-પાચ ઘર બ્રાહમણ, લોહાણા, ભરવાડ, ખવાસ, દરજી, સુથાર, વાણંદ, સીદિ બાદશાહ, હરિજન તથા બેક ઘર જાડેજા ના ભાણેજુ નાં.

રેલમાર્ગે જામનગર થી દ્રારકા જતા જામ ખંભાળીયા પછે નુ પહેલુ સ્ટેશન ભાતેલ આવે છે  (તે જમાના મા ખંભાળીયા પછે નુ પહેલુ સ્ટેશન વિરમદડ આવતુ જે ૧૯૯૬ બાદ રેલ્વે ડિપાર્ટમેન્ટે તદન રદ કરેલુ છે)

ભાતેલ ગામ તથા આજુબાજુના ગામો ની લોક વાયકા પ્રમાણે તથા ગામના ૯૦-૯૨ ની ઉંમર વટાવી ચુકેલા કે જે આ ધટના ના સાક્ષી છે તેમના મુખેથી સાંભળયા પ્રમાણે, આ વાત ૧૯૪૦ ની આસપાસ ની છે, તે સમયે બ્રોડગેજ રેલ્વેમા છુક છુકયા ( સ્ટીમ ) એંન્જીન ચાલતા, ભાતેલ ના રેલ્વેસ્ટેશન મા કાંન્તીલાલ સ્ટેશન માસ્ટર તરીકે ફરજ નીભાવતા જે હરીયાણા ના બ્રાહમણ હતા.

એકલા રેહતા એટલે નોકરી પુરી થાય અને ફ્રિ હોય એટલે ગામ મા લટાર મારવા નીકળી જતા ને સ્વાભાવના એકદમ સરળ અને શાંત એટલે ગ્રામજનો સાથે હળતામળતા ને વાતોચીતો કરતા, ગામ ની સ્કુલ અને ગૌ શાળા ની બાજુમા એક જુના નાનકડા ઓટલા ઉપર બીરાજમાન શિવ લીંગ, કાંન્તીલાલ  શિવભકત પેહલેથીજ હતા, એટલે ત્યાથી નીકળતા ત્યારે દર્શન કરતા, ધીમે ધીમે આગળ વધતા સોમવાર તથા શ્રાવણ મહિના મા જલ તથા પુષ્પ ચડાવા લાગ્યા, ત્યાર પછે તે ઓટલા ને થોડુ કડિયા કામ વગેરે કરાવી થોડો વ્યવસ્થીત કર્યો, ગામલોકો તથા ગામના જુવાનીયા ઓ સાથે કાન્તીલાલ ને સારુ ભળે એટલે કાંન્તીલાલે લોકો ને દર સોમવારે રાત્રે શીવ મંદિરના ઓટલે સાથે મળી શિવ ધુન કરવા વાત કરી, ગામ લોકો ને વાત ગમી તે સહમત થયા એટલે બસ દર અઠવાડિયે શિવ ધુન ચાલુ થય ગય, ગામ ના નાના મોટા, જુવાન વડિલ સૌ શિવ ધુન મા આવે ને તબલા મંજીરા પેટી સાથે શિવ ધુન કરે. કયારેક તો સવારો સવાર ધુન ચાલે, સમય વિતવા લાગયો.

કયારેક એવુ બનતુ કે કાન્તીલાલ ની રાતપાળી હોય અને સોમવાર હોય, પણ એ જમાનામા નાઇટ મા બેક પેસેંન્જર ટ્રેન અને બેક માલગાડિ એમ ચારેક ટ્રેન નીકળે, તોય ધુનમા તો જતા પણ ટ્રેન ના ટાઇમ થાય એટલે વચ્ચે આવી ટ્રેન પાસ કરાવી જાય, આવુ તો પડે જ કારણ કે બંન્ને બાજુના સ્ટેશ નો ના માસ્તરો સાથે ફોન પર વાત કરવી પડે, વાત કરવાના મશીન માથી ટોકનગોળો કાઠવો પડે, ટોકન આપીએ તોજ ટ્રેન આગળ જાય તથા ટ્રેન ના આવા જાવાના ટાઇમીંગ સાથે મુખ્ય રજીસ્ટર મા સહિ વગેરે કરવુ જ પડે તેમા કોઇ બાંધ છોડ ના ચાલે.

એકવખત સોમવાર અને રાતપાળી બંન્ને સાથે, કાંન્તીલાલ તો જે નીયમ હતો એજ રીતે સમય થયો એટલે શિવધુન મા ગયા, તબલા મંજીરા સાથે ગામ ના જુવાનીયા ને વડિલો સાથે કાંન્તીલાલે શિવધુન ચાલુ કરી, પણ કુદરતી એ રાત્રે એવી તે ધુન લાગી અને એવા લીન થય ગયા ભોળાનાથ ની ધુન મા કે સમય નુ કોય જ ભાન ના રહયુ, વચ્ચે પોરો (બ્રેક) ખાવાનુ પણ નામ ના લ્યે, હવે બનયુ એવુ કે રાતપાળી વિશે ગામલોને પણ ખબર નય, પછે તો કાંન્તીલાલ ની સાથે સાથે બીજા પણ અનેક ભકતો ને ધુન લાગવા માંડી, આખી રાત જોરદાર ની શિવ શંકર ભોળાનાથ ની ધુન ચાલી ને સવાર કયારે પડિ કોયને કાય ખબર નય,

સવાર પડિ ને આછુ અંજવાળુ થયુ, ભકતો માથે થી ધુન ઉતરી ને ભકતો ખુબ ખુશ થયા કે આજ તો બવ મજા આવી અજવાળુ થય ગયુ, કાંન્તીલાલ પણ ધુન માથી બહાર આવ્યા, પરંતુ તેમના માટે આ અજવાળુ ખુબ જ ચિંતા જનક હતુ કારણ કે તે ભુલી ગયા હતા કે નોકરી ચાલુ છે,

પછે તો બસ ઈમાનદાર માણસ ને એટલે કાંન્તીલાલ પાણી પણ ના પીધુ ને હાફળા ફાફળા થતા દોટ મુકિ રેલ્વેસ્ટેશન પોહચ્યા ને પાછળ બધા ભકતો, જઇ ને જોયુ તો પોંઇન્ટમેન ને ઇ જેમ દરરોજ હોય તેમજ બેઠેલા ને, કાંન્તીલાલ ને અને ભકતો ને જોઇ પુછયુ કે સાહેબ શુ થયુ કેમ એટલા હાફો છો, તો કાંન્તીલાલે અને ભકતો એ ધુન વિશેની બધી વાત કરી, તો પોઇન્ટમેનો તો સામુ જોતા રહયા ને શુ કેહવુ કાય સમજી ના શકિઆ, તોય હિંમત કરી થોડિવાર પછે કિધુ કે સાહેબ તમારી કાઇક ગેરસમજ થાતી લાગે છે, રાત્રે તમે આવ્યા હતા ને બધુ જ કામ નીયમ પ્રમાણે જ કર્યુ હતુ અને પાકા રજીસ્ટર મા તમારી સહિ પણ છે. પણ ગામલોકો કહે સાહેબ તો આખી રાત અમારી સાથે ધુનમાજ હતા ને પોંઇન્ટમેન કહે સાહેબ આવ્યાતા, ભકતો કે પોઇન્ટમેનો એકબીજા ની વાત કોઇપણ માનવા તૈયાર ન હતા, એક જ માણસ બે જગ્યાએ કઇ રીતે હોય શકે પછે તો સવાર મા ગામ ભેગુ થયુ...

કાંન્તીલાલ બધુ જ સમજી ગયા અને બોલ્યા કે એક માણસ બે જગ્યાએ ના હોય શકે, હુ ધુન મા જ હતો પણ મારી નોકરી ઉપર આચ ના આવે એટલે મારો ભોળોનાથ મારુ રુપ ધારણ કરી મારી નોકરી કરવા આવ્યા હતા મારા શિવ શંકર ભોળાનાથ ને જો મારી નોકરી કરવા આવુ પડતુ હોય તો મારી નોકરી શુ કામની, આજથી અને અત્યારથીજ હુ નોકરી મુકુ છુ ત્યાર બાદ તેમણે નોકરી મુકિ સંન્યાસ લય અને આખુ જીવન ફકત શિવ ભકતિ જ કરી. અને તે શ્રી સ્વામી હરીહર કેહવાયા..

સાથે નોકરી કરતા પોંઇન્ટમેનો અફસોસ કરવા લાગ્યા કે અમારી સાથે દિ ના નાથે નોકરી કરી, અને અોળખી પણ ના શકિયા, એકવાર તો દર્શન આપવા તા પ્રભુ, પછે તેમણે પણ નોકરી સાથે શિવ ભકતિ તથા ધાર્મિક પુસ્તકોનુ અધ્યયન ખુબ જ કરીયુ..

પહેલી તસવીર એ શિવ મંદિર ની અને પાછળ નળીયા વાળો આશ્રમ જે શ્રી સ્વામી હરીહર અને ગામલોકોએ સાથે મળી વિ.સ.૧૯૯૬(1940) મા બંધાવેલ.

બીજી તસવીર મા શ્રી સ્વામી હરીહર ( કાંન્તીલાલ સ્ટેશન માસ્તર) જેમનો દેહવિલય પણ અહિજ થયો વિ.સ.૨૦૨૭(1971), 

દેહવિલય શ્રાવણવદ ૬ ના થયેલ એ જ  દિવસે મંદિરે એક નાગા સાધુ આવેલ જે હરીહર બાપુના દેહ ને જયારે દ્રારકા દરીયા મા જળ સમાધી આપવા ગયા ત્યારે ગામ લોકો સાથે ટ્રક મા દ્રારકા આવેલ અને ત્યાર બાદ બોટ મા દરીયા મા પણ પાચેક કિમી અંદર આવેલ પરંતુ સમાધી ની વિધી પુરી થતા જ દરીયા મા જ  બોટમાથી કયા અલોપ થય ગયેલ એ કોઇપણ ને ખબર નથી. ( દેહવિલય વખત ના અંતીમ દર્શન તથા જળ સમાધી વખત ના બંને ફોટો છે જે આવશે ત્યારે આ પેજ મા મુકવામા આવશે)

ત્રીજી તસવીર એ રેલ્વેસ્ટેશન ની જયા હરીહર બાપુ નોકરી કરતા. રેલ્વેસ્ટેશન ના દરવાજા ઉપર લગાવેલી શ્રી હરીહર બાપુ ની તસવીર.

ચોથી તસવીર મા રેલ્વેસ્ટેશન સજાવેલુ છે કેમ કે, હરીહર બાપુની યાદિ મા અવિતરત વર્ષો થી દરવરસે શ્રાવણ વદ ૬ ના રેલ્વે સ્ટાફ તથા ગામલોકો મળી સાંજે બટુકભોજન કરાવે છે અને આખી રાત સ્ટેશન પર ભજન ને શિવ ધુન કરવા મા આવે છે, રાજકોટ થી ઓખા સુધીનુ એકજ સ્ટેશન એવુ છે કે જયા દર વર્ષે પ્લેટફોર્મ પર ભજન અને શિવધુન બોલાય છે.

ચોથી તસવીર મા જુન-જુલાઇ૨૦૧૯ મા બાજુમા નવુ નિર્માણ કરવામા આવેલ સ્ટેશન..

પાચમી તસવીર શ્રી હરીહર સ્વામી બાપુની જે નવા બનાવવામાં આવેલ સ્ટેશન ની મેઇન ઓફિસ ના દરવાજા પાસે રાખવામા આવેલ છે જેથી સૌ કોઈ દર્શન કરી બાપુ ને યાદ કરી શકે.

આ ધટના શ્રાવણ મહિના મા દરેક છાપા, અખબાર મા ટુકાણ મા છાપવા મા આવે છે.

ભાતેલ રેલ્વેસ્ટેશને થી નીકળો ત્યારે જરુર થી સ્વામી હરીહર ને યાદ કરશો, કેમ કે તેમની ભકતિ થી પ્રભાવિત થય ભોળાનાથે આ સ્ટેશન ઉપર અમુક ઘળી નોકરી કરી છે,

ભોળાનાથ ની કાંન્તીલાલ ના નામે સહિ ( સીગનેચર) કરેલ રજીસ્ટર જે તે સમયે રાજકોલ રેલ્વેડિવીઝને યાદિ સ્વરુપે સંભારણા રુપે રાખેલ..

વેદ કે વાણી ન વર્ણી શકે,

બુધ્ધી બલિહારીની પાછી ફરે,

કાંન્તી તમ ચરણ નુ ધ્યાન ધરે,

હરીઓમ તણા ગુણ ગાયા કરે.

ૐ શ્રી હરીહર સ્વામી:

ૐ નમ:શિવાય..













Comments

Popular posts from this blog

ખીરસરા પેલેસ રાજકોટ

 ખીરસરા પેલેસને ગોરી-બાદશાહના સમયકાળમાં બાંધવામાં આવ્યો હતો, ઠાકોર સાહેબની સાતમી પેઢી એટલે કે ઠાકોર રણમલજીએ કિલ્લાનો જીર્ણોધ્ધાર કરવાની શરૂઆત કરી હતી, રાજકોટ થી ૧૪ કિમી દુર કાલાવાડ રોડ પર કળા પથ્થરોના ટેકરા ઉપર સાત એકરમાં પથરાયેલો આ મહેલ હાલ હોટેલમાં ફેરવાઈ ગયો છે, પેલેસમાં ૨૪ રજવાડી ઓરડાઓ છે. આ મહેલ કાઠીયાવાડના ભવ્ય ઈતિહાસ અને બેનમુન સ્થાપત્યનો અદભુત પુરાવો છે. શાનદાર સુંદરતાના કારણે આ મહેલ માત્ર ગુજરાતીઓ જ નહિ અન્ય લોકો માટે પણ આકર્ષણ નું કેન્દ્ર બન્યો છે. એટલું જ નહિ વિદેશીઓ પણ તેનાથી અછુતા રહી શક્યા નથી… વર્ષો પૂર્વે રાજવીઓએ સૌરાષ્ટ્રની ધન્ય ધરતી પર અનેક રાજ મહેલોની રચના કરી હતી. અદભૂત સૌંદર્યતા ધરાવતા આ મહેલો આજે પણ દર્શનીય છે. આવો જ એક મહેલ રાજકોટમાં આવ્યો છે, ખીરસરા પેલેસ. આ પેલેસને ગોરી-બાદશાહના સમયકાળમાં બાંધવામાં આવ્યો હતો. ઠાકોર સાહેબની સાતમી પેઢી એટલે કે ઠાકોર રણમલજીએ કિલ્લાનો જીર્ણોદ્ધાર કરવાની શરૂઆત કરી હતી. કાઠિયાવાડના ભવ્ય ઇતિહાસ અને હેરિટેજ પ્લેસનો પુરાવા જેવો ખીરસરા પેલેસ શાનદાર સુંદરતાના કારણે આ મહેલ માત્ર ગુજરાતીઓ જ નહીં લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ...

શું તમે જાણો છો કે પાળિયા મુખત્વે ૧૧ પ્રકારના હોય છે, ચાલો આજે પાળિયા ના પ્રકારો વિષે થોડું જાણીયે

 1) ખાંભી: આ પ્રકારનો પાળીયો એટલે કે કોતરકામ વગર બાંધવામાં આવેલ કોઈ મૃત વ્યક્તિનું સ્મારક જેને આપણે ખાંભી તરીકે ઓળખીયે છીએ. 2) થેસા: એક એવો પ્રકાર છે જેમાં પાળિયાની નજીકમાં નાનાં પથ્થરો ગોઠવવામાં આવે છે જેને થેસા પણ કહે છે 3) ચાગીયો: કોઈ ઘટના કે વ્યક્તિના સંભારણા તરીકે નાના મોટા પત્થરોના ઢગલા કરી ને ચાગીયો બનાવવાં આવે છે, આ પ્રકારના પાળિયા બહુ ઓછા જોવા મળે છે. 4) સુરાપુરા: અન્યના જીવન માટે યુદ્ધમાં ખપી જનાર યોદ્ધાઓ જેને આપણે સૌ કોઈ સુરાપુરા તરીકે ઓળખીયે છીએ અને એમની યાદમાં સુરાપુરાના પાળિયા બને છે. 5) સુરધન: કોઈ આબરૂદાર અને શૂરવીર વ્યક્તિનું આકસ્મિક મૃત્યુ થાય ત્યારે આવા અકસ્માતની યાદમાં બાંધવામાં આવેલા પાળિયા ને સુરધન ના પાળિયા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. તેમાંના કેટલાક પાળિયાને સતીમાતા અથવા ઝુઝાર મસ્તિષ્ક વગરનાં યોદ્ધાઓ પણ કહેવામાં આવે છે. 6) યોદ્ધાઓના પાળિયા: આ પ્રકારના સ્મારકો અથવા પાળિયા ઓ સૌથી સામાન્ય અને ઠેર ઠેર જોવા મળતા હોય છે, યોધ્ધાઓના પાળિયા મોટે ભાગે લડાઈના નાયકોની પૂજા કરતા લોક-સમુદાય અને લોકજાતિઓ સાથે સંકળાયેલ હોય છે. તેઓ મર્યાદિત વિસ્તારમાં એકી સાથે મોટી ...

A Maharaja in Warsaw महाराज दिग्विजय सिंह (जाम साहेब)

एक आर्य क्षत्रिय जामनगर के महाराज दिग्विजय सिंह (जाम साहेब) की अद्भुत महानता की गाथा , जिसे कोई बताता नही। आप गूगल करके सारी जानकारी को क्रोस चेक कर सकते है । आर्य क्षत्रिय राजा दिग्विजय सिंह के नाम की धूम आज भी पोलैंड देश में देखी व सुनी जा सकती है। India in Poland begins #AmritMahotsav celebrations! Amb Nagma Mallick with @SutrykJacek , Mayor Wroclaw inaugurated the #IndiaAt75 Tram-‘Dobry Maharaja’ named after the Maharajas of Jamnagar & Kolhapur who gave refuge during WW2 to over 6000 Polish, Wrocław, 31 May. #AKAM pic.twitter.com/YKGxa062pk — India in Poland and Lithuania (@IndiainPoland) June 1, 2022 क्षत्रिय धर्म क्या होता है , आर्य संस्कृति क्या होती है कोई इस महान आर्य क्षत्रिय राजा से सीखे। जिसका उपकार पोलैंड जनता आज भी नही भूली। इनके नाम की कई सड़के हैं और कई योजनाएं चलती हैं पोलैंड में। और अपने देश मे ही पराये और तिरस्कृत हो गए हिन्दू क्षत्रिय योद्धा और महानायक । _"वसुधैव कुटुम्बकम " को चरितार्थ करने वाली एक क्षत्रिय महाराजा की गाथा पढिये और गर्...

Personality : महान वैज्ञानिक डॉ. विक्रम साराभाई

जिस समय देश अंग्रेजों के चंगुल से स्वतन्त्र हुआ, तब भारत में विज्ञान सम्बन्धी शोध प्रायः नहीं होते थे. गुलामी के कारण लोगों के मानस में यह धारणा बनी हुई थी कि भारतीय लोग प्रतिभाशाली नहीं है. शोध करना या नयी खोज करना इंग्लैण्ड, अमरीका, रूस, जर्मनी, फ्रान्स आदि देशों का काम है. इसलिए मेधावी होने पर भी भारतीय वैज्ञानिक कुछ विशेष नहीं कर पा रहे थे. पर, स्वतन्त्रता प्राप्ति के बाद देश का वातावरण बदला. ऐसे में जिन वैज्ञानिकों ने अपने परिश्रम और खोज के बल पर विश्व में भारत का नाम ऊंचा किया, उनमें डॉ. विक्रम साराभाई का नाम बड़े आदर से लिया जाता है. उन्होंने न केवल स्वयं गम्भीर शोध किये, बल्कि इस क्षेत्र में आने के लिए युवकों में उत्साह जगाया और नये लोगों को प्रोत्साहन दिया. भारत के पूर्व राष्ट्रपति डॉ. कलाम ऐसे ही लोगों में से एक हैं. डॉ. साराभाई का जन्म 12 अगस्त, 1919 को कर्णावती (अहमदाबाद, गुजरात) में हुआ था. पिता अम्बालाल जी और माता सरला बाई जी ने विक्रम को अच्छे संस्कार दिये. उनकी शिक्षा माण्टसेरी पद्धति के विद्यालय से प्रारम्भ हुई. साराभाई जी की गणित और विज्ञान में विशेष रुचि थी....

હિંગોળગઢ - જસદણ

 હિંગોળગઢ જસદણ ગામથી વિંછીયા જતાં રસ્તામાં ઊંચા ટેકરા પર એક ગઢ દેખાય છે. આ ગઢ એજ હિંગોળગઢ. રાજકોટથી બોટાદ જતાં રસ્તામાં ૭૭ કિ.મી. દૂર અને જસદણથી ૧૮ કિ.મી. તથા વીંછિયા થી ૧૦ કિ.મી. દૂર આ હિંગોળ ગઢ આવેલો છે.આ હિંગોળગઢની રચના કેવા અરસામાં થઇ તેનો થોડો ઇતિહાસ જાણવા જેવો છે. શ્રી વાજસૂર ખાચર માતા હિંગળાજના ભક્ત હતા એટલે હિંગળાજ માતાનું અધિષ્ઠાન કરી હિંગળાજ માતાના નામ પરથી ગઢનું નામ હિંગોળગઢ રાખ્યું. હિંગોળગઢ આટલા પંથકની શોભારૃપ ગણાય છે.સૌરાષ્ટ્રમાં આવો લડાયક ગઢ ભાગ્યે જ હશે. દૂરથી કળાતો હિંગોળગઢ જાણે આકાશથી વાતો કરતો હોય એવો દીસે છે. આ ગઢ દરિયાની સપાટીથી ૩૩૫ મીટર ઊંચો છે (૧૧૦૦ફૂટ) ચારે બાજુ અસંખ્ય વૃક્ષોની ઝાડી ગઢની શોભામાં અભિવૃદ્ધિ કરે છે.કહેવાય છે કે, કાઠિયાવાડમાં આવા બીજા પાંચ કિલ્લા આવેલા છે. તેમાં એક ખીરસરાનો, બીજો જામનગરનો બરડા ધક્કામાં મોડ પરનો, ત્રીજો રાજપરાનો, ચોથોગોંડલ તાબાના અનળગઢનો અને પાંચમો ભિમોરાનો ગઢ આ બધામાં ‘હિંગોળગઢ આજની તારીખમાં અડીખમ ઊભો છે. તેની એક કાંકરી પણ ખરી નથી એવુ બાંધકામ કરવામાં આવેલું છે.તે એક નાનું પણ મહત્વ ધરાવતું અભયારણ્ય છે. જયાં વન્યપ્રાણીઓની જાળવણી અ...

ભાજપના 160 ઉમેદવારોનું લિસ્ટ જાહેર: કઈ બેઠક પર કોને મળી ટિકિટ? જુઓ આખું લિસ્ટ

  ભાજપના 160 ઉમેદવારોનું લિસ્ટ જાહેર: કઈ બેઠક પર કોને મળી ટિકિટ? જુઓ આખું લિસ્ટ ભાજપે આ બેઠકો પર ઉમેદવારો કર્યા જાહેર  અબડાસા - પ્રધુમનસિંહ જાડેજા માંડવી - અનીરૂધ્ધ દવે  ભૂજ -  કેશુભાઈ પટેલ અંજાર - ત્રિકમ છાંગા (માસ્તર) ગાંધીધામ - માલતી મહેશ્વરી રાપર - વિરેન્દ્રસિંહ જાડેજા  વિસનગર - ઋષિકેશ પટેલ  ખેડબ્રહ્મા અશ્વીન કોટવાલ  ગાંધીનગર દક્ષિણ - અલ્પેશ ઠાકોર વિરમગામ - હાર્દીક પટેલ દસાડા- પી.કે. પરમાર  લીંબડી- કિરીટસિંહ રાણા  (રિપીટ) વઢવાણ- જિજ્ઞા પંડ્યા  ચોટીલા - શામજી ચૌહાણ  ધ્રાંગધ્રા- પ્રકાશ વરમોરા મોરબી- કાંતિ અમૃતિયા ટંકારા - દુર્લભજી વાંકાનેર - જીતુ સોમાણી રાજકોટ પૂર્વ  ઉદય કાનગડ રાજકોટ પશ્ચીમ ડો. દર્શીતા શાહ રાજકોટ દક્ષિણ - રમેશ ટિલાળા રાજકોટ ગ્રામ્ય - ભાનુંબેન બાબરીયા ગોંડલ- ગીતાબા જાડેજા (રિપીટ) જેતપુર - જયેશ રાદડીયા કાલાવાડ - મેઘજી ચાવડા જામનગર ગ્રામ્ય - રાઘવજી પટેલ જામનગર દક્ષિણ - રીવાબા જાડેજા જામજોધપુર - ચિમન સાપરિયા પોરબંદર - બાબુ બોખરીયા જુનાગઢ - સંજય કોરડીયા વિસાવદર - હર્ષદ રિબડીયા સોમનાથ - માનસિંહ પરમાર  કોડીનાર ...

NSE : Electronic Gold Receipts

 NSE EGR refers to Electronic Gold Receipts traded on the National Stock Exchange of India. EGRs are digital assets that represent ownership of physical gold. They allow investors to buy and sell gold in electronic form, similar to stocks and bonds, with the underlying physical gold stored in SEBI-regulated vaults. The National Stock Exchange (NSE) launched EGRs to make gold investment more transparent, accessible, and formalized in India. This system aims to address issues associated with physical gold ownership, such as concerns about purity, storage costs, and theft risk. Key features of NSE EGRs include: Digital Ownership Investors can hold gold in a demat account, just like other securities. Tradability EGRs can be traded on the NSE, providing liquidity and market-based price discovery. Physical Backing Each EGR is backed by an equivalent amount of physical gold stored in secure, SEBI-accredited vaults. Convertibility Investors have the option to convert their EGRs back into p...

ગીરાધોધ

 ડાંગઃ ગુજરાતના ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન ચોતરફ પ્રાકૃતિક સંપદામાં લીલોતરી હરિયાળીની ચાદર ઓઢાઈ જાય છે. ડાંગ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ અલગતમ હોવાના કારણે ચોમાસાની ઋતુ દરમિયાન નદીઓ ગાંડીતુર બન્યાના દ્રશ્યો જોવા મળે છે. ઉનાળા અને શિયાળાની ઋતુ દરમિયાન નદીઓના વહેણ આકરા બનતા હોય છે, ત્યારે વઘઇ તાલુકાના આંબાપાડા ગામ નજીક અંબિકા નદી પર આવેલો ગીરા ધોધ પણ પાણીથી છલોછલ ઉભરી આવે છે.ગીરા ધોધ જેને ગુજરાતનો નાયગ્રા ધોધ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચોમાસામાં ભારે વરસાદ અને ઉંચાઈથી પડતા ધોધને જોવા અનેક રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે અંબિકા નદીના વહેણ તેજ બનતા ગીરા ધોધનું રોદ્ર સ્વરૂપ જોતાની સાથે જ પ્રવાસીઓ અવાક બની જાય છે. આ ગીરાધોધને નિહાળવા માટે લગભગ 4 મહિના સુધી પ્રવાસીઓની ભીડ જામે છે.

બંદા સિંહ બહાદુર

 શીખ ધર્મમાં એક કરતા વધુ યોદ્ધાઓ થયા છે, પરંતુ આ યોદ્ધાઓમાં એક એવો યોદ્ધા હતો, જેની સામે મુઘલોમાંથી એક પણ આગળ નહોતું ગયું. આ બહાદુર યોદ્ધાનું નામ બંદા સિંહ બહાદુર છે. તેઓ ભારતમાં મુઘલ શાસકો સામે યુદ્ધ કરનાર પ્રથમ શીખ લશ્કરી વડા હતા. બંદા સિંહે જ મુઘલોના અજેય હોવાનો ભ્રમ તોડ્યો અને નાના સાહિબજાદાઓની શહાદતનો બદલો લીધો. બંદા સિંહ બહાદુરે હથિયાર અને સેના વિના 2500 કિમીની મુસાફરી કર્યા પછી 20 મહિનાની અંદર સરહિંદ પર કબજો કરીને ‘ખાલસા રાજ’ની સ્થાપના કરી હતી. ગુરુ ગોવિંદ સિંહ સાથે મુલાકાત બંદા સિંહ બહાદુરનો જન્મ 27 ઓક્ટોબર 1670ના રોજ જમ્મુ અને કાશ્મીરના રાજૌરીના એક રાજપૂત પરિવારમાં થયો હતો. તેમનું બાળપણનું નામ લક્ષ્મણ દેવ હતું. 15 વર્ષની ઉંમરે તેઓ ઘર છોડીને બૈરાગી બન્યા અને તેઓ માધોદાસ બૈરાગી તરીકે ઓળખાવા લાગ્યા. ઘર છોડ્યા પછી, તેમણે દેશનો પ્રવાસ કર્યો અને મહારાષ્ટ્રમાં નાંદેડ પહોંચ્યા જ્યાં 1708 માં તેઓ શીખોના 10મા ગુરુ ગુરુ ગોવિંદ સિંહને મળ્યા. આ દરમિયાન ગુરુ ગોવિંદ સિંહજીએ તેમને તેમની તપસ્વી જીવનશૈલી છોડી દેવા અને પંજાબના લોકોને મુઘલોથી મુક્તિ અપાવવાનું કાર્ય સોંપ્યું. આ પછી, ગુરુ ગોવિં...

જોગીદાસ ખુમાણ

  બાપુ! ગઝબ થઈ ગયો.” જોગીદાસે બહારવટે રઝળતાં રઝળતાં એક દિવસ મીતીઆળાના ડુંગરામાં પોતાના બાપ હાદા ખુમાણને શોકના સમાચાર સંભળાવ્યા.  “શું થયું આપા ?" “મહારાજ વજેસંગનો કુંવર દાદભા ગુજરી ગયા.” “અરરર ! દાદભા જેવો દીકરો ઝડપાઈ ગયો ? શું થયું ? ઓચીંતાનો કાળ ક્યાંથી આવ્યો ?” “ભાવનગરની શેરીએ શેરીએ ભમીને મેં કાનોકાન વાત સાંભળી કે શિહોરથી દશેરાને દિ' નાનલબા રાણીએ કુંવરને ભાવનગર દરિયો પૂજવા બોલાવ્યા, અને કુંવર દરિયો પૂજીને પાછા વળ્યા ત્યારે નાનલબાએ મંત્રેલ અડદને દાણે વધાવીને કાંઇક કામણ કર્યું : કુંવરનું માથું ફાટવા માંડ્યું. શિહોર ભેળા થયા ત્યાં તો જીભ ઝલાઈ ગઈ ને દમ નીકળી ગયો.” “કોપ થયો. મહારાજને માથે આધેડ અવસ્થાએ વીજળી પડ્યા જેવું થયું આપા !” “વીજળી પડ્યાની તો શું વાત કરૂં બાપુ ! શિહોર ભાવનગરની શેરીએ શેરીએ છાતીફાટ વિલાપ થાય છે. વસ્તીના ઘરેઘરમાં પચીસ વરસનો જુવાન જોદ્ધો મરી ગયો હોય એવો કળેળાટ થાય છે.” “આપા ! બાપ ! દાદભાની દેઈ પડે એનું સનાન તો આપણને ય આવ્યું કે'વાય. આપણે ના'વું જોવે.” સહુ બહારવટીયાઓએ ફાળીયાં પહેરીને નદીમાં માથાબોળ સ્નાન કર્યું. પછી જુવાન જોગીદાસે વાત ઉચ્ચારી: “બાપુ...