IRCTC LTD AHMEDABAD WITH AMBAJI DARSHAN EX VADODARA જાંબુઘોડા અભયારણ્ય ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં આવેલું છે. જાંબુઘોડા અભયારણ્ય ચાંપાનેરથી આશરે ૨૦ કિલોમીટર અને વડોદરાથી આશરે ૯૦ કિલોમીટરનાં અંતરે આવેલું[૧] એક વાંસ, મહુડા, સાગ તેમજ અન્ય વનસ્પતિસભર અભયારણ્ય છે. મે ૧૯૯૦માં અભયારણ્ય તરીકે જાહેર કરાયેલું આ વન વિવિધ પ્રાણી ઉપરાંત ઝેરી અને બિનઝેરી સરિસૃપોનું પણ આશ્રય સ્થાન છે. જાંબુઘોડા અભયારણ્યની એક લાક્ષણિકતા એ પણ છે કે તે પર્વતીય વિસ્તારમાં આવેલું એક જુજ માનવ વસવાટ ધરાવતું અભયારણ્ય છે જેનાથી તેના પ્રાકૃતિક સૌંદર્યમાં અનેકગણો વધારો થાય છે. આઝાદી પહેલા, આ વિસ્તાર જાંબુઘોડા રજવાડા સાથે સંકળાયેલ હતો. ગાઢ જંગલની ટેકરીઓમાં તેમ જ ખીણોમાં ઘણી આદિવાસી વસાહતો વસવાટ કરે છે. આ અભયારણ્યમાં જંગલોમાં ફરવા માટે ઘણા સ્થળો છે અને તે એક શાનદાર વન વિહાર સ્થળ છે. આ ઉપરાંત એક વન વિભાગ આરામગૃહ, અભયારણ્ય, બે જળાશયો નજીકમાં ઉપલબ્ધ છે. દિપડો આ અભયારણ્યનું મુખ્ય શિકારી પ્રાણી છે આ ઉપરાંત શિયાળ, વરૂ, ઘોરખોદિયું, રીંછ વગેરે માંસાહારી પ્રાણીઓ પણ અહીં વસવાટ કરે છે