Skip to main content

Posts

Showing posts from September, 2021

પંપા સરોવર

 ડાંગઃ જિલ્લાના જાણીતાં રામભક્ત શબરીના ધામથી 7 કી.મી દૂર જારશોળ ગામ નજીક આવેલ પંપા સરોવર રામાયણ કાળની વાતો સાથે જોડાયેલ સ્થળ છે. લોકવાયકા મુજબ માતંગ ઋષિ અહીં તપ કરતાં હતાં. તે દરમિયાન માતંગ ૠષિની શિષ્યા માતા શબરી ગુરુની સેવા કરતાં હતાં. અવસાન પહેલાં માતંગ ઋષિએ માતા શબરીને જણાવ્યું હતું, કે તેમને અવશ્ય ભગવાન રામના દર્શન થશે. ગુરુના નિધન પછી માતા શબરી ભગવાન રામની પ્રતિક્ષામાં ઘણાં વર્ષો આશ્રમમાં રહ્યાં અને રામભજન કરતાં રહ્યાં. વર્ષો વીત્યા બાદ ભગવાન રામ લંકા જતી વખતે રસ્તામાં તેમનાં આંગણે પધાર્યા હતાં જે આજે શબરીધામ તરીકે ઓળખાય છે. Video Advertisement

નળ સરોવર પક્ષી અભયારણ્ય

 નળ સરોવર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લા અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું આઇ.યુ.સી.એન. શ્રેણી ૪ (વસવાટ/જાતી પ્રબંધન વિસ્તાર) હેઠળ અને વનવિભાગના અનુસાર અભયારણ્ય શ્રેણી હેઠળ આરક્ષીત એક સરોવર છે. આ સરોવરની મહત્તમ ઉંડાઇ ૨.૭ મીટર છે પરંતુ ૬૦% કરતા વધારે વિસ્તારમાં પાણીની ઉંડાઇ એક થી સવા મીટર જેટલી જ છે, પરંતુ જળાશય ૧૨,૦૦૦ હેકટર જેટલો વિશાળ ફેલાવો ધરાવે છે. પાણીની ઓછી ઉંડાઇને કારણે પાણીની સપાટી નીચે વિવિધ વનસ્પતિનો ઉગાવો સારો એવો રહે છે. જેને લીધે ખોરાકની વિપુલતા વધતી હોવાથી પક્ષીઓ મોટી સંખ્યામાં અહીં આવે છે. આ સરોવરમાં અનેક નાના નાના બેટ આવેલા છે. આ સરોવર ગુજરાતનાં જોવાલાયક સ્થળોમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આ સરોવરની દેખરેખ તેમ જ વ્યવસ્થાનું કાર્ય ગુજરાત રાજ્યનો વન વિભાગ સંભાળે છે. શિયાળામાં અહીં દેશ-વિદેશથી પક્ષીઓ આવે છે જેમાં ફ્લેમિંગો તેમનાં સુંદર રંગ અને દેખાવને કારણે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. પણ મુલાકાતે જતાં પહેલાં તપાસ કરવી જરૂરી છે. મુલાકાતનો શ્રેષ્ઠ સમય નવેમ્બરથી ફેબ્રુઆરી છે. વૈજ્ઞાનિકો યાયાવર પક્ષીઓના અભ્યાસ માટે તેના પગમાં કડીઓ પહેરાવે છે અને ત

હિંગોળગઢ - જસદણ

 હિંગોળગઢ જસદણ ગામથી વિંછીયા જતાં રસ્તામાં ઊંચા ટેકરા પર એક ગઢ દેખાય છે. આ ગઢ એજ હિંગોળગઢ. રાજકોટથી બોટાદ જતાં રસ્તામાં ૭૭ કિ.મી. દૂર અને જસદણથી ૧૮ કિ.મી. તથા વીંછિયા થી ૧૦ કિ.મી. દૂર આ હિંગોળ ગઢ આવેલો છે.આ હિંગોળગઢની રચના કેવા અરસામાં થઇ તેનો થોડો ઇતિહાસ જાણવા જેવો છે. શ્રી વાજસૂર ખાચર માતા હિંગળાજના ભક્ત હતા એટલે હિંગળાજ માતાનું અધિષ્ઠાન કરી હિંગળાજ માતાના નામ પરથી ગઢનું નામ હિંગોળગઢ રાખ્યું. હિંગોળગઢ આટલા પંથકની શોભારૃપ ગણાય છે.સૌરાષ્ટ્રમાં આવો લડાયક ગઢ ભાગ્યે જ હશે. દૂરથી કળાતો હિંગોળગઢ જાણે આકાશથી વાતો કરતો હોય એવો દીસે છે. આ ગઢ દરિયાની સપાટીથી ૩૩૫ મીટર ઊંચો છે (૧૧૦૦ફૂટ) ચારે બાજુ અસંખ્ય વૃક્ષોની ઝાડી ગઢની શોભામાં અભિવૃદ્ધિ કરે છે.કહેવાય છે કે, કાઠિયાવાડમાં આવા બીજા પાંચ કિલ્લા આવેલા છે. તેમાં એક ખીરસરાનો, બીજો જામનગરનો બરડા ધક્કામાં મોડ પરનો, ત્રીજો રાજપરાનો, ચોથોગોંડલ તાબાના અનળગઢનો અને પાંચમો ભિમોરાનો ગઢ આ બધામાં ‘હિંગોળગઢ આજની તારીખમાં અડીખમ ઊભો છે. તેની એક કાંકરી પણ ખરી નથી એવુ બાંધકામ કરવામાં આવેલું છે.તે એક નાનું પણ મહત્વ ધરાવતું અભયારણ્ય છે. જયાં વન્યપ્રાણીઓની જાળવણી અંગેન